વાચકમિત્રો,
સિદ્ધાર્થ....લાવણ્યા....અંકિતા...કામ્યા....ઝીલ ....!
મારાં જે વાચકોએ મારાં દ્વારાં લખાયેલી નવલકથા લવ રિવેન્જ વાંચી હશે તે વાચકો નવલકથાનાં ઉપરોક્ત પાત્રોને ઓળખતાંજ હશે.
લવ રિવેન્જ નવલકથાને તેમજ તેનાં લગભગ બધાંજ પાત્રોને વાચકોએ મારાં ધાર્યા કરતાં અનેકગણો વધુ સારો પ્રતિસાદ અને અનહદ પ્રેમ આપ્યો. ફીડબેકમાં અનેક કોમેંન્ટ્સ અને મેસેજીસ કરીને વાચકોએ મારો ઉત્સાહ પણ અનેકગણો વધારી દીધો.
હવે આજ પાત્રોને લઈને મેં લખેલી એક નાનકડી શોર્ટ સ્ટોરી એટ્લે
“હાલ કાના’ મને દ્વારકાં દેખાડ..!”
ટૂંકમાં સમયમાં આ શોર્ટ સ્ટોરીનું હું લખાણ પૂરું કરવાં જઈ રહ્યો છું.
આ સ્ટોરી આવતાં વર્ષે બૂક ફેસ્ટિવલમાં હાર્ડકૉપી સ્વરૂપે રીલીઝ થવાની છે.
પરંતુ પ્રતિલિપિ ઉપર અને મારાં whatsappમાં જે વાચકો મારી જોડે કનેકટેડ છે એમાંથી જે વાચકોને એડવાન્સમાં આ સ્ટોરી વાંચવી હોય તેઓ મને મારાં whatsapp નંબર ઉપર મેસેજ કરીને આ સ્ટોરીની Graphic PDF (વાર્તાનાં પાત્રોની પ્રતિકાત્મક તસ્વીરો સાથે) મંગાવી શકે છે. (Graphic PDF ચાર્જેબલ રહેશે, અને એ ચાર્જ હાર્ડકોપીમાં કરતાં ઓછો એટલે કે discounted રહેશે).
એક ખાસ નોંધ- જે વાચકો પીડીએફમાં આ સ્ટોરી મંગાવે એ વાચકોને મારી રિકવેસ્ટ છે કે અન્ય કોઈને પણ ફોરવર્ડ નાં કરે. આમ કરવાંથી હાર્ડકોપમાં રીલીઝ કરનાર પ્રકાશક અને મને પણ ફાઈનાન્શિયલ લોસ થઈ શકે છે. આ સિવાય વાર્તાનાં બધાંજ હકો લેખકને આધીન હોવાથી તમે અન્ય કોઈને આ સ્ટોરીની પીડીએફ વેચી પણ નાં શકો (એ ગેરકાયદેસર પણ છે).
હાર્ડકોપીમાં રીલીઝ થવાની હોવાથી આ સ્ટોરી હું પ્રતિલિપિ ઉપર પબ્લીશ કરી શકીશ નહીં, જેની પ્રતિલિપિનાં વાચકોએ ખાસ નોંધ લેવી.
આ શોર્ટ સ્ટોરીને લવ રિવેન્જ નવલકથાની વાર્તા સાથે કોઈ લેવાંદેવાં નથી.
“Sid”
JIGNESH
Instagram: sid_jignesh19
Whatsapp-9510025519
****
લવ રિવેન્જ-2 Spin Off
પ્રકરણ-24
“વૂઉઉઉ…..!” આરવે ગાયેલાં સોંન્ગને ફૂડ ટ્રક પાર્કમાં હાજર ફૂડ ટ્રક પાર્કમાં હાજર પબ્લિકે ચિચિયારીઓ વડે તેને વધાવી લીધો.
વિશાલની બર્થડે પાર્ટીની ભીડમાં હાજર લાવણ્યા અને અન્ય ફ્રેન્ડ્સે પણ તાળીઓ પાડી ચીયર કર્યું.
તાળીઓ પાડતાં-પાડતાં લાવણ્યા સ્ટેજ ઉપર ચેયરમાં બેઠેલાં આરવનાં ચેહરા સામે જોઈ રહી.
“ઓહ આરવ....!” થાક, હતાશા સિવાય આરવનાં ચેહરા ઉપર લાવણ્યાએ એક હારી ચૂકેલાં પ્રેમીની ઉદાસીનાં જે ભાવ જોયાં એ જોઈને લાવણ્યની આંખ ભીની થઈ ગઈ.
તાળીઓનાં ગડગડાટ વચ્ચે આરવ વિશાલ જોડે ઊભેલી લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો. કેટલીક ક્ષણો એમજ લાવણ્યા સામે શૂન્યમનસ્ક જોઈ રહી છેવટે બધાનાં અભિવાદનનાં પ્રતીભાવમાં પરાણે હળવું સ્મિત કરી આરવ ગિટાર લઈને સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાં લાગ્યો.
આરવને સ્ટેજ ઉપરથી નીચે ઊતરતો જોઈને લાવણ્યા પણ તેને મળવાં સ્ટેજ તરફ જવાં લાગી.
લાવણ્યાને જતાં જોઈને નેહા રઘવાઈ થઈ અને તરતજ પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થને કૉલ લગાડવાં લાગી.
“જલ્દી આય...! ઓલી આરવની પાછળ-પાછળ જાય છે...!” સ્ટેજ તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈ નેહા રઘવાયાં સ્વરમાં બોલી.
“ઓહ...! તો તું શું કરવાં માંગે છે...!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“મારે એ રખડેલની પથારી ફેરવવી છે...!” નેહા ભારોભાર નફરતથી ગુસ્સાંમાં બોલી “એને ખખડાઈને કઈ દેવું છે...! કે મારાં આરવથી દૂર રે’….!”
“મારાં આરવથી દૂર રે’…. મારાં આરવથી દૂર રે’….!” સિદ્ધાર્થનાં કાનમાં એ શબ્દોનાં પડઘાં પડી રહ્યાં.
“નાં....!” વિચારોમાંથી બહાર આવીને સિદ્ધાર્થ બોલ્યો “જ્યાં સુધી હું આરવ સાથે વાત નાં કરું...! ત્યાં સુધી તું એ છોકરીને કશું નઈ કે’….!”
“પણ..!”
“મેં કીધુંને નેહા....!” સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો “તું અત્યારે એ છોકરીને કઈં નઈ કે’…..! આપડે પે’લ્લાં આરવનેજ કે’વું પડે....! અને આ રીતે જાહેરમાં ભવાડો શું કરવાં કરવાનો...!?”
“ફાઈન...! તો તું આય...! આપડે આરવ જોડે વાત કરીએ...!” નેહા જિદ્દીલાં સ્વરમાં બોલી.
“નાં...! અત્યારે નઈ...! હું સુરેશમામાને ઘેર જાવ છું...! આરવ ઘરે આવે એટ્લે હું એની જોડે વાત કરીશ...! મામાંની હાજરીમાં...!” સિદ્ધાર્થ બોલ્યો “તું આય..! હું તને પે’લ્લાં ઘરે ડ્રોપ કરી દઉં...!”
“હું ઓટો કરીને જતી રઈશ...!” નેહા નારાજ સ્વરમાં બોલી.
“નાં....! હું કાર જોડે ઊભો છું....!” સિદ્ધાર્થ સત્તાવહી સ્વરમાં બોલ્યો “તું આય...!”
સિદ્ધાર્થે જે રીતે કહ્યું, નેહા કશું બોલી નાં શકી અને મૌન થઈને એક ઊંડો નિશ્વાસ ભરી વિચારી રહી.
“સારું...! હું વૉશરૂમ જઈને આવું...!” નેહા બોલી.
“ઓકે....!” સિદ્ધાર્થ બોલ્યો અને ફોન મૂકવાં લાગ્યો
“અને હાં....!” ફોન મૂકતાં પહેલાં સિદ્ધાર્થ બોલ્યો “કશું આડું-અવળું ના કરતી...!”
“હાં સારું...!” નેહા પરાણે બોલી.
“નેહા....!” સિદ્ધાર્થ ફરીવાર બોલ્યો “કોઈ માથાકૂટ....કોઈ બબાલ નાં કરતી...! નઈ તો હું કોઈજ હેલ્પ નઈ કરું તારી....!”
“હાં બાપા...નઈ કરું....બસ...!” બોલતાં-બોલતાં નેહાની આંખ ભીની થઈ ગઈ “મારો ફિયાન્સ કોઈ ફાલતું છોકરી જોડે રાખડી ખાય...! અને મારે બસ જોઈ રે’વાનું...! નઈ...!?”
રડમસ સ્વરમાં નેહાએ પૂછ્યું.
“હું આરવને ઓળખું છું નેહા....!” સિદ્ધાર્થ સમજાવાંનાં સૂરમાં બોલ્યો “એટ્લે કવ છું...! મને પે’લ્લાં વાત કરવાંદે....! જો તું આ રીતે રિએક્ટ કરીશ...! તો તારી વાત સાંભળવાંની જગ્યાએ સામું રિએક્ટ કરશે અને વાત બગડશે...!”
નેહા સિદ્ધાર્થની વાત સાંભળી રહી અને પોતાનું રડવું માંડ રોકી રહી.
“પપ્પાએ પણ આજરીતે રિએક્ટ કર્યું હતું....અને આરવ અમદાવાદ ભાગીને આઈ ગ્યો...!” સિદ્ધાર્થ બોલ્યો “એ ફરીવાર ભાગી નાં જાય...એટ્લે કવ છું....!”
બંને થોડીવાર મૌન થઈ ગયાં.
“એ ફરીવાર ભાગી નાં જાય...એટ્લે કવ છું....! કવ છું...!” નેહા સિદ્ધાર્થનાં શબ્દો પચાવી રહી.
“હું બહાર છું...! કાર જોડે....! તું આય....!” સિદ્ધાર્થ બોલ્યો અને છેવટે કૉલ કટ કર્યો.
સિદ્ધાર્થે કૉલ કટ કર્યા પછી નેહા થોડીવાર સુધી વિચારતી રહી.
થોડીવાર પછી નેહા છેવટે સ્ટેજ તરફ ચાલવાં લાગી.
“એક્સક્યુઝ મી....!” સ્ટેજનાં એક કોર્નર પાસે ઉભેલાં એક માણસને નેહાએ પૂછ્યું “તમે આરવને જોયો...!? હમણાં જેણે અહિયાં સોંન્ગ ગાયું એ....!?”
“ઓહ હાં...! એ પાર્કિંગ તરફ જતાં’તાં....! આ બાજુથી રસ્તો છે...!” એણે કહ્યું અને ચાલતો થયો.
નાનાં સ્ટેજની જોડે સહેજ પાછળની બાજુ ફૂડ ટ્રક પાર્કનાં કોર્ટની બાઉન્ડરી વૉલ હતી. પાર્કિંગમાં જવાં ત્યાં એક નાનો લોખંડનો ઝાંપો હતો.
ગોળ ફરી શકાય એવાં લોખંડનાં ઝાંપાને ફેરવીને નેહા પાર્કિંગમાં આવી. મોટાં ચોરસ પાર્કિંગ પ્લોટમાં ચારેય બાજુ બાઉન્ડરી વૉલને અડીને વિશાળ અને ઘટાંદાર લીમડાંનાં તેમજ અન્ય વૃક્ષો હતાં. પાર્કિંગમાં ચારેય બાજુ લાગેલાં સ્ટ્રીટ લેમ્પમાંથી આછાં પીળાં પ્રકાશનું અજવાળું આવતું હતી. પીળાં ડલ લેમ્પનું અજવાળું અપૂરૂતું હોવાને લીધે પાર્કિંગમાં મોટેભાગે અંધારું દેખાતું હતું.
નેહાએ આમતેમ જોઈને આરવને શોધવાનો પ્રયત્ન કર્યો. વ્હીકલ અંદર પાર્કિંગમાં આવી શકાય એટ્લે પાર્કિંગમાં સામે એક મોટો ગેટ બનેલો હતો. ગેટની જોડે પાર્ક કરેલાં ટૂ વ્હીલર પાસે નેહાએ આરવને ઉહેલો જોયો.
હારબંધ પાર્ક કરેલાં બાઈક્સ અને અન્ય ટુ વ્હીલરની વચ્ચેથી નેહાએ લાવણ્યાને પાર્કિંગનાં સામેનાં ગેટ પાસે આરવ તરફ ઉતાવળાં પગલે જતાં જોઈ.
નેહા પણ ઉતાવળાં તેની પાછળ જવાં લાગી.
“કોઈ માથાકૂટ....કોઈ બબાલ નાં કરતી...! નઈ તો હું કોઈજ હેલ્પ નઈ કરું તારી....!”
સિદ્ધાર્થની વાત યાદ આવી જતાં નેહા અટકી અને વિચારવાં લાગી. થોડું વિચારીને નેહા છેવટે પાર્કિંગની બાઉન્ડરી વૉલ જોડે ઉગાડવાંમાં આવેલાં વૃક્ષોની આડાશમાં આવી અને પાર્ક કરેલાં ટુ વ્હીલરનાં આગળનાં વ્હીલો સાચવીને ચાલવા લાગી.
લાવણ્યા હવે આરવની જોડે પહોંચી ગઈ હતી અને તેની સાથે કઈંક વાત કરી રહી હતી.
“આરવ....! ઊભો રે’…. પ્લીઝ...!” આરવ હવે તેનાં ગિટારને બાઇકની પાછલી સીટની એકબાજુ બનાવેલાં સ્ટેન્ડમાં ભરાવી રહ્યો હતો.
“મારી વાત તો સાંભળ....!” દર વખતની જેમ આજે પણ આરવ તેની જોડે વાત કર્યા વિના જતો રેહશે એ બીકે લાવણ્યા સહેજ વધુ ઝડપે દોડીને તેની પાસે પહોંચી ગઈ હતી.
“આરવ...! આરવ...!” આરવનાં બાઇક જોડે પહોંચી જઈને લાવણ્યા દયામણા સ્વરમાં બોલવાં લાગી.
“આવાં ચ...ચાઈનીઝ કોલરવાળાં બ્લેક શર્ટમાં ...તું....મ્મ મસ્ત લાગે છે...!” તેનાં ગિટારને બાઇકનાં હૂકમાં વ્યવસ્થિત બાંધી રહેલાં આરવને જોઈને લાવણ્યા તેની જોડે વાત કરવાં મથી રહી.
