પ્રકરણ ૪૭
માનસા, તું ઠીક છે?" ત્રિસ્તાને માનસાની ચિંતા થઇ રહી હતી.
"રાવિકા અને રાધિકાએ મારી બેનને ખતમ કરી નાખી, હવે એની બેનનો વારો. બેનને બદલે બેન." માનસાની આંખોમાં બદલાની આગ હતી.
"તું શાંત થઇ જા, આપણે માયાની મોતનો બદલો લઈશું. પણ ઉતાવળમાં નઈ, યોજના સાથે." ત્રિસ્તાએ આંખ મારી.
"એક વાત કે', તને કેમ ખબર પડી કે રાવિકા જીવે છે?" માનસાએ ત્રિસ્તા સામે જોયું.
"રાવિકાએ તેના જુઠા મૃત્યુની યોજના બનાવી ત્યારે હું તેના શરીરમાં જ હતી. પણ મારું ધ્યાન એ વાતમાં જ ગયું કે રાવિકા થોડા દિવસ અહીં નથી, તો હું કેરિનને મારો બનાવી લઉં." ત્રિસ્તા હસી.
"અને એવુ કરતાં મેં તને રોકી અને કેદ કરી લીધી." માનસાએ કપાળ કુટ્યું.
"જવા દે, આપણે બસ હવે આપણા બદલાથી મતલબ છે." ત્રિસ્તાના મગજમાં એક યોજના આકાર લઇ રહી હતી.
"શું વિચાર્યું તેં?" માનસાએ જીણી આંખો કરીને ત્રિસ્તા સામે જોયું.
ત્રિસ્તાએ માનસાના કાનમાં કંઈક કીધું, ત્રિસ્તાની વાત સાંભળતાજ માનસાનો ચેહરો ખીલી ઉઠ્યો અને તેં ઉછળી પડી, "ત્રિસ્તા, ત્રિસ્તા, ત્રિસ્તા. આ યોજના સફળ થઇ તો તને મોં માંગ્યું ઇનામ આપીશ."
"જીયા...." રાધિકાએ જીયાના ખભા પર હાથ મુક્યો.
"આઈ એમ ફાઈન." જીયાએ તેનાં આંસુ લૂંછ્યાં અને તેના રૂમમાં દોડી ગઈ.
"અમ... રાવિ આપણે નીકળવાનું છે, જલ્દી આવો તમે બન્ને." રાધિકા તેના રૂમમાં જતી રહી.
રાધિકાના અવાજથી ભાનમાં આવેલ કેરિન અને રાવિકા શરમાઈ ગયાં, રાવિકા દોડતી રાધિકાની પાછળ ગઈ અને કેરિન તેના રૂમમાં ગયો.
રાવિકા, કેરિન અને જીયાએ અમદાવાદની ટિકિટ્સ લીધી હતી જયારે રાધિકાએ સીધી મુંબઈની ટિકિટ્સ લીધી હતી. ત્રણેય જણ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે અડધી રાત થઇ ચુકી હતી, જીયાને રાઠોડ હાઉસ ઉતારીને કેરિન અને રાવિકા દેશમુખ હાઉસ આવ્યાં.
"તું ફ્રેશ થઇ જા..." કેરિન આગળ શું બોલવું એ વિચારી રહ્યો હતો.
"તું હજુયે જાગે છે?" રાવિકા બાથરૂમમાંથી બહાર આવી ત્યારે કેરિન સોફા પર બેઠો હતો.
"તું બઉ સુંદર લાગે છે." કેરિનએ રાવિકાને કમરથી પકડીને તેની નજીક ખેંચી, તેના ગાલ પર એક ચુંબન કર્યું અને તેને છાતીસરસી ચાંપી.
"કેરિન, તું ઠીક છે?" રાવિકાને અહેસાસ થયો કે કેરિન ડૂસકા ભરી રહ્યો હતો.
"મને લાગ્યું હતું કે મેં તને હંમેશા માટે ખોઈ દીધી છે, હું હવે ક્યારેય તને ખોવા નથી માંગતો." કેરિન રડી પડ્યો.
"હું ક્યાય નથી જવાની કેરિન, હું તો આખી જિંદગી તારું લોહી પીવાની છું." રાવિકા હસી પડી.
"પી જજે, પણ ક્યારેય મને છોડીને ન જતી. જોં હવે પછી તું મને છોડીને ગઈ તો હું ક્યારેય તને માફ નઈ કરું." કેરિનએ રાવિકાના કપાળ પર હળવું ચુંબન કર્યું.
