Love Revenge -2 Spin Off - 30 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Chapter 30

Featured Books
  • बैरी पिया.... - 53

    अब तक :प्रशांत बोले " क्या ये तुमने पहली बार बनाई है... ?? अ...

  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 30

આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો જેમણે દરેક ચેપ્ટર લખવામાં મને સપોર્ટ કર્યો.

****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

***

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-30

“તમે બોલાયો ‘તો મને....!?” સાંજે લગભગ ચારેક વાગ્યે ગાર્ડનમાં છોડવાઓને પાણી છાંટી રહેલાં કરણસિંઘની પાછળ આવીને ઉભાં રહેતાં સિદ્ધાર્થે પૂછ્યું.

“હાં....! “ કરણસિંઘ સીધુંજ બોલ્યાં “તારે અમદાવાદ જવાનું છે....!”

“અમ્મ....!” સિદ્ધાર્થ મૂંઝાયો “એટલે...!”

“ત્યાં આપડા નવાં યુનિટ માટે જે શેડ શોધવાનું કામ બાકી છે....!” સિદ્ધાર્થ બોલે પહેલાં કરણસિંઘ બોલ્યાં “એ હવે તું ત્યાં જઈનેજ પૂરું કર...! અને નવું યુનિટ ચાલું થાય...! એટલે થોડો ટાઈમ તું જ ત્યાં રઈને કામ સાચવજે....! બધું સેટ થાય ત્યાં સુધી...!”

“તો મારે કેટલાં દિવસ માટે ત્યાં જવાનું છે....!?” આશ્ચર્ય થયું હોય એમ સિદ્ધાર્થ વધુ મૂંઝાયો.

“કામ પતે ત્યાં સુધી....!” કરણસિંઘ શાંતિથી બોલ્યાં અને પાણી છાંટી રહ્યાં.

થોડીવાર સુધી બંને મૌન થઈ ગયાં. સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો.

“મારી કૉલેજ...!?” થોડીવાર પછી સિદ્ધાર્થે મૂંઝાઈને પૂછ્યું.

“તું ત્યાં ભણજે...!” કરણસિંઘ શાંતિથી બોલ્યાં “સુરેશની કૉલેજમાં.....! મેં એને તારું ત્યાં એડમીશન કરવાં માટે કઈ દીધું છે...!”

સિદ્ધાર્થ ઉભાં-ઉભાં કરણસિંઘ સામે પરેશાન નજરે જોઈ રહ્યો અને વિચારી રહ્યો. તેઓ હજીપણ સિદ્ધાર્થ તરફ પીઠ કરીને છોડવાઓને પાણી નાંખી રહ્યાં હતાં.

“ક્યારે જવાનું છે....!?” સિદ્ધાર્થે હેલ્પલેસ ઔપચારિક સ્વરમાં પૂછ્યું.

“આજે રાત્રે નીકળીશું .....! મોડાં..! ટ્રાફિક ના નડે એટલે...!” કરણસિંઘ બોલ્યાં “હું પણ આવાનો છું...! મારે ત્યાં વિક્રમની છોકરી માટે આવતીકાલે સગું જોવાં જવું છે...! પછી સાંજે સુરેશ જોડે અહિયાં પાછો આઈ જઈશ...!”

થોડીવાર સુધી સિદ્ધાર્થ ત્યાંજ ઉભાં-ઉભાં વિચારી રહ્યો.

જે કૉલેજમાં આરવ ભણ્યો અને નેહા ભણે છે, ત્યાંજ હવે સિદ્ધાર્થે પોતે પણ ભણવાનું હતું. વધુમાં બરોડામાં તેણે આવતીકાલથી ચાલું થતી પોતાની કૉલેજ અને ફ્રેન્ડસ વગેરે છોડી દઈને માત્ર કેટલાંક કલ્લાકોમાં છોડી દઈને જતું રહેવાનું હતું.

“હું મારાં કપડાં પેક કરી લઉં....!” સિદ્ધાર્થ સહેજ ગળગળા સ્વરમાં બોલ્યો અને પાછું ફરીને ચાલવાં લાગ્યો.

“અને સિદ્ધાર્થ.....!” સિદ્ધાર્થ હજીતો થોડાં ડગલાં આગળ ચાલ્યો હતો ત્યાંજ કરણસિંઘે તેને ટોક્યો.

સિદ્ધાર્થ તેમની તરફ પાછો ફર્યો.

“ત્યાં રે’વાનો છે...તો પછી નેહાને પણ મેરેજ માટે મનાઈ લેજે.....!” કરણસિંઘ બોલ્યાં અને પાછું ફરીને ફરીવાર છોડવાઓને પાણી નાંખવા લાગ્યાં.

“નેહાને પણ મેરેજ માટે મનાઈ લેજે.....!” કરણસિંઘના એ શબ્દોથી સિદ્ધાર્થ મૂંઝાઈ ગયો.

