Krupa - 30 - last part in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 30 - અંતિમ ભાગ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કૃપા - 30 - અંતિમ ભાગ

(કૃપા અને કાના ની હોશિયારી થી ગનીભાઈ અને રામુ ને બેભાન હાલત મા જ જેલ માં લઇ જવાયા અને હોશ માં આવતા જ તેઓ હેરાન છે કે હવે શું થશે??જોઈએ આગળ ..)

ગનીભાઈ એ પોતાના વકીલ ને બોલાવાની વાત કરી,પણ પોલિસે તેમને મચક ના આપી.કેમ કે આ વખતે તેમની પાસે ગનીભાઈ વિરુદ્ધ ઘણા પુરાવા હતા.છતાં પણ ગનીભાઈ ની વગ થી તેનો વકીલ હાજર તો થઈ ગયો,પણ એને પણ એજ જવાબ આપ્યો કે આ વખતે તમારા બચવાના ચાન્સ ઓછા છે.

ગનીભાઈ જેલ માં ખૂબ ગુસ્સા માં આંટા મારતો હતો, આસપાસ તેના માણસો પણ ચિંતા માં બેઠા હતા.અને ત્યાં જ.

" કેમ છો રાત ના રાજા"કૃપા ત્યાં આવી.

"તું તું તો ડાકણ છો,મારે તારા પર ભરોસો કરવાની જરૂર જ નહતી.પણ કહેવાય છે ને કે સુંદર સ્ત્રી સામે હોઈ તો માણસ ને પોતાનું પતન પણ નથી દેખાતું.તે મારા ઘર માં આશરો લઈ,મને જ બરબાદ કર્યો છે.યાદ રાખજે જે દિવસે હું અહી થી છૂટ્યો.તું જીવતી નહિ બચે."ગનીભાઈ ગુસ્સા માં બોલી રહ્યો હતો.

"મેં તો તમને કહ્યું હતું,કે સુધરી જાવ.જો તમે માની ગયા હોત તો આ દિવસ જોવાનો વારો જ ના આવત.પણ તમને
ક્યાં સુધરવું હતું.અને મારી બરબાદી ના રસ્તા માં એક ઇટ તમે પણ રાખી હતી.એ હું કેમ ભૂલું!તમારા જેવા અમારી જેવી નાના ગામ ની છોકરીઓ પાસે મજબૂરી થી દેહવ્યાપાર કરાવે છે.અને પછી સમાજ માં મોટા માણસ બની ને ફરે છે.મેં કીધું તું જો તમારી પોતાની બેન દીકરી કે પત્ની સાથે આવું થાય તો શું કરો?યાદ છે ને!તમારા ઘર ની સ્ત્રીઓ ને કોઈ એ નજરે જોવે તો તમે એને મારી નાખો. અને બીજી સ્ત્રીઓ એનું શું?મેં તો તમને બહાદુર અને દિલદાર જાણ્યા હતા.પણ તમે તો બીજા જેવા જ નીકળ્યા.અને હા હજી તમારા માટે એક ભેટ મોકલવાની છું.જોઈ લેજો આશા કરું છું તમને ગમશે!"આમ કહી કૃપા ત્યાં થી ચાલી ગઈ.

ગનીભાઈ વિચારતો રહી ગયો કે આ છોકરી ની આટલી વિસાત કે એ મને ધમકાવે.હવે અહીં થી કેમ નીકળવું,અને બહાર નીકળી ને શુ કરવું એ વિચાર માં ગનીભાઈ આમ થી તેમ આંટા મારતો હતો.અહીં તેને એક એક સેકન્ડ કાઢવી આકરી હતી,તેમાં પણ કૃપા એ ભેટ નું કીધું ત્યારથી તે વધુ મુંજાય ગયો હતો.

જેલ માં ગનીભાઈ ને કોઈ જાત ની સગવડતા ના મળે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું,કેમ કે ઘણા સમય થી છોકરીઓ ની હેરાફેરી વધી જતા,સરકાર પણ પરેશાન હતી.અને એમાં ગનીભાઈ નું પકડાવું.પોલીસ તેમના પર પૂરો કડાપો રાખતી હતી.વકીલે પણ અત્યારે તો કઈ થઈ શકે તેમ નથી એમ કહી દીધું હતું.અને અચાનક એકવાર તે જેલ માં બેઠો હતો,ત્યાં જ એક હવાલદાર આવ્યો.

"આલે આ તારા માટે છે."પેલા એ તદ્દન ઉદ્ધતાઇ થી ગનીભાઈ ને કહ્યું.જે લોકો મારી આગળ પાછળ સલામ કરતા એ મને આજે તુકારે કહે છે.ગનીભાઈ ને મન માં ગુસ્સો તો ઘણો આવ્યો.પણ તે સમસમી ને બેસી રહ્યો.

પેલો એક પાર્સલ લાવેલો.ગનીભાઈ ના એક માણસે તે લઈ ને ગનીભાઈ ને આપ્યું.ગનીભાઈ એ તે ખોલ્યું તો અંદર એક બોક્સ હતું.જેમાં એક લાલ ગુલાબ અને એક મોબાઈલ હતા.ગનીભાઈ ચમક્યો.એને તરત તે મોબાઈલ ચાલુ કર્યો.અને એ સાથે જ તેમાં એક ફોન આવ્યો.

"કેમ છો રાજા જી?આનંદ મા ને !તમે જેલ માં હોવ તો મને કેમ ગમે!એટલે તમારા માટે આ ભેટ મોકલી હવે એક કામ કર તારા માટે એક વિડીઓ મોકલ્યો છે.જોઈ લે જે તને ખૂબ જ ગમશે."એમ કહી કૃપા એ ફોન મૂકી દીધો.

ગનીભાઈ ના માણસો તેના બદલતા હાવભાવ જોઈ ને સમજી તો ગયા કે નક્કી કઈક ગડબડ છે.પણ બોસ ને પૂછવાની હિંમત કોણ કરે.એટલે બધા ચુપચાપ તેને જોતા રહ્યા.ગનીભાઈ એ મોબાઈલ માં એક વિડીઓ હતો તે પ્લે કર્યો.

ગનીભાઈ ,રાત નો રાજા તું શું સમજે છે.સ્ત્રીઓ એ તારા કે તારા જેવા ના હાથ નું રમકડું છે.ના ક્યારે પણ નહિ, હા અમને અમારી શક્તિ નો ખ્યાલ નથી હોતો પણ એક ચિનગારી અમારી અંદર ની આગ જલાવવા પૂરતી હોઈ છે.કોઈ પણ સ્ત્રી ને મજબુર કરનાર તું એકવાર અમારા માં તારી બહેન કે દીકરી નો ખ્યાલ આવ્યો હોત ને તો આજે અમે તારી પૂજા કરતા હોત.અમે સ્ત્રીઓ તમારી જાત પર પોતાનો જીવ કુરબાન કરી દઈ.પણ તમને અમે ફક્ત પગ ના જોડા જ લાગી.ના પણ હવે નહિ હવે અમે તારી અને તારા જેવા દરેક રાક્ષસ સામે લડીશું.અમે એકમેક નો આશરો બનીશું,આધાર બનીશું.અને તમારા જેવા ગુન્હાખોરો ને સજા અપાવીશું..એક સાથે ઘણીબધી યુવતીઓ આ વિડીઓ માં ગનીભાઈ ની વિરુદ્ધ માં બોલી રહી હતી.આ બધી એ યુવતી હતી,જેનો ગનીભાઈ એ સોદો કર્યો હતો,અને તેમના ઘર ના પણ તેમને અપનાવવા તૈયાર નહતા.

અંત માં કૃપા દેખાઈ અને તે બોલી,હજી ઘણું જોવાનું બાકી છે.અને એ સાથે જ એક અંધારો રૂમ દેખાયો ગનીભાઈ ને કાંઈક જાણીતું લાગ્યું.અને તેમનો ચેહરો સફેદ થવા લાગ્યો.તેના ચહેરા પર પરસેવો બાઝી ગયો.હાથ પગ ઢીલા પાડવા લાગ્યા.મોબાઈલ હાથ માંથી લગભગ પડવા જ આવ્યો.અને એક માણસે તે લઈ લીધો.

તેને જોયું તો તેમાં એક વિડીઓ ચાલુ હતો,જે વિડીઓ માં ગનીભાઈ અને રામુ સાથે પ્રેમક્રીડા કરતા જોવા મળ્યા અને તેમની સાથે કૃપા પણ હતી.અને અંત માં લખેલું હતું. હવે મુંબઇ નો રાજા ખૂબ જ નામ કમાશે.

(મિત્રો આપ સહુનો ખૂબ ખૂબ આભાર જેને કૃપા ને આટલો પ્રેમ આપ્યો.કૃપા નો આજ અંતિમ ભાગ રજૂ કરતા હું ખૂબ જ ખુશ છું કે આપના સહયોગ થી હું અહી સુધી પહોંચી શકી.આશા છે આગળ પણ આપનો સાથ સહકાર મળતો રહેશે.જલ્દી મળીશું નવી વાર્તા સાથે...)

આરતી ગેરીયા...