"હું તને છોડીને શુકામ ક્યાય જઉં? તું મારો પતિ છે, હજુ આપણે આખી જિંદગી સાથે વિતાવવાની છે, આપણા બાળકોને શાળાએ મુકવાના છે, એમના બાળકોને આપણી પ્રેમકથા સંભળાવવાની છે અને ઘડપણમાં એકબીજાનો હાથ પકડીને મંદિર જવાનું છે. મેં તો બઉ લાંબી પ્લાનિંગ કરી રાખી છે મિસ્ટર દેશમુખ, પણ હાલ પૂરતું આપણા બાળકો વિશે વિચારીયે?" રાવિકાના ગાલ શરમથી લાલ થઇ ગયા હતા.
"જી, મિસિસ દેશમુખ." કેરિનએ રાવિકાને ઉંચકીને પલંગ પર સુવડાવી, તેનાં વસ્ત્રો કાઢયાં અને તેને ચૂમી.
"આઈ લવ યું કેરિન." રાવિકાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યાં.
"આઈ લવ યું ટૂ." કેરિન થાકીને રાવિકા ઉપર ઊંઘી ગયો હતો.
રાધિકા એરપોર્ટથી ઉતરી સીધી ઘરે પહોંચી, તેના બેડરૂમમાં તેં પ્રવેશી ત્યારે મેહુલ ઘસઘસાટ ઊંઘતો હતો. તેણીએ ઘડિયાળમાં સમય જોયો, રાત્રીના સવા ત્રણ થયા હતા.
"તું આવી ગઈ?" મેહુલ અચાનક ઉઠી ગયો.
"તને કંઈ રીતે ખબર પડી? મેં તો જરાય અવાજ પણ નઈ કર્યો." રાધિકાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.
"મારી રાધિકાનું આગમન થાય અને મને ખબર ન પડે?" મેહુલએ ઉઠીને રાધિકાને બહુપાશમાં લીધી.
"મને ફ્રેશ તો થવા દે." રાધિકાએ મેહુલની પકડમાંથી છૂટવાનો નકલી પ્રયાસ કર્યો, પણ હકીકતમાં તો તેંને આ સ્પર્શ ગમી રહ્યો હતો.
"શું જરૂર છે, તું આમેય મારી રૂપાળી રાધિકા જ છે." મેહુલએ તેની ભીંસ વધારી.
"ઓહ, મેહુલ..." રાધિકાના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ.
"મેં તને બહુ મિસ કરી." મેહુલએ રાધિકાના કાન પર બટકું ભર્યું.
"મેં પણ." રાધિકાએ તેને પોતાની તરફ ખેંચ્યો.
"કેરિન આવી ગયો લાગે છે. મિથિલા, જા તારા ભાઈને નાસ્તો કરવા બોલાવી લાવ." રીનાબેનએ નાસ્તાના ટેબલ પર બેઠાં બેઠાં કેરિનના ઓરડાના અર્ધખુલ્લા બારણા તરફ નજર કરી
મિથિલા કેરિનના ઓરડામાં આવી અને તેની સામેનું દ્રશ્ય જોઈ તેના ગળામાંથી ચીસ નીકળી ગઈ.
"શું થયું? શું થયું?" રીનાબેન અને કેશવરામ પણ કેરિનના ઓરડામાં દોડી આવ્યાં.
મિથિલાએ કેરિનની સાથે સુતેલી રાવિકા તરફ આંગળી કરી, "ભાઈ અને રા...."
મિથિલાની વાત પુરી થાય એ પહેલાંજ રીનાબેનએ કેરિનને ઉઠાડ્યો અને તેને એક થપ્પડ મારી દીધી, "તું આવું કરીશ એમ ન'તું વિચાર્યું મેં."
"પણ મેં કર્યું છે શું?" કેરિન અચાનક થપ્પડ પડવાથી સફાળો જાગ્યો હતો.
"અરે સબંધની મર્યાદા તો રાખવી હતી, સાવ આ હદે, છી..." કેશવરામ નીચું જોઈ ગયા.
"શું થયું બાબા?" રાવિકા આટલા બધા અવાજ સાંભળીને ઊંઘમાંથી જાગી ગઈ.
"બાબા, હવે મને માં કઇશ તું એમજ ને?" રીનાબેનએ છણકો કર્યો.
"માંને માં ન કઉં તો બીજું શું કઉં?" રાવિકા અસમંજસમાં હતી.
