Apshukan - 27 in Gujarati Fiction Stories by Bina Kapadia books and stories PDF | અપશુકન - ભાગ - 27

Featured Books
Categories
Share

અપશુકન - ભાગ - 27

રાત્રે વિનીત આવ્યો ત્યારે અંતરાએ પર્લને તેની રૂમમાં બોલાવી.. “પર્લ, આજે પ્રિયાંકના ઘરે જે થયું તે બધી વાત પપ્પાને કર.”

પપ્પા, આજે પ્રિયાંક મને પોતાના ઘરે લઈ ગયો હતો.. તેનાં મમ્મી- પપ્પાને મળાવવા… ત્યાં એ લોકોએ પહેલાં તો મારી સાથે સારી રીતે વાત કરી, પણ જેવી તેમને ખબર પડી કે મને છ આંગળીઓ છે… તરત જ તેમના મોઢાના હાવભાવ બદલાઈ ગયા. પહેલાં પાણી લઈ આવવાના બહાને પ્રિયાંકનાં મમ્મી રસોડામાં ગયાં. પછી તેમણે પ્રિયાંક અને તેના પપ્પાને પણ રસોડામાં બોલાવ્યા. હું હોલમાં જ બેઠી હતી. રસોડામાંથી પ્રિયાંકની મમ્મી મોટે- મોટેથી બોલી રહી હતી: “ પ્રિયાંક, પર્લને છ આંગળીઓ છે? તે આ વાત અમને પહેલાં કેમ કહી નહિ??”

“ મમ્મી, હા, પર્લને છ આંગળીઓ છે. તો એમાં શું થઈ ગયું? મેં પણ આ વાત પહેલાં નોટીસ કરી નહોતી… પછી મારું ધ્યાન ગયું, પણ ત્યાં સુધીમાં તો અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં.” પ્રિયાંકે પોતાનો પોઇન્ટ રાખ્યો.

“પ્રિયાંક, તને ખબર છે, છ આંગળીઓ વાળા અપશુકનિયાળ હોય? સોરી, પણ હું તારા માટે આવી યુવતીનો સ્વીકાર નહિ કરી શકું!!”

“મમ્મી, આ તું શું બોલે છે? આઈ લવ પર્લ… એટલે તો તને મળાવવા તેને ઘરે લઈ આવ્યો છું... એને છ આંગળીઓ છે, એનાથી કંઈ મારો તેના માટેનો પ્રેમ ઓછો નહી થઈ જાય. તું શું આવી બેઝલેસ વાતો લઈને બેસી ગઈ?? બહાર પર્લ બેઠી છે, એ સાંભળશે તો તેને કેટલું ખરાબ લાગશે?” પ્રિયાંક મમ્મી પર ભડક્યો.

“તું ગમે તે બોલ, પણ હું તારા માટે છ આંગળીઓ વાળી યુવતી પસંદ નહિ જ કરું…” પ્રિયાંકની મમ્મી તાડૂકી.

પપ્પા, આ સાંભળીને મને એટલું ઇન્સલ્ટ ફીલ થયું કે હું ત્યાંથી તરત જ નીકળી ગઇ.” પર્લ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

થોડી વાર પછી સ્વસ્થ થતાં પર્લ બોલી,

પપ્પા, મને આ આંગળીની સર્જરી કરાવવી છે...”

વિનીત, જો આ આંગળીથી પર્લના જીવનમાં અડચણો જ આવતી હોય તો આપણે સર્જરી કરાવી જ લઈએ...” અંતરાનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું.

એ સાંભળીને વિનીતે કહ્યું, “આટલી ઉતાવળ કેમ કરે છે આંગળીની સર્જરી કરાવવા માટે? પહેલા ડોક્ટરને તો મળો પર્લને મળાવ જો શું કહે છે ડોકટ? પછી આગળ વાત કરીશું.”

હવે કદાચ પર્લ કરતાં અંતરા વધુ અધીરી થઈ ગઈ હતી. તેની ધીરજનો બંધ જાણે તૂટી ગયો હતો.

બીજે દિવસે સવારે ઊઠીને અંતરાએ ભાઈ ચિરાગને ફોન લગાડયો...

ચિરાગ, કેમ છે? મજામાં? ચારુભાભી અને ટીના મજામાં?”

