કાવ્યા તેના મમ્મી રમીલાબેન ને સમજાવે છે.
મમ્મી... મારું સપનું સાકાર થયું છે. હું આજે પરી બની છું. અને પરી હંમેશા પરીઓના દેશમાં રહેતી હોય છે. એટલે મારે પણ પરીઓના દેશમાં જવું પડશે. મને ખબર છે મારા વિના તમને એક પળ પણ નહિ ચાલે પણ મમ્મી હું હંમેશા તમારી સાથે છું.
રમીલાબેને તો જીદ પકડી. કાવ્યા તું અમને એકલા મૂકીને ક્યાંય નહિ જાય. તને એ માટે મોટી કરી હતી કે તારું સપનુ પૂરું થાય એટલે અમારું સપનું તારે રોળી નાખવાનું.. રમીલાબેન ના ચહેરા પર ગુસ્સો હતો પણ અંદર થી કાવ્યા ના વિરહ નું દુઃખ હતું. માં છે . અને માં ક્યારેય પોતાના સંતાન ને તેનાથી અળગા ન કરે.
મમ્મી ની જીદ જોઈને કાવ્યા તેના પપ્પા વિકાસભાઈ ને ગળે વળગી ને બોલી.
પપ્પા આ મમ્મી ને સમજાવો ને. હું ક્યાં યુધ્ધ કરવા જાવ છું. બસ મારી ખુશી ની લાઇફ તો જીવવા જાવ છું. આમ પણ તમારું સપનું હતું મારી દીકરી સુખી થાય. આમ તો તમારું સપનું સાકાર તો થઈ રહ્યું છું.
વિકાસભાઈ કાવ્યા ની સામે બે ઘડી જોઈ રહ્યા ને વિચાર કરવા લાગ્યા. હું નિર્ણય શું લવ. એક બાજુ દીકરી ના જવાનું દુઃખ છે તો બીજું દીકરી પરી બની ગઈ તેનું સુખ છે.
વિકાસભાઈ તેમની પત્ની રમીલાબેન પાસે જઈને આશ્વાસન આપતા કહ્યું.
આપણી કાવ્યા ક્યાં દુઃખી થવા જઈ રહી છે. આજ નહિ તો કાલે આપણ ને મૂકીને સાસરે તો જવાની છે. તેના બદલે તે પરીઓના દેશ જઈ રહી છે એમાં ખોટું શું... આમ પણ તે કહી રહી છે. મારી જરૂર પડે ત્યારે હું તમારી સામે હાજર થઈ જઈશ.
વિકાસભાઈ એ કહેલી વાત રમીલાબેન ના ગળે ઉતરી પણ કાવ્યા પાસે રમીલાબેન એક વચન લેવડાવે છે. કે જ્યારે પણ અમને તારી જરૂર પડશે ત્યારે તેજ ક્ષણે તારે અમારી પાસે હાજર થવું પડશે.
કાવ્યા તેના મમ્મી પપ્પા આગળ વચને બંધાય છે. જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું તમારી મદદે આવીશ. કાવ્યા વચન આપે છે.
રાત્રિ થઈ ગઈ હતી એટલે રમીલાબેન કાવ્યા ને અત્યારે પરીઓના દેશ જવા માટે ના કહી અને કહ્યું કાવ્યા તું ઉગતા પહોરે પરીઓના દેશ જવા નીકળજે.
પરીઓના દેશ જતા પહેલા કાવ્યા ની આ છેલ્લી રાત હતી. તેને એ પણ ખબર ન હતી કે હું ફરી ક્યારે ઘરે પાછી ફરીશ. પણ પરીઓના દેશના વિચારમાં કાવ્યા ને ઊંઘ તો આવી ગઈ પણ પરી નું સપનું આવ્યું નહિ ને ત્યાં સવાર થઈ ગયું. સવાર થયું એટલે કાવ્યા ને યાદ આવ્યું કદાચ પરીઓના દેશમાં જતી વખતે અથવા ત્યાં મને જીન ની કોઈ મદદ ની જરૂર પડશે તો..! આ વિચાર થી કાવ્યા એ જ્યાં ચિરાગ ને રાખ્યો હતો તે જમીન માંથી ચિરાગ ને બહાર કાઢીને હાથમાં લીધો અને એક મંત્ર થી ચિરાગ ને ગાયબ કરી નાખ્યો.
પરીઓના દેશમાં જતા પહેલા કાવ્યા તેનાં મમ્મી પપ્પા ના આશીર્વાદ લે છે. ને ભેટી ને રડતી આખોએ કાવ્યા વિદાય લે છે. છડી ફેરવી અને કાવ્યા આકાશ માં ઉડવા લાગી. કાવ્યા આખો દિવસ આકાશ માં વિસરતી રહી પણ તેને પરીઓ નું રહેઠાણ ક્યાંય જોવા ન મળ્યું. તેણે પોતાની શક્તિ થી પરીઓ નો દેશ ક્યાં આવેલો છે. તે જોવાનો પ્રયત્ન કર્યો પણ તેને પરીઓ નો દેશ ક્યાંય દેખાયો નહિ. સાંજ પડવા આવી હતી. કાવ્યા નિરાશ થઈ આકાશમાં જ વાદળો સાથે બેસી રહી અને વિચાર કરવા લાગી કે હવે શું કરીશ.! ક્યાં શોધીશ પરીઓ નો દેશ..!
વિચારતી કાવ્યા ને યાદ આવી ગયું કે જીન પાસે થી જાણવું યોગ્ય રહેશે કે પરીઓનો દેશ ક્યાં આવેલો છે. એટલે છડી થી તેણે ચિરાગ ને પ્રગટ કર્યો અને ચિરાગ વડે જીન નું આહવાન કર્યું.
આહવાન કરવાની સાથે જીન કાવ્યા ની સામે પ્રગટ થઈ બોલ્યો.
હું તમારી સેવામાં શું મદદ કરી શકું.?
કાવ્યા હવે વધુ સમય આકાશમાં જ કાઢવા માંગતી ન હતી એટલે તરત જીન ને કહ્યું.
જીન... આ પરિઓનો દેશ ક્યાં આવેલો છે તે મને જણાવીશ.?
કાવ્યા ના આ સવાલ થી જીન વિચારમાં પડી ગયો ને થોડી વાર વિચારી ને બોલ્યો.
આજ સુધી હું ક્યારેય પરીઓ નો દેશ ગયો નથી એટલે હું કહી નહિ શકું પરીઓ નો દેશ ક્યાં આવેલો છે. પણ એક ઉપાય બતાવું કદાચ તને પરીઓ ના દેશમાં જવા માટે કામ આવી શકે.
જીન જાણતો ન હતો કે પરીઓ નો દેશ ક્યાં આવ્યો પણ તે ક્યાં ઉપાય ની વાત કરી રહ્યો હતો.? તે જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ...