પૂર્વી : આગ લાગી ગઈ??
રાધિકા ગભરાઈ જાય છે.
રાધિકા : ક્યા??
પૂર્વી : અરે......
રાધિકા : તું ઠીક છે ને??
નીચે ઉતરી ગઈ છે ને??
તારા પપ્પા....
તારી સાથે છે કે....
તેમને કઈ થયુ નથી ને??
બોલ પૂર્વી....??
પૂર્વી : તમારી સવાલો ની બુલેટ ટ્રેન ને રોકો.
અહીંયા કશું નથી થયુ.
પપ્પા મારી સાથે ઘરે છે અને અમે બંને ઓલરાઇટ છીએ.
રાધિકા : તે તો ડરાવી દીધી.
પૂર્વી હસે છે.
પૂર્વી : હું એમ પૂછતી હતી,
ત્યા આગ લાગી ગઈ??
રાધિકા : અહીંયા ક્યાં??
પૂર્વી : ફરી તું....
રાધિકા : પૂર્વી, તું આવી મસ્તી નહી કર હો.
પૂર્વી ને ફરી હસવું આવી જાય છે.
રાધિકા : યાર.
તે ખુરશી પર બેસતા બોલે છે.
પૂર્વી : તું બેસી જા.
રાધિકા : બેસી જ ગઈ છું.
પૂર્વી : સરસ.
રાધિકા : શું કામ છે??
પૂર્વી : હું નિશાંત વિશે પૂછતી હતી ક્યારની.
રાધિકા : ગુસ્સે થઈને ગયા છે.
પૂર્વી : મને ખબર જ હતી.
રાધિકા : તે એવું શું કહ્યુ સવારે ફોન પર એમને??
પૂર્વી : આપણી ૪ દિવસ પહેલા જે વાત થઈ હતી એ.
મે કહ્યુ : રાધિકા એમ કહેતી હતી કે આપણે બંને એક બીજાને પ્રેમ કરીએ છીએ અને....
રાધિકા : મને મારાવીશ કે શું??
પૂર્વી : સાંભળ, આ મારો પ્લાન હતો.
જેના વિશે કહેવા માટે હું તને સવાર થી ફોન કરતી હતી પણ લાગતો નહતો.
રાધિકા : એ મારો ફોન ડિસ્ચાર્જ થઈ ને બંધ થઈ ગયો હતો અને હું તેને ચાર્જિંગ માં મૂકીને કામ કરવા લાગેલી.
પછી ફોન લેવા આવી ત્યારે જોયુ કે મે પ્લગ ની સ્વિચ જ ઓન નહતી કરી અને પછી ગુસ્સે થતા નિશાંત મારી પાસે આવી ગયા....
બોલતા બોલતા રાધિકા નો અવાજ ઉદાસ થઈ જાય છે.
પૂર્વી : સૉરી.
તું રડી હતી??
રાધિકા : હંમ.
પૂર્વી : સૉરી યાર.
રાધિકા : કઈ નહી.
તારો પ્લાન....
પૂર્વી : એ જાણવા માટે હતો કે નિશાંત પણ મારા માટે એવું જ ફીલ કરે છે જેવું હું એના માટે કરું છું કે નહી??
રાધિકા : એવું લાગે તો છે.
પૂર્વી : શું લાગે છે??
રાધિકા : કે હી લવઝ યુ.
પૂર્વી : હંમ.
રાધિકા : એટલે તું ૪ દિવસથી એમને ફોન નહતી કરતી??
પૂર્વી : હા.
રાધિકા : ૨ દિવસથી રોજ મને પૂછે છે,
પૂર્વી કેમ છે??, તેણે ડોક્ટર ને ત્યા ક્યારે જવાનું છે??
પૂર્વી : ઓહ શીટ.
ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ લેવાની છે મારે.
ઈન્ડિયા આવીને તો ડોક્ટર ને મળવાનું જ બાકી છે.
રાધિકા : તમારા કોઈ જાણીતા ગાઈનેકોલોજીસ્ટ છે??
નહીતો અમારા આઈ મીન, મારા ફેમિલી ગાઈનેકોલોજીસ્ટ છે મિહિકા ભટ્ટ.
પૂર્વી : પણ તે....
રાધિકા : વાંધો નહી આવે.
હવે બધા જાણે છે.
પૂર્વી : તો પણ રાધિકા એ તમારા ફેમિલી ગાઈનેકોલોજીસ્ટ છે.
અને આમ પણ હું આ વિશે પહેલા પપ્પા સાથે વાત કરી જોઉં.
