(એલ્વિસ તેના એક મિત્રના વીડિયો સોંગનું શુટીંગ કિઆરાની કોલેજમાં ગોઠવે છે.તે કિઆરાને અવગણીને અન્ય છોકરીઓ સાથે વાત કરીને અને સેલ્ફી લઇને તેને જલાવે છે.અહીં કિઆરા આ બધું સહન નથી કરી શકતી અને તે એલ્વિસ,વિન્સેન્ટ ,અર્ચિત અને અહાના સાથે ફિલ્મ સીટી અકીરાને મળવા ગઇ.જ્યાં અકીરાએ સત્ય સ્વીકારી લીધું પણ તેણે કિઆરાનો મોબાઇલ તોડી નાખ્યો.કિઆરાએ તેને કહ્યું કે આ બધું એલ્વિસ લાઇવ જોઇ રહ્યો છે.)
કિઆરાની વાત સાંભળીને અકીરાને પરસેવો વળ્યો.
"એલ્વિસજી,આ કીઆરા ખોટું બોલે છે.મે કશુંજ નથી કર્યું.તે મને ધમકી આપે છે.તે મને નુકશાન પહોંચાડશે,તમે પ્લીઝ કિઆરાથી દુર રહો.તે તમારા માટે યોગ્ય નથી."એલ્વિસ બધું લાઇવ જોઈ રહ્યો છે તેવું સાંભળીને અકીરાએ પોતાનો સ્વર બદલ્યો.
કિઆરાને અકીરાની હાલત જોઈને ખડખડાટ હસવું આવ્યું.કિઆરાએ તેની ઢીલી ટીશર્ટના બટન પાસેથી એક નાનકડો દોરો લટકતો હતો તેેને ખેંચીને લાંબો કર્યો.તે લાંબો દોરો તેણે અકીરાની પાસે જઇને બતાવ્યો
"એ હિરોઈન,કાતર છે તારી પાસે?"કિઆરાએ કહ્યું.અકીરાને આશ્ચર્ય થયું.આમ તો તે કિઆરાને જડબાતોડ જવાબ આપવા માંગતી હતી પણ એલ્વિસ લાઇવ જોઈ રહ્યા હતાં.તે વાત જાણતા જ તેણે પોતાનું વર્તાવ બદલી કાઢ્યું.તેણે ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાંથી મોટી કાતર આપી.કિઆરાએ કાતર હાથમાં લીધી અને રહસ્યમય રીતે હસી.તે કાતર લઈને તે અકીરાની પીઠ બાજુએ ઊભી રહી.ટીશર્ટનો દોરો એ રીતે ગોઠવ્યો કે તે અને અકીરાનો ચોટલો એક જ લાઈનમાં બાજુ બાજુમાં હોય અને પછી સટાક લઇને તે દોરો અને અકીરાનો ચોટલો છેક ઉપરથી કાપી નાખ્યો.
મધુબાલાએ અકીરાના વાળ નીચે પડતા જોયા અને તેના મોંઢામાંથી ચિસ નીકળી ગઇ.અકીરાએ પણ ભડકીને જોયુ કે તેના સુંદર લહેરાતા અને સિલ્કીવાળની કિઆરાએ આહુતિ લીધી હતી.
"આ શું કર્યું તે સ્ટુપીડ,ઇડિયટ.હું તાર વિરુદ્ધ ફરિયાદ કરીશ.જોયું એલ્વિસ તમારી આ કિઆરાએ શું કર્યું?"અકીરાએ ગરીબડું મોઢું બનાવીને કહ્યું.
"મે શું કર્યું?હાય હાય,તારા વાળ કપાઈ ગયા?ઓહો સોરી હોં.હું તો મારો આ દોરો કાપતી હતી અને તારા વાળ સાથે સાથે કપાઇ ગયાં.મે જાણીજોઈને નથી કર્યું."કિઆરાએ ભોળા ચહેરે કહ્યું.
"કિઆરા,હું તને નહીં છોડું."અકીરાને ગુસ્સો આવતા પોતાના મૂળ સ્વભાવ પર આવી.તેણે કિઅારાના મોંઢાને પોતાની હથેળીમાં જોરથી દબાવ્યો.
કિઆરાએ સટાક સટાક કરીને બે થપ્પડ તેને માર્યા.પાછળ પડેલા કાજલ અને મશ્કારાને તેના ચહેરા પર લગાવ્યો અને તે કાતર વળે તેનો કોશચ્યુમ ફાડી નાખ્યો.
"હવે તું પણ લધરવધર લાગે છે.એક વાત ધ્યાનથી સાંભળી લે.મારા એલ્વિસથી દુર રહેજે.સો ફુટ દુર રહેજે નહીંતર આવતી વખતે આનાથી પણ ખરાબ હાલ થશે."કિઆરા તેને ધમકી આપીને જતી રહી.
અકીરા આઘાત સાથે ત્યાં જ ઊભી રહી ગઇ.બહાર અર્ચિતના લેપટોપમાં આ બધું લાઇવ જોઈ રહેલા અર્ચિત,વિન્સેન્ટ,અહાના અને એલ્વિસ આશ્ચર્યચકિત હતાં.
કિઅારાના ત્યાં આવતા એલ્વિસના ચહેરા પર ગર્વિત સ્મિત આવ્યું.કિઆરાનો પોતાના માટે જતાવેલો અધિકાર તેને ગમ્યો.એલ્વિસ કિઆરાને એકધારી જોઈ રહ્યો હતો.અર્ચિત અનર વિન્સેન્ટે લગભગ એકસાથે ખોંખારો ખાધો.
અર્ચિત જે એલ્વિસની બાજુમાં ઊભો હતો તેણે એલ્વિસને ખભાથી ધક્કો માર્યો.
"અર્ચિત,મારા એલ્વિસથી દસ ફુટ દુર રહેજે નહીંતર તારા હાલ બેહાલ થશે."વિન્સેન્ટે કિઆરાની મજાક ઉડાવતા કહ્યું.
"અરે વિન્સેન્ટજી,દસ નહીં ૧૦૦ ફુટ."અહાનાની વાત પર કિઆરા સિવાય બધાં હસી પડ્યાં.
"એક્સક્યુઝ મી કિઆરા,મારે પણ ૧૦૦ ફુટ દુર રહેવાનું?હું તો એલનો ભાઇ,મેનેજર અને દોસ્ત છું."વિન્સેન્ટે પુછ્યું.કિઆરાએ તેનો જવાબ મોટી મોટી આંખો કાઢીને આપ્યો.
તે એલ્વિસ પાસે ગઈ અને બોલી,"અને તમે મારી વાત સાંભળી લો.પહેલાની વાત અલગ હતી પણ હવે તમે મારા છો અને બીજી વાત હું નારાજ છું કેમકે તમે મને સરખી રીતે મનાવી નહીં.હું જાઉં છું,બાય."કિઆરા પગ પછાડતી પછાડતી ટેક્સીમાં બેસીને જતી રહી.એલ્વિસ ના ચહેરા પર મુંઝવણ હતી.
"અરે કિઆરા,આ ગાડી તો તારી છે.ચલ અર્ચિત પહેલા તને અને અહાનાને ઘરે ઉતારીએ પછી મેડમની ગાડી પાછી આપીએ."વિન્સેન્ટે કહ્યું.
"વિન્સેન્ટજી,થેંક યુ પણ મારે ઘરે જવું પડશે અને અહીંથી એક બસ મળશે જે સીધી મારા ઘર પાસે લઈ જશે.મારા પાપુ એટલે મારા પપ્પા મારી રાહ જોતા હશે.તે મને જોયા વગર જમશે નહીં.તો હું જાઉં બાય.બાય એલ્વિસ સર,બાય અર્ચિતભાઈ."અહાના આટલું કહીને બસ સ્ટેન્ડ પાસે જતી રહી.તેણે તેને પપ્પાને ફોન કર્યો.
"હા પાપુ,હું મારી ફ્રેન્ડ કિઆરાના કામથી ફિલ્મસીટી આવી હતી.હવે ઘરે આવું છું.બાય ધ વે આજે જમવામાં જે પણ હોય હું તો પાણીપૂરી જ ખાઇશ.બાય લવ યુ પાપુ."અહાના ભોળાભાવે બોલી રહી હતી.
વિન્સેન્ટ તેને જ જોઇ રહ્યો હતો.તે ખૂબજ ક્યુટ લાગી રહી હતી.વિન્સેન્ટના ચહેરા પર સ્માઇલ આવી.વિન્સેન્ટ ,અર્ચિત અને એલ્વિસ ગાડીમાં બેસ્યાં.એલ્વિસના મુંઝાયેલા ચહેરાને જોઇને તે બંનેને હસવું આવતું હતું.
"વિન,હવે આને મનાવવાની?મતલબ તે તહેવાર છે કે મારે ફરજિયાત મનાવવો પડે?કેવી રીતે?એક તો મારા મેડમ તો દુનિયાથી નિરાળા છે.તેમને ફુલો,ચોકલેટ કે ગિફ્ટ તો ગમે નહીં.તો શું કરું?"એલ્વિસે કંટાળીને પુછ્યું.
"એલ,કાલે મારો બર્થ ડે છે."વિન્સેન્ટે કહ્યું.
"વિન્સેન્ટ,મને ખબર છે.અત્યારે તને તારા બર્થ ડેની પડી છે?"એલ્વિસે પુછ્યું.
