Tha Kavya - 43 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૩

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૩


કાવ્યા નું સપનું સાકાર થઈ ગયું હતું. લાંબી મહેનત અને સંઘર્ષ કર્યા પછી તેને સફળતા પ્રાપ્ત થઈ હતી. જીન હજુ કાવ્યા ની સામે ઊભો હતો અને જ્યાં સુધી કાવ્યા અહી થી જવાની પરવાનગી ન આપે ત્યા સુધી તે ત્યાંથી હટવાનો ન હતો.

જીને કાવ્યા ને કહ્યું. કાવ્યા હું તારો ગુલામ છું. હજુ તારે કોઈ શક્તિ કે વસ્તુ ની જરૂર છે.? કાવ્યા સમજી ગઈ કે જીન અહી થી જવા માંગે છે. જીન ને કાવ્યા એ કહ્યું.. જીન હવે તું આઝાદ છે પણ હું તને ચિરાગ ની અંદર જવાનું નહિ કહું પણ જ્યારે મને તારી જરૂર હશે ત્યારે મારા એક આહવાન થી હાજર થવું પડશે.

જીને હાથ જોડી ને કહ્યું. ભલે કાવ્યા તું જ્યારે મારું ચિરાગ ને હાથમાં લઈને મારું આહવાન કરીશ ત્યારે હું તારી સામે પ્રગટ થઈ જઈશ. આટલું કહી જીન આકાશમાં વિસરવા લાગ્યો.

જીન ના જવાથી કાવ્યા એ આ ચિરાગ ને ત્યાં તેના રૂમમાં એક ખૂણા માં ખાડો કર્યો અને તે ખાડામાં ચિરાગ ને નાખીને ઉપર માટી નાખી ને તેની ઉપર ટેબલ મૂકી દીધું એટલે કોઈ તેને જોઈ ન શકે કે અહી કઈક દટાયુ છે.

કાવ્યા હવે પરી બની ગઈ હતી એટલે હવે તે હંમેશા માટે પરીઓ સાથે રહેવા માગતી હતી. પણ માં બાપ ને કહ્યા વગર તે પરીઓ ના દેશમાં જવા માંગતી ન હતી. કેમકે કાવ્યા તેના માં બાપ ને તેના વિરહમાં દુઃખી કરવાં માંગતી ન હતી એટલે એક નિર્ણય કર્યો કે માં બાપુજી સામે હું મારી સાચું રૂપ ધારણ કરી તેને કહુ હું પરી છું અને હવે પરીઓ ના દેશમાં હું જાવ છું. જો આપ મને રાજી ખુશી થી પરવાનગી આપશો તો.

મમ્મી તો ઘરે હતી પણ પપ્પા કામ પર ગયા હતા એટલે કાવ્યા ને પપ્પા ની સાંજ સુધી રાહ જોવી પડે તેમ હતી. એટલે તે સાંજ સુધી સૂઈ રહી અને પરીઓના દેશ ની કલ્પનામાં ખોવાઈ રહી.

કાવ્યા ના પપ્પા વિકાસભાઈ કામ પરથી ઘરે આવ્યા એટલે તેમની પત્ની રમીલાબેન તેમને પાણી આપી ને તેમની પાસે બેસી ગયા. ત્યાં રૂમ માંથી કાવ્યા બહાર આવી. તેને સામાન્ય કપડાં પહેર્યા હતા. તે ઈચ્છતી ન હતી કે હું પરીના રૂપમાં મારા મમ્મી પપ્પા પાસે આવું અને તેઓ જોઈને કદાચ તેમને ધ્રાસકો પડે અને તેને કંઈ થઈ જાય તો... આ વિચાર થી તેણે સવાર નો ડ્રેસ પહેરી રાખ્યો, ને મમ્મી પપ્પા ની વચ્ચે આવી ને બેસી ગઈ.

કાવ્યા ની પાસે બેસવું અને હસતો ચહેરો જોઈને વિકાસભાઈ સમજી ગયા કે કાવ્યા ને મનગમતી વસ્તુ મળી હશે. કે ખરીદી હશે.

કેમ બેટી આટલી બધી ખુશ દેખાઈ રહી છે.? માથા પર હાથ ફેરવતા વિકાસભાઈ બોલ્યા.

પપ્પા મારું સપનુ સાકાર થઈ ગયું.. હું પરી બની ગઈ. આટલું કહી કાવ્યા તેના પપ્પા ને વળગી રહી.

પરી બનવું થોડું સહેલું છે કાવ્યા.. લાગે છે તે પરી ના કપડા લીધા હશે એટલે તું આવું કહી રહી છે. રમીલાબેન કાવ્યા ની સામે જોઇને કહ્યું.

મમ્મી પપ્પા હું સાચે પરી બની ગઈ છું. તમારે જોવું છે.
એમ કહી કાવ્યા એ હાથ ના છડી ધારણ કરી અને આંખ બંધ કરી ને આંખ ખોલે છે ત્યાં તો કાવ્યા પરી બની ગઈ હોય છે.

કાવ્યા પરી બની જવાથી તેનું આખું રૂપ જ બદલાઈ ગયું. બે ઘડી તો વિકાસભાઈ અને રમીલાબેન જોઈ રહ્યા. તેને નવાઈ લાગી રહી હતી. કે આ શું મારી દીકરી કાવ્યા સાચે પરી બની ગઈ છે.!!!

બેટી અમને વિશ્વાસ નથી આવતો કે તું સાચે પરી બની ગઈ છે. ચહેરા પર દીકરી પરી બની ગઈ તેની ખુશી હતી પણ આંખ માં આશુ હતા જે એ કહી રહ્યા હતા. મારી દીકરી હવે પરી બની ગઈ છે. હવે અમને છોડી ને પરીઓ ના દેશમાં જતી રહેશે.

રમીલાબેન ને હજુ વિશ્વાસ આવી રહ્યો ન હતો કે મારી દીકરી પરી બની ગઈ છે. તે ઉભા થયા અને કાવ્યા નો હાથ પકડ્યો ત્યાં તો રમીલાબેન ના શરીરમાં એક અલગ જ ઊર્જા નો ચંચય થયો. જાણે કે કોઈ દેવી એ તેમનો હાથ પકડ્યો હોય.

કાવ્યા ને ગળે વળગી ને રમીલાબેન બોલ્યા. કાવ્યા તું અમને એકલા મૂકીને ક્યાંય નહિ જાય.!! તું અમારું બધું જ છે. તારી વગર અમારી જિંદગી નર્ક બની જશે આટલું કહી ને સોધાર આશુ એ રડવા લાગ્યા.

શું રમીલાબેન કાવ્યા ને પરીઓના દેશમાં જવાની પરવાનગી નહિ આપે.? તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ ...