MY POEMS - PART 43 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 43

Featured Books
Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 43

કાવ્ય 01

હજી ક્યાં સુધી રાખશો અક્કડ

હ્રદયને ખોલવા શું રાખશો પાના-પક્કડ !

આવી છે આજે કાળી ચૌદશ

ચોકે નાખવા થી વડા નથી જતા ઝઘડા

બંધાણા હોઈ જો વેરઝેર

મન નો કલહ કાઢી નાખજો આજે

થઈ જાશો મન થી હલકા ફુલ્કા

આવશે મજા જીવવા ની વેરઝેર ભૂલવાથી

વિશ્વ લાગશે પ્યારું જીવવા જેવું

મન મંદિર ને હૃદય ના દરવાજા ખોલવાથી

દિવાલી ઉજવાશે દરરોજ


કાવ્ય 02

નવું વર્ષ...નવો ઉમંગ.....

આવ્યું આવ્યું નવું વર્ષ
લાવ્યું છે ઉત્સાહ ને ઉમંગ
નવા વર્ષ ના નૂતનવર્ષાભિનંદન

આખું વર્ષ રહો મસ્ત
મન થી રહો પ્રસન્ન
તન થી રહો તંદુરસ્ત

જોશ જુસ્સો જવાની
સુખઃ સંપત્તિ સન્માન
જળવાઈ રહે વર્ષો વર્ષ

ખુશ રહો આનંદિત રહો
ઉત્તરોત્તર પ્રગતિ કરો
નામના મળે ચારોતરફ

ધર્મ લાભ મળતા રહે
મંગલ સમાચાર આવતા રહે
તમારી લોકપ્રિયતા વધતી રહે

દરેક ક્ષેત્ર મા સફળતા મળે
ચુસ્તી સ્ફૂર્તિ બરકરાર રહે
નવું વર્ષ તમને યાદગાર રહે

કાવ્ય 03

ગામડા ની અને શહેર ની દિવાલી.....

દિવાલી ઉજવાતી અમારા ગામ મા
દોડધામ દેખાતી દિવાળી ની ઉત્સાહ સાથે

ચારેકોર દેખાતી જગમગતી રોશની મહોલ્લા મા
જાણે લગન હોઈ કોઇ મહાજન ના ઘરમાં

બેસવા જતા દરેક ઓળખીતા ના ઘેર
ઉત્સાહ દેખાતો એકબીજા ના ચહેરા મા

વહેલી પરોઢે મંગળા ની આરતી ના દર્શન
અન્નકોટ ના થાળ ધરાતા રામ મંદિર મા

મીઠુ મોઢું કરીને રૂપિયા થી ભરાઈ જતા ખિસ્સા
આવતી દિવાળી ની ખરી મજા ગામડા મા

શહેર મા થોડાક જ કલાકોની હતી દિવાળી,
સોશિયલ મીડિયામાં જ ઉજવાઈ ગઈ જાણ બહાર

દિવાળી ની બધી રજાઓ ખર્ચાઈ ગઈ ને
દિવાલી ઉજવાઈ ગઈ મહેમાન આવવા ની વાટ મા

ભીડ વગર ના રસ્તાઓ ભાસે સુમસામ શહેર મા
જાણે પડ્યો અજાણ્યો સોપો આખા નગર મા

પડ્યા રહ્યા ફાફડા મઠિયા ને મીઠાઈ ડબ્બા મા
હવૅ ક્યાં આવે છે ઘરે કોઇ દિવાળી મા બેસવા

નવી નોટો ના બંડલ રહ્યા અકબંધ
આશીર્વાદ ની નથી લાગતી કોઈને જરૂર

દેખાતા નથી શકન નું મીઠુ વેચવા વાળા
આસોપાલવ ના તોરણો સુખાણા લારીમાં

કાવ્ય 04

યાદ ફરી યાદ... ફરિયાદ થઈ ને આવે છે

એ નાનપણ નો માં નો ખોળો અને મીઠા મીઠા હાલરડા, કાળી ઘેલી ભાષા અને આપણી જીદ ને પૂરી કરતા માવતર

ભાઈ બહેનો નો પ્રેમ ભર્યો નિર્દોષ ઝગડો અને એકબીજા ની વસ્તુ છીનવા ની મજા

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

ગામ નો મહોલ્લાે, શેરી ઓ અને ચોરા ઓ
કોઈ પણ મિત્રો ના ઘરે પ્રયોજન વગર જમવા બેસી જવા ની મજા,

લગોટી, આંબલી પીપલી અને થપ્પો ની ખર્ચ વગર ની રમતો, નદીઓ અને તળાવ કૂવા મા છાના માના ન્હાવા ની મજા ઓ

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

મિત્રો જોડે ગિલલી ડંડા ને એ ક્રિકેટ ની રમત રમતા રમતા લડવા ની મજા ને,
નહીં એકબીજા સાથે બોલવા ની કસમ તો સાંજ પડતાં ધૂળ ની ડમરી ની જેમ ઊડી જતી

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

સરકારી સ્કૂલ નો સસ્તો યુનિફોર્મ ને માસ્તર નો માર, પણ મફત શિક્ષણ એનું જોરદાર

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

વરસાદ આવતા છાના માના માટી ખાવા અને પલળવા ની અને જહાજ તરાવા ની મજા,

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

નાના હતા ત્યારે સપના ઓ મોટા મોટા હતાં, અને સપનાઓ પૂરા કરતા ક્યારે મોટા થઈ ગ્યાં

નાના હતા ત્યારે મોટા હ્રદય ના હતા ને મોટા થયા નાના હ્રદય ના ક્યારે થઈ ગ્યાં

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે
અને આંખ માં અણધાર્યા આંસુ ઓ આપી જાય છે...

હિરેન વોરા