Rhyme Composition - Rhythm type swing in Gujarati Poems by ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા books and stories PDF | છંદ રચના - છંદ પ્રકાર ઝુલણા

Featured Books
Categories
Share

છંદ રચના - છંદ પ્રકાર ઝુલણા


છંદ પ્રકાર ઝુલણા
પૂર્વપશ્ચિમતણા ભેદને પારખી
સૌ યુવાનો સદા,પાવ માંડો.
સાર અણસારને ચાળજો ચારણે
મૂળનવ છાંડજો,ડાળ છાંડો.
ભૌતિકી ક્ષેત્રની ઉન્નતી ભાળિને
અનુસરણ એહનું,લાભ દેશે.
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૧)

આકરા તપકરી મંત્રદ્રષ્ટા થયા
ઋણ ઋષિરાજના,શીશ માથે
ભુલી સદભાવના કૃતઘ્નિ નવબનો
પાવપાછા ધરો,સત્ય પાથે
ગાય ગીતા અને ગંગવારી ગ્રહી
વેદને શાસ્ત્રની,વાત રેશે
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૨)

સુરાલયમાં જવું ક્લબ દી કાઢવો
અવગુણો ઈ બધાં,ત્યાજ્ય માનો
શોધખોળો કરી સબળ સાહસકરે
સદગુણો એમના,ઊર આણો
માતૃભૂમી તજી દેશ દુનિયા ફરે
લાંચરુસવત થકી,દૂર રેશે
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૩)

શ્રેયને પ્રેય બૈ સાથ સંભાળવું
કેન્દ્રમાં ઇષ્ટનું,ધ્યાન ધારી
વેદપૂરાણના મર્મને માણવા
સંતથી રાખવી,નિત્ય યારી
જ્ઞાનવીજ્ઞાનનો સમન્વયસાધવો
રામ સતકાર્યમાં,સંગ રેશે
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૪)

પંચદેવો તણી પૂજન અર્ચન પ્રથા
શંકરાચાર્યએ,છે પ્રમાણી
સનાતનધર્મના મૂળને પોષવા
પ્રગટથૈ આપતા,ઈશ પાણી
ધર્મ ગ્લાની થતા રૂપજુજવા ધરી
લક્ષ્મિનો કંથ અવતાર લેશે
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૫)

સૂતસમ્રાટનો અરણ્યે આથડે
ભુલિ કા? ભદ્રતા,ભીખ માંગે
અંશ અમૃત તણો મર્મનિજ ઓહરી
મડુ મૃતપાયથૈ,સત્વ ત્યાગે
સાદુળો નો સુણે મેઘની ગર્જના
પ્રાછટી શીશને,પ્રાણ દેશે
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૬)

પુષ્ટિને તૃષ્ટિ દૈ સૃષ્ટિને પોષતી
વ્હાલ વર્ષાવતી,વિશ્વમાતા
સૂરગણો તોષતી અહુરદળ શોષતી
વિશ્વરક્ષાકરે,તે વિધાતા
ધર્મધારણકરી અવરનવ ધ્રોડજો
ઋષિગણ અવતરે,આશ રેશે
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૭)

સચ્ચિદાનંદશિવ મુળ અધિષ્ઠાનછે
કોટિ બ્રહ્માંડ રુપ,ભદ્રકાલી
દશ દિશાઓ મહી રાસ લૈ દૈવિયો
નિત્યનવરાત્રિ લ્યે,હાથ તાલી
પૂર્ણનો જાણતલ કોઇનર પારખે
વૈષ્ણવી નિત્યછે,બાળ વેશે
વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે
પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૮)
✍🏻ભાવેશભા વશરામભા ખાત્રા

ભાવાર્થ:પૂજ્ય સ્વામી વિવેકાનંદજી એ આ દેશના યુવાનોને અને સર્વે ભરતવાસીઓને કહ્યું હતું કે આપણે ઋષિમુનિઓ ના સંતાનો છીએ આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્યારે વિશ્વને માર્ગદર્શનની જરૂરત ઉભી થશે ત્યારે ભારતના ચરણોમાં બેસીનેજ આ વિશ્વને સાચો માર્ગ મળશે પણ એનો અર્થ એવો નથી કે આપણે એમનામાં રહેલા ગુણોને ન ગણીએ એમનું આંધળું અનુસરણ નથી કરવાનું પણ જે ભોતિક ક્ષેત્રમાં પશ્ચિમી સંસ્કૃતિએ ઉન્નતિ કરી છે એનો સ્વીકાર કર્યાવગર નહીં ચાલે પશ્ચિમના વિજ્ઞાન અને ભારતનું આધ્યાત્મિક જ્ઞાનનો આપણે સમન્વય કરવાનો છે કારણકે એકલું આધ્યાત્મિક જ્ઞાન ભૌતિક ક્ષેત્રને નકારસે અને એકલું વિજ્ઞાન વિશ્વને નાશ તરફ દોરી જશે માટે જ્ઞાનવીજ્ઞાનનો સમન્વય સાધવાથી આ વિશ્વની પોણાભાગની સમસ્યાનો અંત આવશે અને આ વિશ્વ સુખ સમૃદ્ધિ અને શાંતિ બધુજ મેળવશે. 🙏🙏🙏🙏🙏
✍🏻ભાવેશભા વશરામભા ખાત્રા(ચારણ ગઢવી)
રાજકોટ ૩૬૦૦૦૨

