Dashing Superstar - 39 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-39

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-39


(કિઆરા રિસાયેલી છે એલ્વિસથી.હવે એલ્વિસ મનાવવાનો છે કિઆરાને.કિઆરા કોલેજમાં આવીને આયાન સાથે અધુરો પ્રોજેક્ટ પૂરો કરી રહી હતી.ત્યાં જ એન્ટ્રી થઇ ડેશિંગ સુપરસ્ટારની પણ આ શું તેણે તો અવગણી દીધી પોતાના હ્રદયની રાણીને.શું ચાલે છે એલ્વિસના મગજમાં?ચલો જાણીએ)

એલ્વિસ અને વિન્સેન્ટ તેમની ગાડીમાં બેસીને ત્યાંથી જતાં રહ્યા.
"આ શું કરવા આવ્યાં હતાં?"અર્ચિતે પુછ્યું.

"મને લાગ્યું કે તે કિઆરાને મનાવવા આવ્યાં હશે પણ તેમણે તો કિઆરા સામે જોયું પણ નહીં."અહાનાએ કહ્યું.

"કિઆરા,એલ્વિસ સર માત્ર તારું ધ્યાન ભટકાવવા આવ્યાં હતાં.તે તને જાણીજોઈને અવગણતા હતાં જેથી તું બેચેન થાય અને તેમની સાથે જઈને સામેથી વાત કરે.જો તું ખરેખર માનતી હોય કે અકીરાને માફ ના કરવી જોઇએ તો તું તેમની આ જાળમાં ના ફસાતી.ચલ,પ્રોજેક્ટ પૂરો કરીએ."આયાને કિઆરાને કહ્યું.

આયાનની વાત પર અહાના અને અર્ચિતને ગુસ્સો આવ્યો.કિઆરાએ માથું હકારમાં હલાવ્યું અને તે આયાન સાથે પ્રોજેક્ટ પૂરો કરવા લાઈબ્રેરીમાં જતી રહી.

"આ આયાન એલ્વિસ સર અને કિઆરાનું પેચઅપ નહીં થવા દે.પ્રેમનો દુશ્મન."અર્ચિતે કહ્યું.

"મને લાગે છે કે આપણે તેમને આ જણાવવું જોઈએ."અહાનાએ કહ્યું.તેમણે વિન્સેન્ટને ફોન લગાવ્યો.
"એલ્વિસ સર,અમને હતું કે તમે કિઆરાને મનાવશો પણ તમે તેને અવગણીને સારું નથી કર્યું.તમને ખબર છે આ આયાન જયાંસુધી અહીં છે તમારા બંનેનું પેચઅપ શક્ય નથી."અહાનાએ કહ્યું.તેણે આયાને કિઆરાને કહેલી વાત કહી.

"અહાના,મારી કોઈ ભુલ નથી કે હું કિઆરાને મનાવું.અકીરાને માફ કરવી તે મારી વિચારસરણી હતી જે કિઆરાને પસંદ ના આવી.તે બાબતે તેને મનાવવાની વાત આવતી જ નથી.બાકી હું શું કરવા માંગુ છું તે સરપ્રાઈઝ છે જે કાલે જ ખબર પડશે.બાય."એલ્વિસે આટલું કહીને ફોન મુકી દીધો.

"આ આયાનનો પ્રોબ્લેમ શું છે?"એલ્વિસે ગુસ્સામાં પુછ્યું.

"એ જ જે તારો પ્રોબ્લેમ છે."વિન્સેન્ટે વિચિત્ર જવાબ આપ્યો.

"એટલે?"

"જેમ તું કિઆરાને પાગલોની જેમ પ્રેમ કરે છેને તેમ તે પણ કિઆરાને પાગલોની જેમ પ્રેમ કરે છે.તમારા બંનેન‍ો પ્રેમ એકદમ ગાઢ છે ફરક બસ એટલો છે કે તેનો પ્રેમ એકતરફી છે અને તારો એકતરફી નથી.

એક વાત,વાત નહીં સત્ય ...કડવું સત્ય સ્વીકારી લે એલ.કિઅારાના પ્રેમ સાથે,કિઆરા સાથે આયાન તમારા જીવનમાં એક ગિફ્ટ તરીકે આવશે. એટલે કે લગ્નમાં છોકરીઓ તેમનો સામાન લઇને આવેને તેમ કિઆરા આયાનને લઈને આવી છે તમારા જીવનમાં.એક અણગમતી ,ના ઈચ્છેલી ભેંટ જે હંમેશાં તમારા સાથે રહેશે."વિન્સેન્ટે ગંભીરતાથી કહ્યું.

