મિત્રો પણ ત્યારે સામા આવશે.
હરપળે હરઘડી નજરે આવશે.
ઘર આંગણે મહાભારત આવશે.
વ્યથાનો પોટલો ધીરે જ આવશે.
દિલ જીતવા ચરિત્ર કામ આવશે.
તું શરૂઆત તો કર,
નથી આ દુનિયામા કોઈ ખુશી તું શરૂઆત તો કર,
જીવિલે થોડું પોતાના માટે તું શરૂઆત તો કર.
મનમાં ને મનમાં શુ મુંજાયા કરે છે,
પોતાની જાતેજ પોતે દુઃખી થયા કરે છે,
પોતાની રીતે એકાદ ડગલું તો ભર,
થઈ જશે હળવું તારું મન તું શરૂઆત તો કર.
વાતો પેલાની યાદ કરીને શુ કામ રડ્યા કરે છે,
પોતાના દિવસો આમજ પસાર કર્યા કરે છે.
નથી અહીં કોઈ એકબીજા પર નિર્ભર,
ઉભો થા પોતાની જાતેજ તું શરૂઆત તો કર.
ખોટું સ્મિત આપી અંદરથી બળ્યા કરે છે,
આમજ પોતાની સાથે જાતને પણ બાળ્યા કરે છે,
તું પોતાના વિશે કોઈક દિ વિચાર તો કર,
પારખી જઈશ તું પોતાને પણ તું શરૂઆત તો કર.
નાના અમથા દુઃખોને જાતેજ ખૂબ મોટા કર્યા કરે છે,
રાત દિવસ બસ તેની પાછળ મર્યા કરે છે,
કાઢી નાખ મનમાંથી જે પણ હોય એ ડર,
મજા આવશે તને જિંદગી જીવવાની તું શરૂઆત તો કર
પ્રતીક ડાંગોદરા
હિંમત રાખ
તું પણ જીતવાનો દમ રાખી શકે એમ છે હિંમત રાખ,
તું પણ સૌની જેમ આગળ જઇ શકે છે હિંમત રાખ.
હારી ગયેલા માફક કેમ બેસી ગયો છે,
વારે વારે તેનો જ કેમ અપશોષ કર્યા કરે છે.
એક નવી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખ,
થઈ જશે સઘળોય બેડો પાર બસ હિંમત રાખ.
બીજાની વાતમાં કેમ આટલો મશગુલ થઈ જાય છે,
પોતાની તુલના હમેશા બીજાની સાથે કર્યા કરે છે,
પોતાની જાત ઉપર થોડો તો ભરોસો રાખ,
ભરી શકે દરેક ડગલું તું પણ બસ હિંમત રાખ.
નાની અમથી આ વાતમાં તું એટલો બધો મુંજાય છે,
મનની સાથે એકલા એકલા શુ રમત રમ્યા કરે છે,
તારું આ સંચળ મન પોતાના કાબુમાં રાખ,
આવી શકે તું પણ દુનિયા સમક્ષ બસ હિંમત રાખ.
પ્રતીક ડાંગોદરા
અસ્તિત્વને કેમ માણતા હશે?
ભૂતકાળને જે જાણતા હશે.
એ આટલા બધા સારા હશે?
દોષો બીજાના જે ગણતા હશે.
કેટલી મજબૂરી હશે બેઉને?
છુપાય છુપાયને મળતા હશે.
એ જાણીને મેં પેલા માંગી લીધું,
દુવા પણ હરોળમાં આપતા હશે.
હવે દર્દની વાત પણ કોને કહેવી,
કોઈના ન થયા એ આપણા થતા હશે?
પ્રતીક ડાંગોદરા
આપત્તિ કંઈક આવી જ હતી
એક પછી એક સામે જ હતી,
કહું પણ કોને હવે દર્દની વાતો,
અંગત વ્યક્તિ ક્યાં પાસે હતી.
સરળ જીવન કરતા થાકી ગયો,
જીવવાની રીત અટપટી હતી.
આખરે તે પણ મને છોડી ગઈ,
વ્યક્તિ જે કાલ સુધી સાથે હતી.
તમને પણ હવે ક્યાં કાંઈ કહેવું,
વ્યથા પણ મારથી ટેવાયેલી હતી.
પ્રતીક ડાંગોદરા
સારું
આ 'દી' ઓગળી જાય તો સારું,
ઉષા સાથે સંબંધ બંધાય તો સારું.
સ્પર્શથી તેના ભીંજાય ગયેલો છું,
આ કવિતાં સરખી રચાય તો સારું.
જુદાઈ,વિયોગ,વિરહ બધું છોડો,
વર્તમાનને મોજથી મણાય તો સારું.
ટેકા વિનાની ટેકરી અડીખમં ઉભી,
પવન કોઈ શરારત ન કરે તો સારું.
મંજિલથી તે ભટકી થઈ ગયેલો છે,
માર્ગમાં કોઈ પરામાર્શક મળે તો સારું
પ્રતીક ડાંગોદરા
ભીડમાં પણ અળગો હોવો જોઈએ,
માનવી રોજે આનંદમાં હોવો જોઈએ.
પ્રસ્વેદ પણ હવે કોક દી હાંફી જશે,
દિ કસોટીએ ગુજરેલો હોવો જોઈએ.
હદથી વધુ તો કાંઈ જ ચાલશે નહિ,
પ્રેમ પણ થોડો માપમાં હોવો જોઈએ.
આંખને તે મારી ધોકો આપી ગયા,
નક્કી ખેલ ઝાંઝવાનો હોવો જોઈએ.
સબંધ ટકાવવા હવે એજ ઉપાય રહ્યો,
ગુસ્સો પણ થોડો પ્રેમથી હોવો જોઈએ.
પ્રતીક ડાંગોદરા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