Adhuri Puja - 16 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૬

ભાગ - ૧૬
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
પૂજા ઈશ્વરભાઈને થોડા સમય પછી, ગાડી લઈને પોતાના ઘરે આવી જવાનું કહી, ઈશ્વરભાઈના ઘરેથી પોતાના ઘરે જવા નીકળે છે.
ઈશ્વરભાઈના મોઢે પૂજાએ, પપ્પા અને દિવ્યા વિશે હમણાજ જે વાતો સાંભળી, તે વાતો પરથી,
પૂજાને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે,
આજે તેના પપ્પાએ, તેની મમ્મી સાથે છૂટાછેડાનું જે પગલું ભર્યું, તેમાં ભલે તેના પપ્પાનો વાંક છે, પરંતુ
જો દિવ્યાએ, મારા ભાઈ વિનોદને ખોટી રીતે ફસાવીને, જો મારા પપ્પાને આ છૂટાછેડા વાળુ પગલું ભરવા મજબૂર ન કર્યા હોત, તો કદાચ,
તો કદાચ, પપ્પા આ છેલ્લી હદનું, છૂટાછેડા જેવું પગલું કદાપિ ના ભરતા, એટલે પૂજા,
આજે તેની મમ્મી સાથે પપ્પાએ છૂટાછેડાનું જે પગલું ભર્યું હતું, અને એના કારણે, હમણા સુધી પૂજાને તેના પપ્પા પર જે ગુસ્સો આવ્યો હતો,
પૂજા એ પુરેપૂરી વાતને, હમણાં તો સાઈડ પર રાખી, જેણે પોતાનું ઘર ભગાવવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે, તે દિવ્યા,
પૂજા હવે, સૌથી પહેલા દિવ્યા સાથે આરપાર કરી લેવા, તેનું મન મક્કમ કરી લે છે.
પૂજાનો સ્વભાવ લાગણીશીલ તો પહેલેથીજ હતો, એટલે
પ્રમોદભાઈ ભલે ગમે તેવા ઝઘડાળુ સ્વભાવના, કે રંગીન સ્વભાવના હતા, ને આજદિન સુધી ભલે, તે પોતાની પત્ની કે પૂજા પ્રત્યે નાની કે મોટી કોઈપણ બાબતે, કે તેમની જરૂરિયાતને લઈને થોડા પણ ગંભીર ન હતા, પરંતુ
તે હતાતો એક દીકરીના બાપ.
છતાં, ભલે આજદિન સુધી તેમના મનમાં, પોતાની દીકરી પ્રત્યે જરાપણ લાગણી કે પ્રેમભાવ ન હતો, પરંતુ આતો દીકરી,
દીકરી કદાપિ પોતાના મા-બાપને જરાય તકલીફમાં જોઈજ ના શકે.
પૂજાએ જ્યારે,
પપ્પા વિષે ઈશ્વરભાઈના મોઢે જેવું સાંભળ્યું કે, દિવ્યાને કારણે અત્યારે પપ્પા પૂરેપૂરા તકલીફ ને મુસીબતમાં આવી ગયા છે, એ સાથે જ,
પૂજા અત્યારે, પપ્પાની આજ સુધીની બધી ભૂલો ને વાંક સાઈડ પર રાખી, બધુ ભૂલી, સૌથી પહેલા પપ્પાને પેલી દિવ્યાની ચુંગાલમાંથી હેમખેમ બહાર લાવવાની વાત ને પ્રાધાન્ય આપવાનું નક્કી કરે છે.
ઈશ્વરકાકાને સાંભળ્યા પછી, ને તેમના જણાવ્યા પ્રમાણે,
પૂજા અત્યારે, એ પણ બહુ સારી રીતે, સમજી ગઈ હતી કે,
દિવ્યા કોઈ જેવી-તેવી માયા નથી,
તો આવી દિવ્યા સાથે, સામી છાતીએ લડવું, એ પૂજા માટે બહુ અઘરું ને જોખમી સાબિત થઈ શકે તેમ હતું, છતાં...
અત્યારે પૂજાના મતે, પરિણામ જે આવે તે, બાકી દિવ્યા સામે લડી લેવાનું તો પૂજાએ નક્કી કરીજ લીધું હતું.
