Midnight Coffee - 18 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મિડનાઈટ કોફી - 18 - કોફી પે કન્વર્સેશન

Featured Books
Categories
Share

મિડનાઈટ કોફી - 18 - કોફી પે કન્વર્સેશન

નિશાંત રાધિકા મમ્મી પપ્પાને રાધિકા ડાઇવોર્સ પેપર્સ પર સાઇન થઈ જાય પછી ઘરે આવશે એવું કહી માનવી લે છે.
અને રાધિકા પણ નિશાંત ની હા માં હા કરતી જાય છે એટલે તેના મમ્મી પપ્પા તેને લીધા વગર ચા નાસ્તો કરી પાછા ઘરે જતા રહે છે.
નિશાંત ના પપ્પાને આ વાત ગમતી નથી પણ તે રાધિકા સામે નિશાંત ને કઈ કહેતા નથી.

* * * *

રાતના ૧૧:૪૫ વાગી રહ્યા હોય છે.
રૂમમાં નિશાંત લેપટોપ પર તેમની ઓફિસ નું કામ કરી રહ્યા હતા અને આજે ઉંઘ જાણે રાધિકા થી રિસાઈ ગયેલી.
ગાદી પર પડખાં ફરી ફરીને પણ તે હવે કંટાળી ગઈ હતી.
નિશાંત નું ધ્યાન હતુ તેના પર એટલે કામ પૂરું થતા જ તે રાધિકા ને પોતાની સાથે ટેરેસ પર આવવા કહે છે.
રાધિકા : અત્યારે હવે ૧૨ વાગ્યે??
નિશાંત : ચાલ ને.
બંને ટેરેસ પર આવે છે.
નિશાંત ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
રાધિકા : થેન્કયૂ.
નિશાંત રાધિકા સામે જુએ છે.
રાધિકા : સૌથી સારી રીતે તમે જ મને સમજો છો.
નિશાંત : કોફી??
રાધિકા : હંમ.
પણ કોલ્ડ કોફી.
નિશાંત : ઓકે.
તે ફોન કરી સર્વન્ટ ને કોલ્ડ કોફી બનાવવાનું કહે છે.
રાધિકા ચંદ્ર તરફ જોતા જોતા કઇંક વિચારી રહી હોય છે.
નિશાંત : શું વિચારે છે??
રાધિકા : ચંદ્ર કાંટાળી નહી જતો હોય??
બધી એક જેવી જ પ્રેમ કહાની સાંભળી અને તેમનો સાક્ષી બની??
નિશાંત ને હસવું આવી જાય છે.
રાધિકા : એક છોકરા છોકરી મળે કોલેજ માં કે ક્યાંક બીજે, એક બીજાના સપના જુએ, ચંદ્ર પર લખાયેલી એજ શેરો - શાયરી કરે, ઘરે થી ના પાડતા વાતચીત અટકાવી દે અને ચંદ્રના દરબારમાં આવી, ફરીયાદ કરતા એજ દર્દ ભર્યા ગીતો સાંભળે.
નિશાંત : હંમ.
રાધિકા : અને જો કોઈ પ્રેમ કહાની સરળતા થી આગળ વધી તો ચંદ્ર તેમની ખુશીયો નો સાક્ષી બનશે.
આમાં શું નવું છે વળી??
સાંભળી નિશાંત ફરી હસે છે.
તેમની કોલ્ડ કોફી આવી જાય છે.
નિશાંત : આપણી વાર્તા છે ને જુદી.
અને ચંદ્ર આપણી વાર્તા નો પણ સાક્ષી બન્યો છે.
નિશાંત મુસ્કાય ને કહે છે.
રાધિકા : વર્ષો પછી ચંદ્ર ને કોઈ લવ વિના ની લવ સ્ટોરી નો સાક્ષી બનવાનો મોકો મળ્યો હશે.
રાધિકા હસે છે.
નિશાંત : આપણી સ્ટોરીમાં પણ લવ તો છે જ ને.
બસ, એ બાકી બધી લવ સ્ટોરી કરતા થોડો જુદો છે.
રાધિકા : હંમ.
આપણા પ્રેમ એ આપણને દોસ્તી સાથે આઝાદી થી જીવતા શીખવાડ્યું છે.
કોઈ દબાણ કે કોઈ સંબંધ નો ભાર નહી.
માત્ર બિનશરતી પ્રેમ અને એક બીજાનો પૂરો સ્વીકાર સાથે એક બીજાનો સાથ.
બરાબર ને??
નિશાંત : હા.
રાધિકા ખુશ થઈ જાય છે.
નિશાંત : આવ.
નીચે બેસ.
બંને કોફી ના ગ્લાસ લઈ નીચે બેસે છે.
નિશાંત : એક વાત કહું....
મને આ કોફી ઉપર જે ફીણ થાય ને તે બહુ ગમે.
થોડું ચાઇલ્ડીશ છે પણ....
રાધિકા : મને પણ તે ગમે છે.
રાધિકા ફરી મુસ્કાય છે.
બંને કોફી નો ઘૂંટ ભરે છે.
રાધિકા : કાશ, બધા જ સંબંધો આવા હોતે.
ભાર માં સાવ હલકા.
નિશાંત : તો પછી સંબંધોમાં વેરાયટી શું રહી??
રાધિકા : પોઇન્ટ.
નિશાંત : વિવિધતા છે તો નવીનતા પણ છે.
રાધિકા : ઓહો.
તમારે છે ને એક પેજ શરૂ કરવું જોઈએ
કોટ્સ બાય નિશાંત.
બંને હસે છે.
નિશાંત : મને લાગે છે,
તારે બીજો મોકો આપવો જોઈએ.
રાધિકા : મમ્મી પપ્પાને??
નિશાંત : હંમ.
રાધિકા : નથી ભૂલી શકાતું મારાથી.
જે થયુ મારા અને જેની વિશે જાણ્યા બાદ.
તેમને જોતા જ એ બધુ ફરી યાદ આવવા લાગેલું મને.
રાધિકા નીચે જોવા લાગે છે.
નિશાંત તેના હાથ પર પોતાનો હાથ મૂકે છે.
રાધિકા : હું એ ઘર ને રોજ મીસ કરું છું.
તેમને પણ મીસ કરું છું.
તેમના માટે મને ખૂબ લાગણી છે, માન છે અને પોતાની જવાબદારી નો ખ્યાલ પણ છે.
છતાં મન અત્યારે પાછું ત્યા જવા નહી માન્યું.
અહીંયા મને મોકળાશ મળે છે.
અને ત્યા ભલે એ લોકો ગમે એટલું કહે કે અમે તને કઈ નહી પૂછી એ, કહીએ.
પણ તેમનાથી જાત જાતના સવાલો પૂછાય જ જશે અને જે મને અંદર થી હલાવી નાખશે.
રાધિકા જુસ્સા સાથે બધુ બોલી જાય છે.
નિશાંત : મે તને પૂછ્યું તારે શું કામ નથી જવું??
રાધિકા : અત્યાર સુધી જેની સિવાય એક તમે જ છો જેમની સામે હું મારું દિલ ખોલી શકી છું.
નિશાંત મુસ્કાય છે.
નિશાંત : ચાલ, કોફી પૂરી કરી લઈએ.

