Love Revenge -2 Spin Off - 25 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Chapter 25

Featured Books
  • बैरी पिया.... - 53

    अब तक :प्रशांत बोले " क्या ये तुमने पहली बार बनाई है... ?? अ...

  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 25

વાચકમિત્રો,



સિદ્ધાર્થ....લાવણ્યા....અંકિતા...કામ્યા....ઝીલ ....!



મારાં જે વાચકોએ મારાં દ્વારાં લખાયેલી નવલકથા લવ રિવેન્જ વાંચી હશે તે વાચકો નવલકથાનાં ઉપરોક્ત પાત્રોને ઓળખતાંજ હશે.



લવ રિવેન્જ નવલકથાને તેમજ તેનાં લગભગ બધાંજ પાત્રોને વાચકોએ મારાં ધાર્યા કરતાં અનેકગણો વધુ સારો પ્રતિસાદ અને અનહદ પ્રેમ આપ્યો. ફીડબેકમાં અનેક કોમેંન્ટ્સ અને મેસેજીસ કરીને વાચકોએ મારો ઉત્સાહ પણ અનેકગણો વધારી દીધો.



હવે આજ પાત્રોને લઈને મેં લખેલી એક નાનકડી શોર્ટ સ્ટોરી એટ્લે



“હાલ કાના’ મને દ્વારકાં દેખાડ..!”

ટૂંકમાં સમયમાં આ શોર્ટ સ્ટોરીનું હું લખાણ પૂરું કરવાં જઈ રહ્યો છું.

આ સ્ટોરી આવતાં વર્ષે બૂક ફેસ્ટિવલમાં હાર્ડકૉપી સ્વરૂપે રીલીઝ થવાની છે.

પરંતુ પ્રતિલિપિ ઉપર અને મારાં whatsappમાં જે વાચકો મારી જોડે કનેકટેડ છે એમાંથી જે વાચકોને એડવાન્સમાં આ સ્ટોરી વાંચવી હોય તેઓ મને મારાં whatsapp નંબર ઉપર મેસેજ કરીને આ સ્ટોરીની Graphic PDF (વાર્તાનાં પાત્રોની પ્રતિકાત્મક તસ્વીરો સાથે) મંગાવી શકે છે. (Graphic PDF ચાર્જેબલ રહેશે, અને એ ચાર્જ હાર્ડકોપીમાં કરતાં ઓછો એટલે કે discounted રહેશે).

એક ખાસ નોંધ- જે વાચકો પીડીએફમાં આ સ્ટોરી મંગાવે એ વાચકોને મારી રિકવેસ્ટ છે કે અન્ય કોઈને પણ ફોરવર્ડ નાં કરે. આમ કરવાંથી હાર્ડકોપમાં રીલીઝ કરનાર પ્રકાશક અને મને પણ ફાઈનાન્શિયલ લોસ થઈ શકે છે. આ સિવાય વાર્તાનાં બધાંજ હકો લેખકને આધીન હોવાથી તમે અન્ય કોઈને આ સ્ટોરીની પીડીએફ વેચી પણ નાં શકો (એ ગેરકાયદેસર પણ છે).

હાર્ડકોપીમાં રીલીઝ થવાની હોવાથી આ સ્ટોરી હું પ્રતિલિપિ ઉપર પબ્લીશ કરી શકીશ નહીં, જેની પ્રતિલિપિનાં વાચકોએ ખાસ નોંધ લેવી.

આ શોર્ટ સ્ટોરીને લવ રિવેન્જ નવલકથાની વાર્તા સાથે કોઈ લેવાંદેવાં નથી.

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

Whatsapp-9510025519

****

















લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-25



“એ લોકો જોડે તું જ્યાં પણ જતી...! હું ત્યાં તારી પાછળ-પાછળ આવતો...! અને કલ્લાકો સુધી તારી રાહ જોતાં-જોતાં બેસી રહેતો...!”

લાવણ્યાના મનમાં આરવનાં શબ્દોના પડઘાં પડી રહ્યાં હતાં.

આરવના ગયાં પછી લગભગ અડધો કલ્લાક પછી ફૂડ ટ્રક પાર્કનાં પાર્કિંગમાંથી નીકળીને લાવણ્યા હવે પોતાનાં ઘરે જવાં માટે પાર્કિંગમાંથી ચાલતી-ચાલતી મેઈન રોડ તરફ જઈ રહી હતી. પાર્ટીમાં હાજર ફ્રેન્ડસ તેણીને જોવે અને કંઈ પૂછે એનાં કરતાં તે જે ગેટેથી આરવ ગયો હતો એજ બીજાં ગેટ તરફથી બહાર નીકળીને મેઈન રોડ તરફ જઈ રહી હતી.

“એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી મને....!” આરવની કહેલી એ દરેક વાત યાદ જાણે વિચારોનાં સુનામી મોજાંની જેમ લાવણ્યાનાં મનને વલોવવા લાગી.

“તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....? શું કરતી હોઈશ...!? તમે ફિઝિકલ થઈ ગયાં હશો કે નઈ....!? ના થયાં હોવ તો સારું...! બસ એજ પ્રાથના કરતો રે’તો તો હું કારમાં બેઠો બેઠો...!”

લાવણ્યાની આંખમાંથી ફરીવાર આંસુ વહેવા લાગ્યાં.

“ત....તને કોઈ આઇડિયા નથી લાવણ્યા...! તને બીજાં છોકરાંઓ સાથે જતાં જોઈને મને જે ફીલિંગ્સ આવે છે એ કેટલી ગંદી છે...!

...એ તારી જોડે શું કરતો હશે...!? તને..ક....ક્યાં...ક્યાં...અડતો હશે...!?”

“બઉ ગંદી ફીલિંગ છે લાવણ્યા...! તારાં વિષે એ બધું ઈમેજીન કરવાની...! એ બધું વિચારવાની...! બઉજ ગંદી...!”

એ બોલતી વખતે આરવનો માસૂમ ચેહરો લાવણ્યાને યાદ આવી ગયો અને તેણીને ડૂસકું ભરાઈ ગયું.

મુખ્ય રોડ ઉપર આવતાં એક ઓટોવાળાને જોઇને લાવણ્યાએ માંડ પોતાનું રડવું રોક્યું અને હાથ કરીને ઓટોવાળાને ઉભો રાખ્યો.

“જોધપુર...!” માંડ એટલું બોલતાં લાવણ્યા ઓટોની પાછલી સીટમાં બેઠી.

ઓટોવાળાએ ઓટો જોધપુર જવાં ચલાવાં માંડી.

ફરીવાર લાવણ્યાનું મન ઝંઝ્વાતી વાવાઝોડાં જેવી આરવની એ ફિલિંગ્સનાં તોફાનમાં ખોવાઈ ગયું.

**

“બીઈઈ.........પ .... બીઈઈ.........પ...!”

ગુસ્સે થઈને ફૂડ ટ્રક પાર્કથી નીકળેલો આરવ ટ્રાફિકથી ભરેલાં એસજી હાઇવે ઉપર બાઈક રફ ડ્રાઈવ કરી રહ્યો હતો.

“બીઈઈ.........પ .... બીઈઈ.........પ...!”

“આરવ...તું સમજતો કેમ નથી....! હું આવીજ છું....આવીજ છું....!”

લાવણ્યાના શબ્દોનાં આરવનાં કાનમાં પડઘા પડી રહ્યાં હતાં. તેની નજર સામે લાવણ્યાનાં અન્ય છોકરાં સાથેનાં એવાંજ દ્રશ્યો તરવરી રહ્યાં હતાં જેનાં વિષે લાવણ્યાને તેણે ફૂડ ટ્રક પાર્કનાં પાર્કિંગમાં કહ્યું હતું.