જોકે થોડીવારમાં સિદ્ધાર્થના મનમાંથી અને ચેહરા ઉપરથી એ મૂંઝવણના ભાવ દૂર થઈ ગયાં અને તેને સમજાઈ ગયું કે અમદાવાદમાં રહીને ફર્નિચર વૂડના યુનિટનું કામ માત્ર બહાનું હતું. મુખ્ય “કામ” નેહાને મનાવવા જવાનું હતું. એટલેજ નેહા જ્યાં સુધી ના માને, ત્યાં સુધી સિદ્ધાર્થે ત્યાંજ રહેવાનું હતું.

“તારી સગાઇ એકવાર તૂટી ચુકી છે....!” સિદ્ધાર્થના વિચારો ભંગ કરતાં કરણસિંહ બોલ્યાં “હવે ફરીવાર આવું ના થવું જોઈએ.....!”

તેમનાં સ્વરમાં સહેજ કઠોરતાં હતી.

“આપડા ઘરની આબરૂનો સવાલ છે....!” કરણસિંહ એવાંજ સ્વરમાં બોલ્યાં અને પાછું ફરી ગયાં.

“ઘરની આબરૂનો સવાલ છે....! સવાલ છે....!” સિદ્ધાર્થનાં મનમાં એ શબ્દો ખુંચતા હોય એમ પડઘાવાં લાગ્યાં.

પાછું ફરીને સિદ્ધાર્થ ત્યાંથી જવાં લાગ્યો.

*****

“તો હવે તું ત્યાં ભણીશ એમ....!?” વિકટ બોલ્યો “અમદાવાદ....!?”

સાંજે સિદ્ધાર્થ વિકટને મળવા માટે બોબી ટી-સ્ટોલ આવ્યો હતો. આવીને તેણે બધી વાત કહી હતી. ચ્હા પીતાં-પીતાં બંને વાતો કરી રહ્યાં હતાં.

વિકટની વાતનો પ્રતિભાવ આપ્યાં વિના સિદ્ધાર્થ ચુપચાપ બેસી રહ્યો. તેણે હાથમાં પકડેલાં ચ્હાના કપમાં ભરેલી ચ્હા પણ ઠંડી થઈ ગઈ હતી અને તેની ઉપર પાતળી મલાઈ બાજી ગઈ હતી.

“જબરું લાયો તું તો....! બરોડાથી સીધો અમદવાદ....! એ પણ રાતોરાત...એમ...!?” વિકટ હવે મજાકમાં બોલ્યો.

“હું શું કરું એ નઈ સમજાતું ....!” સિદ્ધાર્થ કંટાળીને બોલ્યો.

“એમાં શું વળી....!?” વિકટ ફરીવાર તેને ચીડાવતો હોય એમ બોલ્યો “અમદાવાદ જતો રે’....! અને ભાભીને ભગાડીને લેતો આય....!”

માઈન્ડ ડાયવર્ટ કરવાં માટે વિકટે કરેલી મજાકની સિદ્ધાર્થ ઉપર કોઈ અસર ના થઈ.

“આપડા ઘરની આબરૂનો સવાલ છે....! આબરૂનો સવાલ છે...!” સિદ્ધાર્થના મનમાં હજીપણ એજ શબ્દો ઘુમરાઈ રહ્યાં હતાં.

“મેરેજની વાતને બધાં આબરૂ સાથે શા માટે જોડે છે...!?” સિદ્ધાર્થ બોલ્યો “બે લોકોની મરજી ના હોય...! તો પણ જોરજબરદસ્તી તેમનાં મેરેજ ગોઠવી દેવાના.....! અને પછી એ વાતને આબરૂ સાથે જોડી દેવાની....!?”

“જો ભાઈ....!” ચ્હાનો ખાલી કપ બાજુમાં ડસ્ટબિનમાં ફેંકી વિકટ સહેજ ગંભીર સ્વરમાં બોલ્યો “જ્યારે તારી સગાઈ થઈ...! ત્યારે તે હાં પાડી’તી કે નઈ...!?”

વિકટના પ્રશ્નનો જવાબ આપ્યાં વિના સિદ્ધાર્થ તેની સામે જોઈ સાંભળી રહ્યો.

“નેહાએ પણ હા પાડી’તી....!? રાઈટ...!?” વિકટે પૂછ્યું અને આગળ બોલ્યો.

“પણ એને હું નહોતો ગમતો...! અને મારે પણ એની જોડે સગાઇ ન’તી કરવી...!”

“તો પછી એ વખતે નાં પાડવી ‘તીને...!?” વિકટ બોલ્યો “જે હિમ્મત આજે થાય છે ....! નાં પાડવાની...! એ હિમ્મત પે’લ્લાં દેખાડવી’તીને....!?”

સિદ્ધાર્થ વિચારી રહ્યો.

“તમે બેય એ વખતે કશું ના બોલ્યાં....! અને હવે જ્યારે મહિનાં પછી મેરેજનું મુહુર્ત જોવાઈ ગયું છે ત્યારે નેહાએ નાં પાડી દીધી...! અને તું પણ ડીસાઈડ નથી કરતો...! કે તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ...!”

વિકટ બોલ્યો અને સિદ્ધાર્થ સામે કેટલીક ક્ષણો જોઈ રહ્યો.

