Badlo - 29 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 29)

The Author
Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બદલો - (ભાગ 29)


ઊંચા પહાડો જેવા હિલ સ્ટેશન ઉપર આવીને બધા ખૂબ ખુશ હતા...

શીલા એ ગોઠણ થી ઉપર નું ફીટ થઇ જાય એવું સફેદ વનપીસ પહેર્યું હતું...એના રેશમી વાળ ખુલ્લા હતા ,એના ચહેરા ઉપર મેકઅપ હતો, એના હોઠ ગુલાબી રંગથી રંગેલા હતા...શીલા કોઈ ફિલ્મ સ્ટાર જેવી દેખાઈ રહી હતી...એના ગોઠણ થી નીચે સુધીના લાંબા સુવાળા પગ તબકાઈ રહ્યા હતા ...

નિખિલ ને પોતાની પત્ની ની સુંદરતા જોઈને એક વાર પોતાના ઉપર અભિમાન થઈ આવ્યું...અને બીજી જ ક્ષણે પોતાની ખાલી નામની કહેવાતી પત્ની જોઇને ગુસ્સો આવી ગયો...

નીયા એ બ્લૂ જીન્સ ઉપર સફેદ શોર્ટ ટીશર્ટ પહેર્યું હતું...એના વાળ ખુલ્લા હતા...એના ચહેરા ઉપર મેકઅપ ના નામે આંખમાં કાજલ અને હોઠ ઉપર આછી ગુલાબી રંગેલી લિપસ્ટિક હતી...એ ખૂબ સિમ્પલ દેખાતી હતી પરંતુ ખૂબ સુંદર લાગી રહી હતી...

અભી અને નીયા સાથે જ રહેતા હતા... પરંતુ શીલા એક મિનિટ માટે પણ અભી ને છોડતી ન હતી એ એની પાછળ પાછળ જ ફર્યા કરતી હતી....એટલે નિખિલ શીલા ને લઈને થોડે દૂર સુધી ચાલ્યો ગયો....

અભી અને નીયા બંને એ ઘણો સમય સાથે વિતાવ્યો હતો...

પર્વત ની ટોચ ઉપર પહોંચીને અભી અને નીયા પવન ની લહેર નો આનંદ લઇ રહ્યા હતા...
નીયા તરફ નજર કરીને રોમેન્ટિક મૂડમાં માં એણે નીયા નો હાથ પકડ્યો ...અને એની તરફ ખેંચી...

પોતાનો એક હાથ નીયા ના હાથ માં અને બીજો હાથ એની કમર માં પરોવીને એની સાવ નજીક લાવીને ઉભી રાખી હતી...
બંનેના શ્વાસ એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા...પોતાના હોઠ નીયાના કાન પાસે લઈ જઈને અભી બોલ્યો...

"આઈ લવ યુ...."

સાંભળતા જ નીયા શરમાઈ ગઈ અને અભી ને પોતાના થી દુર ખસેડીને ત્યાંથી દોડવા લાગી....

શીલા અને નિખિલ બંને પર્વત ઉપર થી દેખાતા ઝરણાના ધોધ ને જોઈ રહ્યા હતા ... દેખાતી આવી રોમેન્ટિક જગ્યા ઉપર નિખિલ પણ પોતાની સુંદર પત્ની ને જોઇને રોમેન્ટિક બની ગયો....

પાણીના ધોધ ને નિહાળતી શીલા ની નજીક આવીને એના પાછળ ના બધા વાળ ખભે થી થોડા દૂર ખસેડીને પોતાના હોઠ શીલા ના કાનની નીચે અને ગળા ઉપર મૂકી દીધા....
શીલા ની આંખો અચાનક બંધ થઈ ગઈ... એણે એનો એક હાથ નિખિલ ના વાળમાં પરોવી દીધો...
શીલા ની પરમિશન મળ્યાનો આનંદ આવતા નિખિલે એનો બીજો હાથ શીલા ની કમરમાં પરોવી દીધો અને શીલા ને ઊંડાણ પૂર્વક વહાલ કરવા લાગ્યો ...
બીજી બાજુ શીલા એ પણ પોતાનો બીજો હાથ નિખિલના હાથ ઉપર મૂકીને વહાલ ને માણી રહી હતી...અને અચાનક બોલી ઉઠી...

"અ...ભી...."

અભી નામ સાંભળતા જ નિખિલ ને જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એ રીતે એનાથી દુર ખસ્યો...

શીલા ની આંખો ખુલી ગઈ એણે પાછળ ફરીને જોયું તો નિખિલ હતો....અત્યાર સુધી એ નિખિલ ના સ્પર્શ ને અભી સમજી રહી હતી....

"એ મારો ભાઈ છે....અને તું મારી પત્ની છે....તું જ્યારથી લગ્ન કરીને આવી છે ત્યારથી મારા ભાઈ પાછળ છે...."

"એ તો તને પણ ખબર છે નિખિલ હું શું કામ એની પાછળ છું...."

નિખિલ એક સેકન્ડ માટે ચૂપ થઈ ગયો...શીલા નું બોલવાનું ચાલુ જ હતું ...

" એક પુરુષ જ્યારે બાપ ન બની શકે એની સાથે હું મારી આખી જિંદગી કંઈ રીતે પસાર કરી શકું..."

શીલા ના મોઢે આ સાંભળીને નિખિલ સાવ સૂનમૂન બની ગયો ...શીલા ત્યાંથી પરાણે હિલ્સ માં ચાલતી નીકળી ગઈ...

શીલાને લગ્ન પછી આ વાત ની જાણ થઈ ત્યારથી એ નિખિલ ને પોતાનો પતિ સમજતી ન હતી.... પત્ની દરેક પરેશાની માં સાથ આપીને ચાલે એમાંથી શીલા ન હતી...એ તો બસ અભી ને પોતાની જાળ માં ફસાવીને એની સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી...પરંતુ અભી એ શીલા ને ક્યારેય ભાવ આપ્યો ન હતો...

એક સમય એવો આવ્યો જ્યારે અભી એ જેને દિલથી પ્રેમ કરતો હતો એ દુનિયા છોડીને ચાલી ગઈ હતી જેથી અભી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો...અને એનો લાભ ઉઠાવીને શીલા એની કાળજી લેતી હતી...અને ધીમે ધીમે અભી ને દવા ની સાથે સાથે ડ્રગ્સ આપવા લાગી...આ વાત નું ધ્યાન કોઈને ન હતું...

અભી ની કાળજી લેવાના ચક્કર માં એ એને ડ્રગ્સ આપી આપીને એની સાથે રાતો પસાર કરવા લાગી અને ધીમે ધીમે અભી ને પણ એની ટેવ પડી ગઈ...

આ વાત ની જાણ જ્યારે નિખિલ ને પડી ત્યારે એણે શીલા ને કહ્યું હતું પરંતુ શીલા એ સામે ધમકી આપી હતી...કે નિખિલ એના રસ્તા માં વચ્ચે ક્યાંય આવશે તો શીલા એ બાંધેલી અભી નામની ડોર તોડી નાખશે એટલે કે એ અભી ને નુકસાન પહોંચાડશે...નિખિલ એ વાત સારી રીતે જાણતો હતો કે અભી હવે શીલા ની દરેક વાત માનતો થઈ ગયો હતો...

નિખિલ એ ચોરી ચૂપે ટેવ દૂર કરવા માટે ઘણી દવાઓ લાવ્યો જેથી એની ડ્રગ્સ લેવાની આદત દૂર થઈ ચૂકી હતી...પરંતુ રાત્રે સૂતી વખતે શીલા એની પાસે જાય એટલે અભી પોતાને રોકી શકતો નહિ...આ આદત દૂર કરવા માટે નિખિલ ને કોઈ રસ્તો મળતો ન હતો...

અભી જ્યારથી નીયા ને મળ્યો હતો એ પળથી એને આ આદત ધીમે ધીમે અને પછી સાવ દૂર થઈ ચૂકી હતી..
અભી પહેલા જેવો થઇ ગયો હતો...નીયા નામનું ગુલાબ એની જિંદગીમાં ખીલી ગયું હતું....જેની સુગંધ અભી ના જીવનમાં મહેકાવા લાગી હતી....
એટલે નિખિલ ને હવે શીલા ને લઈને કોઈ ચિંતા ન હતી...કારણ કે હવે ગમે એ થઈ જાય અભી એની જાળમાં આવે એમ ન હતો....

દોડીને નીયા એક પથ્થર ઉપર આવીને બેઠી અને જોરથી બોલી ઉઠી....

"આઈ લવ યુ ટુ અભી............" એ ખૂબ જ ખુશ દેખાતી હતી....

એની પાછળ થી મોટા મોટા પગલે ચાલીને જતી શીલા આ સાંભળીને વધુ ધુઆપુઆ થઈ ગઈ ....અને ત્યાંથી ચાલી ગઈ...

ફરીને બધા પોતપોતાની રૂમમાં આરામ કરવા માટે આવ્યા...
શીલા અને નીયા બંને એક રૂમમાં હતા...નીયા પહોંચી એ પહેલા શીલા ત્યાં હાજર હતી....

શીલા એ અમુક ફોટોગ્રાફ્સ નીયા માટે તૈયાર જ રાખ્યા હતા...
નીયા રૂમની અંદર જેવી આવી કે શીલા એ ફોટોગ્રાફ્સ નીયા ની સામે ધરી દીધા....જેની અંદર શીલા અને અભી ના પથારી માં પડેલા ફોટા હતા...

નીયા એ આ સીન એની આંખ ની સામે જોયેલા હતા એટલે એને વધારે કંઈ ફરક પડ્યો નહિ...
ફોટોઝ જોઇને એ બાથરૂમ તરફ આગળ વધી અને દરવાજો બંધ કર્યો...

આ બધું જોઇને શીલા ને વધારે ગુસ્સો આવી ગયો...એને લાગી રહ્યુ હતુ કે બાઝી એના હાથમાંથી જઈ રહી છે... આગળ શું કરવું એ વિચારવા માટે પોતાનું મગજ તરત જ એણે કામે લગાવી દીધું...

બાથરૂમમાં આવીને નીયા એ રડવાનું ચાલુ કર્યું...બહાર અવાજ ન જાય એટલે એ મોઢા આગળ હાથ રાખીને રડી રહી હતી...
એને કંઈ સમજાતું ન હતું...રુહી ના કહ્યા મુજબ અભી રુહી ને ખૂબ પ્રેમ કરતો હતો ...અને નિખિલ ભાઈ ના કહ્યા મુજબ અભી એ એક પૈસા વાળી છોકરી ના ચક્કર માં રુહી ને દગો આપ્યો ...અરીસા માં પોતાનો ચહેરો જોઈને બોલી...'હવે શીલા અને પછી હું...'

અને ફરી પાછી રડવા લાગી....

(ક્રમશઃ)