પછી આગળ ભલે, પોતાનું જે થવું હોય તે થાય, જોયું જશે.
બાકી સૌ પ્રથમ, પપ્પાને દિવ્યાની જાળમાંથી બચાવવા, એ વાત તો નક્કી.
બસ આમ પૂજા મનોમનજ, દિવ્યા સાથે પુરેપુરી રીતે લડી લેવાનો પાક્કો નિર્ણય કરતા કરતા, પોતાને ઘરે પહોંચે, એની સાથે-સાથેજ પૂજાએ,
મમ્મીને પણ,
થોડા દિવસો માટે, ઈશ્વરભાઈના ગામડે આવેલ ઘરે મોકલવા, કેવી રીતે તૈયાર કરવી ?
તે પણ વિચારી લીધું છે.
( પૂજા પોતાના ઘરે પહોંચે છે )
ઘરે પહોંચી, હમણાજ મનોમન તૈયાર કરેલી વાત, તે તેની મમ્મીને કરે છે, અને તે પણ,
બિલકુલ હળવાશથી.
પૂજા :- મમ્મી, જો હું ઈશ્વરકાકાને મળીને આવી, એમનું કહેવું એમ થાય છે કે,
હવે, પપ્પાને સમજાવવાનો કોઈ મતલબ નથી, કેમકે...
અહીથી નીકળીને જ્યારે પપ્પા ગયા, તો રસ્તામાં એમને ઈશ્વરકાકા મળ્યા હતા, ત્યારે પપ્પા ઈશ્વરકાકાને એવું કહેતા હતા કે,
તેઓ આજે એમની પત્નીને છુટાછેડા આપી, પત્ની અને દીકરીની ઝંઝટમાંથી બહાર આવી ગયા છે, ને હવે તેઓ, આપણને બંનેને કાયમ માટે છોડીને તેમનો લાડકા દીકરા, વિનોદ સાથે તેઓ આરામથી જીવવા માંગે છે.
( પૂજા, દિવ્યા સાથેના તેના પપ્પાના સંબંધો, ભાઈ વિનોદ અત્યારે ક્યાં છે, કે પછી દિવ્યાજ બધી પરેશાનીનું કારણ છે, એ વિશેની બધીજ વાત પૂજા, મમ્મીથી છૂપાવીને રાખે છે. ) આગળ
એટલે મમ્મી, તુ પણ આજથીજ, બધી જૂની વાતો ને વિચારો છોડી, જૂનું બધુંજ મનમાંથી કાઢી,
તુ એકવાર કાઠી થઈ જા.
તુ તારા મનને, બિલકુલ મજબૂત અને મક્કમ બનાવી દે.
જો, એ લોકોને એકલા રહેતા આવડે છે, તો આપણે પણ એમના વગર જીવી શકીએ છીએ, અને એ પણ સારી રીતે, અને સાંભળ મમ્મી,
આ હું તને જે વાત કહી રહી છું ને, એ વાતમાં, આજે ભગવાને પણ આપણને સાથ આપ્યો છે,
( પૂજા પોતાના પ્લાન મુજબ ગોઠવેલી એક પછી એક વાત મમ્મીને ગળે ઉતરે તે રીતે મમ્મીને સમજાવીને તૈયાર કરી રહી છે. )
તુ જો મમ્મી, મને આજેજ મારી જીમની નોકરીમાં પ્રમોશન મળ્યું છે.
હવેથી, તેઓ મને જીમના મેનેજર તરીકેની જવાબદારી સોંપવાનાં છે, ને મમ્મી, એમાં મારો પગાર પણ પહેલા કરતા લગભગ ત્રણ ઘણો વધારે છે.
( દીકરીના મોઢે આ બધી વાત સાંભળી, વીણાબહેનને અત્યારે સૌથી વધારે ખુશી એ વાતની થઈ રહી હતી કે, તેમની દીકરી કેટલી સમજુ, હિંમતવાન અને લાગણીશીલ છે, ને મારી કેટલી કાળજી રાખે છે. )
વીણાબહેન :- હા, બેટા, તારી વાત સાચી છે, આમેય આજદિન સુધી આપણે બંનેએ, સચવાય એટલું સાચવવા કેટકેટલું સહન કર્યું છે, બાકી હવે એ સહનશીલતાની હદ આવી ગઈ છે, આજે મારી સાથે જે બન્યું છે, એવું ના બને, તેને રોકવા માટે તો આપણે આજ સુધી ચૂપચાપ સહન કરે જતા હતા, એટલે હવે એ બધું ભુલવામાંજ સમજદારી છે, હશે ઉપરવાળાની જે મરજી હોય તે, આપણે માનવી રહી.
( વીણાબહેન અત્યારે, પોતાના પતિએ આપેલ છૂટાછેડાના દુઃખને ભૂલી, પોતાની દીકરી પૂજા પર વધારે ગર્વ કરી રહ્યા છે. છતાં, પૂજા તેની મમ્મીને અંદરથી બરાબર ઓળખે છે કે,
અત્યારે મમ્મીને અંદરુની કેટલો આઘાત લાગ્યો છે.
અત્યાર સુધી મમ્મીને એક વાતનો તો સંતોષ તો હતો જ, કે ભલે, અણગમો કે અબોલા, પરંતુ પપ્પા સાથે તો હતા.
વીણાબહેન પોતાની જગ્યા પરથી ઉભા થઈ, હરખનાં આંસૂ સાથે, દીકરી પૂજાને ગળે લગાવી, શાબાશી આપે છે.
જ્યારે બીજીબાજુ દીકરી પૂજા, પોતાના બનાવેલ સિક્રેટ પ્લાન મુજબ આગળ વધવા માટે, ને અત્યારે મમ્મીને ઈશ્વરભાઈના ગામડે રહેવા જવાવાળી વાત કઈ રીતે જણાવવી તેની મથામણમાં છે.
મમ્મીને ગળે મળી લીધા બાદ, તુરંતજ, પૂજા મમ્મીને )
પૂજા :- મમ્મી, જો તું જાણે જ છે,
ને મને પણ વિશ્વાસ છે કે,
ભગવાનની કૃપાથી હવે આગળ બધું સારું જ થશે, પરંતુ...
( પૂજા, પરંતુથી આગળ બોલતા-બોલતા થોડી અચકાઈ જાય છે. ત્યારે તેની મમ્મી પૂજાની સામે જોઈને )
વીણાબહેન :- પરંતુ શું, પૂજા બેટા ?
તુ શું કહેવા માંગે છે ?
બોલ તારા મનમાં જે હોય તે બોલી નાખ બેટા, મૂંઝાવાનો ને દબાતા રહેવાનો આપણો સમય હવે પુરો થયો છે, બેટા
બોલી નાખ, બેધડક,
ને એકવાત કહું બેટા, હું પોતે પણ, આજદિન સુધી, તારી હિંમત અને તારા સહકારના બળેજ અહી સુધી પહોંચી છું, જો તું ના હોત તો મે ક્યારનોય....
( મમ્મીને આગળ બોલતી રોકવા, પૂજા મમ્મીને મોઢે પોતાનો હાથ મૂકી દે છે. ને પછી હીંમત કરી )
પૂજા :- મમ્મી, તારે થોડા દિવસ માટે એકલા રહેવું પડશે ?
વીણાબહેન :- કેમ બેટા, એવું કેમ બોલે છે ?
પૂજા :- મમ્મી, જો મારે એકાદ મહિના સુધી, મેનેજર માટેની ટ્રેનીંગ માટે મુંબઈ જવું પડશે.
એટલે મારી એવી ઈચ્છા છે કે,
તુ અહીંયા આ ઘરમાં એકલી ન રહેતા, થોડો સમય, ઈશ્વરભાઈના ગામડે આવેલ ઘરે રહે, તો મને પણ તારી ચિંતા નહી, ને ઈશ્વરભાઈને પણ મદદ મળી રહેશે.
વીણાબેન :- મદદ, ઈશ્વરભાઈને કેવી મદદ બેટા ?
પૂજા :- મમ્મી, તુ જાણે છે કે, ઈશ્વરભાઈના ઘરડા મા-બાપ, ગામડે રહે છે, ને ઉંમરને કારણે, હમણાં હમણાં એમની તબિયત પણ નરમ-ગરમ રહે છે, હમણા ઈશ્વરકાકા મને વાત કરતા હતા કે, થોડા સમયમાંજ તેઓ મોટું ઘર શોધી, તેઓને એમની સાથે, અહી શહેરમાં લઈ આવવાના છે, તો...
જો તું એકાદ મહિનો ત્યાં રહી આવે, તો તને પણ થોડો ચેન્જ મળશે, ને મારી ટ્રેનીંગ પણ પૂરી થઈ જશે, સાથે-સાથે ઈશ્વરકાકાને પણ સારું લાગશે.
( પૂજાની વાતને મંજૂરી આપતા, વીણાબહેન, એકાદ મહિનો ગામડે જવા તૈયાર થઈ જાય છે.
મા-દીકરી ગામડે જવાની તૈયારી કરે છે.
થોડીવારમાં ઈશ્વરભાઈ પણ આવી પહોંચે છે, ને મોડી રાત્રે તેઓ ગામડે જવા પણ નીકળી જાય છે. ઈશ્વરભાઈનુ ગામ શહેરથી ઘણું દૂર આવ્યું હોવાથી, તેઓ લગભગ બીજા દિવસે સવારે ત્યાં પહોંચે છે.
ત્યાં પહોંચી, મમ્મીને મૂકી, પૂજા અને ઈશ્વરભાઈ, તેમની ગાડીમાં પાછા આવી રહ્યા છે. ઈશ્વરભાઈએ જોયું કે, પૂજા કોઈ મોટી મૂંઝવણ કે, ઉલઝનમાં હોય તેવું તેમને લાગે છે, પૂજા, જ્યારથી તેઓ તેની મમ્મીને મૂકીને નીકળ્યા ત્યારથી, બિલકુલ શાંત, અને કોઈ ઊંડા વિચારમાં પડી હોય તેવું લાગતા, ઈશ્વરભાઈ જેવા પૂજાને કઈ કહેવા જાય છે, ત્યાજ, ઈશ્વરભાઈના મોબાઈલ પર કોઈનો ફોન આવે છે, ફોનની રીંગ વાગતાજ એના અવાજથી, પૂજા જે અત્યાર સુધી, ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી, તે અચાનક ઝબકી, તુરંત પાછી સ્વસ્થ થઈ જાય છે.
આ બાજુ ઈશ્વરભાઈ કોનો ફોન આવ્યો છે, તે જોતાજ, ફોન ઉપાડ્યા વગર, ફોન સાઈલેન્ટ કરી સીધી નજર પૂજા તરફ કરે છે. પૂજા પણ પોતે બિલકુલ નોર્મલ હોવાનો દેખાવ કરતા )
પૂજા :- કોનો ફોન છે, કાકા ?
ઈશ્વરભાઈ :- કરણનો
ઈશ્વરકાકાને મોઢે, કરણનું નામ સાંભળતાજ પૂજા, કોઈપણ પ્રતિભાવ આપ્યા સિવાય શાંત થઈ જાય છે.
એટલીવારમાં ફરી ફોન આવે છે, ફરી ઈશ્વરભાઈ ફોન ઉપાડતા પહેલા, ફોનને સાઈલેન્ટ કરી, ફરી પૂજા સામે જુએ છે.
( કરણ ફોન કરી, ઈશ્વરકાકા પાસેથી એ જાણવા માંગતા હતો, કે પૂજા આજે નોકરી પર કેમ નથી આવી, પૂજાની સાથે-સાથે ઈશ્વરભાઈ પણ કરણના મૂક, પણ સાચા પ્રેમ વિશે, થોડું ઘણું જાણતા હોવાથી )
ઈશ્વરભાઈ :- પૂજા બેટા, શું કહું કરણને ?