હા, હા… બધા ફર્સ્ટ ક્લાસ..બોલ, આજે સવાર સવારમાં ફોન કર્યો? શું થયું?” ચિરાગે ચિંતા જતાવી...

હા ભાઈ, મને આપણા જૂના પાડોશી નયનાબેનનો નંબર જોઈતો હતો. તને યાદ છે તેની દીકરી વિધિને છ આંગળીઓ હતીતે નાની હતી ત્યારે એ લોકોએ કયા ડોક્ટરને બતાવેલું? મને એ ડોક્ટરનો નંબર જોઈતો હતો...” અંતરાએ કહ્યું.

મને અત્યારે તો એ ડોક્ટરનું નામ યાદ નથી, પણ એ બહુ સારા ડોક્ટર હતા. તેમનું નામ પણ ખાસ્સું એવું પ્રસિદ્ધ હતું. પણ તને શું કામ પડ્યું એ ડોક્ટરનું?” ચિરાગે વિસ્મયતાથી અંતરાને પૂછ્યું…

કંઈ નહીં, તને મળીશ ને ત્યારે નિરાંતે કહીશ હમણાં થોડી જલ્દીમાં છું. તું મને નયનાબેનનો નંબર આપી દે, હું તેમની પાસેથી ડોક્ટરનો નંબર લઇ લઈશ.”

ચિરાગે નયનાબેનનો નંબર લખાવી દીધો.

મમ્મીને યાદી આપજે… તેમની તબિયત સારી છે ને?

હા, હા મમ્મી એકદમ મજામાં છે.”

ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ...”

અંતરા નયનાબેનને ફોન કરીને ડોક્ટરનો નંબર લઇ લીધો.

અંતાણી હોસ્પિટલમાં પોલીડેક્ટલી ફિંગર (વધારાની આંગળી) ની સર્જરીમાં ડો. મુકેશ બત્રાનું નામ ખૂબ જ જાણીતું હતું. છેલ્લાં ૨૫ વર્ષથી તેઓ આવી સર્જરી કરી રહ્યા હતા. તેમનો અનુભવ અને સચોટ માર્ગદર્શન પેશન્ટના મનમાં તેમના માટે વધુ અહોભાવ ઉત્પન્ન કરતા હતા.

અંતરાને કોઈ ચીલાચાલુ ડોક્ટરને કન્સલ્ટ કરવા જ નહોતા.. પર્લ માટે તે બેસ્ટમાં બેસ્ટ ડોક્ટરને કન્સલ્ટ કરવા માગતી હતી. ડોક્ટરની અપોઇન્ટમેંટ લઈ લીધી. મંગળવારે સવારે અગિયાર વાગ્યે બાંદ્રા અંતાણી હોસ્પિટલમાં પહોંચવાનું હતું.

અંતરાએ પર્લને જાણ કરી દીધી કે,મંગળવારની ડોક્ટરની અપોઇન્ટમેંટ નક્કી થઈ ગઈ છે. તું તે દિવસે ઓફિસમાં રજા રાખી દેજે… તારે પ્રિયાંકને સાથે લેવો છે? તો તેને જાણ કરી દે. એટલે તેને રજા લેવાની ખબર પડે.”

ના મમ્મી, આ બાબતે મને પ્રિયાંકને કંઈ નથી કહેવું. તું, હું અને પપ્પા આપણે ત્રણ જ જઇશું.” પર્લે કહ્યું.

મંગળવારે અગિયારમા પાંચ કમે પર્લ, અંતરા અને વિનીત ડો. મુકેશ બત્રાની કેબીનની બહાર પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં.

બરાબર અગિયાર વાગ્યે ડોક્ટરની કેબીનની બેલ વાગી અને તેમના સ્ટાફે અંદર જવા માટે ઈશારો કર્યો. ડોક્ટરની કેબિન વિશાળ હતી. બ્રાઉન કલરના ઓવલ શેપના ટેબલ પર જમણી બાજુએ ગણપતિની એન્ટીક મૂર્તિ હતી.. બે ત્રણ ફાઇલ્સ, નાનકડું પેન સ્ટેન્ડ, અને લેપટોપ હતું.