“છેક છેલ્લી ઘડીએ....જયારે બધું નક્કી થઈ ગયું હોય....અને છોકરાંઓ મેરેજ માટે નાં પાડીદે....!” સિદ્ધાર્થને ખખડાવતો હોય એમ વિકટ હવે સહેજ મોટેથી બોલ્યો “તો સમાજમાં માં-બાપની આબરૂ તો ધોવાઈજ જાયને ભાઈ....!”

કમને સિદ્ધાર્થનું મન વિકટની વાત સાથે સહમત થઈ રહ્યું હતું.

“જે હિમ્મતથી નેહા અત્યારે નાં પાડે છે...! એણે એ વખતેજ નાં પાડી હોત...! તો વાત આગળ વધીજ ના હોત....!” સિદ્ધાર્થ હથેળીઓ કરીને વિકટ બોલ્યો.

સિદ્ધાર્થે એક હાથ વડે પોતાની આંખો ચોળી.

“જો દોસ્ત...!” સિદ્ધાર્થના ખભે હાથ મૂકી વિકટે તેનો ખભો આમળ્યો “મને એમ કે’....! તને એ ગમે છે કે નઈ....!?”

થોડીવાર સુધી મૌન રહ્યાં બાદ સિદ્ધાર્થે હકારમાં માથું ધુણાવ્યું.

“તો પછી તું અમદાવાદ જા....! અને ભાભીને મનાય....!” વિકટ બોલ્યો “નારાજ થવું એનો હક છે...! અને મનાવું તારી ફરજ....!”

“પણ એ મને લવ નઈ કરતી દોસ્ત...!” સિદ્ધાર્થ સહેજ નિરાશ સુરમાં બોલ્યો.

“તું રીયાલીટી એસેપ્ટ કેમ નઈ કરતો લા.....!” વિકટ છણકો કરતાં બોલ્યો “હવે તમારું બેયનું નક્કી થઈ ગ્યું છે...! મહિનાં પછી મેરેજ થવાના છે....! તો પછી હવે ના પાડવાનો કોઈ મતલબ ખરો....!?”

સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો અને માથું હકારમાં ધુણાવ્યું.

“જો દોસ્ત...!” વિકટ ફરી સમજાવતો હોય એમ બોલ્યો “નેહા ભલે તને લવ ના કરતી હોય...પણ એ જ તારી લાઈફ પાર્ટનર બનવા જઈ રહી છે....! એટલે હવે જ્યારે મેરેજ ફિક્સ છે...ત્યારે તારે વિચારવાનું છે...! કે તારે આગળ શું કરવું છે...! અમદાવાદ જઈને તારે એનું દિલ જીતવું છે...કે પછી આજ વાતની ફરિયાદ કરતાં રહેવું છે...કે એ તને નઈ ગમાડતી- નઈ ગમાડતી...!”

સિદ્ધાર્થ ફરીવાર વિચારે ચઢી ગયો.

“તને બીજો ચાન્સ મલ્યો છે...!” વિકટ આગળ બોલ્યો “ફરીવાર પોતાનો પ્રેમ જીતવાનો...! બધાંને આવો ચાન્સ નઈ મળતો....!”

સિદ્ધાર્થને થોડું વિચારવા દઈ વિકટ આગળ બોલ્યો-

“તું અમદાવાદ જા....! એની જોડે ટાઈમ તો સ્પેન્ડ કર...! એ જે સિચ્યુએશનમાંથી પસાર થઈ છે...! તારે તો ઉલટાની એની હેલ્પ કરવી જોઈએ...! એ બધાંમાંથી બહાર નીકળવાની...!! તમે બેય ફ્રેન્ડસ તો છોને...!? તો પછી એ ફ્રેન્ડશીપને પ્રેમમાં કન્વર્ટ થતાં વાર નઈ લાગે....! બસ તારે ટ્રાય કરવાની જરૂર છે....!”

થોડીવાર સુધી વિકટ મૌન થયો અને બોબી ટી-સ્ટોલ ઉપર કામ કરતાં છોકરાં લોકેશને ઇશારા વડે બે કપ ચ્હાં લાવવાં કહ્યું.

“મારે મતે તારાં પપ્પા સાચા છે....!” વિકટ બોલ્યો “તારાં ઘરની ઈજ્જતનો સવાલ છે....! તારે નેહાની મનાવવીજ જોઈએ...! એણે એની મરજીથી હા પાડી છે...! અને તે પણ ....! હવે તમે બેય વચનથી બંધાયેલા છો...! તારે નેહાને એમ જતી ના કરવી જોઈએ....! આખરે એ તારો પે’લ્લો પ્રેમ છે....! અને તું ક્ષત્રીય છે....! તને નાં પાડીને એ કોઈ ફાલતું છોકરાંને પૈ’ણી જાય...! એ તું કેમનો સહન કરી લઈશ....!? બોલ...!?”

એટલું કહીને વિકટે સિદ્ધાર્થના ખભે હળવેથી ધબ્બો માર્યો.

“બે તારું નાક કપાઈ જશે નાક....!” વિકટ હવે સિદ્ધાર્થની ખેંચવા લાગ્યો.