ગિટાર બાંધી રહેલો આરવ હજીપણ લાવણ્યા સામે નો’તો જોઈ રહ્યો. લાવણ્યાનું મન ભરાઈ આવ્યું. તેણીની આંખમાં પાણી આવી ગયું.
“બ.....બવ મસ્ત ગાયું’ તે હની....!”
નારાજ આરવને મનાવાંનાં સૂરમાં ભીની આંખે લાવણ્યા ગળગળા સ્વરમાં બોલી.
લાવણ્યા સામે જોયાં વિનાજ આરવે ગિટાર બાંધીને બાઈકનાં ઇગ્નિશનમાં ચાવી ભરાવાં માંડી. આરવને બાઈકમાં ચાવી ભરાવતો જોઈને લાવણ્યાનો જીવ અદ્ધર થવાં લાગ્યો.
કોઈ પ્રતીભાવ આપ્યાં વિના આરવ આડું જોઈ રહ્યો. લાવણ્યા આરવની સહેજ વધું નજીક સરકી.
“હે ભગવાન....!” કઈંક જાણીતી વિચિત્ર સ્મેલ આવતાં લાવણ્યા ચોંકી ગઈ “ત...તે....ડ્રિંક કર્યું છે...!? હાય...હાય...તું....તું ડ્રિંક કરતો ક્યારથી થઈ ગ્યો...!?”
લાવણ્યાનાં ધબકારા વધી ગયાં. તે જાણે હાંફી રહી હોય એમ તેનાં ઉરજોની ગતિ વધી ગઈ.
“બ...બોલને....! તે ક....ક્યારથી ડ્રિંક કરવાનું ચાલું કરી દીધું....!?” લાવણ્યાએ ફરીવાર એજરીતે ઈમોશનલ સ્વરમાં પૂછ્યું.
આરવ તેમ છતાંપણ કશું બોલ્યાં વગર આડું જોઈ રહ્યો.
“મ્મ...મારી સાથે વ..વાત તો કર…..!” રડુંરડું થઈ ગયેલી લાવણ્યાએ આરવનાં ગાલે હાથ મૂકવા ગઈ “પ્લીઝ...!”
બંને શું વાત કરી રહ્યાં છે તે હજી સુધી નેહાને ક્લિયર નહોતું સંભળાઈ રહ્યું. આથી નેહા સહેજ વધુ નજીક આવીને હવે ઝાડ નીચે અંધારમાં આરવ અને લાવણ્યાથી સહેજ છેટે બે-ચાર ટુ વ્હીલર છોડીને ઊભી રહી. ઝાડની નીચે પીકે કરેલાં એક બાઇકનાં સ્ટિયરિંગને પકડીને નેહા લાવણ્યા-આરવની વાતો સાંભળવાં લાગી.
“તું મારી ફીલિંગ્સ નઈ સમજે....!” લાવણ્યાનો હાથ અટકાવી આરવ દર્દભર્યા સ્વરમાં તેણી સામે જોઈને બોલ્યો પછી માથું ધૂણાવવા લાગ્યો.
“હું....હું....સમજું છું....!” રઘવાઈ થયેલી લાવણ્યા આરવની વધું નજીક આવી.
“સમજતી હોત....તો તું અહિયાં પાર્ટીમાં ના આઈ હોત....!” આરવ વેધક સ્વરમાં પણ ઢીલાં ચેહરે બોલ્યો.
“આરવ....! પ્લીઝ....! મને ખબર છે તને કેવું ફીલ થાય છે....! હું...!”
“ખરેખર....!?” આરવ ટોંન્ટમાં બોલ્યો “તું ખરેખર સમજે છે....!? બોલ....!? તને બીજાં ફાલતું છોકરાંઓ સાથે જતાં જોઈને મને શું ફીલ થાય છે.... એ તું ખરેખર સમજે છે...!? બોલ...!?”
લાવણ્યા માંડ બોલવાનો પ્રયત્ન કરી રહી..
“તને ખબર છે.....જ્યારે ના પાડવાં છતાં તું પાર્થ સાથે ગઈ’તી.....નવરાત્રિમાં.....! મને શું ફીલ થતું’તું....!? બોલ...!?”
લાવણ્યા સામે જોઈ રહીને આરવ થોડું અટક્યો પછી આગળ બોલ્યો-
“એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી મને....! તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....? શું કરતી હોઈશ...!? તમે ફિઝિકલ થઈ ગયાં હશો કે નઈ....!? ના થયાં હોવ તો સારું...! બસ એજ પ્રાથના કરતો રે’તો તો હું કારમાં બેઠો બેઠો...! તું એ લોકો જોડે જ્યાં પણ જતી...! હું ત્યાં તારી પાછળ-પાછળ આવતો...! અને કલ્લાકો સુધી તારી રાહ જોતાં-જોતાં બેસી રહેતો...!”