ઈચ્છાવાં છતાંપણ આરવની આંખો સામેથી એ દ્રશ્યો નહોતાં હટી રહ્યાં. ક્યારેક યશ સાથે, ક્યારેક વિશાલ સાથે તો લાવણ્યા જેઓની જોડે “રખડતી” હટી તેવાં કૉલેજનાં અન્ય કોઈ છોકરાં સાથે, આરવની આંખો સામેથી એ કાલ્પનિક દ્રશ્યો હટાવાનું નામ નહોતાં લેતાં.

“કેમ લાવણ્યા...!? કેમ તું મને નઈ અને મારાં પ્રેમને નઈ સમજતી....!? કેમ...!?”

એકનો એક એ પ્રશ્ન આરવને દર વખતની જેમ અત્યારે પણ સતાવી રહ્યો હતો.

ફૂલ સ્પીડે આડેધડ રફ બાઈક ડ્રાઈવ કરી રહેલાં આરવની આંખો ભીની થઈ ગઈ.

“કેમ લાવણ્યા...!?”

એકનાં એક વિચારો અને એ દ્રશ્યોને લીધે આરવનું મગજ જાણે ડોફળાઈ ગયું હોય એમ આરવે અજાણતાંજ બાઈકનું એક્સિલેટર ફૂલ ફેરવી દીધું.

દે માર સ્પીડે બાઈક ચલાવતો તે હવે હાઈવેનાં ટ્રાફિકની વચ્ચેથી નીકળી જઈને સીધો સર્વિસ રોડ ઉપર વળ્યો. બાઈક વળાવતી વખતે આરવે સ્પીડ ધીમી પણ નાં કરી. વાળાંક તીવ્ર હોવાને લીધે આરવનું બાઈક ઉપર બેલેન્સ સહેજ બગડયું અને બાઈક કંટ્રોલ કરવાં જતાં સર્વિસ રોડ ઉપર સામેની બાજુ આવતાં દૂધનાં ટેન્કર તરફ ધસી ગયું. આરવ કઈં સમજે એ પહેલાંજ ઓવર સ્પીડને કાબૂ ઘુમાવી ચૂકેલું તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું. આરવ રોડ ઉપર ઢસડાયો.

ફૂલમાં હોવાને લીધે બાઈક ઢસડાઈને સ્પીડમાં આવી રહેલી ટેન્કરની આગળથી ઢસડાઈને નીકળી ગયું, પણ રોડ ઉપર થોડું ઢસડાઈને આરવ સીધો ધમસતી સ્પીડે આવી રહેલી ટેન્કરની આગળજ આવી ગયો. ટેન્કરનાં ડ્રાઈવરે આરવને બચાવવાં ઝડપથી સ્ટિયરિંગ ફેરવ્યું, જોકે એમ કરવાં છતાંપણ ટેન્કરનાં પાછળનાં ડબલ વ્હીલ આરવનાં પગ ઉપરથી પસાર થઈ ગયાં.

“આ........!”

****

“હું સુરેશ અંકલ જોડે વાત કરીશ....!” કારની ડ્રાઈવિંગ સીટમાં બેઠેલો સિદ્ધાર્થ જોડે બેઠેલી નેહા સામે જોઈને બોલ્યો.

ફૂડ ટ્રક પાર્કથી નીકળી સિદ્ધાર્થ નેહાને લઈને તેણીનાં ઘરે ઉતારવાં આવ્યો હતો.

નેહા હજીપણ ગુસ્સેજ હતી. અને કારનાં આગળનાં કાંચમાંથી શૂન્યમનસ્ક તાકી રહી હતી.

ઊંડા-ઊંડા શ્વાસ લઈ રહેલી નેહા કશું પણ બોલી નહીં.

નેહાનું ઘર આવી જતાં સિદ્ધાર્થ સોસાયટીનાં ગેટમાંથી કાર અંદર લીધી અને નેહાનાં ઘરનાં કમ્પાઉન્ડનાં ગેટ આગળ પેવમેન્ટ આગળ ઊભી રાખી.

“તું હમણાં વિજય અંકલને કશું નાં કે’તી...!” સિદ્ધાર્થ બોલ્યો.

“તું આજેજ સુરેશ અંકલને વાત કરજે....!” સિદ્ધાર્થ સામે જોયાં વિના નેહા સહેજ કઠોર સ્વરમાં બોલી “નઈ તો કાલે સવારે..... હું પપ્પાંને બધુંજ કઈ દઈશ....!”

“હું તને રિકવેસ્ટ ન’તો કરતો....!” સિદ્ધાર્થ પણ સહેજ કઠોર સ્વરમાં બોલ્યો.

નેહાએ હળવું આશ્ચર્ય અનુભવી તેની સામે જોયું.

“તું ઈચ્છે....તો અત્યારેજ વિજય અંકલને કઈ શકે છે....!” નેહા સામે ભાવવિહીન નજરે જોઈને સિદ્ધાર્થ બોલ્યો અને નજર ફેરવીને સામે જોવાં લાગ્યો “અને જો જરૂર પડે...! તો હું પણ આવું...!”

નેહા સહેજ વધુ આશ્ચર્યથી સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“તું હમણાં વિજય અંકલને કશું નાં કે’તી...!” સિદ્ધાર્થનાં શબ્દો નેહાએ યાદ કર્યા અને હવે તેનો અર્થ તેણીને સમજાયો.

આરવે સગાઈ તોડી છે એ વાત નેહા જો તેનાં પિતા વિજયસિંઘને કહીદે તો તેઓ સુરેશસિંઘને કે પછી કરણસિંઘને કહીદે અને છેવટે વાત વધુ લાંબી થઈ જાય. ઘરનાં બધાં જો એક સાથે આરવ જોડે સગાઈ તોડવાં અંગે માથાકૂટ કરે તો આરવ ફરીવાર ક્યાંક ભાગી એ વાત સિદ્ધાર્થ સારી રીતે જાણતો હતો. તે આ વાત નેહાને પણ કહી ચૂક્યો હતો.

“એનો મતલબ કે તું....!”

“સજેશન આપતો હતો....!” સિદ્ધાર્થનાં કહેવાનો અર્થ સમજી ગયેલી નેહા બોલવાં જતી હતી ત્યાંજ સિદ્ધાર્થ એજરીતે તેણી સામે જોઈને એવાંજ સપાટ ભાવવિહીન સ્વરમાં બોલ્યો.

નેહા સિદ્ધાર્થ સામે જોઈ રહી. થોડીવાર પછી નેહા હારી હોય એમ તેણીનું મોઢું ઢીલું થઈ ગયું.

“તો પછી મારે પપ્પાંને અત્યારેજ કે’વું જોઈએ ...” નેહા રડમસ સ્વરમાં બોલી “એ પણ....!”

“સજેશનજ હતું.....!” સિદ્ધાર્થ ફરીવાર એવાં કઠોર સ્વરમાં બોલ્યો “બંને સજેશનજ હતાં..! અને પરિણામો પણ તું જાણેજ છે...!”

સિદ્ધાર્થ સામે નેહા ઢીલા ચેહરે જોઈ રહી. તેણીની આંખ ભીંજાઈ ગઈ.

“એ રખડેલને આરવની આજુબાજુ હવે હું વધારે સહન નઈ કરી શકું...!” નેહા ડૂસકું ભરીને બોલી “પ્લીઝ...!

સિદ્ધાર્થે છેવટે દયામણી નજરે તેણી સામે જોયું. નેહાની ફીલિંગ અને પીડા તે સમજી શકતો હતો.