"હું તમારાથી નાની છું, પણ એટલું તો હુંયે સમજુ છું કે તમે બન્નેએ જે કર્યું એ ખોટું છે તાઈ. તમે તમારા પતિ વિશે ના વિચાર્યું? તમારી પોતાની બેન વિશે ન વિચાર્યું? તમે અને દાદા આવું કેવી રીતે કરી શકો?" મિથિલાએ અવિશ્વાસથી કેરિન અને રાવિકા સામે જોયું.
હવે કેરિન અને રાવિકાને સમજાયું કે આ ત્રણેય જેને રાવિકાને રાધિકા સમજી રહ્યાં હતાં, કેરિનને હસવું આવી ગયું.
"તું દાંત શું કાઢે છે? તમારી બન્ને વચ્ચે આવું કંઈક છે એવો અણસાર સુધ્ધા અમને આવવા નઈ દીધો તમે બન્નેએ, હંમેશા તમારી વચ્ચે માત્ર જીજાસાળીનો પવિત્ર સબંધ જ નજરે ચડ્યો હતો અમને અને આજે આમ અચાનક..." રીનાબેન નીચું જોઈ ગયાં.
"અરે મારી માં, તમે વિચારો છો એવુ કંઈજ નથી." રાવિકાએ રીનાબેનના ગાલ પકડ્યા.
"હા, આ રાધિકા નથી માં." કેરિન હસ્યો.
"હું તમારી વહું અને કેરિનની પત્ની છું, રાવિકા." રાવિકાએ રીનાબેનને આલિંગન આપ્યું.
"વહિની...." "રાવિ...." મિથિલા અને કેશવરામ એકીસાથે બોલી ઉઠ્યાં.
"પણ આ કંઈ રીતે શક્ય છે?" રીનાબેનએ કેરિન અને રાવિકા સામે અવિશ્વાસથી જોયું.
કેરિન આગળ બોલવા જતો હતો ત્યાંજ તેનો ફોન રણક્યો, આસ્થા મામી ફ્લેશ થતાંજ કેરિનએ તરત ફોન ઉપાડ્યો, "હા મામી, બોલો."
"જીયા તમારે ત્યાં રોકાઈ છે?" સામે છેડેથી આસ્થાનો અવાજ આવ્યો, તેના અવાજમાં ચિંતા અને ગભરાહટ હતી.
"જીયાને તો અમે રાત્રે જ તમારા ઘર આગળ ઉતારી, કેમ શું થયું છે?" કેરિનને કંઈક અજુગતું થયાનો ભાસ થયો.
"બેટા, જીયા ઘરે નથી. એ રાત્રે ઘરમાં આવી જ નથી, બારણાં અંદરથી બંધ હતાં અને મેં બધાયને પૂછ્યું પણ રાત્રે કોઈએ બારણા ખખડવાનો અવાજ નહોતો સાંભળ્યો. મતલબ જીયા ઘરમાં આવી જ નથી, તમે સ્યોર ઘર આગળ જ ઉતારી હતી જીયા ને?"
"અમે ત્યાં આવીએ છીએ, તમે ચિંતા ન કરતાં." કેરિનએ ફોન કાપ્યો અને તાબડતોબ દેશમુખ પરિવાર રાઠોડ હાઉસ પહોંચ્યો.
"જીયાને મેં અહીં ઉતારી હતી..." કેરિનએ ગેટની એકદમ નજીક જ્યાં જીયા ઉતરી હતી એ જગ્યા બતાવી.
"હા, અને જીયા મેઈન ગેટ ખોલીને અંદર ગઈ એના પછીજ અમે નીકળ્યાં હતાં." રાવિકા એ જગ્યા પર આવી જ્યાં લાસ્ટ ટાઈમ તેણીએ જીયાને જોઈ હતી.
રાવિકાની નજર જમીન પર પડેલી એક ચળકતી વસ્તુ પર ગઈ, તેણીએ તેં વસ્તુ ઉઠાવીને જોઈ, "જીયાનું ઇયરિંગ, અહીં કેવી રીતે?"
"શું થયું રાવિ?" કેરિનએ ઈયરિંગ તરફ જોયું.
રાવિકાના ચેહરા પર ચિંતાના વાદળ છવાયાં, "આ ઈયરિંગ સરળતાથી નીકળે એવા નથી, જીયાએ જાણીજોઈને આ ઈયરિંગ અહીં ફેંક્યું છે અને એનો મતલબ એમજ થયો કે જીયા કોઈ મુસીબતમાં ફસાઈ છે."
ક્રમશ: