Jivan Sathi - 24 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 24

Featured Books
Categories
Share

જીવન સાથી - 24

મોનિકા બેન આન્યાના મોંમાંથી સરી પડેલા "મોમ" શબ્દથી ભાવવિભોર થઈ જાય છે અને આન્યાને માથે હાથ ફેરવતાં કહે છે કે, " ધીમે ધીમે તને બધું જ યાદ આવી જશે બેટા અત્યારે તું નાહી ધોઈને તૈયાર થઈ જા અને તારા ગમતાં કપડા પહેરી લે આજે તને મળવા માટે તારા ફ્રેન્ડસ આવવાના છે. " અને આન્યા રેડી થવા માટે પોતાના વોશરૂમમાં જાય છે. મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતા ઘણી રાહત અનુભવે છે..

આન્યાને મળવા માટે તેના ફ્રેન્ડસ સંયમ, કંદર્પ અને સીમોલી જે તેની સાથે હોંગકોંગ બેંગકોકની ટૂરમાં ગયા હતા તે ત્રણેય આવે છે એટલે મોનિકા બેન આન્યાને કહે છે કે, તું શાંતિથી તારા ફ્રેન્ડસ સાથે બેસીને વાતો કર હું તમારા બધા માટે કંઈક ગરમા-ગરમ નાસ્તો બનાવીને લાવું. પછી તરત જ આન્યાને પૂછે છે કે, શું બનાવું બેટા ? તારા ફેવરિટ બટાકા પૌંઆ બનાવું ને ? આન્યા તરતજ હા માં ઉત્તર આપતા કહે છે કે, હા મોમ બટાકા પૌંઆ જ બનાવી દે મેં બહુ દિવસથી તારા હાથના પૌંઆ નથી ખાધા અને મોનિકા બેન કીચનમાં પૌંઆ બનાવવા માટે જાય છે અને આન્યાના ફ્રેન્ડસ તેની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને એક પછી એક ત્રણેય જણ તેમણે એ ટૂરમાં શું શું એન્જોય કર્યું અને કેવી મજા આવી તે વિશે આન્યાને યાદ અપાવવાની કોશિશ કરે છે અને સીમોલી તો પોતાના મોબાઈલમાંથી હોંગકોંગ બેંગકોકમાં પાડેલા બધાજ ફોટોગ્રાફ્સ પણ આન્યાને બતાવે છે. આન્યાને ફોટોગ્રાફ્સ જોઈને એટલી તો ખબર પડી જાય છે કે, આ લોકો જે કંઈપણ કહે છે તે સાચું છે પણ પછી તેને પ્રશ્ન એ થાય છે કે તો પછી મને કશું જ યાદ કેમ નથી આવતું..!!

આમ, આન્યા પોતાના ફોટા જોઇને ખુશ થઈ જાય છે અને પોતાના દિમાગ ઉપર ભાર આપવાની કોશિશ કરે છે પરંતુ તેને કંઈ ખાસ યાદ આવતું નથી એટલામાં મોનિકા બેન બટાકા પૌંઆ લઈને આવે છે એટલે આન્યા ફરીથી તેની મોમને ફરિયાદ કરે છે કે, મને શું થઈ ગયું છે મને કંઈ યાદ કેમ નથી આવતું ? એટલે મોનિકા બેન તેને ફરીથી પ્રેમથી સમજાવવાની કોશિશ કરે છે કે, તને ધીમે ધીમે બધું જ યાદ આવી જશે બેટા. અને આમ આન્યા પોતાનું મન વાળી લે છે અને સીમોલીને અને સંયમને પોતાના અભ્યાસ વિશે પૂછે છે ત્યારે તેને ખબર પડે છે કે મારું રિઝલ્ટ આવી ગયું છે અને મારે હવે આગળ કોલેજમાં એડમિશન લેવાનું છે.

આન્યાના ફ્રેન્ડસ તેને પોતાની ભૂતકાળની ઝલક તેની નજર સમક્ષ મૂકીને પોત પોતાના ઘરે જાય છે અને આન્યા મમ્મીને પૂછીને પોતાનું રિઝલ્ટ શોધવા માટે પોતાનું વોડ્રોબ ખોલે છે એટલામાં તો મોનિકા બેન પોતાના હાથમાં આન્યાનું રિઝલ્ટ લઈને આવે છે અને આન્યાના હાથમાં આપે છે અને સાથે તેને 93% લાવવા બદલ કોન્ગરેચ્યુલેશન પણ કહે છે.

આન્યા બીલીવ નથી કરી શકતી કે પોતાને આટલા બધા પરસન્ટેજ આવ્યા હોય એટલે તે મોમને પૂછે છે કે, આ મારું જ રિઝલ્ટ છે ને ? અને મોનિકા બેન તેને રિઝલ્ટ ઉપર પોતાનું નામ વાંચવા કહે છે જે વાંચીને આન્યાને ખાતરી થઈ જાય છે કે, હા આ તો મારું જ રિઝલ્ટ છે અને પછી તેને યાદ આવે છે કે, હું મારા ગ્રેજ્યુએશનના એડમિશન માટે પપ્પા સાથે ચર્ચા કરતી હતી અને પછી મામાને ઘરે રહેવા જવાની હતી અને ત્યારબાદ સંયમ આ હોંગકોંગ બેંગકોકની ટૂરની વાત લઈને આવ્યો અને અમે ચારેય ફ્રેન્ડસ આ ટૂરમાં ગયા અને પછી... પછી શું થયું..? તે પ્રશ્ન તેણે મોનિકા બેનને પૂછ્યો એટલે મોનિકા બેને તેને પોતાની બાજુમાં શાંતિથી બેસાડી અને તે ઘરેથી ટૂરમાં જવા માટે નીકળી ત્યારથી અત્યાર સુધીમાં તેની સાથે જે પણ બન્યું તે બધીજ વાત તેને કહી સમજાવી અને ધીમે ધીમે તેને વર્તમાન તરફ પાછી ખેંચી લાવ્યા હવે આન્યાના મગજમાં આ આખુંય ચિત્ર ગોઠવાઈ ગયું અને તરત જ તે પોતાની મોમ મોનિકા બેનને ભેટી પડી અને રડવા લાગી અને સાથે સાથે એમ પણ કહેવા લાગી કે હું હવે તને અને ડેડને છોડીને ક્યાંય નહીં જવું.. અને પોતાના ડેડ અત્યારે ક્યાં છે તેમ પૂછવા લાગી.

મોનિકા બેન તેને પોતાના બેડરૂમમાં લઈ ગયા જ્યાં ડૉ. વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આન્યા પોતાના ડેડને વળગીને ખૂબજ રડવા લાગી. ડૉ‌ વિરેન મહેતાની આંખમાં પણ આંસુ આવી ગયા અને એક હ્રદયદ્રાવક દ્રશ્ય સર્જાઈ ગયું.

ડૉ‌. વિરેન મહેતાએ આન્યાને શાંત પાડી અને મોનિકા બેનને તેની દવા તેને આપવા કહ્યું જેથી આ બધી વાતોની આડ અસર તેના દિલોદિમાગ ઉપર ન પડે અને તે બિલકુલ નોર્મલ જ રહે.

અને પછી ડૉ. વિરેન મહેતા આન્યાને પૂછવા લાગ્યા કે, " હવે આગળ શું ભણવાનું છે આ મારા વાઘને..? "
અને આન્યાએ જવાબ આપ્યો કે, હું વિચારીને તમને કહું ડેડ...
હવે આન્યા શું બનવાનું વિચારે છે તે આપણે આગળના ભાગમાં જોઈએ...

~ જસ્મીના શાહ'જસ્મીન'
દહેગામ
25/11/2021