એક પૂનમ ની રાત
પ્રકરણ - 63
દેવાંશ, અનિકેત , રાધિકા (અંકીતા ) વ્યોમા બધા અંકિતાનાં પાપની ઑફીસથી નિકળ્યાં અને દેવાંશને કંઇક યાદ આવ્યું અને એણે મોબાઈલ લઇ ફોન લગાવ્યો. અને એણે કહ્યું સર તમારો મેસેજ હતો મારુ હમણાં ધ્યાન ગયું સોરી સર. સામેથી કમલજીત સરે કહ્યું દેવાંશ મેં મેસેજ બધાને કર્યો છે પણ પેહલો જવાબ તારો આવ્યો જોકે બપોરે કરેલો મેસેજ હું સમજુ છું બધાં વ્યસ્ત હશે પણ આવતી કાલે સવારે શાર્પ ૧૦ વાગ્યે મેં બધાને મિટિંગ માટે બોલાવ્યાં છે જરૂરી કામ છે અને આગળની કાર્યવાહી રિપોર્ટ અંગે ખાસ બધાને સમજાવવું છે. કારણકે નવરાત્રી અને બધાં તહેવારો આવશે એટલે આ બાબતે દિશાસંધાન કરવાનું છે તારાં સમ્પર્કમાં હોય એ બધાને કહી દેજે પછી હસતાં હસતાં બોલ્યાં મને ખબર છે તું અન ડિકલેયર્ડ લીડર છું બધાનો. એનીવે ટેઈક કેર એમ કહી ફોન મુક્યો દેવાંશે ઓકે કહી ફોન મુક્યો.
..............
સિદ્ધાર્થે કાળુભાને કહ્યું બાબુએ કહ્યું હોસ્પિટલમાંથી સેમ્પલ લેવા નર્સ આવી ગઈ છે તો બધાનાં સેમ્પલ લેવરાવી લે હું સર પાસે જઉં છું હમણાંજ આવ્યાં છે. અને કોણ છોકરી મળવા આવી છે જાણી લઉં અને કાર્તિક ભૈરવસિંહ સામે જોયું. કાળુભાએ કહ્યું ભલે અમે નર્સને બોલાવીને બધાનાં બ્લડ અને વાળનાં સેમ્પલ લેવા માટે કહીયે.
સિદ્ધાર્થે અંધારામાં તીર ચલાવ્યું છતાં જાણે પાક્કું નિશાન પર લાગ્યું એવું અનુભવ્યું સિદ્ધાર્થ વિક્રમસિંહજીની ચેમ્બરમાં આવ્યો અને વિક્રમસિંહએ કહ્યું આવ આવ સિદ્ધાર્થ હું એટલો બધો વ્યસ્ત રહ્યો છું કે કોઈ કેસ કે બીજી વ્યવસ્થા જોઈ નથી શક્યો PM આવીને ગયાં એટલે આજે થોડી શાંતિ લાગે છે એમની ૩ કલાકની મુલાકાત મારાં માટે જાણે ૩૦ દિવસની જહેમત હતી. બાઈ ધ વે બધાં કેસનો શું રિપોર્ટ છે ?
અને નવરાત્રીની વ્યવસ્થાનો રિપોર્ટ ઓકે છે એમાં કોઈ છમકલું થાય એવું લાગતું નથી બંદોબસ્ત ખુબ ટાઈટ છે હાં સિદ્ધાર્થ તું કહે શું રિપોર્ટ છે ?
સિદ્ધાર્થે કહ્યું મેં બધાં કેસ અને ઘટનાઓની ફાઈલો ચેક કરી છે આજે જે હોસ્પિટલ અને ફોરેન્સિકમાંથી જે રિપોર્ટ આવ્યાં છે એ પણ જોયાં છે... સર મને એવું લાગે છે કે જુદી જુદી ઘટનાઓ કે બનતા ગુનાનો એકજ ગુનેગાર ષડ્યંત્રી છે કારણકે બધાની કડીઓ એકબીજા સાથે જાણે જોડાય છે આ મારો અભિપ્રાય છે હજી કોઈ નિર્ણય પર આવી શકાય એવું નથી પણ અત્યાર સુધીની એનાલિસિસ મને એવું કહેવા પ્રેરે છે.