આરવની આંખ ભીંજાઈ ગઈ.
“ત....તને કોઈ આઇડિયા નથી લાવણ્યા...! તને બીજાં છોકરાંઓ સાથે જતાં જોઈને મને જે ફીલિંગ્સ આવે છે એ કેટલી ગંદી છે...! એ એક-એક સેકંડ જ્યારે તું નજર સામે નથી હોતી....! ત્યારે બસ એવુંજ લાગ્યાં કરે છે...કે...કે. ...તું એ લોકો જોડેજ હોઈશ...! યા તો પાર્થ જોડે..કે પછી વિશાલ કે પછી બ....બીજાં કોઈ જોડે...!
“...એ તારી જોડે શું કરતો હશે...!? તને..ક....ક્યાં...ક્યાં...અડતો હશે...!?” આરવનું મ્હોં સંકોચાઈ ગયું અને તેનો સ્વર ધ્રુજી ગયો “બઉ ગંદી ફીલિંગ છે લાવણ્યા...! તારાં વિષે એ બધું ઈમેજીન કરવાની...! એ બધું વિચારવાની...! બઉજ ગંદી...!”
આરવની આંખમાંથી પાણી વહેવાં લાગ્યું. લાવણ્યાને આરવ ઉપર દયા આવી જતાં તે પણ રડી પડી.
“આરવ...! પ્લીઝ....! શાંતથા હની....!” આરવના ગાલે વ્હાલથી હાથ મૂકી લાવણ્યા બોલી.
“તું ટ્રસ્ટની વાત કરે છે ને....!?” આરવે લાવણ્યાની સામે જોઈ રહીને પૂછ્યું.
“મારાં શરીર અને આત્માના જાણે ત્રણ ભાગ પડી ગયાં છે લાવણ્યા ......” લાવણ્યાના બાવડાં પકડીને આરવ તેની ભીની આંખો લાવણ્યાની આંખોમાં પરોવીને બોલ્યો “એક ભાગ એ છે....! જેને તારી ઉપર સહેજપણ ટ્રસ્ટ નથી...! જે એવુંજ કે’છે કે..તું...તું...”એવીજ” છે...! જેવી બધાં કે’છે....! બીજો ભાગ જે તારી ઉપર ટ્રસ્ટ કરે છે...! કે પછી ટ્રસ્ટ કરવાં માંગે છે...! એ ભાગ એવું કે’છે કે...તું એવી નથી...!”
લાવણ્યા શરમથી નીચું જોઈ ગઈ. આરવ તેણીનાં બાવડાં પકડી રાખીને આગળ બોલ્યો.
“અને ત્રીજો ભાગ....! આ એ ભાગ છે...! જે તને અનહદ પ્રેમ કરે છે લાવણ્યા....! હાં લાવણ્યા....! અને એ ત્રીજો ભાગ... પહેલાં બે’ની વચ્ચે ફસાઈ ગ્યો છે...! અને....હવે એ “હા” અને “ના” ની એ ફીલિંગમાંથી બહાર નીકળવાં માગે છે, જો તું એવી ના હોય...તો પણ....અને....જ.. જો ...ત.....તું એવી હોય તો પણ....!એકવાર બસ...એકવાર તને એ લોકોની સાથે નજરો નજર જોઈ લઉં....એ દ્રશ્ય જોઈ લઉં...! એટ્લે બસ...! પૂરું...!”
“આરવ...! પ્લીઝ...!” રડી રહેલી લાવણ્યાએ તેણીની આંખો મીંચી દીધી “આવું નાં બોલ.....આવું નાં બોલ...!”
“જાણું છું... એ દ્રશ્ય જોવું બઉ અઘરું હશે...!” લાવણ્યાથી છેટાં ખસી આરવ આગળ બોલ્યો “પ... પણ...બસ એક વાર એ જોવાઈ જાય...એટ્લે બધાં જવાબો મળી જાય... એ કન્ફર્મ થઈ જાય ...કે ...કે તું “એવીજ” છે.....પછી તારાંથી નફરત થઈ જશે અને ....અને તારાંથી દૂર થઈ જવું આસાન થઈ જશે...મારે બસ ....બસ એ જવાબ જોઈએ....! જવાબ જોઈએ....!”
“ઓહ..આરવ....! હની...! મેં તને કીધું’તુંને...! કે તું મારી ટાઈપનો નથી....!”
“કેમ નથી...!? બોલ...! કેમ નથી...!?” આરવ વધુ ભાવુક થઈને બોલ્યો “તે ફક્ત બે દિવસમાં યશ જેવાં એક ફાલતું અજાણ્યાં છોકરાંને તારો બોયફ્રેન્ડ બનાવી લીધો...! અને એની જોડે ફાર્મ હાઉસ ઉપર લેટ નાઈટ પાર્ટીમાં પણ જઈ આવી...! અને તારો આ મહિનાઓ જૂનો બેસ્ટફ્રેન્ડ..! તારો બોયફ્રેન્ડ નાં બની શક્યો..! કેમ...!? બોલ..! આવું કેવું લાવણ્યા...!?”