આપને સાચુ ચારણી સાહિત્ય શીખવું છે ?

તો આપને આવકાર છે, પિંગલશાસ્ત્ર ગૃપમા..

─━━━━━━⊱✿⊰━━━━━━─


ગુજરાતના એક માત્ર પીંગળશાસ્ત્રના જ્ઞાતા અને તજજ્ઞ એવા એક અનામી ચારણ, જેઓ સાહિત્ય પીપાસુઓ માટે આશિર્વાદ સમાન સાબીત થઈ રહ્યા છે. તેઓએ ગત વર્ષથી ચારણી સાહિત્ય સંવર્ધન હેતુ બે વોટસ અપ ગૃપ શરુ કરેલા છે અને આ ગૃપોના માધ્યમથી ચારણી સાહિત્ય શીખવા માંગતા અસંખ્ય નવોદિતોને તેઓ આ વિધા શીખવી રહ્યા છે. નીચે આપેલા બે ગૃપોમાંથી આપ પણ આપની રુચિ અનુસાર આ દુર્લભ લાભ લઈ શકો છો. આ ઓનલાઈન પાઠશાળામા કોઇ જ્ઞાતિબાધ નથી એટલે સૌ લાયક મનુષ્યો માટે આ ચારણના દ્વાર ખુલા છે.


(૧) પિંગલ શાસ્ર સેવા (૨) ચારણી સાહિત્ય, સંસ્કૃતિ


આ બન્નેં ગૃપોના માધ્યમથી તેઓ ચારણી સાહિત્યની અપુર્વ સેવા કરી રહ્યા છે. જે કોઇને પાયાથી ચારણી સાહિત્ય દુહા, છંદ શીખવા હોય તેમણે

" પીંગળશાસ્ત્ર સેવા "ગૃપમા એડ થવા આમંત્રણ છે.


આ સિવાય જેને ચારણી સાહિત્યમા રસ હોય અને જેને ચારણી સાહિત્યને જાણવો, માણવો જ હોય તેઓએ

" ચારણી સાહિત્ય,સંસ્કૃતિ " ગૃપમા જોઇન થવાનુ છે.


ભાઇજી અથવા દાદાના નામથી જેમને આ ઓનલાઈન પાઠશાળાના શીષ્યો ઓળખે છે તે કવિશ્રી ચારણ છે, ગઢવી છે. તેઓ સૌરાષ્ટ્ર ધરાના એક સાહિત્ય પ્રદિપ છે.

તેઓ ચાટકા, માવલ શાખાના ગઢવી છે. આ દેવિપુત્ર ચારણે સને ૧૯૫૮ થી લઇને સને ૧૯૬૩ સુધી લોક સાહિત્ય વિધાલય જુનાગઢ ખાતે પિગલશાસ્ત્રનો વિધિવત્ અભ્યાસ કરેલ છે.


જે કોઇ સાહિત્ય પિપાસુ કે સાહિત્ય વિધાર્થીઓ આ ચારણી સાહિત્યના ગૃપોમા જોડાવા માંગતા હોય તેઓએ નીચે આપેલા વોટસ અપ નંબર પર પોતાનુ પુરુ નામ, ગામનુ નામ તેમજ જે ગૃપમા જોડાવા ઈચ્છતા હોય તે ગૃપનુ નામ લખીને મેસેજ કરવો.


।। જય કરણીમા ।।


█▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀█

આપની વિગતો અહીં મેસેજ કરો..

𝐖𝐡𝐚𝐭, 𝐍𝐨 𝟗𝟏 𝟖𝟏𝟐𝟖𝟕 𝟔𝟏𝟐𝟎𝟕

█▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄█


✍..દશરથદાન ગઢવી, થરાદ


_____________(✪)_____________₯