સિદ્ધાર્થ પરાણે હસ્યો.

“નેહા તારી વૂડ બી છે દોસ્ત...!” વિકટ પાનો ચડાવતો હોય એમ બોલ્યો “હવે તારે એને જીતવીજ જોઈએ..! તારાં માટે પણ અને તારાં ઘરની ઈજ્જત માટે પણ...!”

“તું અઘરો છે હોં ભાઈ....!” સિદ્ધાર્થ પરાણે હસતાં-હસતાં બોલ્યો.

“લે આ ચ્હાં પી....!” એલ્યુમિનિયમની ચોરસ ટ્રેમાં ચા ના કપ લઈને ઉભેલાં લોકેશ સામે જોઈ વિકટે ટ્રેમાંથી એક કપ લઈ સિદ્ધાર્થને આપ્યો.

“બે ઓલરેડી ત્રણ પી લીધી છે....!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો.

“અલા તું આજે રાતે અમદાવાદ જાય છે....! એટલે આ છેલ્લી ચ્હાં છે....!” વિકટ બોલ્યો.

લોકેશ ચ્હાં આપીને જતો રહ્યો.

“હું કંઈ હમેશાં માટે નઈ જતો...!”

“અરે તો જ્યાં સુધી પાછો આવે ત્યાં સુધી છેલ્લી...બસ...!”

બંને ચ્હાંના ઘૂંટડા ભરવા લાગ્યાં.

“તો....હું આજે રાતે આઈ જાઉં....! તને see off કરવા....!” વિકટે પૂછ્યું “સફેદ કુરતો પે’રીને....!?”

“સફેદ કુરતો...!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું “કેમ...!?”

“અરે કેમ...! પછી હું કઈશને તને....! અમરીશ પૂરીની જેમ....!” વિકટ હવે પાછો મજાક કરતા ભારે સ્વરમાં અમરીશ પૂરીની નકલ કરતો હોય એમ બોલ્યો “અરે....જા સીમરન જા...જીલે અપની જિંદગી...!”

“બે એ...!” સિદ્ધાર્થથી પરાણે હસાઈ ગયું “સિમરનવાળાં....!”

વિકટે તેની આદત પ્રમાણે મજાક-મજાકમાં સિદ્ધાર્થની મૂંઝવણ દૂર કરી દીધી હતી. હવે અમદવાદ જઈને શું કરવું એ વિષે સિદ્ધાર્થનું મન સ્પષ્ટ થઈ ગયું હતું.

****

“બધું પેક થઈ ગ્યું....!?” કારની ડેકીમાં પોતાનાં કપડાંની બેગ મૂકી રહેલાં સિદ્ધાર્થને કરણસિંઘે પૂછ્યું.

રાતના લગભગ નવેક વાગ્યે તેઓ અમદાવાદ જવાં નીકળવાની તૈયારી કરી રહ્યાં હતાં. જૂન મહિનાંની આકરી ગરમીમાં આખો દિવસ બાદ મોડી રાત્રે માંડ ઠંડક પ્રસરી હતી. એમાય આજુબાજુ ઘાંસનો ગાર્ડન અને વચ્ચે બનેલાં મોટો બંગલો તેમજ બંગલોની ડાબી બાજુએ સોસાયટીના ગાર્ડનને લીધે સિદ્ધાર્થનાં ઘર અને તેની આસપાસનું વાતવરણ સહેજ વધારે ઠંડુ રહેતું. ગાર્ડન તરફથી આવતી ઠંડી હવામાં સિદ્ધાર્થના ઘરની બાઉન્ડરી વોલને અડીને હારબંધ ઉગાડવામાં આવેલાં આવેલાં આસોપાલવનાં ઝાડવાં આમતેમ ઝોલાં ખાઈ રહ્યાં હતાં. ઉનાળાને લીધે ચોખ્ખાં આકાશમાં દેખાતાં ચંદ્રનો પ્રકાશ સિદ્ધાર્થ ઘરની પોર્ચને અજવાળી રહ્યો હતો.

“હાં...! બસ...થઈ ગ્યું...!” ડેકીમાં બેગ મુકતા-મુકતા સિદ્ધાર્થ બોલ્યો.

“આટલાં મોડા નીકળ્યો.....! તો સવારે વે’લ્લાં નીકળ્યો હોત તો...!?” કારની જોડે પાછળ ડેકી પાસે ઉભેલાં કલાબા બોલ્યાં.

જોડે રાગિણીબેન પણ ઉભાં હતાં.

“ના...! અત્યારે ટ્રાફિક ઓછો નડે...!” કરણસિંહ બોલ્યાં “ચાલો...! હવે નીકળીશું....!?”

બધીજ બેગ્સ ભરીને સિદ્ધાર્થે ડેકી બંધ કરવા માંડતા કરણસિંઘ બોલ્યાં અને કારની આગલી સીટમાં બેસવા માટે આગળ જવાં લાગ્યાં.

“ઠક...!” કારની ડેકી બંધ કરી સિદ્ધાર્થે કારની ચાવી લોકમાંથી બહાર કાઢી અને કલાદાદી તરફ ફર્યો.