"હું આયાનને કિઆરાથી દુર રાખીસ અને તું વિચારે છેને તે બધું ખોટું પાડીશ."એલ્વિસે કહ્યું.

"એલ,કાશ કે હું ખોટો પડું પણ હું ખોટો નથી પડવાનો કેમકે આયાન કિઆરાનો ખૂબજ સારો દોસ્ત બની ગયો છે.એકતરફો પ્રેમ ખૂબજ તાકાતવાળો અને ખતરનાક હોય છે.જો તે સકારાત્મક રહ્યો તો તમારા માટે સારું છે નહીંતર તમારું જીવન તકલીફભર્યું થઇ જશે."વિન્સેન્ટની વાત પર એલ્વિસ ગંભીર થઇ ગયો.

બીજા દિવસની સવાર કોલેજમાં ખૂબજ એક્સાઇટમેન્ટ ભરી હતી.કોલેજમાં દાખલ થતાં દરેક સ્ટુડન્ટની નજર કોલેજમાં થઈ રહેલા સેટઅપ પર હતી.અહીં શું થવાનું હતું તે તો કોઇ નહતું જાણતું પણ એટલું જરૂર ખબર પડી કે અહીં શુટીંગ થવાનું છે.

થોડીક વારમાં પ્રિન્સિપાલ સરે તમામ સ્ટુડન્ટ્સને ગ્રાઉન્ડમાં બોલાવ્યા અને માઈકમાં એનાઉન્સ કર્યું.

"ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ,છેલ્લા બે મહિનાથી એકઝામ અને પ્રોજેક્ટના ભારના કારણે તમે ખૂબજ સ્ટ્રેસમાં રહ્યા.તો આ સ્ટ્રેસ દુર કરવા મે ગઇકાલે આપણાં ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિનની એક વિનંતી સ્વીકારી.તેમને એક વીડિયો સોંગનું શુટીંગ કરવું હતું.તે સોંગ કોલેજ સ્ટુડન્ટ પર હતું એટલે તેમણે આપણી કોલેજને પસંદ કરી.તો આજથી બે દિવસ અહીં વીડિયો સોંગનું શુટીંગ થશે."પ્રિન્સિપાલ સરે કહ્યું.

બધાં સ્ટુડન્ટ્સ ખુશીના માર્યા ઉછળવા કુદવા લાગ્યાં.
"સ્ટુડન્ટ્સ,એક બીજા ખુશીના સમાચાર છે કે તે સોંગના શુટીંગ માટે કોલેજ સ્ટુડન્ટની જરૂર છે તો આપણી કોલેજના સ્ટુડન્ટ્સને તક મળશે.તો જે પણ વીડિયો સોંગમાં દેખાવવા માંગતા હોય તે પોતાના નામ નોંધાઇ દે."પ્રિન્સિપાલ સર બોલ્યા.

આયાન પ્રિન્સિપાલ સર પાસે અાવ્યો.
"સર,અમારો પ્રોજેક્ટ બાકી છે.કોલેજમાં આ બધું?"

"આયાન,તું તારો પ્રોજેક્ટ કરને તને કોણે રોક્યો છે અને રહી વાત કોલેજમાં આ બધું તો એ મારા પર છોડી દે.એલ્વિસે બધી જ પરવાનગી છેક આગળથી મેળવેલી છે."

"એલ્વિસ,તું આ શુટીંગના મારફતે સાબિત શું કરવા માંગે છે?"વિન્સેન્ટ પુછ્યું.

"કશુંજ નહીં.હું અહીંયા કશુંજ સાબિત કરવા માટે નથી આવ્યો.આ વીડિયો સોંગનું શુટીંગ પહેલા ફિલ્મસીટીના એક સેટ પર થવાનું હતું પણ મારા ડાયરેક્ટર ફ્રેન્ડને રિયલ લોકેશન જોઇતું હતું.તો વિચાર્યું મારી કિયુ ડાર્લિંગની કોલેજમાં જ શુટીંગ રાખીએ.તે બહાને હું મારી કિયુ ડાર્લિંગને જોઇ તો શકીશ.કદાચ તે આવીને મારી સાથે વાત કરે."એલ્વિસે હસીને કહ્યું

વીડિયો સોંગનું શુટીંગ ચાલું થઇ ગયું.લગભગ વીસેક જેવી છોકરીઓ અને તેટલાં જ છોકરાઓને પસંદ કર્યા બાકી બધાં શુટીંગ જોવામાં વ્યસ્ત હતાં.એલ્વિસ છુપાઇ છુપાઇને કિઆરાને જોઈ લેતો પણ તે ધરાર તેને અવગણતો.તેને જલાવવા બીજી છોકરીઓ સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરતો અને તેમને પોતાના સોંગમાં ચાન્સ આપતો.એક દિવસ આમ જ વીતી ગયો.બીજા દિવસે કિઆરા ખૂબજ બેચેન હતી.