વિક્રમસિંહ બધું ધ્યાનથી સાંભળી રહેલાં એ બોલ્યાં સિદ્ધાર્થ તારી સાથે હું સંમત્ત છું પણ મારાં માટે વિશેષ ચિંતાનો વિષય દેવાંશ પણ છે કારણકે એ ક્યાંક ને ક્યાંક આમાં જાણે અજાણ્યે પરોવાયેલો છે વળી ચિંતાની બાબત છે કે આમાં કોઈ કાળી શક્તિનાં પરચા અને મેલી રમતો રમાઈ રહી છે અને પેલી સુંદર છોકરી એ કોણ છે ? એનું રહસ્ય અકબંધ છે મિલીન્દનાં કેસથી શરૂ થયેલી આ કહાની અટકવાનું નામ નથી લેતી બલ્કે એમાં નવા ને નવા પાત્રો અને કિરદારો જોડાતાં જાય છે અને કેસને પેચીદો બનાવી રહ્યાં છે ક્યાંથી શરૂ કરવું અને ક્યાં પૂરું કરવું નથી સમજાતું.
સિદ્ધાર્થે કહ્યું તમારી વાત સાચી છે પણ આપણે શોધીને લઈશું એ નક્કી છે સર હમણાં મને મિલીન્દના પાપા મળવા આવેલા એમની સાથેની મીટીંગ થયાં પછી મને એવું લાગે છે કે .... સિદ્ધાર્થ આગળ બોલે ત્યાં બાબુ પટાવાળો અંદર આવ્યો અને બોલ્યો સર કોઈ લેડી રિપોર્ટર આવી છે કહે છે મારે કમિશનર સર ને મળવું છે એમનો ઇન્ટરવ્યૂ લેવો છે શું કરું સાહેબ મોકલું?
વિક્રમસિંહે કહ્યું અત્યારે અમારે અગત્યની મીટીંગ ચાલે છે કહી દે પછી અગાઉથી સમય લઈને આવે અત્યારે શક્ય નથી.. બાબુએ કહ્યું ભલે.. ત્યાં સિદ્ધાર્થે બાબુને કહ્યું ઉભો રહે...પછી વિક્રમસિંહ સામે જોઈને કહ્યું સર એક મિનિટ..એને બોલાવી લો આપણે મળીએ.. વિક્રમસિંહે કહ્યું પણ સિદ્ધાર્થ એણે અગાઉથી...સમય લીધો નથી આમ અચાનક કેવી રીતે આવી શકે? સિદ્ધાર્થે કીધું તમે સાચા છો હું સમજુ છું પણ હમણાં હું બહાર એક જાળ બિછાવીને આવ્યો છું આપણને એને બોલાવવી લાભકારી થશે અને ભલે મીડિયામાં બધી ચર્ચા થાય હું એ ઈચ્છું છું એને બોલાવવા કહી દો.
વિક્રમસિંહ સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં અને કીધું ભલે પણ પછી આપણે કોઈ તારણ ઉપર આવવું પડશે. વિક્રમસિંહે કહ્યું બાબુ બોલાવ એ રિપોર્ટરને.. અને બાબુ ચેમ્બરની બહાર નીકળી ગયો.
સિદ્ધાર્થે એનો મોબાઈલ હાથમાં લીધો અને એમાં કંઇક સેટિંગ કર્યું તથા વિક્રમસિંહને કહ્યું સર આપણે અહીં નહિ એની સાથે કોન્ફરન્સ હોલમાં મીટીંગ કરીએ અને આપણે ત્યાં જઈ એને ત્યાંજ બોલાવીએ હું આગળ જઈને બાબુને કહું છું અને કાળુભાને કહી કોન્ફરન્સ હોલમાં જાવ હું વ્યવસ્થા ગોઠવી ત્યાં આવું છું, અને વિક્રમસિંહ ઉભા થઈ ચેમ્બરની બહાર નીકળી ગયાં.
સિદ્ધાર્થે કાળુભાને બોલાવી કોન્ફરન્સ હોલમાં ખાસ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી અને કાળુભા કોન્ફરન્સ રૂમમાં ગયાં. બાબુ પેલી રિપોર્ટરને લઈને ચેમ્બરમાં આવ્યો પણ ચેમ્બરમાં કોઈ નહોતું. એને આષ્ચર્ય થયું એણે કહ્યું મેડમ અહીં કોઈ નથી તમે બહાર વેઇટિંગમાં બેસો હું આવું છું કહી બાબુ સિદ્ધાર્થ પાસે આવ્યો અને બોલ્યો સર ચેમ્બરમાં મોટાં સાહેબ પણ નથી. સિદ્ધાર્થે કહ્યું તું એ મેડમને કોન્ફરન્સ હોલમાં થોડીવાર પછી બોલાવ. અને સાંભળ બાબુ એ મેડમ એકલાં છે કે કોઈ સાથે છે ?
બાબુએ કહ્યું નાં સર એ એકલાંજ છે કોઈ સાથે આવ્યું હોય એવું લાગતું નથી.. સિદ્ધાર્થે કહ્યું ભલે જ તું કોન્ફરન્સ હોલમાં લઇ આવજે એમનેમ આગળથી સમય લીધાં વિનાં ચાલ્યા આવે છે કઈ નહીં જા અંદર લઇ આવજે.
કોન્ફરન્સ હોલમાં વિક્રમસિંહ બેઠા હતાં એ કોઈ ફાઈલ લઈને અભ્યાસ કરતાં હતાં એમણે એમની બાજુમાં રાઇટર બોલાવીને બેસાડેલો. કાળુભાએ સિદ્ધાર્થ સરને અંદર આવતાં જોઈને કહ્યું અહીં બધી અરેન્જમેન્ટ ઓકે છે. સિદ્ધાર્થે કહ્યું ઓકે ગુડ પણ તું પેલા બે જણ પર નજર રાખજે આ ઈંટરવ્યુ આપીને આવુજ છું કાળુભા ઓકે કહીને ગયાં.
સિદ્ધાર્થ વિક્રમસિંહ પાસે પહોંચ્યો અને એમની બાજુમાંજ ચેર પર બેઠો બર્વેને કહ્યું હું ઈશારો કરું એટલે તમે મેં સૂચના આપી છે એમ ચાલુ કરી દેજો. બર્વે એ સંમત્તીમાં ડોકું ધુણાવ્યું.
ત્યાં બાબુ રિપોર્ટર મેડમને લઈને કોન્ફરન્સ હોલમાં આવ્યો અને એ પાછો બહાર નીકળી ગયો દરવાજો બંધ કરી દીધો.
વિક્રમસિંહે આવનાર રિપોર્ટરની સામે જોયું અને એને નખશીશ નિહાળી ત્યાં પેલી બોલી હેલ્લો સર મારુ નામ ડાયના ફ્રાન્સિસ છે હું બરોડા ટાઇમ્સની રિપોર્ટર છું એન્ડ આઈ એમ સોરી હું એપોઈન્ટમેન્ટ લીધાં વિનાં આવી ગઈ પણ મારી પાસે સમયજ નહોતો કે હું એપોઈન્ટમેન્ટ લઈને આવી શકું.
વિક્રમસિંહે કીધું વેલ બી સીટેટ એન્ડ ઇટ્સ ઓકે પણ તમારે અમારી પાસેથી શું જાણવું છે ? શેના અંગે ઇન્ટરવ્યુ લેવો છે ? અહીં એવું ખાસ બન્યું નથી કે એનાં માટે અમારે મીડિયાને કંઈ ન્યુઝ કે મસાલો આપવો પડે. PM ની વિઝિટ હતી એ ન્યુઝમાં હતાં હવે એપણ અહીંથી નીકળી ગયાં છે બાકી બધું રૂટિન ચાલી રહ્યું છે. બોલો શું પૂછવું છે ?
ડાયેનાએ કહ્યું સર તમારા બહુ ચર્ચિત કેસ અંગે વાત કરવા આવી છું જેમાં તમે આગળ કોઈ તપાસ કરી લોકોને સંતોષકારક જવાબ નથી આપ્યો વળી બધી તપાસ ગૂંચવાતી જાય છે એનાં અંગે પ્રકાશ પાડશો ? અને હમણાં ૧૦ મિનીટ પહેલાં શું થયું છે ? જાણો છો ? મિલિંદની બહેન ......
વધુ આવતાં અંકે - પ્રકરણ -64