થોડીવાર સુધી ભીની આંખે સિદ્ધાર્થ તરફ જોઈ રહીને નેહા છેવટે કારનો દરવાજો ખોલીને અંદરથી બહાર ઉતરી અને કારનાં બોનેટ આગળથી પસાર થઈને પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડનાં ગેટ તરફ જવાં લાગી.

કારમાં બેઠેલો સિદ્ધાર્થ તેણીને જતાં જોઈ રહ્યો.

પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડનાં ગેટ ખોલીને નેહા અંદર દાખલ થઈ ગઈ અને ઓટલાં ઉપર ચાલીને મેઈન ડોર તરફ જવાં લાગી.

નેહા મેઈન ડોર તરફ જતાં જોઈને સિદ્ધાર્થે છેવટે કાર સોસાયટીમાં આગળ ચલાવીને વાળી લીધી.

સોસાયટીમાંથી કાર બહાર નિકાળતી વખતે ગેટની સામે રોડ ઉપરથી સોસાયટીમાં વળી રહેલી એક ઓટોને જોઈને સિદ્ધાર્થે કાર સહેજ ધીમી કરી.

કારની બરાબર સામેજ ઓટો આવી ગઈ હોવાથી સિદ્ધાર્થે ગેટમાંજ કાર થોભાવી. CNG ઓટોવાળાંએ ઓટોને રિવર્સમાં લેવાં માંડી.

“એ રખડેલને આરવની આજુબાજુ હવે હું વધારે સહન નઈ કરી શકું...! નઈ કરી શકું...!”

રિવર્સ લઈ રહેલાં ઓટોવાળાની પાછલી સીટમાં મોઢું નીચું કરી બેઠેલી છોકરી ઉપર નજર પડતાંજ સિદ્ધાર્થને નેહાનાં શબ્દો યાદ આવી ગયાં.

એ લાવણ્યા હતી, જે પોતાનાં હાથમાં મોબાઈલ પકડી બેચેનીપૂર્વક તેમાં મેસેજ ટાઈપ કરી રહી હતી.

ઓટો રિવર્સ લઈ ઓટોવાળાંએ રોડ ઉપર લીધી જેથી સિદ્ધાર્થની કાર નીકળી શકે.

બેધ્યાનપણે બેચેનીપૂર્વક મેસેજ ટાઈપ કરી રહેલી લાવણ્યાને કામમાં બેઠેલો સિદ્ધાર્થ બે ક્ષણ જોઈ રહ્યો.

થોડીવાર પછી છેવટે સિદ્ધાર્થ કાર ડાબી બાજુવાળી લીધી અને મેઈન રોડ ઉપર ચલાવી દીધી. કાર રોડ ઉપર ચલાવ્યાં પછી પણ સિદ્ધાર્થ પોતાની બાજુ કારની બહાર સાઈડ વ્યૂ મિરરમાં ઓટોને જોઈ. ઓટો હજી ત્યાંજ ઊભી હતી.

“એ રખડેલને આરવની આજુબાજુ હવે હું વધારે સહન નઈ કરી શકું...! નઈ કરી શકું...!”

ઓટોમાં બેઠેલી લાવણ્યાનો ચેહરો અને નેહાનાં શબ્દો બંને યાદ કરતો-કરતો સિદ્ધાર્થ હવે શું કરવું એ વિષે વિચારી રહ્યો.

થોડીવાર વિચારી કઈંક નિર્ણય લઈ કારની સામે ડેશબોર્ડ ઉપર પડેલાં પોતાનાં મોબાઈલ સામે એક નજર નાંખી સિદ્ધાર્થે ચાલું કારે કારનું સ્ટિયરિંગ પકડી રાખી પોતાનો મોબાઈલ લીધો.

કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે પોતાનાં મોબાઈલમાં નંબર ડાયલ કરીને ફોન કાને ધર્યો.

“હેલ્લો...! હાં મામાં..! ઘેર છો...!? હું અમદાવાદ આયો ‘તો....! મલવું’તું...!”

***

“ટ્રીન....ટ્રીન.....ટ્રીન....!” ઓટો લાવણ્યાની સોસાયટી પહોંચવાજ આવી હતી ત્યાંજ તેણીનો ફોન રણકી ઉઠ્યો.

આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ નીરસ નજરે તેનાં મોબાઈલની સ્ક્રીન સામે જોયું.

“હે ભગવાન....! આરવ...!” સ્ક્રીન ઉપર આરવનો નંબર જોઇને લાવણ્યાએ તરતજ કૉલ રીસીવ કરી લીધો અને ઉચાટભર્યા સ્વરમાં બોલી પડી “હેલ્લો...! આરવ..હની...! તું...!”

“મેડમ...! હું પાલડીથી બોલું છું...!” સામેથી કોઈ અજાણ્યાં પુરુષનો અવાજ આવ્યો.

“ક...કોણ બોલો તમે....!? આ તો આરવનો મોબાઈલ છે...!” ઓટોની સીટમાં બેઠેલી લાવણ્યા ભયથી ધ્રુજી ઉઠી અને મોબાઈલ પોતાનાં કાનમાં થોડો વધુ દબાવ્યો.

“હાં મેડમ....! છેલ્લે આ ફોનમાં તમારાં ઘણાં બધાં કૉલ આવેલાં હતાં એટલેજ અમે તમને ફોન કર્યો છે...!” સામેવાળો એ પુરુષ બોલવાં લાગ્યો.

“અમે...!?” લાવણ્યાના હાથ કાંપવા લાગ્યાં “અમે... એટલે....!?”

“હું પાલડી વીએસ હોસ્પિટલમાંથી બોલું છું....! મેડમ...! આ ફોન જે ભાઈનો છે...! એમનો ..અ....એમનો બઉ ગંભીર એક્સિડેંન્ટ થઇ ગયો છે....!”

“હે ભગવાન....!” લાવણ્યા હતપ્રભ થઈ ગઈ અને ફાટી આંખે શૂન્યમનસ્ક તાકી રહી “આરવ.....!”

****

“મને તો ખરેખર વિશ્વાસ નથી થતો...! આ છોકરો આવું કરી શકે...!?” કોર્નર સોફાની એક ચેયરમાં બેઠેલાં સિદ્ધાર્થ અને બીજી ચેયરમાં સિદ્ધાર્થથી સહેજ અલગ બેઠેલાં સુરેશસિંઘની સામે જોઈને મામી સરગુનબેન બોલ્યાં.

સુરેશસિંઘનાં ઘરે આવીને સિદ્ધાર્થે આરવે નેહા સાથે તોડેલી સગાઈની વાત કહી સંભળાવી હતી. તેમજ સગાઈ તોડવાં પાછળનું “કારણ” પણ જણાવ્યું હતું.

“એમાં વિશ્વાસ નઈ કરવાં જેવું કશું નથી...!” અત્યાર સુધી શાંત બેઠેલાં સુરેશસિંઘ વેધક સ્વરમાં બોલ્યાં “એ લંપટ છોકરીએ આખી કૉલેજમાં આજસુધી કેટલાંય છોકરાંઓને ફસાયાં છે....!”

મામાં સુરેશસિંઘે એક છોકરી માટે જે શબ્દ વાપર્યો એ ના ગમ્યો હોય એમ સિદ્ધાર્થે સહેજ આડું જોયું.

“ખાસ કરીને આરવ જેવાં સીધાં...! અને એમાંય પૈસાંવાળાં છોકરાંને...!” સુરેશસિંઘ આગળ બોલ્યાં.