રાધિકા : ઓકે.
પૂર્વી : સાંજે મળીએ.
રાધિકા : સાંજે??
પૂર્વી : એક કામ કર ૬ - ૭ વાગ્યે તું આવી જજે.
આપણે નિશાંત ને બોલાવી લઈશું.
રાધિકા : સારું.
પૂર્વી : બાય.
રાધિકા : બાય.
* * * *
નિશાંત : તારા પપ્પા ઘરે નથી??
પૂર્વી : ઈમરજન્સી કોલ આવ્યો એટલે જવું પડ્યું.
બેસ ને.
નિશાંત ખુરશી પર બેસે છે.
પૂર્વી : પાણી આપું??
નિશાંત : હું લઈ લઈશ.
તે ઉભો થવા જાય છે.
પૂર્વી : બેસ, હું આપું છું.
તે પાણી લેવા જાય છે.
નિશાંત ઘર જોવા લાગે છે.
પૂર્વી : પાણી.
નિશાંત : થેન્ક્સ.
પૂર્વી : ચા પીશ??
નિશાંત : તું બેસ.
અને કહે, કઈ જરૂરી વાત કરવી છે તારે??
પૂર્વી : નિશાંત....
મે ખૂબ વિચાર કર્યો અને આ ૪ દિવસ દરમ્યાન ૩ છોકરાઓ સાથે ઓનલાઇન મીટિંગ કરી.
૨ છોકરાઓ એ હું માઁ બનવાની છું એ જાણી ને ના કહી દીધી કે તે હજી આના માટે તૈયાર નથી.
અને ત્રીજા છોકરાએ હા કહી પણ તે કેનેડા રહે છે અને અહીંયા શિફ્ટ થવાનો તેનો કોઈ વિચાર નથી.
અને રાધિકા એ કહેલી વાત પર....
રાધિકા નું નામ સાંભળી નિશાંત ના ચહેરા ના બદલાતા હાવ - ભાવ પૂર્વી જુએ છે.
પૂર્વી : મને તો રાધિકા ની વાત સાચી લાગે છે.
નિશાંત પૂર્વી સામે જોતો રહી જાય છે.
ત્યા જ ખુલ્લા દરવાજામાંથી અંદર આવતા રાધિકા ની એન્ટ્રી થાય છે.
નિશાંત અને તેની આંખો મળે છે.
પૂર્વી : હાય.
શું લાવી છે??
તે રાધિકા ના હાથમાં થેલી જોતા પૂછે છે.
રાધિકા : રસગુલ્લા.
રાધિકા મુસ્કાય છે.
રાધિકા : ફ્રીઝ માં મૂકી આવું.
કહી તે રસોડામાં જાય છે.
પૂર્વી ફરી તેની જગ્યા પર બેસી જાય છે.
નિશાંત : તું સિરિયસ છે??
પૂર્વી : હવે મને લાગે છે,
મારી પાસે એક જ રસ્તો છે.
રાધિકા પણ તેમની પાસે આવી બેસી જાય છે.
પૂર્વી : સાચું કહું, મે આ ૪ દિવસ જાણીજોઈને તારી સાથે વાત નહતી કરી નિશાંત.
નિશાંત ને ઝાટકો લાગે છે અને રાધિકા ને ડર કે ક્યાંક નિશાંત ફરી ગુસ્સે થઈ કઈ બોલી ના દે.
પૂર્વી : હું જાણવા માંગતી હતી કે તું પણ મારા માટે....
નિશાંત : હું તને મારી ખાસ દોસ્ત માનું છું.
પૂર્વી : જાણું છું.
તે મુસ્કાય છે.
રાધિકા ને રાહત થાય છે કે નિશાંત ગુસ્સે નહી થયા.
પૂર્વી : પણ જેમ મે કહ્યુ એમ હવે મારી પાસે એક જ રસ્તો છે.
પૂર્વી નિશાંત સામે ઘૂંટણે બેસી જાય છે.
રાધિકા અને નિશાંત બંને ને નવાઈ લાગે છે.
પૂર્વી તેનું ગળું સાફ કરે છે.
નિશાંત તેને ઉભી કરવા જાય છે.
પૂર્વી : શું બોલવું જોઈએ મને ખબર નથી.
હું આમ કરીશ એ પહેલેથી નક્કી પણ નહતુ.
પણ જેમ તું મને સપોર્ટ કરતો આવ્યો છે એમ આખી જીંદગી કરીશ??
નિશાંત મુસ્કાય છે.
