દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 28
આગળનાં ભાગમાં જોયું કે મૃગાંક પરિમલ સાથે યુદ્ધ કરે છે. અને સરસ્વતી સાગર સાથે યુદ્ધ કરે છે. વિદ્યા ને ખબર છે કે પારસમણિ વગર જીત અશક્ય છે એટલે સાગર સાથે મૃગાંકે યુદ્ધ કરવું જોઈએ કેમકે તો જ પારસમણિ મળી શકે વિદ્યા આ વાત બૌદ્ધ સાધુ આનંદ ને કરે છે. હવે આગળ
સરસ્વતી પ્રથમ વાર કરવાનું ચુકી જાય છે સાગર પારસમણિની શક્તિથી સરસ્વતીને પિંજરામાં કેદ કરી દે છે. મૃગાંક નું ધ્યાન પણ તે તરફ જાય છે. બૌદ્ધ સાધુ મૃગાંક ને ઈશારાથી સરસ્વતીની મદદ કરવા જવાનું કહે છે અને પરિમલ સાથે બૌદ્ધ સાધુ આનંદ યુદ્ધ કરે છે. બધા આ ધટના મંદિર પરથી જોઈ રહ્યા હતાં. વિદ્યા મનમાં વિચારે છે કે મૃગાંક તો સાગરનો સામનો કરી લેશે પણ પરિમલ નો સામનો બૌદ્ધ સાધુ આનંદ કરશે કંઈ રીતે? કેમકે પરિમલ પાસે ધણી જાદુઈ શક્તિ છે.
મૃગાંક પોતાની શકિત થી સરસ્વતી ને કેદમાંથી મુકત કરે છે. સાગર સોમને મારવા જતો હોય તો એને રોકે છે અને સાગર અને મૃગાંક નું યુદ્ધ શરૂ થાય છે. પારસમણિ શક્તિ થી સાગરની હાર થવી મુશ્કેલ હતી પણ મૃગાંક ની સાથે સરસ્વતી પણ પોતાની જાદુઈ શક્તિ થી સાથે વાર કરે છે એટલે એ શક્તિ થી સાગર ત્યાં જ ઢળીને મૃત્યુ પામે છે. પરિમલ આ બધું જોઈ રહ્યા હતો એ બૌદ્ધ સાધુ આનંદ ને મારવા તો માગ્તો ન હતો પણ સાગરને જોઈ ને જાદુઈ અણીદાર ચપ્પુ બૌદ્ધ સાધુ આનંદ તરફ ફેકે છે. બૌદ્ધ સાધુ આનંદ ને તે વાગે છે. મેહુલ અને બાકી બધા બૌદ્ધ સાધુ તરફ જાય છે.
પારસમણિ સરસ્વતી સાગરનાં હાથમાંથી લઈ લે છે. પરિમલ સોમ અને વિદ્યા તરફ જતો હોય કે મૃગાંક અને સરસ્વતી તેને રોકે છે અને એ લોકો વચ્ચે યુદ્ધ થાય છે. મૃગાંક પાસે પારસમણિ હોવાથી તે પરિમલ ને જાદુઈ પિંજરામાં કેદ કરે છે. અને તેની બધી જ જાદુઈ શક્તિ લઈ લે છે. અને તેને પિંજરામાંથી મુકત કરે છે અને તેના માનવ દેહનો નાશ કરે છે હવે પરિમલ એક આત્મા છે. કારણકે બૌદ્ધ સાધુ આનંદ ને મારવાથી એને શ્રાપ મળે છે કે ત્યારે આ ભૂમિ પર જ ભટકવું પડશે મોક્ષ માંગશે તો પણ તને મોક્ષ મળશે નહીં.
સાગર નો દેહ રાખ થઇ જાય છે. પરિમલ ચાલતો ચાલતો ત્યાંથી જતો રહે છે.