“તો પછી તમે આવી ફાલતું છોકરીઓને તમારી કૉલેજમાં રાખો છો શું કામ...!?” સરગુનબેન ભારોભાર નફરતથી મોઢું બગાડીને બોલ્યાં “કાઢી મૂકતાં હોવ તો...!?”

સિદ્ધાર્થ હજીપણ આડું જોઈ રહ્યો.

“શું નામ કીધું એ બલાંનું તે સિદ્ધાર્થ...!?” હાથમાં ખાલી ચ્હાનાં કપની ટ્રે હજીપણ પકડીને ઉભેલાં સરગુનબેને સિદ્ધાર્થને પૂછ્યું.

“લા...!”

“લાવણ્યા...!” સિદ્ધાર્થ પહેલાંજ સુરેશસિંઘ બોલ્યાં પછી ઉમેર્યું “કૉલેજની સૌથી ફાલતું છોકરી છે...! રોજે જુદાં-જુદાં છોકરાંઓ સાથે રખડતી હોય છે...! ગામ તેની જોડે જતી રે’…! ગમે ત્યાં...!”

આડું જોઈને સિદ્ધાર્થ ચૂપચાપ સાંભળી રહ્યો.

“પણ આરવને આખાં ગામની છોકરીઓ છોડીને એ કૉલગ..!”

“આન્ટી...અ..!” સરગુનબેન બોલી રહ્યાં હતાં ત્યાં છેવટે સિદ્ધાર્થ વચ્ચે બોલી ઉઠ્યો “આપડે આરવ જોડે વાત કરીએ...!? એ છોકરી જોડે આપડે શું લેવાં-દેવાં..!?”

“ ખરી વાત...!” સુરેશસિંઘે સૂર પુરાવ્યો “તું આરવને ફોન લગાડને...! ક્યાં છે એ...!?”

હકારમાં માથું ધૂણાવી સિદ્ધાર્થે કોફી ટેબલ ઉપર મૂકેલો પોતાનો ફોન ઉઠાવ્યો અને આરવનો નંબર સર્ચ કરી તેને કૉલ કરવાં લાગ્યો.

નંબર ડાયલ કરીને સિદ્ધાર્થે ફોન કાને માંડ્યો.

“ટ્રીન....ટ્રીન...ટ્રીન....!” આખી રિંગ વાગી જવાં છતાં આરવે કૉલ ના ઉઠાવ્યો.

વધુ બે-ચાર વખત કૉલ કર્યાબાદ આરવનો ફૉન સ્વિચ ઑફ આવવાં લાગ્યો.

“એણે ફૉન સ્વિચ ઑફ કરી દીધો....!” પોતાનો મોબાઈલ પાછો કૉફી ટેબલ ઉપર મૂકીને સિદ્ધાર્થ બોલ્યો.

“કોઈ વાંધો નઈ....!” સુરેશસિંઘ બોલ્યાં “એ ઘરે આવે....ત્યારે વાત કરીએ...!”

***

“આ ભાઈનાં કોઈ સગાંને કૉલ કર્યો...!?” ઈમરજન્સી રૂમમાં હોસ્પિટલનાં બિછાને પડેલાં બેભાન આરવ સામે જોઈને વી.એસ હોસ્પિટલમાં આરવનું ઓપરેશન કરનાર ડૉક્ટરે પોતાની જોડે ઊભેલી નર્સને પૂછ્યું.

“એક છોકરીને કર્યો’તો....! લાવણ્યા કરીને” નર્સ બોલી “આ ભાઈનાં ફૉનમાં છેલ્લે એ છોકરીનાંજ કૉલ આવેલાં હતાં....!”

“કોઈ ફ્રેન્ડ હશે...!” ડૉક્ટર બોલ્યાં “આ ભાઈનાં ફૉનમાંથી એમનાં ઘરનાં કોઈ રિલેટિવનાં નંબર ઉપર કૉલ કરીને એમને જાણ કરો...!”

“પણ સર...! આ ભાઈનાં ફૉનની બેટરી ઉતરી ગઈ છે...!” નર્સ બોલી.

“તો તમારી કોઇની જોડે ચાર્જર નથી...!?” ડૉક્ટર સહેજ ચિડાઈને બોલ્યાં.

“સર...! અમારે ક્યાં આઈફૉન છે...!?” નર્સ બોલી “એટ્લે અમારાં જોડેતો ચાર્જર નાં હોય...!”

“લાવ...! ફૉન મને આપો...!” ડૉક્ટર હથેળી લંબાવીને બોલ્યાં.

નર્સે પોતાનાં એપ્રનનાં પોકેટમાંથી આરવનો આઈફોન ડૉક્ટર સામે ધર્યો.

આરવનો મોબાઈલ લઈને ડૉક્ટર ત્યાંથી નીકળી પોતાની કેબિનમાં આવ્યાં અને પોતાનાં આઈફોનનું ચાર્જર આરવનાં મોબાઈલની પિનમાં ભરાવી ફૉન પોતાનાં ડેસ્ક ઉપર મૂક્યો.

થોડીવાર પછી આરવનો મોબાઈલ ચાર્જ થતાં તેમણે મોબાઈલ સ્વિચ ઓન કર્યો.

મોબાઈલ સ્વિચ ઓન થતાંજ આરવનાં મોબાઈલનાં નોટિફિકેશનમાં સિદ્ધાર્થનાં મિસ કૉલનો મેસેજ આવ્યો.

નોટિફિકેશન પેનલ ઉપરજ દેખાતાં સિદ્ધાર્થનાં નંબરને જોઈને ડૉક્ટરે પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“હેલ્લો....! હું ડૉક્ટર નરેન્દ્ર જોષી બોલું છું....! વી.એસ. હોસ્પિટલમાંથી...!” સિદ્ધાર્થે ફોન ઉઠાવતાંજ ડૉક્ટર જોષી બોલ્યાં.

***

“અમ્મ...ઊંહ....!” ધીરે-ધીરે ભાન આવવાં લાગ્યું.

“આહ....!” પોતાને થયેલાં અત્યંત અકસ્માતનાં ભયંકર પરિણામથી અજાણ આરવ દર્દથી કણસી રહ્યો અને ધીરે-ધીરે આંખ ઉઘાડી રહ્યો.

સામે બે વૉર્ડબોય અને નર્સ ઉભેલાં હતાં. તેઓ એકબીજાં મોઢાં તાકવાં લાગ્યાં. જોડે આરવનું ઓપેરેશન કરનાર ડૉક્ટર જોષી પણ હાજર હતાં.

પાંચકે મિનિટ વીતી ગઈ.

“ઊંહ...ઊંહ....!”

દર્દથી ધીરે-ધીરે ઊંહકારાં ભરતાં-ભરતાં આરવે છેવટે પોતાની આંખ ઉઘાડી.

“ક....ક્યાં છું હું...!?” રૂમમાં આજુબાજુ નજર ફેરવી આરવે જોડે ઉભેલાં એક વૉર્ડબોય સામે જોઈને કહ્યું.

આંખ ઉઘાડયાં પછી આરવે પોતાનાં માથે, હાથે તેમજ શરીર ઉપર અનેક જગ્યાએ દુ:ખાવો મેહસૂસ કર્યો.

પોતાનો જમણો હાથ ઊંચો કરીને આરવે જોયું તો ત્યાં પાટો બાંધેલો હતો. બીજાં હાથમાં સોય ભરાવેલી હતી. સોયની લાંબી નળીમાં લાલ રંગ જોતાં આરવે નળીને જોતાં-જોતાં સ્ટેન્ડ ઉપર લટકતી બોટલ સામે જોયું.

“લોય....!?” લાલ પાઉચ જેવી થેલીમાં રહેલું લોહી જોઈને ધિમાં સ્વરમાં આરવ બબડ્યો.

“મને દુ:ખે છે...!” આરવ વૉર્ડબોય સામે જોઈને બોલ્યો.

ધીરે-ધીરે આરવે પોતાની સાથે થયેલી ઘટનાં યાદ કરવાંનો પ્રયત્ન કર્યો. પોતાને એક્સિડેન્ટ થયો હતો એ વાત જોકે આરવને ભાનમાં આવતાંજ યાદ આવી ગઈ હતી. પરંતુ ત્યાર પછીનું કશું યાદ નાં હોવાથી આરવ પોતાનાં મગજ ઉપર જોર આપી યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો.

“ચિંઈઈ......! ધાડ....!” દૂધની ટેન્કર સાથે થયેલાં પોતાનાં એક્સિડેન્ટની યાદ આવી જતાંજ આરવ જાણે ઝબકી ગયો.

એક્સિડેન્ટ વિષે યાદ આવતાંજ આરવે પોતાનાં શરીરનાં ઘૂંટણનાં ભાગે દુ:ખાવો વધતો અનુભવ્યો.

“અમ્મ....! ઊંહ....!” દુ:ખાવો વધવાં લાગતાં આરવે ઓશિકાં ઉપર આમતેમ માથું ફેરવ્યું.

દર્દથી છૂટકારો મેળવવાં મથતો હોય એમ આરવે પોતાનાં હાથ-“પગ” આમતેમ હલાવવાં માંડ્યા.

“અમ્મ....! મારાં પગ.....!” કઈંક વિચિત્ર અનુભવ થતાં આરવે ઓશિકાં ઉપર સહેજ માથું ઊંચું કરીને કહ્યું “મારાં પગ....! બ...બવ દુ:ખે છે...!”

થોડીવાર પછી સહેજ દુ:ખાવો વધતાંજ આરવે સહેજ વધુ જોરથી પ્રયત્ન કરી પોતાનાં પગ હલાવ્યાં.

પરંતુ ઢીંચણ પાસે અસહ્ય દુ:ખાવાં સિવાય તેને ત્યાર પછી કશું ફીલ નહોતું થઈ રહ્યું.

“આમ ક...કેમ...!?” કઈં નાં સમજાતાં આરવ દયામણું મોઢું કરીને ડૉક્ટર સામે જોઈ રહ્યો.

પગ હલાવવાંનાં પ્રયત્નમાં આરવે પોતાનાં એક હાથ વડે પગ ઉપરથી ચાદર ખેંચવાં માંડી.

***

“ડૉક્ટરે કશું કીધું નઈ....!? કે શું થયું છે..!?” સુરેશસિંઘ કાર ડ્રાઈવ કરી રહેલાં સિદ્ધાર્થને પૂછી રહ્યાં હતાં.

“ના...!” પરેશાન થઈ ગયેલાં સિદ્ધાર્થે કાર ડ્રાઈવ કરતાં-કરતાં સામે જોઈ રહીને માથું નકારમાં ધૂણાવ્યું “ખાલી એક્સિડેંન્ટ થયો છે એટલુંજ...!”

વી.એસ હોસ્પિટલમાંથી ફૉન આવતાંજ સિદ્ધાર્થે સુરેશસિંઘ અને સરગુનબેનને આરવનાં એક્સિડેંન્ટ વિષે કહ્યું હતું અને છેવટે તેમને લઈને વી એસ હોસ્પિટલ જવાં નીકળી ગયો હતો.

“આરવ તમારે શું થાય....!?” વી એસ હોસ્પિટલના ડૉક્ટર જોષીની સાથે કૉલ ઉપર થયેલી વાતચિતના અંશો સિદ્ધાર્થ યાદ કરી રહ્યો.

“મારો બ્રધર છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“એમનો બઉ સિરિયસ એક્સિડેંન્ટ થયો છે...! તમે વી એસ પહોંચો...! જલ્દી...!”

“એકસીડેન્ટ....!?” સિદ્ધાર્થે નવાઈપૂર્વક પૂછ્યું “કઈ રીતે..!?”

“દૂધની ટેન્કર જોડે...!” ડૉક્ટર જોષી બોલ્યાં “તમારો બ્રધર ડ્રિંક કરીને બાઈક ડ્રાઇવ કરી રહ્યો હતો”

“વ્હોટ...!?” સિદ્ધાર્થ આઘાતથી ચોંકી પડ્યો “ઈમ્પોસિબલ...!”

“કરણભાઉ અને રાગુ પણ નીકળી ગ્યાં છે બરોડાંથી આવવાં...!” સુરેશસિંઘ બોલ્યાં અને સિદ્ધાર્થ જાણે ડૉક્ટર સાથે થયેલી વાતચિતનાં વિચારોમાંથી બહાર આવ્યો.

સિગ્નલ ઉપર રેડ લાઈટ જોઈને સિદ્ધાર્થે કાર ધીમી કરી અને આગળ ઉભેલાં અન્ય વાહનોની પાછળ ઊભી રાખી.

“તમારો બ્રધર ડ્રિંક કરીને બાઈક ડ્રાઇવ કરી રહ્યો હતો.....!”

સિદ્ધાર્થે જોકે સુરેશસિંઘને આરવ ડ્રિંક કરીને બાઈક ચલાવી રહ્યો હોવાની વાત નહોતી કહી.

“એ રખડેલને આરવની આજુબાજુ હવે હું વધારે સહન નઈ કરી શકું...! નઈ કરી શકું...!”

સિદ્ધાર્થને હવે નેહાનાં શબ્દો યાદ આવી ગયાં.

“કદાચ એનાં લીધેજ આરવનો એકસીડેંટ થયો હશે...!” નેહાની વાત વિચારી રહેલાં સિદ્ધાર્થને લાવણ્યા યાદ આવી ગઈ.

કારનાં ડેશ બોર્ડ ઉપર પડેલો પોતાનો મોબાઈલ ઉઠાવી સિદ્ધાર્થે નેહાનો નંબર ડાયલ કર્યો અને મોબાઈલ કાને ધર્યો.

“કોને ફોન કરે છે...!?” સુરેશસિંઘે પૂછ્યું.

“નેહાને...!” સિદ્ધાર્થે ટૂંકો જવાબ આપ્યો.

****

“તમારાં ઘરેથી રિલેટિવ્સ આઈ રહ્યાં છે...!” આરવનાં રૂમમાં તેની સામે ઉભેલાં ડૉક્ટર જોષી બોલ્યાં “તમારો બ્રધર પણ...”

બેડ ઉપર સૂતેલો આરવ એક બાજુ મોઢું કરીને નિરાશ ચેહરે પડી રહયો હતો. ભાનમાં આવ્યાં પછી જ્યારે આરવને ખબર પડી એક્સિડેંન્ટમાં તે પોતાનાં પગ ગુમાવી ચૂક્યો છે, તો આરવે પોતાનાં મગજ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. ડૉક્ટર જોષી સહિત બે વૉર્ડબોય અને એક નર્સે મહામહેનતે આરવને કાબૂ કર્યો હતો.

“મારી આ હાલત માટે તું જ જવાબદાર છે લાવણ્યા...! તું જ જવાબદાર છે...!” પગ ગુમાવ્યાંની વાત ખબર પડ્યાં પછી આરવના મનમાં સતત આજ વિચારો ચાલ્યાં કરતાં હતાં.

અનેક પ્રયત્નો પછી પણ આરવ એ વિચારોને રોકી શક્યો નહોતો અને પોતાની એ હાલત માટે લાવણ્યાને જવાબદાર ઠેરવવાંથી પોતાને રોકી નહોતો શકતો.