દૂધ જેવી પ્યોર વ્હાઈટ દિવાલો પર ડાબી બાજુએ પોલીડેક્ટલી ફિંગર અને ટોસ (પગની વધારાની આંગળી) ની અલગ અલગ ફોટો ફ્રેમ હતી, જેમાં દરેક ફોટોની બાજુમાં તેની બધી ડીટેઇલ લખેલી હતી. કેબિનના એક ખૂણામાં ઓફ્ફ વ્હાઈટ કલરના સોફા પર બ્રાઇટ ટોમેટો રેડ કલરના કુશન્સ એકદમ અટ્રેક્ટીવ દેખાતા હતા.

હેલો ડૉકટર, હાઉ આર યુ? ” વિનીતે ડોક્ટર સાથે હાથ મિલાવીને અભિવાદન કર્યું.

પંચાવન આસપાસની ઉંમરના, છ ફૂટ બે ઈંચ હાઇટ, શરીરનો બાંધો એકદમ પરફેક્ટ…ક્યાંયથી ચરબીના થર દેખાય નહિ, એવું કસાયેલું શરીર, મોઢા પર ગોલ્ડન ચશ્માંની ફ્રેમ તેમના ચહેરાને વધુ પ્રભાવિત કરતી હતી. તેમની કેબિનમાં પ્રવેશતાં જ જાણે તમારામાં પોઝિટિવ વાઈબ્સનો સંચાર થવા માંડે.

હાય, આઈ એમ ફાઈન. થેંક યુ… બાય ધ વે,પેશન્ટ કોણ છે?” ડોક્ટર બત્રાએ વિનીત સામે જોઇને પૂછ્યું.

માય ડોટર, પર્લ...

ઓહ! મને લાગ્યું કે તમે પેશન્ટ છો. યુ આર ઓલ્સો હેવિંગ પોલિડેક્ટલી ફિંગર… રાઈટ?” ડોક્ટર બત્રાનું ઓબઝર્વેશન સોલિડ હતું! વિનીત સાથે હસ્તધૂનન કરતી વખતે તેમણે છઠ્ઠી આંગળી ફીલ કરી લીધી હતી!

ઓહ! હાય.. પ્લીઝ, યુ ઓલ હેવ અ સીટ...”

ડોક્ટરે પર્લ સામે જોઇને કહ્યું, “યસ, શો મી યોર ફિંગર...

ડો. બત્રાએ પર્લને પોતાની રાઈટ સાઈડ પર ચેર હતી ત્યાં બેસાડી અને તેના હાથની આંગળીઓ ચેક્ કરવા લાગ્યા.

ટેલ મી, શું પ્રોબ્લેમ છે? આંગળીમાં કોઇ દુઃખાવો છે?”

ના ડૉકટર.” પર્લે સોફ્ટલી જવાબ આપ્યો.

ઓકે.આ પોલિડેક્ટલી ફિંગર તમારા રૂટિન વર્કમાં આડે આવે છે?”

નોટ એટ ઓલ...”

ધે? વોટ્સ ધ પ્રોબ્લેમ?”

આઈ વોંટ ટુ રીમૂવ ધિસ ફિંગર...” પર્લે મક્કમતાથી જવાબ આપ્યો.

જો તમને આ ફિંગર કાઢવી જ હતી, તો બાળપણમાં કેમ કાઢી નહિ? હવે તમને કેમ કાઢવી છે??”

પર્લ પાસે ડો. બત્રાના આ સવાલનો કોઈ જવાબ નહોતો

જુઓ, હું ડોક્ટર છું. આ સર્જરીના મને પૈસા મળશે, છતાં હું તમને એવી સલાહ આપીશ કે જો આ આંગળી તમને કોઈ તક્લીફ ન આપતી હોય તો તેને ન કઢાવો.”

અંતરા બધું સાંભળી રહી હતી, પણ હવે તે ચૂપ રહી શકે તેમ નહોતી

ડોક્ટ, કચૂલ્લી, તેના બોયફ્રેન્ડનાં માતા -પિતાને પોલિડેક્ટલી ફિંગરવાળી યુવતી નથી જોઈતી એટલા માટે મારી દીકરીને તેની સર્જરી કરાવવી છે.”

વ્હોટ? વ્હોટ રબ્બિશ??” ડો. બત્રા તાડુક્યા.

ક્રમશઃ