સમય પસાર થઇ રહ્યો છે અને લગભગ એન્ટાયર ફોરેર્ટ ઓફિસ એ વાતને સમજી ચૂકી છે કે ડૉગસ ખરેખર જ ઉપયોગી વસ્તુ છે. અને એજ રીતે એન્ટાયર એમેઝોન માંથી લગભગ૨૦૦ જેટલા કિસ્સાઓ બન્યા હતા કે જેમાં ડૉગસે ફોરેસ્ટ ઓફિસરની જિંદગી બચાવી હતી.
બેફિકર અને બેખબર એવા ફોરેસ્ટ ઓફિસર dogs પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગયા છે.
ડૉગસ પણ તેમની પ્રાકૃતિક વફાદારી ના ગુણ તહેત ફોરેસ્ટ ઓફિસરો ને પ્રેમ કરવા લાગે છે અને તેમનામાં ઘુલી મલી જાય છે.
પરંતુ ,આ જ બધાની અંદર કેટલાક મેનમેઈડ્સ એવા પણ હતા કે જે સદીઓથી ચાાલ્યો આવતો આ સંબંધ એટલે કે માનવી અને સ્વાન વચ્ચેનો કે જે વિશ્વાસ અને પ્રમાણિકતાથી સભર હતો, હવે ક્યાંક ખરડાવાની કગાર પર આવીને ઊભો છે.
આખરે એ સમય આવી જાય છે જેમાં પુમા ના કોડોન મોલેક્યુલર સ્વીટ blood ને identify કરી નાખે છે.અને તેની વિસ્તૃત સમજ પણ પ્રાપ્ત થઈ જાય છે.
અને એક દિવસ માર્ક તેના રૂમમાંથી ચાવીનો ગુુછ્છ તેની તર્જની ઉપર ગોળ ફેરવતો બહાર આવી રહ્યો છે.અને અચાનક જ પેલા ત્રણ શેફડ ને તેની સામે ઉભેલા પામે છે.
માર્કે તેની wrist watch સામે જોયું જેમાં રાત્રિના ત્રણ વાગ્યા હતા.અને માર્કે કહ્યું,ડોન્ટ સાઉન્ડ! આઈ એમ કમિંગ બેક બાય વન અવર ઓન્લી.ઓકેય!!
કન્ફ્યુઝ્ડ ડોગ્સ જાણે કે માર્ક ને કશુક કશુક સમજાવવા માગતા હોય તેમ માર્ક ની થોડાક નજીક ગયા અને માર્ક ને થોડુંક અસામાન્ય લાગ્યું.
માર્ક બોલ્યો અ.....અ...હાય જોની, હાઉ આર યુ!! હીયર નાવ, એન્ડ હાઉ!અઅ..આઈ મીન, વ્હાય?
આઇ એમ ઓકે, ફાઈન let me go.
માર્કની બરાબર પાછળ વોલ પર હાઇપર વોલ્ટેજ નો ઈલેક્ટ્રીક વ્હાઈટ બલ્બ લાગેલો છે જે કદાચ ફ્યુસ થવાની તૈયારીમાં છે.અને માર્કે પાછળ વળીને જોયું.
બલ્બ ઝબકી રહ્યો છે અને માર્કે ફરીથી ડોગ્સ ની સામે જોયું.માર્કની પાછળથીકાચ ફુટવાનો અવાજ આવે છે અને જમીન પર વીખરાવાનો પણ..
ચંદ્રમાની આગળથી એક મેઘગુછ્છ હટે છે અને ડોગ્સ જાડીની અંદર કશુક ઘસડીને લઈ જતા દેખાય છે.
આજે ત્રીજો દિવસ છે પરંતુ છતાં પણ માર્ક નો કોઇ જ અત્તોપત્તો નથી.અને છેવટે મૃતદેહની ગંધ પરથી ખબર પડે છે કે ત્યાં કોઈકની ડેડ બોડી છે.
આખરે માર્ક ની લાશ મળી જાય છે અને તેને ફોરેન્સિક મા પણ મોકલી આપવામાં આવે છે.
ફોરેન્સિક લખે છે કે આ typical brutal એટેક હતો.અને તેમાં કશું જ નવું કે શંકાસ્પદ નથી.
ડોગ્સ ઉપર આંગળી ઉઠે છે કે ત્યારે આ ડૉગસ ક્યાં હતા જ્યારે આ હુમલો થયો હતો!! અને માર્ક ને આટલી બેરહેમીથી રહેંસી નાખવામાં આવ્યો?
ત્રણ ડોગ ના વાયા તે sweet બ્લડ ના બધા જ ગુણ બાકીના બધા જ ડોગ્સ ની અંદર ડોગ્સ હારમોની ની જેમ વ્યાપી જાય છે.અને ડોગ્સ એક યા બીજી રીતે human blood થી પરિચિત થવા લાગે છે.
આ બાજુ ડોક્ટર ફર્નાન્ડો ચેકપોસ્ટ ઉપર પણ એક ઘટના બને છે કે જેમાં એક ડૉગ રાત્રે બાથરૂમ કરવા નીકળેલા ફોરેસ્ટ ઓફિસર ને પણ કંઈક આ જ રીતે મારી નાખે છે જેને જંગલના કોઈક domestic બ્રુટલ નો એટેક ગણીને ચેનની નીંદ સુઈ જવામાં આવે છે.
ત્રણ ડૉગસ ના વાયા કે સ્વીટ બ્લડના બધા જ ગુણ બાકીના ડોગ્સ ની અંદર ડોગ હારમોની ની જેમ વ્યાપી જાય છે અને ડોગ્સ એક યા બીજી રીતે human blood થી પરિચિત થવા લાગે છે.
સમય વહી રહ્યો છે અને તેના મંદ બહાવની સાથે જ ડોગ્સ ના કોડોન મોલેક્યુલર પણ મંદ ગતિ એ જ સેટ થઈ રહ્યા છે.અને એટલે જ હજુ એકલદોકલ ફોરેસ્ટ ઓફિસરોના જ મૃત્યુના સંદેશાઓ આવી રહ્યા છે. અને આ બાજુ હાઇબ્રાઈડ માં પણ બીજા બધા જ એમ મન મનાવીને બેઠા છે કે five percent પુમા એ કઈ જ ના કહેવાય.હોઈ શકે છે કે દર સો હન્ટિંગે કદાચ એકાદ એટેક ડોગ નો હોઈ શકે છે પરંતુ તેઓ પણ કદાચ રાત્રિ અને દિવસ ના વર્ગીકરણો નહીં જાણતા હોય.જે વર્ગીકરણો કેવલ એક માત્ર લેટિન જ જાણતી હતી.