“દાદી...! ચલો...!” સહેજ નીરસ પણ સ્વસ્થ સ્વરમાં સિદ્ધાર્થ બોલ્યો નીચે ઝૂકી જોડે ઉભેલાં કલાદાદીના પગે લાગ્યો.

“હાં બેટા.....! સંભાળીને જજો હોં....!” કલાદાદીએ વ્હાલથી સિદ્ધાર્થનાં માથે હાથ મુક્યો અને સિદ્ધાર્થ ઉભો થતાં તેને ગળે વળગાળી દીધો.

કલાદાદીનાં ઉષ્માભર્યા આલિંગનમાં એક ઊંડો શ્વાસ ભરીને સિદ્ધાર્થે પોતાનાં મનનો બધો સ્ટ્રેસ ઉતારવાનો પ્રયત્ન કર્યો. કેટલીક ક્ષણોમાંજ સિદ્ધાર્થે પોતાનાં મનનો ભાર હળવો થતો અનુભવ્યો.

“કેટલાં દિવસ રોકાવાનાં હવે...!?” સિદ્ધાર્થ સ્મિત કરીને કલાદાદીને પૂછ્યું.

“હવે તારાં લગનનું ઠેકાણું ક્યારે પડે કોને ખબર.....!?” પોતાની આદત મુજબ સિદ્ધાર્થનો કાન સહેજ જોરથી ખેંચીને કલાદાદી બોલ્યાં.

“આહ...આ....!” હાઈટમાં કલાદાદીથી ઊંચા સિદ્ધાર્થે સહેજ નીચા નમીને માંડ પોતાનો કાન છોડાવ્યો “તમે બઉ જોરથી કાન ખેંચો છો....!”

પોતાનાં કાન ઉપર હાથ ફેરવતાં-ફેરવતાં સિદ્ધાર્થ બોલ્યો પછી કલાદાદીની જોડે ઉભેલાં રાગિણીબેન પાસે આવ્યો.

“હું જઉં...!” કહીને સિદ્ધાર્થ નીચો નમવા ગયો.

“હાં..હાં....ઠીક છે....! ધ્યાન રાખજે...!” રાગિણીબેને સિદ્ધાર્થને ટોકી લીધો અને તેનાં ખભે હાથ મૂકી ઔપચારિક સ્વરમાં બોલ્યાં.

સિદ્ધાર્થ છેવટે પાછું ફર્યો કારની ચાવી હાથમાં લઈને કારની ડ્રાઈવિંગ સીટ તરફ ચાલવાં માંડ્યો.

“ટ્રીન....ટ્રીન.....ટ્રીન....!” ત્યાંજ સિદ્ધાર્થના મોબાઈલની રીંગ વાગી ઉઠી.

પોતાનાં જીન્સના પોકેટમાંથી ફોન બહાર કાઢી સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો. ફોન વિકટનો હતો.

કારની પાછલી સીટ પાસે પહોંચેલો સિદ્ધાર્થ અટક્યો. અને સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને સિદ્ધાર્થ વિકટનો કૉલ રીસીવ કર્યો.

“અરેય......! જા સિમરન જા....!” વિકટે ફરીવાર સિદ્ધાર્થને ચિડાવા અમરીશ પૂરીની મિમિક્રી કરતાં બોલ્યો “જી લે અપની જીંદગીઈ....!”

“હમ્મ....! મને હતુંજ....! તારો ફોન તો આવશેજ....!” સિદ્ધાર્થ પરાણે પોતાનું હસવું રોકીને બોલ્યો.

“હું તો તને સી ઓફ કરવાં આવાનો હતો....!” વિકટ બોલ્યો “પણ તે નાં પાડી....!”

“હી..હી...જરૂર ન’તી....!” સિદ્ધાર્થ બોલ્યો.

“હમ્મ....! તો હવે ક્યારે આવાનો...! પાછો....!?” વિકટે પૂછ્યું.

“હજી જવાંતો દે....!” હવે સિદ્ધાર્થ મજાકિયા સ્વરમાં બોલ્યો.

“તો એક કામ કરીશ....!” વિકટ બોલ્યો “હું શનિ-રવિ અમદાવાદ આઈ જઈશ....! આંટો મારીશ...!”

“હી..હી...પાક્કું....!” સિદ્ધાર્થ બોલ્યો “ચલ....! મુકું...! મારે નીકળવું છે....!”

“વિજઈ ભવ....!” વિકટ ફરીવાર ઉડાવતો હોય એમ બોલ્યો.

સિદ્ધાર્થે હસીને કૉલ કટ કર્યો અને ફોન જીન્સના ખિસ્સાંમાં મૂકી કારની ડ્રાઈવિંગ સીટ તરફ ચાલ્યો.

ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ અંદર કારમાં બેઠો અને ઇગ્નીશનમાં ચાવી ભરાવી. કારનો સેલ માર્યા પછી સિદ્ધાર્થે કારની વિન્ડોમાંથી બહાર જોઈ કલાદાદી સામે જોઈ માથું હલાવ્યું.

કલાદાદીએ સ્મિત કર્યું અને આશીર્વાદ આપતાં હોય એમ હાથ ઊંચો કર્યો અને સિદ્ધાર્થ કાર ઘરના મેઈન ગેટ તરફ ચલાવી લીધી.

કમ્પાઉન્ડમાંથી કાર બહાર કાઢીને સિદ્ધાર્થ જમણીબાજુ સોસાયટીના મેઈન ગેટ તરફ ચલાવી લીધી.

સોસાયટીમાં આવતાં સ્પીડ બ્રેકરને લીધે મેઈન ગેટ સુધી સિદ્ધાર્થ કાર ધીમી સ્પીડે ચલાવતો રહ્યો. લાલ પથ્થરમાંથી બનેલાં ભવ્ય મેઈન ગેટ ની સેક્યુરીટી કેબીનમાં બેઠેલાં અને સિદ્ધાર્થ અને કરણસીંઘને ઓળખાતા ગાર્ડે કેબીનની કાંચની વિન્ડોમાંથી માથું હલાવી સિદ્ધાર્થનું અભિવાદન કર્યું. સિદ્ધાર્થે પણ એજ રીતે પ્રતિભાવ આપ્યો અને કાર મેઈન ગેટના મોટાં સ્પીડ બ્રેકર ઉપરથી કાર હળવેથી ચલાવી લઇ સિદ્ધાર્થ મેઈન રોડ ઉપર લીધી. મુખ્ય રોડ ઉપર આવતાંની સાથે જ સિદ્ધાર્થે કારની ઝડપ વધારવા ગિયર બદલ્યો અને એક્સિલેટરનું ચપલું દબાવી કારની સ્પીડ વધારી દીધી.

રાતનાં અંધારામાં મુખ્ય રોડ ઉપર બંને બાજુ લાગેલાં સ્ટ્રીટ લાઈટ પોલ્સ અને કારની હેડ લાઈટના પ્રકાશમાં દેખાતા રોડની એક સાઇડે જાહેરાતો માટે લાગાવેલાં એક પછી એક આવતાં સાઈન બૉર્ડમાં લખેલાં લખાણ ઉપર સિદ્ધાર્થ કાર ચલાવાતાં -ચલાવતાં એક અછડતી નજર નાંખી લેતો.

"તું એને પ્રેમ કરતો હોય ....તો તારે એનું દિલ જીતવાનો પ્રયત્ન કરવો જ જોઈએ ....!" વિકટ સાથે થયેલી વાતચીતના શબ્દો સિદ્ધાર્થ યાદ કરી રહ્યો

"તમારે હવે વાસ્તવિકતાનો સ્વિકાર કરી લેવો જોઈએ ...!"

"એ તારી લાઈફ પાર્ટનર બનવા જઈ રહી છે ...! એ રિયાલિટીને એસેપ્ટ કરી એનું મન જીતવાનો ટ્રાય કર...!"

વિકટનાં એ શબ્દો બાદ સિદ્ધાર્થનું મન નેહા માટે સ્પષ્ટ બન્યું હતું અને તેણે ઝડપથી નેહા અને તેનાં ફ્યુચરની વાસ્તિવકતાનો સ્વીકારવાનો પ્રયત્ન કરવા માંડ્યો હતો. એ જ કારણ હતું, કે અત્યારે અમદાવાદ જતી વખતે સિદ્ધાર્થનાં મનમાં નેહાને મળવા અને તેનું મન જીતવા નવેસરથી ઉત્સાહ જાગ્યો હતો.

"અમદાવાદ....! 109 કિલોમીટર ....!" રસ્તાની સાઇડે લાગેલા બોર્ડ ઉપર લખેલું લખાણ વાંચી સિદ્ધાર્થ મનમાં બબડ્યો. ટોપ ગિયરમાં ચાલી રહેલી કારનું એક્સિલેટર સહેજ વધુ દબાવી દઈને સિદ્ધાર્થે કારની ઝડપ વધારી દીધી.

****

"લાવ..આ બેગ ...હું લઇ લવ છું ...!" સુરેશસિંઘે સિદ્ધાર્થને કહ્યું.

રાતનાં લગભગ બાર વાગ્યે તેઓ અમદાવાદ આવી પહોંચેલાં. સુરેશસિંઘનાં ફ્લેટનાં પાર્કિંગમાં કાર પાર્ક કરી તેઓ સામાનની બેગ્સ ઉપર લઇ જવા માટે કાઢી રહ્યાં હતા.

"અરે....મામા....રે 'વાંદો ... ! હું લેતો આવું છું ...!" સિદ્ધાર્થ બોલ્યો.

"અરે તારે બીજો ધક્કો ના ખાવો પડે ....!" સુરેશસિંઘ આગ્રહપૂર્વક બોલ્યાં "તું કાર લૉક કરી બીજી બેગ્સ લેતો આય ...!”

"ઓકે ....!" સિદ્ધાર્થ બોલ્યો અને કારની ડેકીમાંથી બાકીની બેગ્સ ઉતારી ડેકી વાખવાં લાગ્યો.