" શિષ્ય મેહુલ હું જાવ છું "(બૌદ્ધ ગુરુ આનંદ)
"ના"(મેહુલ)
"હવેથી મઠની જવાબદારી તારી"(બૌદ્ધ ગુરુ આનંદ)
"તમે અમારા માટે પોતાનું જીવન કેમ? "(સોમ)
"ના એમાં તમારો કોઈ વાંક નથી"(બૌદ્ધ ગુરુ આનંદ)
"પણ તમે અમને બચાવા માટે પોતાનું જીવન"(વિદ્યા)
"મારે તો આખા જગતને બચાવું હતું પરિમલથી જે માટે મારે પોતાનું જીવન આપવું એ કંઈ મોટી વાત નથી"(બૌદ્ધ ગુરુ આનંદ)
"ગુરુજી તમે આમ કંઈ રીતે....... "(મેહુલ)
"મેહુલ મઠનું કાર્યભાર હવે તારે સંભાળવાનું છે
હવે હું જાવ છું"(બૌદ્ધ ગુરુ આનંદ)
બૌદ્ધ સાધુ આનંદ મૃત્યુ પામે છે.બધા એમના દેહને નમન કરે છે. અને થોડી જ વારમાં એમનો દેહ રાખ થઇ જાય છે અને પવન આવતાં એ રાખ પણ ઉડી જાય છે.
સરસ્વતી પારસમણિ વિદ્યાને આપે છે. વિદ્યા પારસમણિ લઈ પપ્પા સાથે જઈને મા કાળિકા મુર્તિ આગળનાં પથ્થરમાં મુકી દે છે. બધા મંદિરની બહાર નીકળી આવે છે.
" વિદ્યા હવે હું જાવ છું "(સરસ્વતી)
"દીદી કયાં? "(વિદ્યા)
"મારું કામ બસ પારસમણિ ને ફરી મુળ જગ્યા પર મુકવાનું જ હતું
જે કામ પત્યું એટલે હું જાવ છું"(સરસ્વતી)
"દીદી"(વિદ્યા)
"ના
હવે મારે જવું જ પડશે"(સરસ્વતી)
"સરસ્વતી"(મૃગાંક)
"મૃગાંક હું જાવ છું"(સરસ્વતી)
"સરસ્વતી "(જીયા)
"વિદ્યા હું જાવ છું
સમયની રેખા કોઈ બદલી શકતું નથી
ભાગ્યમાં હતું કે તને હું ફરી મળી શકી
પણ હવે મારું કામ અહીં પતી ગયું છે"(સરસ્વતી)
"દીદી"(વિદ્યા)
સરસ્વતી ત્યાંથી આકાશ તરફ જતી રહે છે અને પછી અદશ્ય થઈ જાય છે. બધા ફરી સોસાયટીમાં આવી જાય છે. બૌદ્ધ ગુરુ આનંદ નો શિષ્ય મેહુલ બૌદ્ધ મઠ જતો રહે છે. મૃગાંક ફરી તપસ્યા કરવા જતો રહે છે. વિદ્યા, જીયા, જનક, નયન અને મહેન્દ્રને આ ધટના વિશે કોઈ ને પણ કંઈ પણ કહેવાની સોમ ના પાડે છે.
થોડા દિવસ પછી મૃગાંક ને તપસ્યામાં સરસ્વતીની છબી દેખાય છે.
વિદ્યા પોતાના બિલ્ડિંગનાં ધાબા પર હોય છે. સરસ્વતી દીદીની યાદ આવતાં એ ગીત ગાય છે.
"मुसकुरा के जीवन
छेडे प्यार की धुन
नए नए सपनें
आंखो मैं बुन
मुसकुरा के जीवन
छेडे प्यार की धुन
नए नए सपनें
आंखो मैं बुन
आषा की किरण केहती हम से
कसम से कसम से कसम से
बहारे चुरा लूमौसम से
कसम से कसम से कसम से
कसम से कसम से कसम से
कसम से कसम से कसम से "
વિદ્યા સરસ્વતીને યાદ કરતાં આકાશ તરફ જોય છે.
(સમાપ્ત)
" દાસ્તાને બી બિલ્ડિંગ " અહીં જ સમાપ્ત થાય છે. આશા છે કે તમને મારી આ રચના " દાસ્તાને બી બિલ્ડિંગ " ગમી હશે. ભુલ હોય તે તરફ ધ્યાન દોરવવા ન્રમ વિનંતી છે. તમારો પ્રતિભાવ જરૂર લખજો તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે.
મારી આ રચના વાંચવા માટે વાંચક મિત્રોનો ખુબ ખુબ આભાર.