"આ બધું તને જલાવવા માટે કરે છે કે તું બેચેન થઇને તેમની સાથે વાત કર."આયાન કિઆરાને લાઇબ્રેરીમાં લઇ જઈને બોલ્યો.

કિઅારાના ચહેરા પરથી સાફ દેખાતું હતું કે તે પરેશાન હોય.તેણે ટેબલ પર માથું મુકી દીધું.

"કિઆરા,તું શું ઇચ્છે છે?"આયાને પુછ્યું.

"ખબર નહીં.મને કશુંજ નથી સમજાતું."કિઆરાએ કહ્યું.

"એક કામ કરીએ.આપણે અકીરાની હકીકત એલ્વિસ સર સામે લાવી દઈએ તો.એટલે કે તે શું ઇચ્છે છે અને આ વાયરલ વીડિયો પણ તેણે જ વાયરલ કરાવ્યો છે."આયાને કહ્યું.

"વાયરલ વીડિયોનું તો મને નથી ખબર પણ મે જ્યારે કાશ્મીરથી તેમને ફોન કર્યો હતો તે અકીરાએ જ કાપ્યો હતો અને હા,તે વાત હું તેમની સામે લાવીને જ રહીશ.થેંક યુ આયાન."કિઆરા આટલું કહીને બહાર ગઇ.

એલ્વિસ અમુક છોકરીઓ સાથે બેસીને વાતો કરી રહ્યો હતો.કિઆરા તેને જોઇ રહી.
"એક્સક્યુઝ મી ગર્લ્સ."

કિઆરાએ એલ્વિસનો હાથ પકડ્યો અને તેને બહાર લઈ ગઇ.તેણે ડ્રાઇવરને બોલાવ્યો.ત્યાંસુધીમાં વિન્સેન્ટ,અહાના અને અર્ચિત પણ ત્યાં આવી ગયાં.

"ડ્રાઇવર,ચાવી મને આપી દો અને તમે જતાં રહો."કિઆરાએ તેના ડ્રાઇવર જોડેથી ચાવી લઇને વિન્સેન્ટને આપી.

"વિન્સેન્ટ,અકીરાનું શુટીંગ ફિલ્મસીટીમાં ચાલી રહ્યું છે ત્યાં ગાડી લઇ લો.બાકી બધા ગાડીમાં બેસી જાઓ."કિઆરાએ કહ્યું.તેણે હજીસુધી એલ્વિસનો હાથ પકડેલો હતો.તે પણ એકદમ જોરથી.

વિન્સેન્ટ ડ્રાઇવિંગ સીટ પર બેસ્યો.અર્ચિત તેની બાજુમાં બેસ્યો.અહાના અને તેની બાજુમાં કિઆરા એલ્વિસનો હાથ પકડીને બેસી.કિઆરા ગુસ્સાભરી નજરે જાણે એલ્વિસને ફરિયાદ કરી રહી હતી બે દિવસથી તેને પરેશાન કરી તેના માટે.ગઇકાલે એલ્વિસે કિઆરાને આખો દિવસ હેરાન કરી હતી.તેનો બદલો તેણે એલ્વિસનો હાથ ખૂબજ જોરથી દબાવીને લીધો.એલ્વિસને કિઆરાનો આ જુનુનભર્યો પ્રેમ પણ પાગલ કરી રહ્યો હતો.તે ખૂબજ ખુશ હતો.

"અર્ચિત,મે જે મંગાવ્યું હતું તે લાવ્યો?"કિઆરાએ પુછ્યું.

"હા,આ લે તે મંગાવ્યા હતા તે ઇયરરીંગ્સ." અર્ચિતે કિઆરાને જે ઇયરરીંગ આપ્યા તે તેણે પહેરી લીધાં.તે લોકો ફિલ્મસીટીમાં પહોંચ્યા.વિન્સેન્ટના કારણે કિઆરાને શુટીંગમ‍ાં અંદર જવા મળી ગયું.તે અકીરાની વેનીટીવેનમાં ગઈ.

