૩-૪ મહિના વીતી ચૂક્યા હતા, પણ રિયા નો કોઈ ફોન કે મેસેજ મારા ઉપર આવ્યો ન હતો. મેં પણ એને ફોન મેસેજ કરવાની જહેમત ઉઠાવી ન હતી.
અંકલેશ્વર ઉધોગિક જોન માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી ની બધી જ કંપનીઓના કર્મચારીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્વેચ્છા એ જેમને રક્તદાન કરવું હોય એમને માટે ખુલ્લું આમંત્રણ હતું. હું એ પણ રક્તદાન કરવાનું વિચાર્યું, જેથી હું પણ થોડા પુણ્યનો ભાગીદાર બનું.
હું રક્તદાન કરવા માટે કંપનીની ગાડીમાં રક્તદાન શિબિર માં જવા માટે નીકળ્યો. મને થોડું સારું ન લાગતાં મેં રસ્તામાં એક પાનના ગલ્લા એ ગાડી ઉભી રખાવી એને ત્યાં થી એક ગોલ્ડ ફ્લેક સિગરેટ લીધી. સિગરેટ ખતમ કર્યા બાદ હું ગાડીમાં બેસી રક્તદાન શિબિર તરફ જવા નીકળ્યો અને થોડીવાર બાદ હું ત્યાં પહોંચી ગયો.
ત્યાં જઈ મેં મારું આઈડી બતાવ્યું અને ત્યાં આવવાનું કારણ જણાવ્યું. એમને મને થોડી વાર રાહ જોવા કહ્યું.થોડીવાર પછી એક સિસ્ટર આવી મને અંદર લઈ ગયા.
બ્લડ લેતા પહેલાં એમને મારા ધબકારા તપસ્યા જે નોર્મલ કરતાં વધારે હતા.
' શું તમે સ્મોક કર્યું છે ?' નર્સે પુછ્યું.
' હા, કોઈ પ્રોબ્લેમ ?' મેં પૂછ્યું.
' સ્મોકિંગ કરવા ના કારણે તમારાં ધબકારા વધારે આવી રહ્યા છે, માટે અમે તમારું બ્લડ નહિ લઈ શકીએ. બ્લડ લેશું તો તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.' નર્સે કહ્યું.
' શું થયું ? કઈ પ્રોબ્લેમ છે ?' પાછળથી એક લેડી નર્સે પુછ્યું.
' આ ભાઈ સ્મોકિંગ કરીને આવ્યા છે, તો હું એમનું બ્લડ કંઈ રીતે લઈ શકું.' નર્સે કહ્યું.
' તમને ખબર નથી કે બ્લડ આપતાં પહેલાં કોઈ પણ જાતનો નશો કે સ્મોકિંગ કરવું વર્જિત છે.' બીજી નર્સે મારા તરફ નજર કરતા કહ્યું.
' રીયા તું ?' મેં આશ્ચર્ય સાથે કહ્યું.
' ઓહ તો નિખિલ સાહેબ તમે છે. તારી પાસે જ આવી આશા રાખી શકાય. તને કેટલો સમજાવ્યો પણ તું છે કે માનવા રાજી નથી. ક્યારે છોડશે તું આ બધું ? શું કામ તું પોતાની દર્દ આપે છે. શું મળે છે આ બધું કરવાથી ?' રીયા એ પૂછ્યું.
' મનને શાંતિ મળે છે અને હું મારા ભૂતકાળ થી દુર રહું છું. હવે આ જ મારા સાચા સાથી છે જેમને હું છોડી નહિ શકું. હું દુઃખી હતો ત્યારે એમને જ મન સહારો આપ્યો હતો. હવે હું એમની સાથે બેવફાઈ કેવી રીતે કરું.' મેં કહ્યું.
' પણ આગળ જતાં કોઈ પ્રોબ્લેમ થશે તો ?' રિયાએ કહ્યું.
' મારી જે પ્રોબ્લેમ છે, જેને હું ફેસ કરી રહ્યો છું એની સામે તો એ પ્રોબ્લેમ કંઈ નહિ હોય.' મેં કહ્યું.
' જેવી તારી મરજી. તું મન ફાવે એવું કર, એમ પણ તું ક્યાં મારો માનવાનો છે. તું મન ફાવે એવું કર બસ.' રિયાએ કહ્યું.
' હા, એ તો તું ના કહેશે તો પણ હું મારા મનનું જ કરીશ.' મેં હસતાં હસતાં કહ્યું.
' બાય ધ વે, આમ અંકલેશ્વર ક્યાં થી ?' મેં પૂછ્યું.
' મારી હોસ્પિટલ માંથી અમુક સભ્યો ને રક્તદાન શિબિર માં જવાનું કહેવામાં આવ્યું હતું. તો હું એ વિચાર્યું કે હું જ જઈ આવું જે થી હું તને મળી શકું. એમ પણ કેટલા સમય થી આપણે મળ્યા નથી અને વાત પણ નહોતી કરી માટે.' એણે કહ્યું.
' તો તું ક્યાં રોકાઈ છે ?' મેં પૂછ્યું
' ભરૂચ ના તુલસી ધામ વિસ્તારમાં અમારા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હું ત્યાં જ થોડા દિવસ રોકાઈશ.' એણે કહ્યું.
' તો હવે મને તારી સ્ટોરી જાણવાનો મોકો મળશે.' મેં કહ્યું.
' હા, પણ એના માટે તારે મને મળવું પડશે.' રિયાએ કહ્યું.
' હું તો તૈયાર છું, તું કહે ક્યાં અને ક્યારે મળવાનું છે. એવું હશે તો હું પણ થોડા દિવસ ભરૂચ રહેવા આવી જઈશ. જે થી આપણે મળી શકીએ.' મેં કહ્યું.
' ઠીક છે તો કાલે સાંજે મળીયે.' રિયાએ કહ્યું.
' ઓકે તો કાલે સાંજે ૭ વાગ્યે આપણે આઇનોકસ થિયેટર પાસે મળીશું.' મેં કહ્યું.
' ઓકે, દન.' એમ કહી હું રીયા થી અલગ થયો અને મારા કામ ઉપર પરત ફર્યો.
હું નોકરી પર થી ઘરે એવી સામાન પેક કરી ભરૂચ માસીના ત્યાં રેહવાં આવી ગયો. સદનસીબે મારા માશી પણ તુલસી ધામ માં જ રહેતા હતાં.
બીજા દિવસે નોકરી પર થી આવી હું ૭ વાગ્યે રિયાને મળવા આઇનોકસ પહોંચી ગયો. થોડીવાર બાદ રીયા પોતાની ફ્રેન્ડ સાથે એક્ટિવા લઈને આવી. એની મિત્ર એણે ત્યાં મૂકીને જતી રહી. રિયા મને શોધી રહી હતી. મેં એને ઈસરો કરી મારી પાસે બોલાવી લીધી.
' ભૂખ લાગી છે ?' મેં રિયાને સીધું પુછ્યું
' હા, લાગી છે ને ?' રિયાએ કહ્યું.
' મસાલા ઢોંસા ફાવશે ?' મેં પૂછ્યું.
' મને તો બધું જ ફાવે.' એણે કહ્યું.
અમે બંને ઢોંસા ની લારી પાસે ગયા અને બે મસાલા ઢોંસા નો ઓડર આપી ટેબલ આવીને બેસી ગયા. આજુ બાજુ પણ ઘણી ફૂડની લારીઓ હતી.
' પહેલાં આપણે પેટ ભારી લઈએ, પછી અપને આઇસક્રીમ ખાતા જઈને વાતો કરીશું.' મેં કહ્યું.
' હા, પહેલાંની જેમ.' રિયાએ હસતાં કહ્યું.
' હા, રાત્રી બજારની જેમ.' મેં કહ્યું.
થોડીવાર બાદ ઢોંસા ની પ્લેટ આવી જેને અમે બંને એ પ્રેમ થી આરોગી. ઢોસા પતાવ્યા બાદ અમે આઇસક્રીમ પાર્લર માં જઈને બેઠા. મેં બે વેનીલા આઈસ્ક્રીમ નો ઓર્ડર આપ્યો.
' આટલામાં તારું પેટ ભરાઈ ગયું.' રિયાએ કહ્યું.
' ના રે, ઘરે જઈને પછી જમવું પડશે, નહિ તો પોલ પકડાઈ જશે.' મેં કહ્યું.
રિયા મારી વાત સાંભળી જોર જોર થી હસવા લાગી. હું પણ એની સાથે હસવા લાગ્યો.
' મેડમ, આજે તમારો વારો છે ખબર છે ને તમને ! આજે હું મારી સ્ટોરી કહેવા માટે નહિ પણ તમારી સ્ટોરી જાણવા માટે ઉપસ્થિત થયો છું.' મેં કહ્યું.
' ઓકે, તો સંભાળ.....
( વધું આવતાં અંકે ).