CANIS the dog - 71 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 71

Featured Books
Categories
Share

CANIS the dog - 71

આરનોલ્ડ નું કહેવું એમ હતું કે જંગલી ડોગ ને જ હાઇબ્રીડ કરીને i mean પૉલીશ એન્ડ ફરનીશ કરી ને ,તો શું વાંધો હતો!

પરંતુ હાઇબ્રાઈડે જે કસ્ટમરો ના list તૈયાર કર્યા હતા તેમાંનો એક પણ કસ્ટમર ફોરેસ્ટ ડોગ થી પરિચિત ન હતો.


દોસ્તો આપણે કથા ની અંદર શરૂઆતથી જ એક શબ્દ વાંચતા આવ્યા છીએ, અને તે શબ્દ છે "કલ્ચર". જેનો meaningful પેરેગ્રાફ તમે બધા જાણો જ છો.

મારી ઉંમરના જે લોકો હશે તેમને તો યાદ હશે જે કે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે મેગી નૂડલ્સ ના સેમ્પલીંગ થયા હતા.અને ઘરે જઈને મમ્મી ને બનાવવા પણ આપ્યા હતા.પરંતુ ત્યારે તમને બધાને યાદ હશે કે તે સેવ કેવી ફીક્કિ લાગતી હતી!!કે જેનો એક દાણો પણ ગળા થી નીચે નહોતો ઉતરતો. અને,તેમ છતાં પણ આજે મેગી નો અરબો ડોલરનો બિઝનેસ સેટ અપ થઈ ગયો છે.આનુ નામ જ કલ્ચર શરૂ થઈ ગયું કહેવાય.A" નુડલ્સ કલ્ચર ".અને આજે ઘેર ઘેર નુડલ્સ ખવાતા આપણે જોઈ રહ્યા છીએ.

તેવી જ રીતે દરેક કંપનીના પોતાની પ્રોડક્ટ્સ ના કલ્ચર શરૂ કરાવવાના પ્રોટોકોલ્સ અને પોલીસસ અલગ અલગ હોય છે.હાઇબ્રાઈડ ની પોલીસી અનુસાર આજ રીતે એન્ટીબ્રુટ બ્રીડ ના કલ્ચર સમગ્ર continent મા શરૂ થઈ શકે તેમ હતું.અને તેણે તેનો કારસો અહીં સુધી પોબારા કરાવ્યો પણ હતો જ.

૨૫૦ મીટરના ડાયાગ્રામ વાળા સવાના એમેઝોન ના દર્શન ની આધ્ય પૂર્તિ પછી ફરીથી સવાના તેના સ્વાભાવિક અને જીવન નિર્વાહક હિંસાચાર બાજુ પ્રવૃત્ત થાય છે.

ત્રણ સેકન્ડ ના દ્રશ્ય્યાંત માં જ પ્રાતઃકાળ માંથી ઉષ:કાળનો આરંભ થઈ જાય છે.અને લોંગ ignition ના અંતે સાઇલેન્સર વાઈબ્રેટ થતું દેખાય છે.અને ડોગ્સ ના બર્કિંગ વચ્ચે જ જીપ ગીયર્ડ થાય છે.
આશરે ૪૦ એક જેટલા શેફર્ડસ 3 જીપ ની અંદર બેઠેલા દેખાઈ રહ્યા છે. અને કુલ મળીને 16 ફોરેસ્ટ ઓફિસર નો કાફલો છે.

તેમની સાથે કેટલાક આદિવાસીઓ પણ છે કે જે ફોરેસ્ટ ઓફિસરો ને રસ્તો ભટકવા નહીં દે .

કલાક ના પાંચ કીલોમીટર ની ગતિથી ત્રણે જીપો ચાલી રહી છે.અને almost સાઈલેન્સર નૉઈસ સીવાય એન્ટાયર જીપ ટેરેટરી પીન ડ્રોપ ‌સાઈલેન્સ જ છે. 22 ચિતાઓના અલગ અલગ ચાર જૂથ જીપ surround થી ૩૦૦ મીટરના અંતરે થી ચાલવાનું શરૂ કરે છે. ચાલવાનું એટલે કે થોડીક ઉતાવળી ચાલે.કદાચ આ ચિતાઓને માનવ ગંધ મહેસુસ થઈ ગઈ છે.અને સંભવતઃ બધા જ ચિતાઓ આદમખોર રહી ચૂક્યા છે. જોકે આ માનવ ગંધ ની સાથે સાથે શેફર્ડ સ્મેલ પણ મિશ્રિત હતી જ પરંતુ ચિતાઓને તેની પરવા ન હતી.

22 ચિતાઓ ના અલગ અલગ જૂથ માનવ country આકર્ષિત થઈને એક સાથે જીપના સરાઉન્ડ બાજુ આગળ વધી રહ્યા છે.

કદાચિત આ બધા જ ચીત્તાઓ આદમખોર માનવ રક્ત નો આસ્વાદ માણી ચૂક્યા હોવા જોઈએ.એ વીના માનવ ભક્ષણ કરવા માટે આટલી આકર્ષિત ગતી થી ક્યારે આગળ ના વધી શકે.

આદિવાસી કબીલા મા ના એકે જોરથીશી.........સાથે હોઠ પર આંગળી દબાવી અને ધીરેથી બોલ્યો સાવધાન થઈ જાઓ.

એક ફોરેસ્ટ ઓફિસરે કહ્યું વોટ રોંગ!!
બીજા આદિવાસી એ કહ્યું તેની વાત સાચી છે કશુક આવી રહ્યું છે, એટલે કે ઝુંડમાં સમૂહમાં!!

ડ્રાઇવર તરત જ બ્રેક મારી અને પાછળની બંને જીપકાર પણ ઉભી રહી ગઈ.

બીજો આદિવાસી કૂદકો મારીને નીચે ઊતર્યો અને દોડીને ઘાસની અંદર જઈને દંડવત સુઈ ગયો.
તેની આજુબાજુમાં બીજા બે આદિવાસીઓ પણ આમ જ સુઈ ગયા અને તરત જ ઊભા થઈને બૂમો પાડતા કહ્યું જલ્દી થી નીકળો ચીત્તાઓ નુ ઝુંડ છે. આ એજ ઝુંડ છે જે વર્ષો પહેલા આદમખોર બની ચૂક્યું હતું અને લગભગ બધા જ સાથે જ રહે છે.