"કાલે મારી બર્થ ડે પાર્ટી છે.તેમા મનાવી લેજે."વિન્સેન્ટે કહ્યું.
"તું તો ક્યારેય બર્થ ડે નથી મનાવતો?"એલ્વિસે આશ્ચર્યથી પુછ્યું.
"ત્યારની વાત અલગ હતી અને હવેની વાત અલગ છે.પહેલા આપણે બે એકલા હતા અને હવે કિઆરા છે આપણા જીવનમાં.આમપણ આ પાર્ટી મારા ઘરે જ રાખી છે.જેમા આપણા ત્રણ સિવાય અહાના,આયાન અને અર્ચિત હશે."વિન્સેન્ટે કહ્યું.
"આયાન કેમ?"એલ્વિસ આયાનના નામથી અકળાઈ ગયો.
"ગિફ્ટ બકા."વિન્સેન્ટ હસીને બોલ્યો.
"એલ્વિસ સર,કઇંક એવું કરજો કે કિઆરાની નારાજગી દુર થઈ જાય અને ફરી ક્યારેય તમારાથી નારાજ ના થાય."અર્ચિતે કહ્યું.
બીજા દિવસે સાંજે વિન્સેન્ટના દરિયાકિનારે આવેલા નાનકડા ઘરને ખૂબજ સુંદર રીતે શણગારવામાં આવેલું હતું.આ ઘર તેના દાદાની યાદગીરી હતી.સામે સુંદર દરિયાકિનારો આંખોને ઠંડક અાપે તેવો હતો.આંગણામાં બનાવેલા બગીચાના કારણે વાતાવરણમાં સુવાસ ફેલાયેલી હતી.
એલ્વિસ પહેલેથી ત્યાં હાજર જ હતો.આયાન,અર્ચિત અને અહાના એક પછી એક એમ આવ્યાં.બધાંએ વિન્સેન્ટને ગિફ્ટ અને ફુલોનો બુકે આપ્યો.અહાના પીંક કલરના ડ્રેસમાં બાર્બી ડોલ જેવી ક્યુટ લાગી રહી હતી.વિન્સેન્ટની નજર તેની પર જ અટકેલી હતી.
અંતે જેની બધાંને રાહ હતી તે પાર્ટીમાં આવી.કિઆરા હાથમાં મોટી ગિફ્ટ સાથે દાખલ થઈ.આયાન અને એલ્વિસ તેને જોતા જ રહી ગયા.
બ્લેક કલરના હોલ્ટરનેક વાળા બ્લેક લોંગ ગાઉનમાં તે એકદમ આકર્ષક લાગી રહી હતી.તેના વાળ ખુલ્લા હતા,ચહેરા પર કાજળ સિવાય કોઇ મેકઅપ નહીં અને કાનમાં લાંબા ઇયરરીંગ્સ.તે બધાને અવગણીને વિન્સેન્ટ પાસે ગઈ.તેને ગળે લાગીને કહ્યું,"હેપી બર્થ ડે વિન્સેન્ટ.આ સ્પેશિયલ ગિફ્ટ છે જે પસંદ કરતા મારો આખો દિવસ ગયો.તે અત્યારે જ જોવો."કિઆરાએ નાની બાળકી જેવા ઉત્સાહ સાથે કહ્યું.
વિન્સેન્ટે તે ગિફ્ટ ખોલી જેમા એક મોટી ફોટોફ્રેમ હતી.જેમા એલ્વિસ અને વિન્સેન્ટના અલગ અલગ ફોટોગ્રાફ્સ હતાં.એલ્વિસ અને વિન્સેન્ટ તે જોઈને ભાવુક થઈ ગયાં.
"ચલો,આજે મે પાર્ટી અલગ રીતે રાખી છે.નાનો હતોને ત્યારે મમ્મી કેક બનાવતી અને બીજી ઘણીબધી સ્વીટ્સ બનાવતી અને મારા ફેવરિટ ભાજીપાઉં.પછી બધા ફ્રેન્ડ્સને બોલાવીને એક ગોળ કુંડાળામાં બેસાડીને જમવા આપતી.શું સમય હતો તે બધું ખતમ થઇ ગયું એક વાવાઝોડુ આવ્યું મને અને એલ્વિસને આ દુનિયામાં સાવ એકલું કરીને જતું રહ્યું."વિન્સેન્ટ ભાવુક થઈને બોલ્યો.
"અરે વાઉ વિન્સેન્ટજી,વર્ષો પછી આવી બર્થ ડે પાર્ટી મનાવીશું.જલ્દી ચલો કેક કટ કરીએ."અહાના બોલી.
વિન્સેન્ટે કેક કટ કરી અને સૌ પહેલા એલ્વિસને અને કિઆરાના આશ્ચર્ય વચ્ચે બીજો બાઇટ અહાનાને ખવડાવ્યો.તે બધાં એક ગોળ સર્કલમાં જમીન પર બેસીને જમ્યાં.કેક,ભાજીપાઉં,પિઝા,ડોનટ્સ,ગાજરનો હલવો,ગુલાબજાંબુ.ત્યારબાદ એલ્વિસે મ્યુઝિક શરૂ કર્યું અને લાઇટ ડિમ થઇ ગઈ.બધાં ડાન્સ કરી રહ્યા હતાં.કિઆરાએ હજીસુધી એલ્વિસ સાથે વાત નહતી કરી.
બધાં ખૂબજ મસ્તીથી ડાન્સ કરી રહ્યા હતાં.અચાનક કિઆરાના મોંઢા પર કોઇકે હાથ મુક્યો અને તેનો હાથ પકડીને કોઇ તેને બહાર લઇ ગયું.કિઆરા ખૂબજ ગુસ્સામાં હતી તે મારવાની તૈયારીમાં જ હતી અને એલ્વિસે કહ્યું,"કિઆરા,હું છું તારો એલ.મારીશ નહીં."
કિઆરા સામેનું દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામી.દરિયાકિનારો જે કિઆરાનો અત્યંત પ્રિય હતો.તે દરિયાકિનારે બીજી કોઇ જ પ્રકારની સજાવટ નહીં બસ નાની કેન્ડલ્સથી આઇ લવ યુ લખેલું હતું.
એલ્વિસે કિઆરાના હાથમાં એક બ્રેસલેટ પહેરાવ્યું.જેમા એસ લખેલું હતું.કિઆરા આશ્ચર્ય પામી.
"કિઆરા,આ મારી મોમનું છે.મારી મોમનું નામ સુઝી હતું.આ મારી પાસે તેની અેકમાત્ર નિશાની છે.જે મને જીવથી પણ વધારે વહાલી છે.હું તને સોરી નહીં કહું કે મનાવીશ નહીં.એટલું જરૂર કહીશ કે હા હું અકીરાનો સાચો ચહેરો અને દાનત ઓળખવામાં નિષ્ફળ રહ્યો.હવે હું તેનાથી બેશક દુર રહીશ અને કોઈ મુવીમાં તેને કોરીયોગ્રાફ કરવાની આવશે તો તે મારા આસિસ્ટન્ટ કરી લેશે.તે વખતે મને લાગ્યું હતું કે તેને તેની ભુલ સમજાઈ ગઈ છે એટલે મેતેને માફ કરી અને માત્ર ડાન્સ ખાતર તેને તક આપી.
કિઆરા,હું ટીનએજ હતો ત્યારે મારા જીવનમાં મારો પહેલો પ્રેમ સિમા આવી હતી.તે તો મને છોડીને જતી રહી પણ હવે તે મારા મનમાં કે હ્રદયમાં ક્યાંય નથી.બીજી વાત,હું અનાથ છું.મારા માતાપિતા આ દુનિયામાં નથી.ત્રીજી વાત તારા કરતા બાર વર્ષ મોટો છું.
આ બધું એટલે કહ્યું કે આપણા પ્રેમની શરૂઆત સત્ય અને વિશ્વાસથી કરવા માંગુ છું." એલ્વિસ બોલ્યો.
અનાયાસે એલ્વિસે આજે બ્લેક શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યું હતું.તેણે પોતાના પેન્ટના પોકેટમાંથી એક બોક્ષ કાઢ્યું.જેમા એક રિંગ હતી.તે તેણે કિઆરાને પહેરાવી અને કહ્યું
આઇ લવ યુ,કિઆરા.વિલ યુ બી માઇન ફોરેવર?
કિઆરા આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી.
"આઈ લવ યુ ટુ એલ્વિસ.હું માત્ર તમારી જ છું અને તમે માત્ર મારા."કિઆરાએ કહ્યું.
એલ્વિસે કિઆરાને ઊંચકીને ગોળ ફેરવી.તે બંને ખૂબજ ખુશ હતા.
"મેડમ,હજી એક સરપ્રાઈઝ છે."એલ્વિસે કિઆરા સામે જોતા કહ્યું.
શું સરપ્રાઈઝ એલ આપશે કિઆરાને?
તેમના પ્રેમની આ સફર કેટલી સરળ રહેશે?
શું બન્યું હતું એલ્વિસ અને વિન્સેન્ટના ભૂતકાળમાં?
વિન્સેન્ટનું અહાના પ્રત્યે ખેંચાણ શું કોઈ નવા તોફાન લાવશે?
જાણવા વાંચતા રહો.આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સથી પ્રોત્સાહન આપતા રહેજો.