Krupa - 28 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 28

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કૃપા - 28

(ગનીભાઈ ને કૃપા ફાર્મહાઉસ પર એકલા જ છે.અને ગનીભાઈ કૃપા ને પોતાના વિશે અમુક વાતો જણાવે છે. કૃપા ગનીભાઈ ને આ કામ છોડવાની વાત કરે છે.પણ ગનીભાઈ હવે બીજી વાર આ વાત ન થવી જોઈ કહી ને ચૂપ કરવી દે છે.ગનીભાઈ કૃપા ને જબરદસ્તી થી શરાબ પીવડવાની કોશિશ કરે છે. કાનો પણ ફાર્મહાઉસ થી દુર છે.હવે આગળ....)

કાના ને પણ એ રાતે ફાર્મહાઉસ થી દુર રાખવામાં આવ્યો હોય છે,અને તે અંધારી રાત માં ફાર્મહાઉસ થી થોડો જ દૂર કોઈ ની રાહ માં હતો.એકતરફ તેને કૃપા ની ચિંતા હતી,અને બીજી તરફ આવનાર ની.કાનો એક રોડ ના છેડે ઉભો હતો માંડમાંડ તે ગનીભાઈ ના માણસો થી છૂટી ને અલગ થયો હતો.મુંબઇ ની એ અંધારી ગલીઓ માં કૂતરા અને તમરા નો સ્પષ્ટ અવાજ આવતો હતો,હવે શું થશે ?એ આવશે કે નહીં !કાનો એ જ વિચાર કરતો હતો.અને ત્યાં અચાનક જ કોઈ નો પગરવ સંભળાતા કાના ની વિચાર તંદ્રા તૂટી.સ્ટ્રીટ લાઈટ ના પ્રકાશ માં એક ઓળો કાના ની નજીક આવતો હતો.

આ તરફ કૃપા ગનીભાઈ ને એક પછી એક શરાબ નો ગ્લાસ આપતી જતી હતી. ગનીભાઈ હવે સંપૂર્ણ રીતે કૃપા ના રૂપ પ્રેમ અને શરાબ ના નશા માં ડૂબેલા હતા.હવે કૃપા પણ પોતાના આગવા પગલા ની તૈયારી કરી રહી હતી.કેમ કે કાયમ પોતાના માણસો થી ઘેરાયેલા ગનીભાઈ સાવ એકલા હોઈ એવો આ પહેલો અને કદાચ છેલ્લો કિસ્સો હશે. કૃપા એ ગનીભાઈ ના ખિસ્સા તપાસ્યા.તેને તેમાંથી તેનો મોબાઈલ અને અમુક કાગળો નીકળ્યા.બીજા ખિસ્સા માંથી લગભગ વિસ પચીસ હજાર રૂપિયા નીકળ્યા.અને અમુક છોકરીઓ ના ફોટા પણ નીકળ્યા.પેલા તો કૃપા ને કાઈ ના સમજાયું,પછી ધીમે ધીમે દરેક ફોટા જોઈ ને ખ્યાલ આવ્યો કે આ એ છોકરીઓ છે,જેનો સોદો કરવાનો હોય છે.તેમાં એક ફોટો ઉમિ નો પણ હતો.

કૃપા એ પોતાના ફોન માંથી એ બધી જ વસ્તુ ના ફોટા લઈ ને કોઈ ને મોકલ્યા.ત્યારબાદ ફટાફટ કાના ના રૂમ માં જઇ ને કોઈ વસ્તુ લઈ આવી.અને તેને ધીમેથી ગનીભાઈ ને ઈન્જેકશન નો એક ડોસ આપી દીધો.ત્યારબાદ પોતાનો અને કાના નો સમાન પેક કરી અને ફાર્મહાઉસ ની અગાસી પર ગઈ.અને બંને નો સામાન અગાસી પરથી પાછળ આવેલા એક રસ્તા પર ફેંકી દીધો.હવે તેને થોડી શાંતિ થઈ.

અહીં કાનો પેલા પડછાયા ને જોઈ રહ્યો હતો.

"અબે ઇતની રાત કો યહાઁ ક્યાં કાર રહા હે"એક પીધેલા હવાલદારે તેને પૂછ્યું.કાના એ જોયું તેના મોમાંથી દુર્ગંધ આવતી હતી.અને તે પોતાનો પાવર કાના ને બતાવવા માંગતો હોઈ તેમ આંખો લાલ કરી ને બોલતો હતો.

"જી સાહેબ યહી નજદીક મેં રહેતા હું.ગરમી કી વજાહ સે ટેહલને નિકલા થા"કાના એ પણ જવાબ આપ્યો.અને તે હવાલદાર જલ્દી ઘરે જવાની સૂચના આપી ચાલ્યો ગયો.

હજી એ આગળ ગયો .અને કાનો તેને જતા જોતો હતો. અને ત્યાં જ કોઈ એની એકદમ નજીક આવી ગયું.જેને જોઈ ને કાનો ડરી ગયો.

"અરે હું છું!કાના ભાઈ"

" ઓહહ તું !તું આવી રીતે આવે તો મને થયું કોણ છે."

" હાલો હવે કૃપા બેન આપડી રાહ જોતા હશે"

" હા ચાલ"

કાનો તે વ્યક્તિ ને સાથે લઈ ને ફાર્મહાઉસ તરફ આગળ વધ્યો.રસ્તામાં જ તેને કૃપા નો મેસેજ આવી ગયો.એટલે હવે તેને થોડી શાંતિ થઈ.એ ઉતાવળા પગે આગળ વધ્યો.
કૃપા તેમની રાહ જોતી હજી અગાસી માં જ ઉભી હતી,દૂરથી તેમને આવતા જોઈ તે નીચે ઉતરી,અને બંને ઘર મા આવ્યા.

કાના એ સૌથી પહેલા ગનીભાઈ નો મોબાઈલ ખોલ્યો, અને તેમાં રહેલા અલગ અલગ ફોટા અને રેકોર્ડિંગ પોતાના મોબાઈલ માં સેવ કર્યા.ત્યારબાદ તે એકવાર ભોંયરા માં પણ નજર કરી આવ્યો.તેને રામુ ને પણ એક ઈન્જેકશન આપ્યું.અને રામુ ને લઈ ને તે બધા ગનીભાઈ જે રૂમ માં હતા ત્યાં પહોંચ્યા.ગનીભાઈ ભાન માં આવવાની તૈયારી માં હતો.એટલે બધા ત્યાં નજીક મા જ છુપાઈ ગયા.

(કાનો અને કૃપા આ ગનીભાઈ સાથે શુ કરવાના છે,અને કાના સાથે આ કોણ આવ્યું છે?કૃપા એ કોને બધા ફોટા મોકલ્યા.હજી આ પ્લાન માં કોણ કોણ છે.જાણવા માટે વાંચતા રહો...)

આરતી ગેરીયા..