પૂજાને અત્યારે, પોતાનું ભવિષ્ય પણ ખબર ન હતી, ને સાથે-સાથે તે કરણ ને પણ કોઈ ખોટી આશા બતાવી દુઃખી કરવા માંગતી ન હતી, એટલે સમય બગાડ્યા સિવાય તુરંત... ઈશ્વરકાકાને
પૂજા :- કાકા, એને કહી દો કે, પૂજા અને તેની મમ્મી, આજે પૂજા માટે છોકરો જોવા ગયા છે. ને કદાચ છોકરો ગમી જશે, તો ઘડિયા લગ્ન પણ લેવાના છે, ત્યાં સુધી તેઓ ગામડે જ રહેવાના છે.
( ઈશ્વરભાઈ અને પૂજા વચ્ચે, કરણ ને લઈને થોડી ચર્ચા થાય છેવટે ઈશ્વરભાઈ પૂજાએ જેમ કહ્યું તે બધુ અક્ષરશ કરણને કહી દે છે. પછી )

ઈશ્વરભાઈ :- પૂજા, તારે ટ્રેનીંગ માટે મુંબઈ ક્યારે જવાનું છે ?
પૂજા :- કાકા, મને કોઈ પ્રમોશન મળ્યું નથી, ને મારી મુંબઈ જઈને ટ્રેનીંગ માટેની આખી વાતમાં કોઈ તથ્ય નથી.
આ વાત મમ્મીને હિંમત આપવા, ને ચિંતામુક્ત કરવા માટેજ હું ખોટું બોલી છું, આતો મમ્મી શાંત રહે તો જ હું મારું આગળનું પગલું ભરી શકું.
ઈશ્વરભાઈ :- આગળનું પગલું ?
કંઈ ખબર ના પડી, તુ કહેવા શું માંગે છે બેટા ?
પૂજા :- કાકા, હવે હું તમને જે કહું તે, માત્રનેમાત્ર તમે ઘ્યાનથી સાંભળજો, ને કોઈજ વાતમાં મને રોક્યા વગર તમે મને સાથ આપજો, અને જો સાથ ના આપી શકો તો મને સાફ ના પાડી શકો છો, બાકી હવે મારી ધીરજનો અંત આવી ગયો છે, હું મારી રીતે લડી લઈશ.
( હાલની પૂજાની બોલવાની છટા ઉપરથી, ઈશ્વરભાઈને અણસાર તો આવીજ ગયો છે કે, પૂજા કઈ વાતને લઈને, શું કરવા માંગે છે. એટલે પૂજાની વાતનો પૂજાને ગમે, તેવોજ જવાબ આપતા )
ઈશ્વરભાઈ :- આ શું બોલે છે ? બેટા તને મારા પર આટલોજ ભરોશો છે ?
બોલ બોલ બેટા, આજે તારા કાકા, તારી દરેક વાતમાં તને પૂરો સહકાર આપશે.
( પૂજા, ઈશ્વરકાકાની વાત સાંભળી, બીજીજ ક્ષણે )
પૂજા :- કાકા, મે દિવ્યાનું ઘર નથી જોયું, તમે ગાડી સીધી દિવ્યાના ઘરે લઈ લો.
( પુજાએ ઈશ્વરકાકાને, દિવ્યાના ઘર વિશે, ને આટલી સહજતાથી કહેલ વાત સાંભળી, ઈશ્વરકાકા ઘડીના છઠ્ઠા ભાગમાંજ પૂજાનો મૂડ અને રૂઆબ પારખી જાય છે, ને પૂજા દિવ્યા પાસે જઈ શું કરશે ? તેનો પણ અંદાજ આવી જાય છે. એટલે ઈશ્વરભાઈ, થોડા ગભરાઈને ચિંતામાં આવી જતા)
ઈશ્વરભાઈ :- બેટા, હું શું કહું છું,
આપણે પહેલા મારા ઘરે જઈએ, અને ત્યાં જઈને વિચારીએ કે, આમાં આગળ આપણે શું કરવું.
પૂજા :- કાકા, મે તમને પહેલાજ કહ્યું ને કે,
તમે મને મદદ ના કરી શકો, તો કોઈજ વાંધો નહીં, મને જરાય ખોટું નહીં લાગે, બાકી, પ્લીઝ આજે તમે મને રોકો નહી, અને હા, મારા માટે, હવે વિચારવાનો સમય પૂરો થઈ ગયો છે.
વધારે ભાગ ૧૭ માં