પૂર્વી : એક બીજાની નહી ગમતી આદતો ને ગમાડી દઈશું.
થોડું લડતા અને બાકીનું હસતા જીવન વિતાવી લઈશું.
તે મુસ્કાય છે.
નિશાંત પૂર્વી ને ઉભી કરે છે.
રાધિકા ને નિશાંત નો જવાબ સાંભળવાની ઉતાવળ થવા લાગે છે.
નિશાંત : જે લોકો અરેન્જડ મેરેજ કરે છે.
દર વખતે ક્યાં પહેલે થી એક બીજાને જાણતા હોય છે.
તો પણ સુખી જીવન વિતાવી જ લે છે.
તે પૂર્વી ના ખભા પર હાથ મૂકે છે.
નિશાંત : આપણે બંને તો એક બીજાને આટલી સારી ઓળખીએ છીએ, જાણીએ છીએ.
પૂર્વી : હંંમ.
તે હસે છે.
રાધિકા જાણે ખુશીથી નાચી ઉઠે છે.
રાધિકા : યસ.
હું આવી ૧ મિનિટ....
તે દોડતી રસોડામાં જઈ રસગુલ્લા લઈ આવે છે.
તેને આટલી બધી ખુશ જોઈ પાસે પાસે ઉભેલા નિશાંત અને પૂર્વી ને પણ હસવું આવી જાય છે.
રાધિકા : હંમ.
તે બંને ને રસગુલ્લા આપતા કહે છે.
નિશાંત : શું હંમ??
રાધિકા : એક બીજાને ખવડાવો.
પૂર્વી : પહેલા તને.
રાધિકા : પહેલા ત્યા.
પૂર્વી અને નિશાંત એક બીજાને રસગુલ્લા ખવડાવે છે.
રાધિકા : Congratulations.
અચાનક પૂર્વી ને ખડખડાટ હસવું આવવા લાગે છે.
નિશાંત : આજે કોફી ને બદલે રસગુલ્લા ચઢી ગયા??
પૂર્વી : ના.
રાધિકા, જ્યારથી તમારા બંને ના લગ્ન નક્કી થયા હતા ને.
હું ન્યુ યોર્ક માં બેઠી બેઠી ખુશ થતી હતી.
અને નિશાંત ને Congratulations કહી કહી ને મે બહુ ચીડવ્યો હતો.
નિશાંત : હા, અને એડવાઈઝ પણ કેટલી આપી હતી.
ત્રણેય બેસી જાય છે.
નિશાંત : અને રાધિકા, તું નહી માને આણે મને આપણા હનીમૂન ડેસ્ટિનેશન ના ઑપ્શનસ આપ્યા હતા.
એને ઈન્ડિયામાં ફરવું હોય તો આગ્રા, કેરેલા, ભૂતાન, લદાખ અને જો આઉટ ઓફ ઈન્ડિયા ફરવું હોય તો....
પૂર્વી : ન્યુ યોર્ક લઈ આવજે.
ત્રણેય હસે છે.
રાધિકા : અમે તો બહુ લાંબા હનીમૂન પર ગયેલા.
ત્રણેય ફરી હસે છે.
નિશાંત : હવે તો ન્યુ યોર્ક જવું જ પડશે.
પૂર્વી : હંમ.
નિશાંત : હવે અૅક્ઝામ ક્યારથી છે??
પૂર્વી : ૨૦ દિવસ પછી.
રાધિકા : નિશાંત, વકીલ એ શું કહ્યુ??
નિશાંત : અમારા જે વકીલ છે એ અત્યારે આઉટ ઓફ સિટી છે.
મે કાલે જ તેમની સાથે વાત કરી હતી.
રાધિકા : ક્યારે આવશે??
નિશાંત : ૪ - ૫ દિવસમાં.
પણ પછી ડાઇવોર્સ ના પેપર....
પૂર્વી : ઈન શોર્ટ, ડાઇવોર્સ થતા ૧ અઠવાડિયા જેટલો સમય લાગશે.
નિશાંત : હા.
ત્યા સુધી....
પૂર્વી : હું એકલી ન્યુ યોર્ક નહી જઈશ.
તે નિશાંત સામે જુએ છે.
રાધિકા : હું આવીશ તારી સાથે.
નિશાંત બંને સામે જોતો રહી જાય છે.
નિશાંત : તારા પપ્પાને આ ખબર છે??
પૂર્વી : હવે ખબર પડશે.
અને તે ખુશ થશે.
બંને મુસ્કાય છે.
* * * *
~ By Writer Shuchi ☺
.