મોઢું આડું કરીને જોઈ રહેલાં આરવની આંખમાંથી આંસુની ધાર વહી અને ગાલ ઉપરથી સરકીને નીચે ઓશિકાં ઉપર પડી.

આંખો બંધ કરીને આરવે પોતાની આંખમાં આવી રહેલાં આંસુઓને અને લાવણ્યા વિષેના એ વિચારોને રોકવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

“થોડો આરામ કરી લો...!” ડૉક્ટર જોષી બોલ્યાં અને પછી બાજુમાં ઊભેલી નર્સ સામે જોયું “આમને પેઈન કિલરનું ઈંજેકશન આપીદો...! થોડી રાહત થાય...!”

“ઈટ્સ ઓકે ડૉક્ટર....!” આડું જોઈ રહીનેજ આરવ બોલ્યો “મારે સહન કરવું છે....!”

થોડીવાર આરવ સામે જોઈ રહીને ડૉક્ટર જોષીએ એક ઊંડો નિ:શ્વાસ નાંખ્યો.

ડૉક્ટર જોષીએ તો પણ ઈંજેકશન આપવાં માટે નર્સને ઈશારો કર્યો.

“ડિસ્પેન્સરીમાંથી લઈ આવું છું...!” એટલું કહીને નર્સ દરવાજો ખોલીને બહાર જતી રહી.

આરવ સામે વધુ કેટલીકવાર જોઈ રહીને છેવટે નકારમાં માથું ધૂણાવતાં- ધૂણાવતાં ડૉક્ટર જોષી ત્યાંથી નીકળી ગયાં.

****

“આરવ.....! આરવ....!” એક્સિડેંન્ટની ખબર પડતાંજ લાવણ્યા પાલડી સ્થિત વી.એસ હોસ્પિટલમાં આવી પહોંચી હતી.

ઓટો સોસાયટીનાં ગેટ પાસે પહોંચવાં આવીજ હતી, ત્યાંજ હોસ્પિટલથી ફોન આવ્યો હતો. લાવણ્યા એજ ઓટોમાં ઝડપથી હોસ્પિટલ પહોંચી ગઈ હતી.

આરવનાં નામની બૂમો પાડતી-પાડતી લાવણ્યા હોસ્પિટલનાં રિસેપ્શન ટેબલ તરફ ધસી ગઈ.

“આ....આરવ....! આરવ...ક્યાં છે...!?” પોતાનું રડવું માંડ કંટ્રોલ કરી લાવણ્યાએ હોસ્પિટલનાં રિસેપ્શન કાઉન્ટર ઉપર પૂછ્યું.

“કોણ આરવ મેડમ....!? આખું નામ બોલો..!?” રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલી સરકારી નર્સ રૂડ સ્વરમાં બોલી.

“આખું ન...નામ...!” લાવણ્યા યાદ કરવાં મથી રહી અને બબડી “નઈ ખબર....! એણે કોઈ દિવસ કીધુંજ નઈ....! મેં...પૂછ્યું પણ નઈ....!”

“ક્યારે એડમિટ કર્યા છે...!?”

“હમણાંજ લાયાં એને....! એકીડેંન્ટનો કેસ છે...!”

“અચ્છા....! ઈમરજન્સી વૉર્ડમાં જતાં રો’….!” રિસેપ્શનની નર્સે કહ્યું “રૂમ નંબર 31....!”

“થેન્ક યુ....! કઈ બાજુથી જવાનું...!?” લાવણ્યાએ પૂછ્યું.

“સામેથી જમણી બાજુ..!” નર્સે હાથ કરીને રિસેપ્શન ટેબલની સામેની દિશાના કોરિડોર તરફ આંગળી ચીંધી.

લાવણ્યા દોડાદોડ એ કોરિડોર તરફ ભાગી. કોરિડોરમાં બંને બાજુ બનેલાં અનેક રૂમોનાં દરવાજાની ઉપર લાગેલી લંબચોરસ નેમ પ્લેટમાં નામો વાંચતી-વાંચતી લાવણ્યા ઉતાવળા પગલે આગળ જતી હતી.

છેવટે 31 નંબરનાં રૂમ આગળ લાવણ્યા ઊભી રહી. પહેલેથી બેચેન તેનું હ્રદય જોરશોરથી ધડકી ઉઠ્યું.

“હાં....જી બોલો....!?” લાવણ્યા દરવાજો ખોલવા જાય એ પહેલાંજ રૂમમાંથી હોસ્પિટલનો એપ્રન, ગળામાં સ્ટેથોસ્કોપ અને મોઢે માસ્ક પહેરીને એક પુરુષ બહાર આવ્યો અને લાવણ્યાને જોતાંજ બોલ્યો. તેને જોઈને લાવણ્યા સમજી ગઈકે તે કદાચ ડોક્ટર હશે.

“ડ....ડોક્ટર...આ....આરવ.....!” રૂમનાં દરવાજા તરફ આંગળી ચીંધીને લાવણ્યા રોતાં-રોતાં માંડ-માંડ બોલી.

“એમનું ઓપરેશન કરવું પડ્યું...! ઈમરજન્સીમાં....!” આરવના રૂમમાંથી બહાર નીકળી રહેલાં ડૉક્ટર જોષી બોલ્યાં “એમનાં ફેમિલીએ ફોન ઉપર પરમિશન આપી દીધી હતી...! એ લોકો આવતાંજ હશે...!”

“હું...હું....અંદર જાઉં...!?” લાવણ્યા આજીજીપૂર્વક બોલી.

“શ્યોર....! પણ એ હજી હમણાંજ ભાનમાં આવ્યાં છે...! થોડું સંભાળજો..! માંડ કાબૂમાં કર્યા છે...” એટલું કહીને ડૉક્ટર જોષી ત્યાંથી જવાં લાગ્યાં.

જતાં-જતાં રૂમમાં દાખલ થઈ રહેલી લાવણ્યાને તેઓએ પાછું જોઈને જોઈ રહ્યાં.

“કદાચ આજ છોકરી છે...!” મનમાં બબડી ડૉક્ટર જોષી છેવટે પાછું ફરીને પોતાની કેબિન તરફ જતાં રહ્યાં.

આરવનાં રૂમનાં દરવાજા સામે ઊભી રહીને લાવણ્યા ધ્રૂજતી રહી. પછી હિમ્મત કરીને દરવાજો હળવેથી ખોલીને રૂમમાં દાખલ થઈ ગઈ.

***

રૂમમાં દાખલ થતાંજ લાવણ્યાએ આરવને બેડ ફોલ્ડ કરીને સૂતેલો જોયો. તેનાં માથાં અને જમણા હાથ ઉપર પાટો બાંધેલો હતો. તે જાગતો હતો અને આડું જોઈ રહ્યો હતો. લાવણ્યા અંદર દાખલ થતાંજ આરવે તેણી સામે જોયું.

“આરવ.....! હની....!” લાવણ્યા રડી પડી અને તરતજ તેની પાસે દોડી ગઈ.

“લાવણ્યા...તું શું કામ...!?”

“કેટલું બધું વાગ્યું તને …..!?” બેડમાં આરવની જોડે બેસી જઈને લાવણ્યા રડતાં બોલી “હે ભગવાન....!”

આરવના હાથ, માથું વગેરે જોતાં-જોતાં લાવણ્યા બોલવા લાગી.

“તું...તું....અહિયાં શું કામ આઈ....!?” આરવ દયામણા સ્વરમાં બોલ્યો.

“શ....શું કામ આઈ એટ્લે....!? ત...તું મારો બેસ્ટફ્રેન્ડ છે.....! તો...તો...તને કઇંક થાય તો...તો...” ભાવુક થઈ ગયેલી લાવણ્યા માંડ બોલી રહી હતી

“મારી ફેમિલીવાળાં ગમે ત્યારે આવતાં હશે....! તું..પ્લીઝ જતી રે’……!” લાવણ્યાને અટકાવી આરવ વચ્ચે બોલ્યો.

“ક...કેમ.....!? કેમ જતી રઉ...!?” લાવણ્યા દુ:ખી સ્વરમાં બોલી “તારી જોડે જે થયું એ મારાં લીધે થયું....તો..તો...!”

“તારાં લીધે કઈં નઈ થયું...!” આરવ શાંત સ્વરમાં લાવણ્યા સામે જોઈને માથું ધૂણાવતાં બોલ્યો “કઈં નઈ થયું...!”

“આરવ...સોર...!”

“પ્લીઝ લાવણ્યા...! તું જા અહિયાંથી....!” આરવ આજીજીપૂર્વક બોલ્યો.

“પ....પણ....!”

“લાવણ્યા..પ્લીઝ....! તું જા....!”

“આરવ....! સોરી.... હની...! મારો ઇરાદો તને હર્ટ કરવાનો નો’તો....!” લાવણ્યા ભીની આખે બોલી.

“મારી ફેમિલીમાંથી કોઈ આઈ જશે....! તો માથાકૂટ થશે....!” મોઢું આડું ફેરવીને આરવ બોલ્યો “પ્લીઝ....જા....!”

“મ્મ....મારે વ....વાત કરવી છે...!” લાવણ્યા રડું-રડું થઈ ગઈ.

“મારે કોઈ વાત નઈ કરવી....! તું જા.....!”

આરવે એટલું રૂડ અને કઠોર સ્વરમાં કહ્યું કે લાવણ્યાથી આંખમાંથી દડદડ આંસુ વહેવાં લાગ્યાં.

“તો...તો...હું ક...કાલે આઈશ....! તને મલવા....!” બેડમાંથી ઊભી થતાં-થતાં લાવણ્યા માંડ બોલી.

“હું ફોન કરું તો જ આવજે....!” લાવણ્યા સામે જોયાં વિનાજ આરવ બોલ્યો.

“તો વે’લ્લાં ફ...ફોન કરજે....! હોંને....!?” લાવણ્યા બોલી અને બે ઘડી આરવ સામે ભીની આંખે જોઈ રહી પછી પાછી ફરીને દરવાજા તરફ જવાં લાગી.

દરવાજો ખોલતાં પહેલાં લાવણ્યાએ ફરી એકવાર આરવ સામે જોયું. કેટલીક ક્ષણો અટક્યાં બાદ તેણીએ છેવટે દરવાજો ખોલી બહાર કોરિડોરમાં ચાલવાં માંડ્યુ.

***

“તું કાર પાર્ક કરીને આય...! અમે અંદર જઈએ છે...!” કારમાંથી ઉતરીને બહાર ઉભેલાં સુરેશસિંઘે સિદ્ધાર્થને કહ્યું.

સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવી દીધું અને કાર હોસ્પિટલનાં પાર્કિંગ તરફ જવાં દીધી.

સુરેશસિંઘ અને સરગુનબેન હોસ્પિટલનાં બિલ્ડીંગ તરફ જવાં લાગ્યાં.

***

“મેડમ આરવ રાજપૂતને ક્યા રૂમમાં રાખ્યાં છે...!? એક્સિડેન્ટનો કેસ છે...!” રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલી છોકરીને સુરેશસિંઘે પૂછ્યું.

“ઈમરજન્સી રૂમમાં...! આ બાજુ...!” પોતાની જમણીબાજુ હાથ કરીને તેણીએ કહ્યું અને સુરેશસિંઘ અને જોડે ઉભેલાં સરગુનબેન એ તરફ જવાં લાગ્યાં.

“અરે ભાઈ....! હમણાંજ પોતું કર્યું છે...!” કોરિડોરમાં પોતું કરી રહેલાં હોસ્પિટલનાં સ્ટાફનાં ક્લીનરે કહ્યું.

“અમારે ઈમરજન્સી રૂમ તરફ જવું છે...!” સુરેશસિંઘ સહેજ કડક સ્વરમાં બોલ્યાં.

“હાં તો આ બાજુની સાઈડથી જતાં રો’…!” ક્લીનરે એજ કોરિડોરની લાઇનમાં સહેજ વધુ આગળ એક બીજાં કોરિડોર તરફ આંગળી ચીંધીને કહ્યું “ત્યાંથી પણ જવાશે...!”

માથાકૂટ ટાળવાં ચિડાયેલાં હોવાં છતાં સુરેશસિંઘ એ તરફ ચાલવાં લાગ્યાં અને તેમની પાછળ સરગુનબેન પણ.

***

કાર પાર્ક કરીને સિદ્ધાર્થ હવે ઝડપથી ચાલતો-ચાલતો અને આમ-તેમ જોતો-જોતો હોસ્પિટલનાં બિલ્ડીંગમાં દાખલ થયો.

રિસેપ્શન કાઉન્ટરની જમણીબાજુ દેખાતાં કોરિડોર ઉપર લાગેલાં બોર્ડને તે ચાલતાં-ચાલતાં વાંચવા લાગ્યો.

“ઈમરજન્સી રૂમ...!” બોર્ડ ઉપર લખેલું લખાણ વાંચીને સિદ્ધાર્થ સીધો તે કોરિડોર તરફ દોડ્યો.

“એક્સિડેન્ટનો કેસ છે...! એટ્લે એ ઈમરજન્સીરૂમમાંજ હોવો જોઈએ...!” રિસેપ્શન ઉપર પૂછ્યા વગર સિદ્ધાર્થ જાતે વિચારી લઈને સીધો કોરિડોર તરફ ઝડપથી દોડ્યો.

“ઓ ભાઈ...! પોતું કરેલું છે...!” પોતું કરીને ત્યાંજ ઉભેલો ક્લીનર બૂમ પાડીને સિદ્ધાર્થને રોકવાં ગયો.

પણ સિદ્ધાર્થ સાંભળ્યા વગરજ કોરિડોરમાં દોડી ગયો.

તે હજીતો બે-ત્રણ ડગલાં દોડ્યોજ હતો ત્યાંજ સામેથી આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યા નીચું જોઈને ચાલે આવતી હતી. જોકે આરવનાં વિચારોમાં ઘુઘવાયેલું સિદ્ધાર્થનું ધ્યાન એ વખતે લાવણ્યા ઉપર નાં પડ્યું. ઊલટાનું સામે ચાલતી આવતી બે નર્સો સાથે અથડાઈ નાં જવાય એટ્લે સિદ્ધર્થે કોરિડોરમાં દોડતાં-દોડતાં સહેજ સાઈડમાં ખસયો. આમ કરવાં જતાં નર્સોની પાછળ નીચું મોઢું કરીને આવી રહેલી લાવણ્યા જોડે સિદ્ધાર્થનાં પહોળાં ખભાં અથડાઈ ગયાં.

“આહ....!” સિદ્ધાર્થનાં ધક્કાથી લાવણ્યા સહેજ હડસેલાઈ અને અડધી ગોળ ફરી ગઈ.

“સોરી.....!” લાવણ્યા સામે જોયાં વિના ઉતાવળા પગલે સિદ્ધાર્થે જતાં-જતાં સહેજ ઊંચાં સ્વરમાં બોલી ગયો અને ચાલતો થઈ ગયો.