સુરેશસિંઘ અને કરણસીંઘ લિફ્ટમાં બેસી ઉપર જતાં રહ્યાં.

"ક્લિક ...ક્લિક ...!"

કારની ડેકી વાખી દઈ સિદ્ધાર્થે કારને ઓટોલોક કરી. અને નીચે મુકેલી ટ્રૉલી બેગનું હેન્ડલ ખેંચી ઊંચું કર્યું.


“નેહાને કૉલ કરું....!?” લીફ્ટ તરફ જતાં-જતાં સિદ્ધાર્થને વિચાર આવ્યો અને તેણે પોતાનાં જીન્સમાંથી મોબાઈલ કાઢીને નેહાનો નંબર કાઢવાં લાગ્યો.

“ના.....!” લીફ પાસે અટકીને સિદ્ધાર્થ બબડ્યો “દર વખતે એ મને સ’પ્રાઈઝ આપે છે...! કાલે કૉલેજનાં પે’લ્લાં દિવસેજ હું એને સ’પ્રાઈઝ આપીશ...!”

એકલાં-એકલાં બબડતાં સિદ્ધાર્થે સ્મિત કર્યું અને મોબાઈલ પાછો જીન્સના પોકેટમાં મૂકી લીફ્ટનું બટન દબાવ્યું.

થોડીવાર પછી લીફ્ટ આવી અને લીફ્ટનો દરવાજો ખૂલતાં પોતાનાં સામાનની બેગ્સ અંદર મૂકી સિદ્ધાર્થ લીફ્ટમાં એન્ટર થઈ ગયો. છઠ્ઠે માળનું બટન દબાવી સિદ્ધાર્થ લીફ્ટમાં ઉભો રહ્યો.

સેન્સરવાળી લીફ્ટનો દરવાજો બંધ થઈ લીફ્ટ ઉપર જવા લાગી.

“કાલે કૉલેજ જઈ નેહા સાથે શું વાત કરીશ...!?” ઉપર જતી લીફ્ટમાં બેઠેલાં સિદ્ધાર્થનું મન વિચારે ચઢી ગયું.

છઠ્ઠે માળે આવીને લીફ્ટ અટકી અને દરવાજો ખૂલતાં સિદ્ધાર્થ પોતાનાં સામાનની બેગ્સ લઈને બહાર નીકળ્યો.

મામા સુરેશસિંઘના ફ્લેટનો મેઈન ડોર ખુલ્લોજ હતો. મોડી રાત હોવાથી આજુબાજુના ફ્લેટના દરવાજા બંધ હતાં.

“અરે....! સિદ્ધાર્થ....!” દરવાજામાંથી અંદર આવી રહેલાં સિદ્ધાર્થને જોતાંજ કરણસિંહને પાણી આપી રહેલાં સરગુનબેન સસસ્મિત બોલ્યાં “આય...આય...બેટા....!”

સિદ્ધાર્થે ઔપચારિક સ્મિત કર્યું અને અંદર આવ્યો.

“મારે આજે સવારેજ વિજય સાથે વાત થઈ....!” સોફાંમાં બેઠેલાં સુરેશ્સિંઘ કરણસિંહ સાથે વાત કરી રહ્યાં હતાં “કે સિદ્ધાર્થ અમદવાદ રે’વાં આવાનો છે....!”

“ઓહ તેરી...! તો તો ગયું મારું સરપ્રાઈઝ પાણીમાં...!” સુરેશસિંઘની વાત સાંભળીને સિદ્ધાર્થ મનમાં બબડ્યો “તો તો નેહાને પણ ખબર પડીજ ગઈ હશે....!”

માથું ધુણાવતો-ધુણાવતો સિદ્ધાર્થ સોફાં ચેયરમાં બેઠો.

“લે....!” સરગુનબેને સિદ્ધાર્થ સામે ટ્રેમાં પાણીનો ગ્લાસ ધર્યો.

ગ્લાસ લઈ સિદ્ધાર્થે એકાદ ઘૂંટો પાણી પીધો અને પાછો ટ્રેમાં મુક્યો,

“બેટા...! તું આરવવાળાં રૂમમાંજ રે’જે...!” સરગુન બોલ્યાં.

“હાં મામી....!” એટલું કહીને સિદ્ધાર્થ ઉભો થયો અને પોતાનાં સામાનની બેગનો પટ્ટો ખભે ભરાવીને આરવના રૂમ તરફ જવાં લાગ્યો.

“ચાલો ભાઉ...! તમે પણ આરામ કરો...!” સુરેશસિંઘ સોફામાંથી ઉભાં થયાં અને કરણસિંહના સામાનની બેગ લઈ જવાં લાગ્યાં.

પોતાનાં નાનાં ભાઈ વિક્રમસિંઘની છોકરી માટે સગું જોવાં અમદાવાદ આવેલાં કરણસિંહ એકાદ-બે દિવસ કદાચ રોકાવું પડે એ ગણતરીથી એક બેગમાં બે જોડે કપડાં અને બીજો જરૂરી પણ લાવ્યાં હતાં.

