Vasudha - Vasuma - 18 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ -18

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ -18

વસુધા પ્રકરણ -18

વસુધા હાર લઈને આવે અને પીતામ્બર ને આવકાર આપે એવું જણાવવામાં આવ્યું નવો રિવાજ સ્વીકારવો પડ્યો અને વસુધા હાર લઈને આવી અને પીતામ્બરને વધાવ્યો. પાર્વતિબેનને નવા રિવાજ સામે સંકોચ હતો પરંતુ પુર્ષોત્તમભાઈની આંખનાં ઈશારે ચૂપ રહ્યાં અને વર પક્ષની માંગણી સ્વીકારી લીધી એમની ન્યાતમાં પણ નવો ચીલો ચિતરાઈ ગયો.

વસુધા અને પીતામ્બરનાં લગ્ન વિધિસર અને ખુબજ ધામધૂમથી થઇ ગયાં. બધાએ લગ્ન અને સહુનો આવકાર વખાણ્યો. વસુધાને લગ્નમાં જે કરિયાવર આપવામાં આવ્યું એવું બધાએ ખુબ વખાણ્યું અને બધાની જીભે એકજ વાત હતી કે પુરુષોત્તમભાઈએ ખુબ સારું કર્યું છોકરીને કોઈએ ના આપ્યું હોય એવું આપ્યું .

વિદાય વેળાએ વસુધાના આંખમાં આંસુ રોકાતાં નહોતાં પુરુષોત્તમભાઈને વળગીને રડી રહી હતી .પાર્વતીબેન અને દિવાળી ફોઈ વસુધાને આશ્વાસન આપી રહેલાં. દુષ્યંત વસુધાનો હાથ પકડીને કહી રહેલો દીદી દીદી તમે અમને છોડીને જાવ નહિ હું તમારી સાથેજ આવીશ. બધા પોતપોતાની લાગણી વ્યક્ત કરી રહેલાં.

વસુધાએ માં ને કહ્યું માં લાલીને મારે સાથે લઇ જવી છે તમે જે કઈ આપ્યું છે મને એ સામાજિક વ્યવહાર છે પણ મને લાલી આપો એ મારા હ્ર્દયની નજીક છે. લાલી સાથે તમે બધાં હશો એવી ભાવના થશે મારાં પિયરનું મારી સાથે કોઈ છે એવો કાયમ એહસાસ રહેશે. પાર્વતીબેન વસુધા સામે જોઈ રહ્યાં એમની આંખમાંથી આંસુ સાથે વાત્સલ્ય નીતરી રહેલું એમણે કહ્યું વસુધા મારી દીકરી હું બધું સમજું છું જાણું છું લાલી તારી સાથેજ આવશે.

દીકરી હું જાણું છું તું ખુબ સમજું છે લાગણીશીલ છે લાલી માટે તને અનહદ પ્રેમ છે અને લાલી એક મૂંગું પ્રાણી માત્ર નથી તારાં માટે એને પણ ખુબ લગાવ છે હું તારી સાથે નહીં હોઉં પણ લાલી હશે તો એ તારું ધ્યાન રાખશે વાત્સલ્ય વરસાવશે.

વસુધા આજે તારી વિદાય વેળાએ તને બે શબ્દ કહું છું દીકરીનો પગ પિતાનાં ઘરેથી સાસરે જવા બહાર નીકળે છે ત્યાં તું બધાને તારાં કરી દેજે પિયરની અને સસરાની ઈજ્જત બરાબર સાચવજે નિભાવજે તને મારે વધુ નથી કહેવાનું બસ સ્ત્રીનું આયખું મળ્યું છે એને પાળજે. દીકરી મને ખબર છે અજાણ્યું કુટુંબ માણસો ખોરડું હશે તારી પાસે બધાની ઘણી અપેક્ષાઓ હશે બધાની પુરી કરજે લાગણી અને પ્રેમ આપજે. માથે જવાબદારીઓ આવશે અને જો જીવનમાં સંઘર્ષ આવે તો એનો સામનો કરજે અહીં અમે તારાં માંબાપ છીએ પણ ત્યાં તને સાસુ સસરા મળશે. એમને તારા માતાપિતા ગણજે તો તને મુશ્કેલી નહિ પડે ગમે તેવા કપરાં સમયમાં પણ તને તારી જાતનો સધિયારો મળશે દીકરી ખુબ સુખી થાઓ અને આનંદમાં રહેજો.

દિવાળી ફોઈ બધું સાંભળી રહેલા એમને રડતી આંખે કીધું મારી દીકરી વિદાય વેળાએ હું માત્ર બે શબ્દ કહીશ મેં જીવન જીવ્યું છે બધું સહ્યું છે અને આજે એકલી છું પણ તારા પર મારો ભરોસો અચળ છે પારકાને પોતાના કરવાના છે ભલે અઘરું છે પણ અશક્ય નથી બે ઘરના ઉંબરા વચ્ચે જીવતી જીંદગી એટલે સ્ત્રી એ બધું સહી ઘસાઈને પણ કુળની આબરૂ જાળવે છે એટલેજ દીકરી કુળવધુ કહેવાય છે.

વસુધા રડતી આંખે બધું સાંભળી રહી હતી એણે કહ્યું માં...ફોઈ .. મારી કોઈ ફરિયાદ નહિ આવે અને મને ખબર છે કે જન્મ આપનાર માતાપિતાનું ઘર કે સાસરીનું ઘર બંન્ને વચ્ચે સ્ત્રી એકલીજ છે એનું બેમાંથી એક ઘર પોતાનું નથી હોતું એ વાસ્તવિકતા છે પિતા અસાધારણ વાત્સલ્ય આપે માં સંસ્કાર શિક્ષણ આપી વિદાય આપે છે અને સાસરીનાં ઘરમાં ફરજો નિભાવે સંઘર્ષ કરે બધાને સાચવે સંભાળ લે છતાં સ્ત્રી ને કેટલો પ્રેમ સમ્માન મળે એ માત્ર ભાગ્ય નક્કી કરે છે. સમજણ આવી ત્યારથી મેં સ્વીકારેલું છે મારી ચિંતા ના કરશો તમે આપેલી શીખ હું મારા મનમાં ગાંઠ બાંધીને જઉં છું પણ લાલી મારી સાથે છે એ મારી માવતર જ છે એમ કહી માતા પિતાને પગે લાગી અને પુરુષોત્તમભાઈ - પાર્વતીબેન અને દિવાળી ફોઈએ છાતીએ લગાવી અને ડુસકા અને રુદન સાથે વિદાય આપી.


દુશ્યંત વસુધાને વળગી પડ્યો અને બોલ્યો દીદી તમારા વિના હું સાવ એકલો પડી જવાનો હું શું કરીશ ?દીદી તમે આવતા જતાં રેહજો મને યાદ કરજો અને વસુધાએ રડતી આંખે એણે વહાલથી વળગીને વિદાય લીધી.

**********

વસુધા સાસરે આવી....પીતામ્બરનાં હાથ પકડીને એણે નવતર જીવનની શરૂઆત કરી એનાં ઘરે આવીને ઉંબરો ઓળંગતા પહેલાં ઘર અને ધરતીને પગે લાગી એણે પોંખવા અને આવકાર આપવા સરલા દીદી દરવાજે ઉભા હતાં અને દરવાજે હાથ રાખીને રિવાજ નિભાવી રહી હતી.પિતાંબરે હસતાં હસતાં સરલાને ચાંદીના પાત્રમાં પૈસા ભરીને આપ્યાં અને બોલ્યો મારી બહેન અમારાં પરણિતજીવનનું આ પગલું અમને સાથે ભરવા દે અને તારી ભાભીને આનંદથી પ્રવેશ કરવા દે અને સરલાને પગે લાગ્યો.

સરલાએ હસતાં હસતાં બંન્નેને આશીર્વાદ આપ્યાં અને કહ્યું વસુધા આ ઘરનો પ્રવેશ તને જીવનમાં ખુબજ સુખ અને આનંદ આપે ક્યારેય જીવનમાં દુઃખ ના પહોંચે એવા આશીર્વાદ અને શુભકામના છે. વસુધા સરલાને વળગી પડી અને બોલી સરલાબેન તમે પહેલાં મારાં સહેલી છો પછી મારાં મોંઘેરા નણંદ સદાય અમારાં સાથમાં રેહજો. સરલાની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં એણે કહ્યું મારી સહેલી છું તું પહેલાં પછી ભાભી હું સદાય તારા સાથમાં રહીશ .

સરલા તથા કુટુંબીઓએ ફૂલોથી વસુધાને વધાવી અને ઘરમાં લાવ્યાં. વસુધાએ ઘરમાં પ્રવેશ કરી તરતજ ઘરની પૂજા તરફ ગઈ અને ત્યાં માંમહાદેવનાં આશીર્વાદ લીધાં. પીતામ્બર વસુધા તરફજ તાંકી રહેલો.

વસુધાએ સાસુ સસરાના ફરીથી આશીર્વાદ લીધાં પછી પીતામ્બરને કહ્યું મારી લાલી મારી સાથે આવી છે એણે પણ વધાવી ગમણમાં સ્થાન આપો એવું ઈચ્છું છું ત્યાં સરલાએ કહ્યું વસુધા અમને ખબર છે ટેરો લાલી સાથે લગાવ એની વ્યવસ્થા થઇ ગઈ છે એણે પાણી અને ખોળ પણ આપી દીધો છે પછી શાંતિથી તું મળી લેજે.

ભાનુબહેને કહ્યું વસુધા તું આ ઘરમાં વહુ થઈને ભલે આવી પણ જેવી મારી સરલા એવીજ તું મારી દીકરી અમે તને એટલો પ્રેમ આપીશું કે તું તારાં માવતરને ભૂલી જઈશ વિશ્વાશ રાખજે બેટા તને ક્યાંય કયારેય ઓછું નહીં આવવા દઈએ અને વસુધા ભાનુબેનને વળગી પડી અને આંખો ઉભરાઇ ગઈ.

**********
વસુધાને સાસરામાં ખુબ લાગણીસભર અને પ્રેમ આવકાર મળ્યો. સાંજ પડી ગઈ સવારથી કઈ ખબરજ ના પડી. ગામની સ્ત્રીઓ વસુધાને જોવા આવીને ગઈ. ભાનુબેને કહ્યું હવે વસુધાને આરામ કરવા દો હવે અહીજ છે પછી શાંતિથી મળજો. વસુધા આવી એવી ભાનુબેન અને સરલાની મદદ માં રહેવા લાગી.

સરલાએ કીધું વસુધા પીતામ્બર પાસે બેસો પછી કાયમ આજ કરવાનું છે અને વસુધા શરમાઈ ગઈ સરલા પીતામ્બરનાં રૂમમાં વસુધાને મૂકી ગઈ અને પીતામ્બર વસુધા પાસે આવ્યો અને બોલ્યો હું ક્યારનો અહીં એકલો બેસી રહ્યો છું અને તું આવી એવી કામમાંજ વ્યસ્ત છે હવે મારી પાસે બેસ આપણે વાતો કરીએ.

રાત્રિનો પ્રહર આવ્યો વસુધા અને ઘરમાં બધાં પરવારીને પોતપોતાનાં રૂમમાં ગયાં. વસુધા પણ રૂમમાં આવી ગઈ. આવીને તરતજ એણે રૂમમાં ઘીનો દીવો કર્યો અને પ્રાર્થના કરી. પીતામ્બર બધું જોઈ રહેલો એ ક્યારનો આકળવિકળ થઇ રહેલો વસુધા નજીક આવી અને એણે એનો હાથ પકડીને કહ્યું હવે બધું પરવારી ગઈ હોય તો મારી પાસે બેસ. એમ કહીને એણે રૂમની લાઈટો હોલવી નાંખી અને બોલ્યો આ અંધારી રાતમાં મારો પૂનમનાં ચાંદ જેવી તું અજવાળું કરી રહી છે મને આકર્ષી રહી છે આવીજા એમ કહી વસુધાને વહાલથી પોતાનાં તરફ ખેંચી લીધી. વસુધાએ કહ્યું વાહ તમેતો આજે કવિ બની ગયાં છો એમ કહી હસી અને પીતામ્બરનું અને વસુધાનું હાસ્ય એકમેકનાં મિલાનમાં ભળી ગયું.
**********

અવંતિકા ક્યારની વસુધાની વાતો વાંચી રહેલી એણે વિચારો આવ્યાં કે કેટલી સમજણ કેવાં સઁસ્કાર કહેવું પડે ક્યાંય ખોટી ઉત્તેજના નથી નથી ઉછાંછળું વર્તન કે વ્યવહાર કેવો નિર્મળ પ્રેમ છે એમાંય સાસરે આવીને ગૃહપ્રવેશ કરીને તરતજ એની લાલી ની વાતો કરે છે. અને અવંતિકા એનાં લગ્ન અને ગૃહપ્રવેશની યાદગીરીમાં ખોવાઈ ગઈ અને પ્રેમ સંતોષનું અશ્રુબિંદુ આંખમાંથી ટપકી ગયું....


વધુ આવતા અંકે - પ્રકરણ 19