One unique biodata - 22 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૨

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૨


દેવ અને માનુજની મીઠી દલીલ ચાલી રહી હતી.ત્યાં બેસેલા બધાનું ધ્યાન એ બંનેની દલીલ પર હતું.ત્યાં રૂમમાંથી ગિટારના સુર સાથે મીઠો અવાજ સંભળાયો.

હેપ્પી બીર્થડે ટૂ યુ,
હેપ્પી બીર્થડે ટૂ યુ,
હેપ્પી બીર્થડે ડીયર નિત્યા,
હેપ્પી બીર્થડે ટૂ યુ,

માનુજ અને દેવ સહિત બધાનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયું.બધા જાણવા માટે આતુર હતા કે કોણ આટલા મધુર અવાજમાં ગાઈ રહ્યું છે.એટલામાં સલોની હાથમાં ગિટાર લઈને હોલમાં આવી અને બોલી,"ધિસ ઇસ ફોર યુ નિત્યા" કહીને ગાવાનું શરૂ કર્યું.

"બાર બાર દિન યે આયે,બાર બાર દિલ યે ગાયે,
તુ જીએ હઝારો સાલ યે મેરી હૈ આરજૂ,
હેપ્પી બર્થડે ટૂ યુ,
હેપ્પી બીર્થડે ટૂ યુ,
હેપ્પી બર્થડે ટૂ યુ નિત્યા,
હેપ્પી બીર્થડે ટૂ યુ..........

ઓરો કી તરહ કુછ મેં ભી,તોહફા આજ લાઇ,
મેં તેરી હસી મહેફિલ મેં,ફૂલ લેકે આઈ,
જિનહે કહા ઉસે ક્યાં હૈ,ફૂલો કી જરૂરત,
જો બહાર ખુદ કહેલાએ,હર કલી કા દિલ ધડકાએ,
તું જીએ હઝારો સાલ યે મેરી હૈ આરજૂ,
હેપ્પી બર્થડે ટૂ યુ,
હેપ્પી બર્થડે ટૂ યુ,
હેપ્પી બર્થડે ટૂ યુ નિત્યા,
હેપ્પી બર્થડે ટૂ યુ"

એટલું ગાઈને સલોની ગિટાર ચેર પર મૂકીને ત્યાં જ ઉભી રહી.બધા સલોનીના આ સ્ટેપથી શોક હતા.નકુલ,દેવ,નિત્યા,માનુજ અને દિપાલી બીજા કોઈ કારણથી શોક હતા અને બાકીના બધા સલોનીના આ ટેલેન્ટથી અજાણ હતા તેથી નવાઈ પામ્યા હતા.આ બધાને આમ બેબાકળા એની સામે જોઈ રહેલા જોઈને સલોની બોલી,"યાર ગાયસ મેં એટલું પણ ખરાબ નથી ગાયું"

"ના બેટા,તે ખરાબ નઈ પણ બઉ વધારે સારું ગાયું છે એટલે અમે તને આમ જોઈ રહ્યા છીએ"નિત્યાની મમ્મીએ સલોનીના માથા પર હાથ ફેરવતા કહ્યું.

"સાચી વાત બેટા,ખૂબ જ સરસ અવાજ છે તારો"નિત્યાના પપ્પા બોલ્યા.

"હા યાર,અત્યાર સુધી તારું આ ટેલેન્ટ ક્યાં ખોવાઇ ગયું હતું.ઘણા સમય પછી જોવા મળ્યું છે"દિપાલી સલોની પાસે આવીને બોલી.

"ઘણા સમયથી મતલબ?"માનુજનો ખબર ના પડી દિપાલી શું કહેવા માંગતી હતી તેથી એણે પૂછ્યું.

"સલોનીને નાનપણથી જ ગાવાનો બહુ જ શોખ હતો.પહેલા એ ઘરમાં પ્રેક્ટિસ પણ કરતી હતી.ખબર નથી હવે એણે કેમ છોડી દીધું"દિપાલી જવાબ આપતા બોલી.

નિત્યા એની જગ્યા પરથી ધીમે ધીમે ઉભી થઇ અને સલોની પાસે જઈને બોલી,"થેંક્યું સો મચ,તું ખરેખર બહુ જ સરસ ગાય છે"

"વાહ સલોની વાહ,ફ્રેન્ડ માટે ગાઈ લીધું.અમારા માટે પણ કોઈ દિવસ ગાઈ લો"નકુલ સલોનીને હેરાન કરતા બોલ્યો.

"ચલો એક દિવસ અંતાક્ષરી રમીશું,બધા ભેગા થઈને"માનુજ બોલ્યો.

"અંતાક્ષરીવાળા ચાલ હવે તારો ટર્ન આવ્યો,જા ચલ હોટશીટ પર"દેવે માનુજનો ધીમેથી ધક્કો મારતા કહ્યું.

"યાર આવું ન ચાલે મારે છેલ્લે બોલવું હતું"

"માનુજ એના જેવું ના થવાય,ચલ તું જ પહેલા આવ"નિત્યા માનુજનો સાથ આપતા બોલી.

માનુજ નિત્યા પાસે ગયો અને નિત્યાનો હાથ પકડી એને હોટશીટ વાળી ચેરમાં બેસાડી અને પોતે એની બાજુમાં ઉભો થઈ ગયો અને બોલવાનું શરૂ કર્યું,"નિત્યા મારી લાઈફમાં એક સલાહકાર બનીને આવી હતી અને આજ મારી બેસ્ટ ફ્રેન્ડ છે.અને આજે આ બેસ્ટ ફ્રેન્ડ વાળા રિલેશનને હું પ્રમોશન આપવા માંગુ છું"

"શરમ કર માનુજ,દિપાલી સામે જ ઉભી છે"દેવે માનુજની વાત વચ્ચે જ કાપી.

"અબેબે...તું ચૂપ કર,પુરી વાત સાંભળ પહેલા"માનુજ ચિડાઈને બોલ્યો.

"દેવભાઈ પ્લીઝ,એમને બોલવા દો,નઈ તો ભૂલી જશે પાછા"દિપાલી પણ દેવની સાથે માનુજને હેરાન કરવામાં જોડાઈ ગઈ.

"પત્યું તમારું?"માનુજ થોડું ગુસ્સામાં બોલ્યો.

"હા પત્યું,બોલો તમે"દિપાલી એના મોઢા પર આંગળી રાખી બોલી.

"અચ્છા તો હવે હું જે પણ કહેવા માંગુ છું એ એક ગીત ગાઈને કહીશ"

"વાહ,આજ તો બધા સિંગર બની જશે"નકુલ બોલ્યો.

"સલોની તને ગિટાર વગાડતા આવડે છે તો મારી હેલ્પ કરીશ?"

"હા જીજું,ચોક્કસ કરીશ.તમે મને એ કહી દો કે સોન્ગ કહ્યું ગાવાના છો"

માનુજે સલોનીના કાનમાં કોઈ ના સાંભળે એ રીતે સોન્ગનું નામ કહ્યું અને સલોની પણ તૈયાર થઈ ગઈ.માનુજે સોન્ગના લિરીક્સ એના મોબાઈલમાં ઓપન કર્યું અને શરૂ કર્યું,

"ઓ બહેના મેરી,તું સુલજી સી,તેરે આને સે ઉજાલા હુઆ,
તું પ્યારી સી એક ગુડિયા હૈ,ફૂલો કી મહેક ખુશ્બૂ કી તરહ,
ઓ બહેના મેરી,મુસ્કાન તેરી,રંગો સે ભી ન્યારી હૈ,
ફિકા ના પડે કભી રંગ તેરા,તું સબકી લાડ-દુલારી હૈ,
તેરી ખુશીયા મેં લા પાઉ,તેરે દુઃખ દૂર કર પાઉ,
ઇતની સી હૈ દિલકી આરજૂ.........
જબ હસતી તું મેં ખીલ જાઉ,જબ રોતી તું મેં સેહલાઉ,
બસ ઇતની સી હૈ દિલકી આરજૂ.......

માનુજ ગીત ગાઈને નિત્યાની ચેર સામે ઘૂંટણ પર બેસ્યો અને હાથ લંબાવતા કહ્યું,"વિલ યુ બી માય સિસ્ટર?"

(નિત્યા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.જ્યારે પણ રક્ષાબંધન આવતું ત્યારે એને એમ થતું કે એને કોઈ ભાઈ કે બહેન હોય તો સારું હતું.એક વાર એણે આ વાત સ્મિતા અને દેવ સાથે શેર કરી હતી.ત્યારથી નિત્યા અને સ્મિતા બંને એક-બીજાને બહેન માનીને રાખડી બાંધતા.નિત્યાના કઝીન્સ હતા પણ કોઈ એના ટચમાં નહોતું.)

નિત્યા કશું જ બોલી ના શકી.એની આંખમાં આંસુ આવી ગયા હતા પણ એ ખુશીના આંસુ હતા.નિત્યા ઉભી થઇ.માનુજને હાથ પકડીને ઉભો કર્યો અને પૂછ્યું,"વિલ યુ બી માય બિગ બી?"

"ઓફકોર્સ સિસ્ટર"માનુજે નિત્યાને હગ કરતા કહ્યું.

"રાખડી લાવી દઉં?"દેવ મજાકમાં બોલ્યો.

"દેવભાઈ હું લઈને જ આવી છું"દિપાલી બોલી.

"ઓહ,તો આ તમે પહેલેથી જ વિચારીને રાખ્યું હતું?"નિત્યા બોલી.

"હા,નણંદબેન"દિપાલીએ નિત્યાને વ્હાલ કરતા કહ્યું.

રાખડી લેવા માટે નિત્યાએ હાથ લાંબો કર્યો પણ આ શું?..........દીપલીએ રાખડી માનુજને આપી દીધી.માનુજ નિત્યાના ચહેરાના ભાવ જોઈને હસવા લાગ્યો અને બોલ્યો,"આમ તો રક્ષાબંધનમાં હમેશાંથી ભાઈની રક્ષા કરવા માટે બહેન જ ભાઈને રાખડી બાંધતી આવી છે પણ આજે હું મારી બહેનની રક્ષા માટે એણે રાખડી બાંધીશ અને હવેથી દુનિયાની દરેક તકલીફો એનાથી દૂર રહે એટલી કાળજી રાખીશ"

આ સાંભળી બધા એક સાથે તાળીઓ પાડવા લાગ્યા અને કામિનીબેને ઉભા થઇ માનુજને હગ કર્યું અને ફોરહેડ કિસ કરી.નિત્યા પણ આ સાંભળી ખૂબ જ ખુશ થઈ.ત્યારબાદ માનુજે નિત્યાને રાખડી બાંધી અને બંને ભાઈ-બહેનના બંધનમાં જોડાઈ ગયા.

"ચલો હવે બઉ લેટ થઈ ગયું છે,બધા પોતપોતાના ઘરે જઈએ"માનુજ બોલ્યો.

"એ ભાઈ,તમારા ભાઈ-બહેનનું પુરાણ પતી ગયું એટલે બધું પૂરું.હજી મારુ બાકી છે"દેવ ચિડાઈને બોલ્યો.

"હા ભાઈ,મજાક કરતો હતો.ચલ હવે તું બાકી છે"

"અહીંયા બેસેલા બધા એ નિત્યા માટે જે પણ કઈ કહ્યું એ નિત્યા ડિઝર્વ કરે છે.એ જેવી બહાર છે એવી જ અંદરથી છે"દેવ બોલતો હતો.

એટલામાં નિત્યાએ એને અટકાવ્યો અને કહ્યું,"દેવ,ડાયાબીટીસ થઈ જશે મને.મારી આટલી તારીફ અને એ પણ તારા મોઢેથી અજીબ કોમ્બિનેશન લાગે છે"નિત્યા બોલી.

"તું મને હંમેશા કહે છે ને કે લાઈફમાં સિરિયસ થા,તો આજ હું સિરિયસલી કહું છું,મજાક નથી કરતો"દેવ એકદમ સ્થિર અવાજે બોલ્યો.

"નિત્યા ચૂપ બેસને"કામિનીબેન બોલ્યા એટલે નિત્યાએ એના મોઢા પર આંગળી મૂકી દીધી.

"અચ્છા હવે રાત પણ બહુ થઈ ગઈ છે તો તમે બધાએ જે કહ્યું એને રિપીટ કરીને તમને બોર નઈ કરું.તો બેસ્ટી ધિસ ઇસ ફોર યુ ઓનલી........."

દેવે શું તૈયાર કર્યું હશે?