આરવવાળાં રૂમમાં આવીને સિદ્ધાર્થે રૂમમાં નજર ફેરવી અને પછી બેડ તરફ ચાલ્યો.

“હાશ...!” બેડમાં પડતું મૂકીને સિદ્ધાર્થે હાશકારો અનુભવ્યો “આરવને મેસેજ કરું..!”

આરવ યાદ આવી જતાં સિદ્ધાર્થ પાછો બેડમાંથી બેઠો થયો અને પોતાનો મોબાઈલ હાથમાં મંતારતા-મંતારતા રૂમની બાલ્કની તરફ જવાં લાગ્યો.

“I’m in Ahmedabad.....!” whatsappમાં આરવને સિદ્ધાર્થે મેસેજ કર્યો.

રશિયા ગયાં પછી આરવ સાથે સિદ્ધાર્થ મોટેભાગે મેસેજમાંજ વાતો કરતો. આરવે શરૂઆતમાં થોડાં દિવસ કૉલ કર્યા. પણ તેની ટ્રીટમેન્ટ શરુ થયાં બાદ તેનાં કોલ્સ આવાનાં ઓછાં થઈ ગયાં.

“અહિયાં સવા બાર થ્યા છે...! ત્યાં હજીતો નવેક વાગ્યાં હશે....!” રશિયાનો ટાઈમ અમદાવાદનાં સમય કરતાં લગભગ ત્રણેક કલ્લાક પાછળ હોવાથી સિદ્ધાર્થ પોતાનાં મોબાઈલમાં દેખાતાં સમય સામે જોઇને બબડ્યો.

બાલ્કનીમાં ઉભાં-ઉભાં સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો.

“સંભાળજે બ્રો....!” દસેક મિનીટ પછી આરવનો મેસેજ આવ્યો “એ શહેરની માયા લાગી નાં જાય....! નઈતો એને છોડવું અઘરું પડશે....!”

મેસેજ રીડ કરી સિદ્ધાર્થ હળવું હસ્યો.

મોબાઈલ પાછો ખિસ્સાંમાં મૂકી સિદ્ધાર્થ પાછો વિચારે ચઢી ગયો. બરોડાથી આવતાં પહેલાં વિકટ સાથે થયેલી વાતચિતને સિદ્ધાર્થ યાદ કરી રહ્યો.

“નેહા ભલે તને લવ ના કરતી હોય...પણ એ જ તારી લાઈફ પાર્ટનર બનવા જઈ રહી છે....!”

“હવે જ્યારે મેરેજ ફિક્સ છે...ત્યારે તારે વિચારવાનું છે...! કે તારે આગળ શું કરવું છે...!”

“અમદાવાદ જઈને તારે એનું દિલ જીતવું છે...કે પછી આજ વાતની ફરિયાદ કરતાં રહેવું છે...કે એ તને નઈ ગમાડતી- નઈ ગમાડતી...!”

“ના....મારે હવે ફરિયાદો નથી કરવી દોસ્ત...!” વિકટની વાતો યાદ કરી સિદ્ધાર્થ બબડ્યો “હું અહિયાં એનું દિલ જીતવાજ આયો છું...!”

“તને બીજો ચાન્સ મલ્યો છે...!

“ફરીવાર પોતાનો પ્રેમ જીતવાનો...! બધાંને આવો ચાન્સ નઈ મળતો....!”

“અને આ ચાન્સ હું નઈ જવાં દઉં....!”

“તમે બેય ફ્રેન્ડસ તો છોને...!? તો પછી એ ફ્રેન્ડશીપને પ્રેમમાં કન્વર્ટ થતાં વાર નઈ લાગે....! બસ તારે ટ્રાય કરવાની જરૂર છે....!”

વિકટની એ વાત યાદ આવી જતાં સિદ્ધાર્થને ઝીલના મેરેજ યાદ આવી ગયાં. જ્યારે તેની અને નેહાની વચ્ચે ફ્રેન્ડશીપની શરૂઆત થઈ હતી

ઝીલના મેરેજ વખતે નેહા સાથે વિતાવેલી મધુર ક્ષણો યાદ આવી જતાં સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હળવું સ્મિત આવી ગયું. વિકટની વાતો અને નેહાની સાથેની એ સુંદર ક્ષણો યાદ આવી જતાં સિદ્ધાર્થનું મન હવે નેહા માટે નવેસરથી એટ્રેકશન ફિલ કરવાં લાગ્યું.

સિદ્ધાર્થને અમદવાદ મોકલવાનો શરૂઆતમાં ખોટો લાગતો પિતા કરણસિંહનો નિર્ણય હવે સિદ્ધાર્થને યોગ્ય લાગી રહ્યો હતો.

હવે બસ સવાર પડે એચ કૉલેજ જવાની વાત હતી. અને છેલ્લાં વર્ષનાં કૉલેજનાં પહેલાં દિવસની શરૂઆતની સાથે-સાથે નેહાને મનાવવા માટેનાં સિદ્ધાર્થના પ્રયત્નોની શરૂઆત પણ થાવાની હતી.

*****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19