અકીરા એક સીનના શુટીંગ માટે સાડી પહેરીને તૈયાર થયેલી હતી.સુંદર લાંબો ચોટલો અને પરંપરાગત ઘરેણામાં તે સુંદર લાગી રહી હતી.તે કિઆરાને અહીં જોઈને ચોંકી?

"તું અહીં શું કરે છે?તને અંદર કેવીરીતે આવવા દીધી?"અકીરાએ ગુસ્સામાં પુછ્યું.

"તે બધું છોડ.પેલી એડવર્ટાઇઝમાં આવે છેને તેમ સીધી બાત નો બકવાસ.જ્યારે મે કાશ્મીરથી એલ્વિસને ફોન કર્યો તો તે ફોન તે કટ કેમ કર્યો?"કિઆરાએ પુછ્યું.

અકીરા આઘાત પામી પણ તેણે તે વાત ચહેરા પર ના બતાવી.

"જો હવે તું એમ ના કહેતી કે કયો ફોન?મે કશુંજ નથી કર્યું.મારી પાસે એલ્વિસની એકડેમીના સી.સી.ટી.વી ફુટેજ છે.જેમા બતાવે છે કે તે એલ્વિસના ફોન સાથે કઇંક છેડછાડ કરી છે.જો મારી આગળ આ સતીસાવિત્રી બનવાનું નાટક ના કર.ચુપચાપ જે તારા મનમાં છે તે બકી જા."કિઆરાએ કહ્યું.

"હા,મે જ કટ કર્યો હતો ફોન,તારો પણ અને તારા દાદાનો પણ.કેમ કે હું ઇચ્છું છું કે તું અેલ્વિસથી દુર રહે.એલ્વિસના દિમાગમાંથી તારું ભૂત ઊતરી જાય.કેમ કે હું એલ્વિસને ચાહુ છું અને તેને પામવા ઇચ્છું છું.તું એલ્વિસની બરાબરીમાં ક્યાંય નથી આવતી.લુક એટ યુ.આ તારા સાવરણીનાછુંછા જેવા વાળ,આ ઢંગધડા વગરનું ખુલ્લું ખુલ્લું જીન્સ અને અા ડબલ એક્સેલ સાઇઝનું ટીશર્ટ.સાવ બેકાર.તને લાગે છે કે એલ્વિસ તારા જેવીના પ્રેમમાં પડે?ના તે પ્રેમ નહીં વ્હેમ છે.હું હજી બનતા પ્રયાસ કરીશ કે તું એલ્વિસથી દુર રહે.આ વાત તું એલ્વિસ સામે ક્યારેય સાબિત નહીં કરી શકે."આટલું કહીને તેણે કિઆરાનો મોબાઈલ તોડી નાખ્યો.

"તું આમા રેકોર્ડ કરતી હતીને બધું.હું પણ સ્માર્ટ છું.તારા કરતા પણ વધારે."અકીરાએ કહ્યું.

કિઆરાએ જીન્સના પોકેટમાંથી બીજો ફોન કાઢીને આપ્યો.

"લે આ પણ તોડી નાખ.મારું તો કામ તો થઇ ગયું." કિઆરાએ કહ્યું.

"ઓહો,આટલો ઓવર કોન્ફિડેન્સ?તું તો એવી રીતે કહે છે કે જાણે એલ્વિસ આ બધું જોઈ રહ્યા હોય."અકીરાએ અકડમાં કહ્યું.

"હા,તે લાઇવ આ બધું જોઈ રહ્યા છે.તેમા આ તુટેલા ફોનનો કોઈ હાથ નથી.તું એક વાત ભુલે છે કે હું ક્રિમીનોલોજી ભણું છું.તારાથી સો ગણી સ્માર્ટ છું.હવે વારો છે તને પનીશમેન્ટ આપવાનો.મને મારી કાયનાદીદીની યાદ આવી ગઇ અને આજે હું તને તેમની સ્ટાઇલમાં મસ્ત સબક શીખવાડીશ."કિઆરા કઇંક વિચારીને બોલી.અકીરાની બોલતી બંધ હતી.

કિઆરા શું હાલત કરશે અકીરાની?
આયાનનો એકતરફી પ્રેમ એલ્વિસ માટે શું નવી મુશ્કેલી લાવશે?
એલ્વિસ અને કિઆરા વચ્ચે ગેરસમજ દુર થશે?
જાણવા વાંચતા રહો.