લાવણ્યાએ પાછું ફરીને તેની સામે જોયું પણ ત્યાં સુધીમાં બ્લેક પોલો ટી-શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરેલો તે સિદ્ધાર્થ કોરિડોરમાં જમણીબાજુ વળી રહ્યો હતો.

લાવણ્યાનું મન ફરીવાર આરવનાં વિચારોમાં ખોવાઈ ગયું. પાછી ફરીને તે કોરિડોરમાંથી બહાર જવાં ચાલવાં લાગી.

***

“ટ્રીન....ટ્રીન....!” કોરિડોરમાં સિદ્ધાર્થ હજીતો જમણીબાજુ વળ્યો જ હતો ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

“હાં બોલ....!” નેહાનો કૉલ ઉઠાવીને સિદ્ધાર્થ બોલ્યો.

“ક્યાં છું...!?” નેહાએ પૂછ્યું.

“આરવનાં રૂમ તરફ જાવ છું..!”

“હું આઈ ગઈ છું...! મારી વેટ કર....!” નેહા બોલી “પાર્કિંગમાંજ છું....!”

“વિજય અંકલ...!?” કોરિડોરમાં અટકીને સિદ્ધાર્થે પૂછ્યું.

“એ પણ આવેજ છે....! મમ્મીને લઈને...!” નેહા બોલી “પણ હું એક્ટિવાં ઉપર આવી છું...!”

“સારું...! ઈમરજન્સી રૂમમાં આય...! રિસેપ્શનની જમણી બાજુ...!”

“સારું...!” કહીને નેહાએ કૉલ કટ કર્યો.

મોબાઈલ પોતાનાં પોકેટમાં મૂકીને સિદ્ધાર્થ આગળ ચાલ્યો.

થોડું આગળ ચાલીને સિદ્ધાર્થ એક રૂમનાં દરવાજા ઉપર “ઈમરજન્સી રૂમ” લખેલું વાંચીને દરવાજો ખોલીને અંદર દાખલ થયો.

“બીપ.....બીપ....!” આરવની જમણીબાજુ બેડની પાસે લાગેલાં ઇસીજી મશીનમાંથી અવાજ આવી રહ્યો હતો.

હળવી લાઈટીંગવાળાં એ રૂમમાં બેડ અડધો ફોલ્ડ કરીને આરવ પોતાની જમણી બાજુ આડું જોઈને સૂઈ રહ્યો હતો.

બેડની જોડે એક સ્ટૂલ ઉપર સરગુનબેન ઢીલા ચેહરે બેઠાં હતાં અને તેમની જોડે સુરેશસિંઘ ચિંતાતુર નજરે ઊભાં હતાં.

સિદ્ધાર્થન રૂમમાં આવતાંજ બંનેએ તેની તરફ જોયું. આરવ ઇસીજી મશીન તરફ આડુંજ જોઈ રહ્યો.

“બેટાં....! આ શું....થ...!”

“અંકલ....!” સુરેશસિંઘ રડમસ સ્વરમાં સિદ્ધાર્થને કઈંક કહેવાં જતાં હતાં ત્યાંજ આરવે તેમની બાજુ જોઈ તેમને ટોકતાં કાંપતા સ્વરમાં કહ્યું “મારે સિડ જોડે એકલાંમાં વાત કરવી છે...! તમે થોડીવાર બા’ર જશો..!?”

એટલું બોલીને આરવે ફરીવાર આડું જોઈ લીધું. સિદ્ધાર્થ હતપ્રભ નજરે ફોલ્ડ કરેલાં બેડ પાટાંપિંડી કરેલાં આરવને જોતો રહ્યો.

કઈંક ભયંકર ઘટ્યું હોવાનો અંદાજો જે તેને ડૉક્ટર સાથે ફોન ઉપર વાત કર્યા પછી થયો હતો, તે હવે જાણે સાચો પડવાની ક્ષણ આવી ગઈ હોય એવું તેને લાગ્યું.

માથું ધૂણાવતાં-ધૂણાવતાં સુરેશસિંઘ ભીની આંખે ત્યાંથી બહાર જવાં લાગ્યાં. થોડીવાર પછી સરગુનબેન પણ ઊભાં થયાં અને ત્યાંથી બહાર નીકળી ગયાં.

મામાં-મામીનાં બહાર ગયાં પછી આરવ મૌન થઈને આડું જોઈ રહ્યો હતો. સિદ્ધાર્થ જાણે રાહ જોતો હોય એમ હજીપણ આડું જોઈ રહેલાં આરવ સામે જોઈ રહ્યો.

“ખ....ખબર ન.....નઈ પૂછે મારી.....!?” આરવે છેવટે પારણે પોતાનું રડવું રોકી રાખી સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈને પૂછ્યું.

સિદ્ધાર્થની આંખ તરતજ ભીની થઈ ગઈ અને હળવાં પગલે તે આરવની જોડે બેડ પાસે જઈને ઊભો રહ્યો.

ફોલ્ડ કરેલાં બેડ ઉપર અડધાં બેઠેલાં આરવે સિદ્ધાર્થ સામે મોઢું ઊંચું કરીને જોયું.

“મ્મ....મ..મારાં મારાં....પગ...!” છેવટે આરવ ભાંગી પડ્યો અને સિદ્ધાર્થની કમરે પોતાનાં બંને હાથ વીંટાળી નાનાં બાળકની જેમ આક્રંદપૂર્વક રડી પડ્યો.

સિદ્ધાર્થ માંડ પોતાની ઉપર કાબૂ કરી રહ્યો હોય એમ પોતાની આંખમાંથી વહેવાનો પ્રયત્ન કરી રહેલાં આંસુઓને રોકી રહ્યો. પોતાને વળગી રહેલાં આરવનું માથું સિદ્ધાર્થે પોતાનાં બંનેમાં દબાવી દીધું.

ભીની આંખે સિદ્ધાર્થે આરવનાં ઢીંચણ સામે જોયું. ચાદર ઓઢેલી હોવાં છતાંય સિદ્ધાર્થને આરવનાં પગનાં ઢીંચણ પછીનો ભાગ જાણે ખાલી લાગ્યો.

“મ્મ....મ..મારાં મારાં....પગ...!” આક્રંદ કરી રહેલાં આરવનાં માથામાં સિદ્ધાર્થ મોટાં વડીલની જેમ હાથ ફેરવી રહ્યો.

“એ રખડેલને આરવની આજુબાજુ હવે હું વધારે સહન નઈ કરી શકું...! નઈ કરી શકું...!” નેહાનાં શબ્દો ફરીવાર સિદ્ધાર્થનાં કાનમાં પડઘાવાં લાગ્યાં.

આરવનાં “પગ” સામે જોઈ રહેલાં સિદ્ધાર્થનો ચેહરો લાવણ્યાને યાદ કરીને ધીરે-ધીરે સખત થવાં લાગ્યો. તેની આંખોમાં આંસુઓની સાથે-સાથે હવે ભયંકર ગુસ્સો અને જાણે લોહી ધસી આવ્યું.

આરવનાં કપાયેલાં પગ વિષે કલ્પનાં કરતાં સિદ્ધાર્થનો ચેહરો એટલો કઠોર થઈ ગયો કે પોતાનો ગુસ્સો દબાવવાં તેણે પોતાનાં દાંત ભીંચ્યાં અને છેવટે પોતાની આંખો બંધ પોતાનો ગુસ્સો કાબૂ કરવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. આંખની પાંપણો બંધ થવાને લીધે પહેલેથીજ આંખમાં આવી ગયેલાં આંસુની એક ધાર સિદ્ધાર્થની આંખમાંથી નીકળી અને ગાલ ઉપરથી વહીને નીચે આરવનાં માથામાં પડી.

*****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19