શ્રી ગણેશાય: નમ:
જીવનસાથીની રાહમાં.......
હું ચૌધરી જીગર આજે એક નવી રચના લખી રહ્યો છું. નવલકથાનું નામ "જીવનસાથીની રાહમાં....... "છે. આપણે જીવનમાં સમયે સમયે કોઈની રાહ જોતાં હોયે છે. સ્કુલમાં હોયતો રજાની, નોકરીમાં પગારની, જીવનમાં જીવનસાથીની રાહ જોતાં હોઈએ છે. મારી રચના પણ કંઈક આવી જ છે.જીવનમાં જીવનસાથીની રાહ. મુખ્ય પાત્રમાં વર્ષા, મૈથલી અને હેમંત છે. રચના ધણી જ રસપ્રદ છે.
વાંચક મિત્રો મારી રચના વાંચી તમારો પ્રતિભાવ જરુર આપજો. તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે.
વર્ષા એ આજે સવારે જ હેમંતને ફોન કરી પોતાની કોલેજ નજીક નાં ગાર્ડનમાં બોલાવ્યો હતો. સવારનાં નવ વાગી ગયા હતાં એટલે બગીચા એટલી ચહલ પહલ ન હતી. વૉકિંગ કરવા વાળા લોકો પણ નીકળી જ ગયા હતાં. મોટી ઉંમરના વ્યક્તિ પણ તાજી હવા લઈ બગીચામાંથી નીકળી રહયા હતાં. થોડો જ લોકો જ ગાર્ડન માં હતાં.
અત્યારે ન જાણે કે વર્ષા એ હેમંત ને આજે સવારે બોલાવ્યો હતો.
એમ તો કોઈ દિવસ આવું વર્ષા એ કર્યું ન હતું એમ વિચારતો હેમંત ઘરેથી તૈયાર થઈ ગાર્ડન જવા નીકળી જાય છે. વર્ષા એક બાકંડા પર બેસેલી હતી. એણે આજે વાદળી કલરનો કુર્તો પહેર્યો હતો. હાથમાં નાની એવી ઘડિયાળ હતી અને કાનમાં નાની એવી બુટ્ટી હતી. વાળને મોટા રબરથી બાંધેલા હતાં. હાથમાં ગુલાબ અને એક લેટર હતો. સાથે કોલેજ નું બેગ પણ હતું આજે એ ઘરેથી વહેલી કોલેજ જવા નીકળી ગઈ હતી. મુખ પર ગંભીરતા અને કોઈ ની આવીના રાહ સ્પષ્ટ પણે દેખાતી હતી. કોલેજ નું આ છેલ્લું વર્ષ હતું. વર્ષા આજે ચાર વર્ષ પછી પોતાના હ્રદયની વાત હેમંત ને કહેવાની હતી બસ એને હવે આજે કંઈ દેવાનું મન મનાવી લીધું હતું.
થોડી વાર પછી હેમંત ગાર્ડનમાં આવે છે. એ લોકો ની ગાર્ડનમાં જયારે પણ બધા મિત્રો જાય એટલે બેસવાની જગ્યા એક જ હોય એટલે એને વર્ષા ને શોધવાની જરૂર ન હતું.
સુરજનો કુમળો તડકો બાંકડા પરની એક જગ્યાએ પડેલો હતો અને જયાં છાયો હતો ત્યાં વર્ષા બેસેલી હતી. વર્ષા ને જોતાં હેમંત બોલે છે.
" હાય વર્ષા "
(હેમંત ને જોતાં)
" હાય"
" મારે એક વાત કેહવી હતી "
" હા બોલને
પણ એ તો તું ફોન પણ પર કરી શકે......."
" હા પણ મારે આમ જ કરવી હતી"
" પણ પહેલાં મારી વાત સાંભળ
અને સારું તે મને બોલવી ને તો હું જ તને આજે બોલાવાનો હતો"
" મારી વાત તો સાંભળ"
" ના
આય લવ યુ"(નીચે બેસીને બોલે છે)
" શું? "(વર્ષા ને કંઈ સમજ ના પડી. શું વાતનો જવાબ આપવો? આ વાત સાચે જ મને જ કહે છે? વર્ષા મગજમાં એકસાથે ધણાં સવાલો દોડી રહ્યા હતાં.)
" હું તને પ્રેમ કરું છું
હા કે ના? "
"શું?
મને કોઈ સમજ ના પડી"
(વર્ષા ને ગમ્યું કે હેમંત મારાં હ્રદયની વાત કેહવા પહેલાં જ કહી દીધી. પણ એને હેમંતનો હસતો ચેહરો જોઈને ફરી પુછયું.)
" ચોકી ગઈને
આજે હું મારા હ્રદયની વાત મૈથલીને કહી....... "
(વર્ષા આ સાંભળીને સુનમુન બની જાય છે એને કંઈ સમજ પડતી ન હતી. હાથમાંનો લેટર પડી જાય છે અને ગુલાબ નીચે પડતું જ હોય છે કે હેમંત ગુલાબ પકડી લે છે. )
" અરે વર્ષા શું
આમ ઊભી રહી ગઈ મુર્તિની જેમ? "
" અરે આમ
અચાનક
એટલે મારે શું કહેવું તે જ સમજ ન પડી "
" હા
એ શું કહેશે"
" હા
જ કહેશે ને"
" હા
થાકયુ
તું મારી બેસ્ટ મિત્ર છે
આ ગુલાબ "
" તારા માટે જ છે"
" થાકયુ
હું મૈથલીને આ ગુલાબ આપીશ"
"હા"
" બોલ
તારે શું? કહેવું હતું "
આગળ શું થશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.......