ગયા પ્રકરણમાં આપણે જોયું કે જીવરાજભાઈ ના પિતા લખમણભાઈ નું અવસાન થાય છે તેથી બધી જવાબદારી પોતાના પર આવે છે. તેમના બે સંતાન તો ભણતર માંથી ઉઠી જાય છે હવે જોઈએ કે નરેશના ભણતરનું આગળ શું થાય છે....
થયું એવું કે ગામના માસ્તર જેમણે જીવરાજભાઈ ને ત્યાં દૂધનું દૈન્યું રાખેલું.કોઈ કારણસર માસ્તર પૈસા ભરી શક્યા નહિ.તેથી તેમણે કીધું કે મારી પાસે સાઇકલ એમજ પડી છે.પોતે પૈસા ભરી શકે તેમ નથી એટલે સાઇકલ લઈ જવા કહે છે. જીવરાજ ભાઈને થયું કે સાઇકલ તો નરેશના ભણવામાં કામ આવશે એટલે તેમણે સાઇકલ લેવા રાજી થયા.અને માસ્તરના ઘરેથી સાંજે સાઇકલ દોરીને ઘરે લાવ્યા.સવારે નરેશે સાઈકલ જોઈ તો ખુશ થઈ ગયો. તેણે તરત જ સાઈકલ લઈ લીધી.આમ તો પેલીવાર સાઈકલ ચલાવે એટલે આવડતી નઈ.એટલે જરા દૂર ગયો એટલે ધડામ દઈને પડે છે અને ખંભા પરથી હાથ ખડી જાય છે અને લોહી નીકળવા લાગે છે.તરત પિતા જીવરાજ ભાઈ દોડીને આવે છે અને ગામના હાડવેદ પાસે લઈ જાય છે ત્યાં તે તેલવાળો પાટો વીંટી દે છે.અઠવાડિયું થવા આવ્યું છતાં દર્દમાં કોઈ ફરક પડતો નહોતો.જીવરાજભાઈ ને જાણ થઈ દૂર એક શહેરમાં એક નામચીન હાડવેદ છે જે આ બાબતે ખૂબ નિષ્ણાંત છે.પછી જીવરાજભાઈ નરેશને લઈને તે હાડવેદ પાસે જાય છે. ત્યાં જઈને જુએ તો ખૂબ ભીડ હોય છે.એવામાં હાડવેદના પત્ની નરેશને જોઈને લાગણીશીલ થઈ જાય છે અને હાડવેદ ને કહ્યું કે આ છોકરાનો વારો પેલા લે. પછી નરેશને હાડવેદ પાસે લઈ ગયા.પેલા તો ખિજાયા કે આટલા દિવસ ક્યાં ગયા હતા.અને આટલું બધું તેલ કોણે નાખ્યું. પછી કહ્યું કે સારું તો થઈ જશે પણ તમારે 3 ધકા ખાવા પડશે.જીવરાજભાઈ એ કહ્યું કે વાંધો નઈ.પછી એમ કરીને હાડવેદે નરેશ નો હાથ ચડાવી દીધો.પછી 3 ધકા ખાધા છેવટે નારેશનો હાથ ઠીક થયો.
આ નાની ઉંમરે પ્રથમ કિસ્સો એવું કહે છે કે નરેશની આગળની જિંદગી પણ આવી જ રહેવાની!
હવે સાઈકલ શીખવાનો પ્રશ્ન રહેતો જ નથી! નરેશ ધોરણ 9th માં આવે છે એટલે ભણવા માટે બાજુના ગામમાં જવું પડે.ગામના ઘણાં મિત્રો ભણવા માટે બાજુના ગામમાં જતા.પરંતુ તે સમયે કોઈ વાહનની વ્યવસ્થા નહોતી એટલે ચાલીને જ જવું પડે.એટલે નરેશને એ કંટાળો આવતો.પરંતુ તે ભણવામાં તો ખૂબ હોશિયાર છતાં ચાલીને જવું પડતું તે બળ પડતું.આ કારણે અડધું 9th મૂકીને અભ્યાસ છોડી દે છે અને હીરા ઘસાવમાં લાગી જાય છે. અને અભ્યાસ છોડવાનું ખાસું કારણ એ પણ હતું કે તે વખતે ઘણાં યુવાનો જે હીરા ઘસવા માટે શહેરમાં વસતા તેઓ જ્યારે પ્રસંગો અને તહેવારોમાં ગામડે આવતા તો નવા નવા કપડામાં જ ફરે એટલે નરેશ ને પણ એમ થયું કે આ લોકોની જિંદગી પણ કેવી સારી છે.એટલે એ ઘટના અસર કરી ગઈ. પણ એને શું ખબર હતી કે આતો માત્ર પ્રસંગ પૂરતી જ હોય!
થોડાક વર્ષો ગયાં. પુત્રી અંજલિ અને મોટા ભાઈ કિશન ના લગ્ન કરવામાં આવે છે. કિશન પણ હવે ખેતી કરે છે અને સાથે સાથે હીરા પણ ઘસે છે. નરેશની પણ હવે ઉંમર થઈ ગઈ હતી.તેથી તેની પણ સગપણ માટે ની વાત બાજુના ગામ માં કરી અને સગાઈ નક્કી કરી. છોકરીનું નામ નયના હતું.તે દિવસોમાં એવું હતું કે છોકરા અને છોકરી એકબીજાને જોતા પણ શરમ આવતી.સાસરું બાજુના ગામમાં જ હતું એટલે ક્યારેક ભવાઈ કે એવું હોય તો નરેશ અને તેના મિત્રો જોવા માટે ત્યાં પહોંચતા.પણ ભવાઈ તો બહાનું કહેવાય એના બદલે પોતાની પ્રિયતમાને જોવા જતા.
નયના નો ભાઈ એટલે નરેશનો સાળો પોતાની પત્ની સાથે શહેરમાં રહે. જો કે નયના તો ગામડે જ રહે. તેથી નયના ના ભાઈ એ નરેશને પોતાની સાથે શહેર આવવા કહ્યું જેથી પોતાની કમાણી માં થોડો વધારો થઈ શકે. પિતા જીવરાજભાઈ પણ સહમત થયા અને જવા કહ્યું. હવે નરેશ પણ શહેર માં જઈને સારી એવી કમાણી કરે છે. થોડા વર્ષો પછી નયના અને નરેશ ના લગ્ન કરવામાં આવે છે.
હવે પિતા જીવરાજભાઈ એ પણ પોતાની વધેલ 15 વીઘા જમીન પણ પોતાના છોકરાને 5-5 વીઘા નામે કરે છે અને પોતાની પાસે 5 વીઘા રાખે છે.થયું એવું કે નરેશ પોતાની પત્ની સાથે શહેર રહે.અને નરેશના ભાગની જમીન જીવરાજ ભાઈ સાચવે.પાનના ગલ્લમાં હવે ખાસી આવક આવતી નહિ એટલે ગલ્લો પણ બંધ કર્યો.અને ખેતી ઉપર ધ્યાન આપ્યું.નરેશ અને તેની પત્ની શહેરમાં ખુશ છે અને જીવરાજભાઈ પણ ગામડે ખુશ છે.નરેશભાઈ ની કમાણી સારી હતી અને ખેતી માંથી પણ સારી આવક મળતી.જીવરાજ ભાઈને જાણવા મળ્યું કે ગામમાં ઍક પ્લોટ વહેંચાવ છે.તો તેમણે નરેશ ભાઈ ને કિશનભાઇ સાથે પ્લોટ ખરીદવા વાત કરી.છેવટે જીવરાજભાઈ એ એક વીઘાનો પ્લોટ ખરીદે છે. અને પોતાના નાના એવા ઓરડામાંથી મોકળી જગ્યામાં રહેવા આવી જાય છે.એક વિઘામાં ઘણી બધી જગ્યા પડી રહે.એટલે રાણી બેન વાડો બનાવીને શાક બકાલું વાવતા એટલે કંઈ લેવું ના પડે એમ સુખીથી જીવન જીવે છે.
થોડાક વર્ષો ગયા હવે નરેશ ભાઈને ત્રણ સંતાન છે 5 વર્ષની નિરાલી, 3 વર્ષનો પ્રણય અને 1 વર્ષનો સમય. નિરાલીને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવે છે.નિરાલી પણ હોંશિયાર હતી. થાય છે એવું કે નરેશભાઈ અવાર નવાર માંદા રહે. ઘણાં ડોક્ટરો ને બતાવ્યું કંઈ ઈલાજ ન મળે.અને એક હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો તો જાણવા મળ્યું કે પોતાને ટી.બી. છે.એટલે ઘરના બધા સભ્યોને હોંશ ઉડી ગયા.બધા ટેન્શનમાં આવી ગયા.કારણ કે ત્યારે ટી.બી. એટલે અસાધ્ય અને જીવલેણ રોગ ગણાતો.એકબાજુ બિચારી પત્ની બે નાના છોકરાને સંભાળવાના અને ઉપરથી આ નવું ટેન્શન આવ્યું.ગામડે પણ જાણ થઈ તો ત્યાં પણ જીવરાજભાઈ અને રાણી બેન ટેન્શનમાં આવી જાય છે.અને નરેશભાઈ ને ગામડે આવી જવા કહે છે.એટલે તેઓ ગામડે આવતા રહે છે. નરેશ ભાઈનું શરીર દિન પ્રતિદિન ઘટતું જાય છે,શ્વાસ લેવામાં તકલીફ પડે છે.આજુ બાજુના બધા દવાખાના ફરી લીધા છતાં એક પણ દવા અસર કરતી નથી.શરીર સાવ દુબળું પડતું જાય છે તેમ તેમ ઘરના સભ્યોનો જીવ અધ્ધર થતો જાય છે. કોઇને આશા નથી કે હવે જીવશે! ગામના એક સગાએ કહ્યું કે શહેરમાં એક સારો એવો ડોક્ટર છે.ત્યાં લઈ જવામાં આવે છે.ત્યાં કેટલાક દિવસ દાખલ થવું પડે છે.છેવટે તેની દવા લાગુ પડી.પહેલી વખત મહિના દિવસની દવા આપી અને ઘરે મોકલવામાં આવે છે અને દવા પૂરી થાય પછી ફરી આવવા કહ્યું.નરેશભાઈ સમય અનુસાર દવા લે છે.પત્ની પણ ખૂબ સેવા કરે છે.માતાજીની માનતા રાખે છે.
કહેવાય છે ને કે જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ કામ આવે છે.
આમ 3 મહિના થયા અને હવે નરેશભાઈ ની સ્થિતિ હવે સારી છે. છતાં અણશક્તિ રહે છે.કોઈ ભારે કામ કરી શકતા નથી.
આ બીજો કિસ્સો તેમના જીવનનો ખૂબ જ દુઃખદ હતો.પોતે ગંભીર બીમારી માંથી ઉગરીને બહાર આવે છે.
કહેવાય છે ને કે ભગવાન જેની કસોટી કરે છે તેની માથે એકસાથે સામટાં દુઃખ નાખે છે.
હવે નરેશભાઈનું આગળનું જીવન કેવું રહે છે તે જોઈએ આવતા પ્રકરણમાં......
આપના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.
(ક્રમશઃ)