અચાનક કાવ્યા ના શરીર પર જાળ આવવાથી કાવ્યા કંઈ જ સમજી શકી નહિ. તે જાળ ને કાવ્યા હાથ વડે દૂર કરવાની કોશિશ કરે છે પણ તેને નિષ્ફળતા મળે છે. હાથ વડે જાળી દૂર ન થતાં કાવ્યા તેની પાસે રહેલ શક્તિ વડે જાળ ને દુર કરવાનો પ્રયાસ કરે છે ત્યાં ઉપરથી બીજી એક જાળ તેના પર આવી પડે છે અને કાવ્યા જમીન પર પડી જાય છે.
કાવ્યા જમીન પર પડી એવી આખી જાળ કાવ્યા ને જેમ દોરડાથી કોઈને બાંધી દેવામાં આવે તેમ કાવ્યા જાળ વડે બંધાઈ ગઈ. તેના હાથ, પગ કે શરીર નો કોઈ પણ ભાગ હલન ચલન કરી શકતો ન હતો. એક સામાન્ય માછલી પકડવાની જાળી આટલી બધી મજબૂત હશે તે કાવ્યા ને ખ્યાલ પણ ન હતો. ફરી કાવ્યા એ જાળી દૂર કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહી.
ધીરે ધીરે કાવ્યા ના કાન પર કોઈમાં આવવાનો પગરવ નો અવાજ સંભળાયો. ધબ ધબ કરતો કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો હતો તો બીજી બાજુ સમુદ્ર ના મોજા ઉછાળો મારી ઘુઘવાટા કરી રહ્યા હતા. કાવ્યા ને ગુરુમાં એ કહ્યું હતું સફેદ ટાપુ પર ફક્ત એક જ માછીમાર રહે છે. લાગે છે જે મારી તરફ કોઈના આવવાનો અવાજ આવી રહ્યો છે તે માછીમાર જ હશે.l
કાવ્યા જમીન પર પડી હતી અને સુર્ય તેમની માથે પ્રકાશ વરસાવી રહ્યો હતો. એક તડકા ના રૂપમાં. ત્યાં તેના ચહેરા પર થી પ્રકાશ હટ્યો એટલે કાવ્યા એ ઉપર નજર કરી તો એક સામાન્ય માણસ તેને દેખાયો. હાથમાં એક લાકડી હતી. ભરાવદાર શરીર ને ઉપર થી દાઢી અને મૂછ ના જાણે પૂળા બાંધી ગયા હોય. રાતના અંધારા માં કોઈ ને દેખાય નહિ એવો તે શ્યામ વર્ણ નો હતો. બસ તે અલગ તરી આવતો હતો તેના પહેરવેશ થી. વનસ્પતિ થી તેણે અડધું અંગ ધાક્યું હતું તો ગળા પર નાની નાની સુવર્ણ માછલી ની હારમાળા હાર ના રૂપમાં પહેરી હતી.
માછીમાર જોઈને કાવ્યા બોલી.
આપ કોણ છી..! અને મને શા માટે બંધક બનાવી છે.?
જવાબ આપવાના બદલે માછીમારે સામે સવાલ કર્યો.
હે કન્યા પહેલા મને તું જણાવ અહી શા માટે આવી છો.? આ મારો વિસ્તાર છે. મારી સિવાય અહી કોઈ જ નથી.
માછીમાર ના સવાલ થી કાવ્યા થોડી મુંજાઈ ગઈ અને શું જવાબ આપવો તે વિચારવા લાગી. જો સાચું કહીશ તો સુવર્ણ માછલી માંથી મને મોતી નહિ મળે અને જૂઠું કહીશ તો કદાચ મારે આ જાળીમાં આમ જ ફસાઈ રહેવું પડશે.! હિમ્મત કરી કાવ્યા એ માછીમાર ને જવાબ આપ્યો.
હું મારા કામ થી ઘરે થી નીકળી હતી અને રસ્તો ભટકતા હું અહી પહોંચી ગઈ છું. આપ મને મુક્ત કરી જવા દો.
માછીમાર ને કાવ્યા ની વાત ગળે ઉતરી નહિ. કેમ કે અહી કોઈ પણ વ્યક્તિ આવ્યું છે તે સુવર્ણ માછલી મેળવવા માટે જ આવ્યું છે. અહી આવનાર કોઈ સામાન્ય માણસ હોતો નથી.
ફરી માછીમારે કાવ્યા ને કહ્યું.
હે.. કન્યા મને સાચું કહીશ તો છોડી દઈશ. નહિ તો.....
કાવ્યા ફરી મૂંઝવણ માં મુકાઈ. પાછો એજ જવાબ આપ્યો. હું મારા કામ થી ઘરે થી નીકળી હતી અને રસ્તો ભટકતા હું અહી પહોંચી ગઈ છું.
કાવ્યા ની વાત સાંભળી ને માછીમાર કાવ્યા ને આમ જ છોડી મૂકીને નીકળી ગયો. માછીમાર ના ત્યાં ગયા બાદ કાવ્યા એ જાળી માંથી છૂટવા ઘણા પ્રયાસો કર્યા અને અંતે નિષ્ફળ રહી. ત્યાં કાવ્યા ને જીન યાદ આવ્યો. સમરણ કરી જીન ને અહી બોલાવવાનું કાવ્યા આહવાન કરે છે.
હે..જીન તું જ્યાં હોય ત્યાંથી અહી આવ, મારે તારી જરૂર પડી છે. હું તને આહવાન કરું છું. તું મારો ગુલામ છો...
એક વાર, બે વાર, એમ ઘણી વાર કાવ્યા જીન નું આહવાન કરે છે પણ જીન આવવતો નથી. કાવ્યા પાસે બસ એક જ રસ્તો હતો કે જીન આવીને મને મુક્ત કરે પણ જીન પણ આવ્યો નહિ. શું કરવું તે કાવ્યા ને સમજાતું નથી.
ફરી કાવ્યા પોતાની પાસે રહેલ બધી શક્તિ નો પ્રયોગ કરી જાળ માંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે પણ તેની એક પણ શક્તિ કોઈ કામ આવતી નથી. આખરે થાકી ને કાવ્યા એમ જ જમીન પર પડી રહે છે.
શું કાવ્યા આમ જ જાળમાં ફસાઈ રહેશે. એવી કઈ જાળ હતી જે કાવ્યા ની શક્તિ પણ તેની સામે કંઇજ કરી શકતી ન હતી. તે જોઈશું આગળના ભાગમાં...
ક્રમશ...