Badlo - 30 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 30)

The Author
Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બદલો - (ભાગ 30)

અભી ખૂબ આનંદમય થઈને પર્વતો ની ટોચ ઉપર ઘૂમી રહ્યો હતો...

અભી એ નીયા ને ફોન જોડ્યો...પરંતુ સામેના છેડેથી કોઈએ ફોન ઉઠાવ્યો ન હતો...
અભી ને લાગતું હતું કે નીયા મસ્તી કરી રહી હતી એટલે એ લગાતાર એને ફોન કરતો રહ્યો...
પાંચ છ વાર ફોન કર્યા બાદ એ થોડો ચિંતામાં આવી ગયો અને દોડીને નીયા ની રૂમ તરફ આવ્યો...

બાથરૂમમાંથી નીયા બહાર આવી ત્યારે એની આંખો થોડી લાલ હતી અને ચહેરો સાવ ઠંડો પડી ગયો હતો...
શીલા હજુ પણ ત્યાં જ ગુસ્સામાં બેઠી હતી...નીયા ને બહાર આવતા જોઇને એણે ફરી એકવાર તીર છોડ્યું...જાણે આજે શીલા એ નક્કી કરી જ લીધું હતું કે એ નીયા ને અભી થી જુદી કરી ને જ રહેશે...

શીલા સામે નજર કર્યા વગર જ એ પોતાનો સામાન બેગ માં ભરવા લાગી...ફોન હાથ માં લીધો ત્યારે એનો ફોન વાઈબ્રેશન મોડ માં વાઇબ્રેટ થઈ રહ્યો હતો...એમાં અભી ના બે ફોન છૂટી ગયા હતા અને અત્યારે પણ એનો જ આવી રહ્યો હતો...તેને નજરઅંદાજ કરીને ફરી બધુ બેગ માં ભરવા લાગી...

" તું એવું નહિ સમજતી કે એ ખાલી તારો જ છે....મારી સાથે તો રાતો પસાર કરી જ છે ...પરંતુ તારી જેવી હજુ પણ ઘણી છે...અભી માટે તો ઘણી છોકરીઓએ સુસાઇડ પણ કર્યું છે....તું તો એના માટે...." જાણે શીલા આજે નીયા ને એના રસ્તે થી દૂર કરીને જ રહેવાની હોય એ રીતે એણે અભિને વિલન બનાવીને કહેવાનું ચાલુ કર્યું ....

સુસાઈડ શબ્દ સાંભળીને નીયાના ચહેરા આગળ થી રુહી નો ચહેરો સડસડાટ નીકળી ગયો... એણે એક સેકન્ડ માટે આંખો બંધ કરીને ખોલી અને શીલા ની વાત વચ્ચેથી જ કાપીને પાછળ ફરીને બોલી...

"બસ....." નીયા ની રાતીચોળ આંસુ થી ભરેલી આંખ જોઇને શીલા થોડી અંદરથી હલી ગઈ...નીયા નું બોલવાનું હજુ ચાલુ જ હતું....

"હું જાણું જ છું...અભી કેટલી છોકરી સાથે આ ગેમ રમી ચૂક્યો છે અને અત્યારે પણ એ મારી સાથે...." નીયા બોલતા બોલતા અટકી ગઈ અને હોઠ ત્રાંસો કરીને કડવું સ્મિત કર્યું....

એનો ફોન હજી વાઈબ્રેટ થઈ રહ્યો હતો ...એનામાં પાંચ કૉલ્સ છૂટી ગયા હતા...ત્યારબાદ એનો ફોન શાંત પડી ગયો હતો...

વિન્ડો તરફ આગળ વધીને નીયા એ એનું બોલવાનું ચાલુ કર્યું...

"અભી એવું સમજે છે કે દરવખતે એ પોતે ખિલાડી હોય છે...પરંતુ આ વખતે ખિલાડી હું છું...મે ચાલુ કરી છે આ ગેમ...મારી ફ્રેન્ડ ને દગો જ નથી આપ્યો એનું મર્ડર કર્યું કહેવાય... એ પણ એક પૈસાવાળી છોકરી ના લીધે... આવા વાહિયાત છોકરા ને મારી ફ્રેન્ડ ઓળખી ન શકી...પરંતુ હું એના જાળમાં ફસાઈ એમ નથી..."

આ સાંભળીને શીલા ને બીજી વાર ઝટકો લાગ્યો...મર્ડર નામ સાંભળી ને એ થોડી ડરી ગઈ...એના કપાળ ઉપર અને ગળા ઉપર પરસેવો વળી ગયો...

"અભી ને હું કોઈ પ્રેમ બ્રેમ નથી કરતી ....આ તો બસ ખાલી એક નાટક છે ...." નીયા ના રૂમ તરફ આવેલો અભી નીયા ના મોઢેથી આ શબ્દો સાંભળીને ત્યાં જ ઊભો રહી ગયો...

"અભી...." અભી ને જોઇને શીલા બોલી...

અભી નામ સાંભળી ને નીયા ને પાછળ ફરવાની હિંમત જ ન ચાલી ...એ ત્યાં જ ઉભી રહી ગઈ...

અભી ત્યાંથી મોટા મોટા પગલે ચાલીને નીકળી ગયો ...
શીલા પણ ફોટોગ્રાફ્સ સમેટી ને અભીની પાછળ પાછળ અભી ના નામની બૂમ પાડતી દોડવા લાગી ...

બંને રૂમમાંથી નીકળી ગયા ત્યારબાદ નીયા પાછળ ફર્યા વગર જ ત્યાં નીચે ફસડાઈ પડી અને બંને હાથ થી ચહેરા ને છુપાવીને રડવા લાગી...

બે મિનિટ સુધી એકધારી મોટા અવાજે રડી ને ઉભી થઇ અને આંસુ લૂછીને બહાર આવી....

અભી તો જાણે નીયા ની વાત સ્વીકારવા જ માંગતો ન હોય એ રીતે 'નીયા આવું બોલે જ નહિ એ...એ છોકરી કોઈ બીજી હશે....' એકનું એક વાક્ય બોલતો એ પહેલાં હતો ત્યાં જ આવીને ઊભો રહી ગયો ...

પરાણે હિલ્સ માં ચાલતી શીલા ત્યાં માંડ માંડ પહોંચી...

ત્યારબાદ અભી અને પોતે એકલી જ છે એનો લાભ લઈને ચહેરો માસૂમ બનાવીને અભી સામે આવી બોલી...

" મને તો પહેલેથી જ જાણ હતી ...કે નીયા તારી સાથે...."

શીલા એનું વાક્ય પૂરું કરે એ પહેલા જ અભી એ વચ્ચે ત્રાડ પાડી...
"શર્ટ અપ ભાભી....નીયા ક્યારેય એવું કરે જ નહિ...મને જ સાંભળવામાં ભૂલ થઈ છે ....નીયા એવું બોલે જ નહિ..."

અભી ની ત્રાડ થી શીલા થોડી ડરી ગઈ અને ફરી પાછું બોલવાનું ચાલુ કર્યું....

"નીયા તો ખાલી તારી સાથે પ્રેમ નું નાટક કરે છે....તું તો...." શીલા આગળ બોલે એ પહેલા અભી એની નજીક આવી ગયો અને શીલા ના ગળા ઉપર બંને હાથ મૂકી દીધા...
શીલા ને બોલવામાં તકલીફ થઈ રહી હતી છતાં એનું બોલવાનું તો ચાલુ જ હતું...

"મને મારી નાખવાથી તને કંઈ નહિ મળે....તે પણ તારા કાને સાંભળ્યુ છે અને આંખો થી જોયું છે કે નીયા જ કહેતી હતી એ તારી સાથે પ્રેમ નું નાટક...." એની વાક્ય પૂરું થાય એ પહેલા અભી એ એને જોરથી ધક્કો મારીને પાછળ ખસેડી...

હિલ્સ ના કારણે શીલા નીચે પડતાં પડતાં બચી ગઈ...

"મારે નીયા સાથે વાત કરવી જોઈએ....જરૂર કંઇક કારણ થી નીયા આવું કહી રહી છે...." બોલીને અભી પાછળ ફર્યો ત્યાં એની સામે નીયા ઉભી હતી ...
"નીયા ...." અભી ના ચહેરા ઉપર મોટી સ્માઇલ આવી ગઈ... નીયાની પાછળ પાછળ નિખિલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ એને વાતની કઈ જાણ હતી નહિ...

નીયા નામ સાંભળી ને શીલા ની આંખો મોટી થઈ ગઈ અને પાછળ ફરી...પરંતુ પાછળ ફરતા જ શીલા ને એની હિલ્સ માં બેલેન્સ રહ્યું નહિ અને પગ વળી ગયો જેથી એ ત્યાંથી નીચે પડી... એણે અભી નામની જોરથી બૂમ પાડી...

એને જોઇને બધા એની તરફ દોડીને આવ્યા...શીલા પથ્થર ના સહારે ત્યાં લટકી રહી હતી...એની એક હિલ્સ નીકળી ગઈ હતી અને પર્વત ની ટોચ ઉપર થી દડદડ કરતી નીચે પડી હતી...
શીલા ખૂબ ડરી ગઈ હતી...

એને જોઇને અભી ને કોઈ ફરક પડતો ન હતો...એ તો નીયા સાથે વાત કરવા આતુર હતો...નીયા અને નિખિલ શીલા ને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા....

નીયા અને નિખિલને શીલા પસંદ ન હતી પરંતુ એ શીલા ને બચાવી રહ્યા હતા...એ જોઇને અભી ને પણ એવો એક વિચાર આવી ગયો...

"નીયા તું મારી વાત સાંભળે છે કે નહિ ...." નીયા અભી ની વાત માં ધ્યાન આપી રહી ન હતી...અને નિખિલ ને તો શીલા સિવાય બીજું કંઈ દેખાતું ન હતું....

"નીયા તું મને પ્રેમ કરે છે....?"

" નહિ....હું તને પ્રેમ નથી કરતી હું બસ તારી સાથે પ્રેમ નું નાટક કરતી હતી....તે મારી...." નીયા આગળ બોલે એ પહેલા અભી પાછળ ફરી ને ટોચ ઉપર થી કૂદવાની તૈયારી કરી બતાવી....

" શું નાટક કરે છે અહી આવ તારી ભાભી નો હાથ પકડ...." અભી ને જોઈને નિખિલે કહ્યું ...
શીલા નો એક હાથ છૂટે એટલે શીલા સીધી જ ત્યાંથી નીચે પડે એમ હતી છતાં નિખિલ એને ઉપર ખેંચવાની કોશિશ કરી રહ્યો હતો ....

" મને કોઈ ફરક નથી પડતો....એ પડે કે જીવે કે મરે...."

અત્યાર સુધી શીલા સાથે રાત પસાર કરતો અભી આ રીતે બોલ્યો એ સાંભળીને નીયા ને અભી ઉપર વધારે ગુસ્સો આવી ચડ્યો...

નાટક કરતા કરતા અભી નો પગ ત્યાંથી લપસ્યો અને તે પણ ત્યાં લટકાઈ ગયો...

એને જોઇને નીયા દોડીને ત્યાં આવી ... એ કંઈ કરે એ પહેલા અભી બોલ્યો...
"નીયા.... આઇ લવ યુ....હું તને ...." અભી આગળ બોલે એ પહેલા અભી એ પકડેલ પથ્થર એના હાથે છૂટી ગયો અને એ નીચે પડી ગયો....

"અભીઇ....ઇ...ઇ...ઇ....." નીયા ની સાથે સાથે શીલા ની પણ બુમ નીકળી ગઈ....

નીયા આ જોઇને હજુ પણ વિશ્વાસ કરી રહી ન હતી કે અભી ત્યાંથી નીચે પડી ગયો છે ....પર્વત ની ટોચ એટલી ઉપર હતી કે અભી નામનું કંઈ નિશાન પણ ત્યાં દેખાતું ન હતું ...અભી ને નીચે પડતાં જોઇને નીયા ને એની ફ્રેન્ડ રુહી પડતી હોય એવું લાગ્યું....એના મોઢામાંથી નીકળી ગયું...." રુહી....."

"તે મારા અભી ને મારી નાખ્યો ...." શીલા લટકતા લટકતા બૂમો પાડી પાડીને બોલી રહી હતી...

"તું પહેલા ઉપર આવાની કોશિશ કર શીલા...." નિખિલ હજુ પણ શીલા ને બચાવવાની મથામણ કરી રહ્યો હતો....એ જાણતો હતો અભી હવે પાછો નહિ આવે પરંતુ એ શીલા ને બચાવી લેવા માંગતો હતો....એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા....

"હવે હું જીવીને શું કરીશ...છોડી દે મને ...નીયા એ મારા અભી ને મારી નાખ્યો ....શું બગાડ્યું હતું એણે તારું...." નીયા ચૂપચાપ એને સાંભળી રહી હતી...એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા એ હજુ પણ નીચે જોઈ રહી હતી ...

"અભી એ તારું શું કોઈનું કંઈ નથી બગાડ્યું...ભગવાને મારા કર્મ નું ફળ મને આ જનમ માં જ ચૂકવી દીધું....." શીલા જોર જોરથી રડી રહી હતી ....એનો એક હાથ પથ્થર પકડેલ હતો અને બીજો હાથ નિખિલ ના હાથ માં હતો....

નીયા શીલા તરફ ફરી ....

"હા....અભી ને ખાલી મારો બનાવવા માટે મે જ રુહી ને પણ એની લાઈફ માંથી બહાર કરી હતી...
રુહી સુસાઇડ કરવાની છે એવું પણ મે જ પત્ર માં લખ્યું હતું...
એ કોઈ સુસાઇડ કરવાની ન હતી ...એ તો અભી સાથે વાત કરવા માંગતી હતી....મે એને સાત માં માળેથી નીચે ધક્કો મારી ને એને સુસાઇડ કેસ બનાવી દીધો હતો..."
જાણે આજે બધું સ્વીકારી લેવા માંગતી હોય એ રીતે શીલા બધું કહી રહી હતી ....

નીયા ને હવે સમજાયું હતું કે એની પાસે જે પત્ર આવ્યો એ શીલાએ લખ્યો હતો એની ફ્રેન્ડ રુહી અભી ના કારણે નહિ પરંતુ શીલા ના કારણે આ દુનિયા માં ન હતી રહી...

"શીલા......" નીયા એના વિચારોમાંથી બહાર આવે એ પહેલા શીલા એ એનો હાથ નિખિલ ના હાથમાંથી છોડાવીને આત્મહત્યા કરી લીધી....

નિખિલ ના શ્વાસ અધ્ધર થઈ ગયા....એ ડોળા ફાડીને એને જોતો રહ્યો...

આ બધું એટલું જલ્દી થઇ ગયુ હતુ જેથી નીયા અને નિખિલ બંને ઊંડા આઘાત માં પહોચી ગયા હતા...

(ક્રમશઃ)