Ansh - 7 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 7

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

અંશ - 7

(અગાઉ આપડે જોયું કે,કામિની ને ગાંડી ગણાવી ,અંબા દેવી એ અંશ નો કબજો લઇ લીધો છે.અને આ બાબત માં અનંત અને અમૃતરાય પણ તેમની સાથે જ છે,જે કામિની ને સમજાય ગયું.આથી કામિની ને મગજ માં એક નવો વિચાર આવે છે,અને તે પોતાના પિયર જવાની રજા માંગે છે.હવે આગળ...)

કામિની તો મન માં ખુશ થતી થતી તૈયાર થઈ ને અંશ ને લેવા તેના સાસુ ના રૂમ માં પહોંચી ગઈ ત્યાં જ..

જવાનું ફક્ત તમારે છે વહુ, અંશ તો અહીં જ રહેશે.તેની સાસુ નો રૂઆબદાર અવાજ સંભળાયો.કામિની તો થથરી ગઈ.

પણ બા મારા વગર અંશ અહીં કેમ રહેશે?હું સાંજે પાછી આવી જ જઈશ ને!ત્યાં સુધી તો...

અંશ તો અહીં જ રહેશે તમારે જાવું હોઈ તો જાવ.

પણ..બા...

એકવાર કહ્યું ને..તેની સાસુ એ દરેક શબ્દ પર ભાર દેતા કહ્યું.અને હા હું નાનું બાળક નથી..આમ કહી તેને કામિની નો હાથ પકડી રૂમની બહાર કાઢી મૂકી.

કામિની આંખ મા આંસુ સાથે તેના રૂમ માં ચાલી ગઈ.તેની આ ચાલ તો તેના સાસુ એ ચાલવા ના દીધી.અંશ વિના કામિની ના દિવસો જવા અઘરા હતા.આજે પણ એ દિવસ કામિની ને અંદર થી ધ્રુજાવી જતો.

ત્યાં જ કામિની એ કોઈ નો અવાઝ સાંભળ્યો.હજી તો કામિની બહાર જાય એ પહેલાં જ..

જોવો વેવાઈ તમારી દીકરી પર અહીં કાઈ દુઃખ ના દહાડા નહતા પડતા ,જો એની તરફદારી કરવા ચાલી આવ્યા.અને મારા ઘર ની ભલાઈ મને ખબર જ છે.તો તમે તમારા ઘર નું સભાળો,આવજો ફરી નિરાંતે.

કામિની એ છુપાઈ ને ભીની આંખે જોયું,કે એના પપ્પા ના ચેહરા પર ઉદાસી અને આંખ માં નિરાશા હતી.તેમને વિશ્વાસ હતો,કે તેમની દીકરી ક્યારેય કોઈ ખોટું પગલું ના ભરે.અને સાથે અત્યાર સુધી કામિની ની વાત ના સાંભળ્યા નો અફસોસ પણ..

તેના પિતા એ ભારે હૈયે ત્યાંથી વિદાય લીધી.કામિની તેમની પીઠ દેખાય ત્યાં સુધી જોતી રહી.

પપ્પા તમે મારી વાત સાંભળો,એકવાર બસ એકવાર અનંત જેવો તમારી સમક્ષ દેખાવ કરે છે,એવો નથી. અહીંથી ગયા પછી મને નીચી દેખાડવામાં કે મારું અપમાન કરવામાં એ જરાય બાકી નહિ રાખે,અને ઉપરથી મારા સાસુ સસરા એની તરફદારી કરી તમારું ઘસાતું બોલશે. પ્લીઝ પપ્પા મને સમજવાની કોશિશ કરો.

જો દીકરા તારી મા સાચું જ કહે છે,મારા વધુ પડતા લાડ ને લીધે તું બગડી ગઈ છો.જો દીકરા એ તારું સાસરું છે,અને સાસરે શરૂઆત માં થોડી ઘણી પ્રોબ્લેમ્સ તો બધા ને થાય.ધીમે ધીમે બધું થાળે પડી જાય.

પણ પપ્પા...અને તેના પપ્પા ત્યાંથી જતા રહ્યા.કામિની એ એકવાર જ્યારે પોતાના સાસરા ની સચ્ચાઈ પોતાના પિતા ને જણાવવાની કોશિશ કરી ત્યાર નો સંવાદ યાદ આવી ગયો. આજે તેને તેના પિતા ની આંખો જોઈ ને લાગ્યું કે એ વાત કદાચ તેના પિતા આજે સમજ્યા હશે.

કામિની પોતાના આંસુ લૂછી ત્યાંથી ઉભી થઇ ગઈ.
કામિની ના સાસરા માં કામ કરતી એક છોકરી ને કામિની પ્રત્યે ઘણો ભાવ,તે કામિની ના રૂમ માં ડોકાવા આવે,પણ અંબા દેવી ની બીકથી તે કામિની ને મદદરૂપ ના થઈ શકે.
જયારે અંશ ને અંબા દેવી એ પોતાના કબ્જા માં લઇ લીધો હતો,ત્યારે પણ એ છોકરી એ મદદ કરવાની કોશિશ કરી પણ ત્યારે તે અસફળ રહી હતી.

કામિની ને આજે પણ એ દિવસ યાદ આવી ગયો, જ્યારે રૂપા એ અંબા દેવી થી છુપાઈ ને અંશ ને ઊંચકી લીધો,અને કામિની ના રૂમ માં લઇ આવી,પણ જેવી તે કામિની પાસે પહોંચે એ પહેલાં જ અનંત તેને જોઈ ગયો. અને તરત જ રૂપા પાસેથી અંશ ને લઇ લીધો,અને ત્યારબાદ એ રૂપા ને કામિની એ ક્યારેય જોઈ નથી.પણ આજે અચાનક કામિની જ્યારે તેના રૂમ ની બારી ની બહાર જોતી હતી,ત્યારે તેને એવું લાગ્યું કે એ રૂપા તેમના ઘર ના દરવાજા પાસે ઉભી હતી.કામિની તેને બોલાવે એ પહેલાં તો કોણ જાણે એ ક્યાં ગાયબ થઈ ગઈ.

કામિની ને થયું કે રાતે અનંત આવશે,ત્યારે એ ચોક્કસ રૂપા વિશે વાત કરશે,પણ કામિની એ અનંત ની ઘણી રાહ જોઈ તે આવ્યો જ નહીં.કામિનીની સ્થિતિ પોતાના ઘર મા જ એક કેદી જેવી થઈ ગઈ હતી.તે કોઈ સાથે વાત કરી શકતી નહિ,બસ દૂરથી અંશને જોઈને મન મનાવી લેતી. કામિની એ આખી રાત રાહ જોઈ પણ અનંત ઘરે ના આવ્યો,વહેલી સવારે તે ફરી બારી પાસે ઉભી હતી અને
ત્યાં એને ફરી રૂપા ને ઘર ના મુખ્ય દ્વાર પાસે જોઈ હતી,
તેની આંખો માં અપાર દુઃખ અને નિરાશા ડોકાતા હતા.તે કામિની સામે એક વિશ્વાસ થી જોતી હતી,પણ કામિની સમજી શકી નહતી.

( કામિની ની વાત સમજી ને કોણ એની મદદ કરશે? રૂપા સાથે શુ થયું હશે?શું રૂપા અને કામિની સાથે મળી ને અંબા દેવી નો અહંકાર ભાંગી શકશે?જોઈએ આગળ...)

✍️ આરતી ગેરીયા...