આરવે ફરીવાર નજીક આવી લાવણ્યાના બાવડાં પકડી લીધાં.
“શું મારે પણ એ લોકોની જેમજ બિહેવ કરવું પડશે તારી જોડે..!? તને મોંઘી ગિફ્ટ્સ આપવાની....!? તારી ખુશામત કરવાની...!? તને જાહેરમાં અડપલાં કરવાનાં.... એવું બધું..? ....બોલ...!? બોલ લાવણ્યા...!?”
એક ઝટકાં સાથે લાવણ્યાને છોડીને આરવ સહેજ પાછો ખસ્યો અને બોલ્યો -
“મોંઘા ગિફ્ટ્સ આપીને કે વસ્તુઓ આપીને પ્રેમ થોડો ખરીદી શકાય...!?
.....જો પૈસાં ખર્ચીને તારો પ્રેમ ખરીદી શકાતો હોત...તો આખી કોલેજમાં તારા પ્રેમની સૌથી ઊંચી “બોલી” લગાવનારો હું જ હોત લાવણ્યા...! હું જ હોત....!”
.....કોઈના માટે બદલાવું કે નઈ....! અને કોના માટે બદલાવું....! એ દરેકની પોતાની ચોઈસ હોય છે...! તું મારા માટે નો’તી બદલાવા માંગતી..! એટ્લે મેં તારા માટે બદલાઈ જવાનો ટ્રાય કર્યો...!
.....તને “તમે” માંથી “તું” કહેવાનું શિખતાં-શિખતાં મારે મહિનાઓ નીકળી ગયા...! પણ આ બધાં સમય દરમિયાન તારો પ્રેમ કેમનો જીતવો...! બસ એજ જાણે મારુ મિશન હતું...!”
બંને વચ્ચે થોડીવાર મૌન પથરાઈ ગયું. આરવે જાણે તેનું આખું હ્રદય લાવણ્યા સામે ઠાલવી દીધું. રડી રહેલો આરવ પોતાનાં આંસુ છૂપવા આડું જોઈ રહ્યો.
“આરવ...! મેં તને કીધુંતુંને...!” થોડીવાર પછી લાવણ્યા આરવની નજીક જતાં બોલી “કે છોકરાં-છોકરીની ફ્રેન્ડશીપમાં એક ડગલું વધો...તો પ્રેમ થઈ જાય....! અને એક ડગલું પાછળ ખસો તો..તો..ફ્રેન્ડશિપ તૂટી જાય....!”
.....તું એક નહીં....ઘણાં ડગલાં આગળ વધી ગયો....! ઘણાં ડગલાં આગળ વધી ગયો..!”
....તું મારાં માટે મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ હતો...! તું....!
“તારાં પ્રેમમાં તો હું ત્યારેજ પડી ગ્યો’તો....જ્યારે તને મેં પે’લ્લીવાર જોઈ’તી…!” લાવણ્યાને ટોકીને આરવ વચ્ચે બોલ્યો “જ્યારે તે મારી જોડે એચ એલ જવાં માટે લિફ્ટ માંગી’તી...!”
લાવણ્યાને એ દિવસ યાદ આવી જતાં તે દયામણી નજરે આરવ સામે જોઈ રહી.
“અને રઈ વાત બેસ્ટફ્રેન્ડની...!?” આરવ થોડો ઉગ્ર સ્વરમાં બોલ્યો “તો... તું મને લવ નો’તી કરતી....! પણ હુંતો તને કરું છુંને....! તું તો મને બેસ્ટફ્રેન્ડ માને છે ને....!? તો..તું તારા બેસ્ટફ્રેન્ડને હર્ટ થાય એવું બિહેવ કેમની કરી શકે..!? બીજા બધાં ફાલતુ છોકરાઓ માટે....તું તારાં બેસ્ટફ્રેન્ડને કેમની હર્ટ કરી શકે....!? તારા આ બેસ્ટફ્રેન્ડને હર્ટ થાય એ ચાલે...!? બોલ....!?”
લાવણ્યા મૌન થઈ ગઈ.
“તે મને બેસ્ટ ફ્રેન્ડ માન્યો...! પણ તે બેસ્ટ ફ્રેન્ડ હોવાની કોઈપણ ફરજ નાં નિભાવી...!” આરવ વેધક સ્વરમાં મોટેથી બોલ્યો “જે લોકો તારી રિસ્પેક્ટ નથી કરતાં...જે લોકો માટે તું...તું...એમનું સેક્સ ટોય છે....!
આરવનું મોઢું બગડી ગયું, તે આગળ બોલ્યો –
“તોય એવાં લોકો જોડે રખડી ખાવું તને તારાં બેસ્ટ ફ્રેન્ડની ફીલિંગ્સ કરતાં વધારે જરૂરી લાગ્યું...!? બોલ..!?”
મોટેથી બોલી રહેલો આરવ હવે ધ્રૂજવાં લાગ્યો.
“આરવ....! પ્લીઝ....શાંત થા હની..!” આરવના ગાલે હાથ મૂકવા લાવણ્યાએ ફરીવાર તેનો હાથ લંબાવ્યો.
“તું નઈ સમજે લાવણ્યા.....! તું નઈ સમજે....!” આરવની આંખમાંથી ફરીવાર આંસુ વહીને નીચે પડ્યાં “તું નઈ સમજે...!”
“આરવ...! મારી..વાત...!”
લાવણ્યા કંઈ બોલે એ પહેલાંજ આરવે ઝડપથી તેનાં બાઈક ઉપર બેસીને ચાવી ફેરવી સેલ મારી દીધો.
“જ્યાં સુધી તું મારી જેમ કોઈને લવ નઈ કરે....કોઈનાં પ્રેમમાં નઈ પડે....!” બાઇક ઉપર બેઠેલો આરવ પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં બોલ્યો “ત્યાં સુધી તને મારી ફીલિંગ નઈ સમજાય...! નઈ સમજાય...!”
“આર....!”
“જે દિવસે તું મારી જેમજ કોઈનાં પ્રેમમાં પડીશ...! અને એને કોઈ બીજી જોડે જોઈશ...! જોજે...! તને ઊંઘ પણ નઈ આવે...! એક સેકન્ડ માટે પણ ચેન નઈ પડે...! ખાવાનું તો શું...! પાણી પણ પીવાનું નઈ ગમે....!”
આરવ હતાશ સ્વરમાં બોલ્યો અને બાઈક પાછું રિવર્સમાં લેવાં લાગ્યો.
“આરવ...! આરવ....ઉભો’રે..મારી વ...વાત સાંભળ...!” બાઈક રીવર્સમાં પાછું લઈ રહેલાં આરવને લાવણ્યા રોકવા મથી રહી.
બાઈક પાછું લઈને આરવે બાઈકનું મોઢું પાર્કિંગના બીજાં ગેટ બાજું ફેરવ્યું.
“આર.....આરવ...મારી વાત સાંભળને....આ રીતે ગુસ્સામાં ન...નાં જઈશને...પ્લીઝ...!” લાવણ્યા કરગરવા લાગી.
“હું તને એ લોકો સાથે નઈ જોઈ શકતો....! મારાંથી આ ટોર્ચર સહન નથી થતું...!” આરવે તેનો સ્વર સખત કરતાં ભીની આંખે કહ્યું “મારે બસ જવાબ જોઈએ લાવણ્યા....! મારે બસ જવાબ જોઈએ...!”
“નઈ...નઈ...નઈ..ઉભો રે’....આરવ....પ્લીઝ...! મારી વાત સાંભળ...!” ગભરાયેલી લાવણ્યા સ્ટીંઅરિંગ ઉપર મૂકેલાં આરવના હાથને પકડીને તેને રોકવા મથી રહી.
આરવે બાઇકનો ક્લચ છોડી એક્સીલેટર ફેરવી દીધું અને બાઈક પાર્કિંગના ગેટ તરફ મારી મુક્યું.
“આરવ....! પ્લીઝ....!” બુમો પાડતી લાવણ્યા બાઈકની પાછળ થોડું દોડીને અટકી ગઈ અને મોટેથી રડી પડી “હે ભગવાન.....! આ છોકરો....!”
ગભરાઈ ગયેલી લાવણ્યાએ તેનાં મોબાઈલમાંથી આરવનો નંબર ડાયલ કરવાં માંડ્યો.
“ટ્રીન...ટ્રીન...ટ્રીન...!” આખી રીંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉઠાવ્યો.
“પ્લીઝ ફોન ઉપાડ....! પ્લીઝ...હની...!” એકલાં-એકલાં બબડતાં લાવણ્યાએ ફરીવાર આરવનો નંબર ડાયલ કર્યો.
ફરીવાર આખી રીંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉપાડ્યો.
પાર્કિંગમાં ત્યાંજ ઉભાં-ઉભાં લાવણ્યાએ લગભગ વીસેકથી વધુ વખત આરવને ફોન કર્યો, પણ આરવે એકેયવાર ફોન ના ઉપાડ્યો.
છેવટે લાવણ્યા ત્યાંજ ઉભી-ઉભી રડતી રહી અને આરવના જતાં રહ્યાં બાદ ત્યાં તેનાં બાઈકને લીધે પાર્કિંગમાં ઊડતી ધૂળને જમીન ઉપર પાછી બેસતાં ભીની આંખે ક્યાંય સુધી તાકતી રહી.