* * * *

પૂર્વી : હાય.
નિશાંત ને વિડિયો કોલ ના લાગ્યો એટલે તને કર્યો.
તે કદાચ મીટિંગ માં હશે.
રાધિકા : હા.
તું શું કામ રડી રહી છે??
પૂર્વી : પપ્પા સાથે ઝગડો થઈ ગયો.
એ મને કહે તું આખો દિવસ ઘરમાં નહી બેસી રહે.
રાધિકા : તેમની વાત પણ બરાબર છે ને.
પૂર્વી : હા, પણ હું કોની સાથે બહાર જાઉં??
મારા બધા દોસ્ત તેમના કામમાં બીઝી હોય.
બધા જોબ કરે છે.
અને બીજી વાત એ કે મને કોઈ છોકરો પસંદ નથી આવતો.
૪ માં થી ૨ ને તો આવનારા બાળકની જવાબદારી જ નહતી લેવી.
હું સમજી શકું છું કે એ એમની મરજી છે પણ પોલિસ સ્ટેશનમાં બધા પપ્પાને પણ બોલે છે.
એક દિવસ ટીફીન આપવા હું ગયેલી તો સાંભળેલું.
પછી પપ્પા જ મને ત્યા આવવા નથી દેતા.
મે પપ્પાની મુશ્કેલીઓ વધારી દીધી.
તેનાથી ફરી રડી પડાય છે.
પૂર્વી : મારે ગર્ભપાત કરાવી જ દેવો જોઈએ.
એટલે બધી વાર્તા પતે.
રાધિકા : પૂર્વી, તે જ કહ્યુ હતુ ને હવે એ શક્ય નથી.
પૂર્વી : ડોક્ટર ને વધારે પૈસા આપી....
રાધિકા : પૂર્વી.
રાધિકા તેને તે બોલતા પણ રોકે છે.
પૂર્વી : મે આજ સુધી પપ્પાને ખુશ નથી કર્યા.
રાધિકા : એવું નથી પૂર્વી.
પૂર્વી : તને કઈ રીતે ખબર??
પૂર્વી ગુસ્સામાં બોલી જાય છે.
રાધિકા : અચ્છા, તારું ઘર ક્યાં આવ્યું??
મને કહે, હું આવું તને મળવા.
પૂર્વી તેને પોતાના ઘરનો રસ્તો સમજાવે છે.
રાધિકા : હું ૧૫ મિનિટમાં આવી.
તે કપડા બદલી, શુગર એન્ડ સ્પાઇસ માં થી ૨ રાજ કચોરી નું પાર્સલ લઈ પૂર્વી ના ઘર તરફ જવા લાગે છે.

* * * *


~ By Writer Shuchi



.