***
“જે દિવસે તું મારી જેમજ કોઈનાં પ્રેમમાં પડીશ...! અને એને કોઈ બીજી જોડે જોઈશ...! જોઈશ....!”
ઝાડ નીચે અંધારામાં ઉભાં-ઉભાં આરવ અને લાવણ્યાની વાતો સાંભળી રહેલી નેહાની આંખ પણ આરવની વાત સાંભળીને ભીની થઈ ગઈ.
“જોજે...! તને ઊંઘ પણ નઈ આવે...! નઈ આવે...!”
“એક સેકન્ડ માટે પણ ચેન નઈ પડે...! નઈ પડે..!”
“ખાવાનું તો શું...! પાણી પણ પીવાનું નઈ ગમે....! નઈ ગમે...!”
આરવનાં હ્રદયથી નિકળેલાં એ શબ્દોનાં જાણે નેહાનાં કાનમાં પડઘા પડવાં લાગ્યાં.
જોકે લાવણ્યા કે આરવને નહોતી ખબર પડી કે અંધારાંમાં ઉભાં-ઉભાં નેહા તેમની વાતો સાંભળી રહી છે.
લાવણ્યા હજીપણ આઘાતની મારી ત્યાંજ જડ થઈને ઊભી હતી.
આરવનાં જતાં રહ્યાં પછી નેહા સખત ચેહરે અને નફરતભરી નજરે લાવણ્યાની પીઠ તાકી રહી.
થોડીવાર પછી લાવણ્યા છેવટે પાર્કિંગમાંથી નીકળવાં મેઈન ગેટ તરફ ચાલવા લાગી.
લાવણ્યાને જતાં જોઈને છેવટે છેવટે નેહા પણ પાછું જે રસ્તે ત્યાં આવી હતી એ તરફ જવાં લાગી.
“ખાવાનું તો શું...! પાણી પણ પીવાનું નઈ ગમે....! નઈ ગમે...!”
આરવનાં એ શબ્દો હજીપણ નેહાનાં કાનમાં પડઘાઈ રહ્યાં હતાં.
આંખો લૂંછતી-લૂંછતી નેહાએ લાવણ્યાનો ચેહરો યાદ કર્યો અને પોતાનું મન કઠોર કર્યું.
“એ લોકો જોડે તું જ્યાં પણ જતી...! હું ત્યાં તારી પાછળ-પાછળ આવતો...! અને કલ્લાકો સુધી તારી રાહ જોતાં-જોતાં બેસી રહેતો બેસી રહેતો....!”
આરવનાં શબ્દો “સાંભળતી-સાંભળતી” નેહા છેવટે પાર્કિંગમાંથી પાછી ફૂડ ટ્રક પાર્કમાં આવી અને સીધી ફૂડ ટ્રક પાર્કનાં ગેટ તરફ ઉતાવળાં પગલે ચાલીને બહાર નીકળી ગઈ. ફૂડ ટ્રક પાર્કની સામે એસજી હાઇવેનાં સર્વિસ રોડ ઉપર તેણીએ સિદ્ધાર્થને કાર લઈને ઉભેલો જોયો. તે કાર રસ્તાની એક બાજુએ ઊભી કરીને કારમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો હતો.
નેહા ઝડપથી કાર પાસે પહોંચી ગઈ અને સિદ્ધાર્થની બાજુની સીટમાં કારનો દરવાજો ખોલીને બેસવાં લાગી.
“ચલ....! જલ્દી...!” નેહા સખત સ્વરમાં બોલી અને કારનાં કાંચમાંથી સામેની બાજુ જોઈ રહી.
સિદ્ધાર્થ થોડીવાર સુધી તેણીનાં સખત ચેહરા સામે જોઈ રહ્યો પછી છેવટે કાર ગિયરમાં નાંખી જોધપૂર તરફ જવાં લાગ્યો.
“જે દિવસે તું મારી જેમજ કોઈનાં પ્રેમમાં પડીશ...પડીશ....!
“એને કોઈ બીજી જોડે જોઈશ...! જોઈશ....! ત્યારેજ તને સમજાશે...સમજાશે...!”
“જ્યાં સુધી તું મારી જેમ કોઈને લવ નઈ કરે....કોઈનાં પ્રેમમાં નઈ પડે....!” બાઇક ઉપર બેઠેલો આરવ પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં બોલ્યો “ત્યાં સુધી તને મારી ફીલિંગ નઈ સમજાય...! નઈ સમજાય...!”
“મને સમજાય છે આરવ...! મને સમજાય છે તારી ફીલિંગ....” કાંચમાંથી બહાર શૂન્યમનસ્ક જોઈ રહેલી નેહા પોતાની આંખમાં આવેલાં આંસુને હળવેથી લૂંછતાં મનમાં બબડી.
***
“Sid”
instagram@sid_jignesh19