આ ઘટનાને સાત મહિના થવા આવ્યા હતા...
ધીમે ધીમે નીયા અને બાકી બધા ઘટનાને ભૂલી રહ્યા હતા...
સ્નેહા ની ગેરહાજરી નીયા ને ક્યારેક રડાવી જતી હતી... પરંતુ એ જે કામ માટે અહીં આવી હતી એ કામ એને ક્યારેક હિંમત અપાવતું હતું....
સ્નેહા અને નીયા બંને જે કામથી આવ્યા હતા હવે એ કામ નીયા ને એકલીને પૂરું કરવાનું હતું....
એટલા સમય સુધી એણે કોઈને ખાતરી પણ થવા દીધી ન હતી કે એ અહી શું કરવા આવી હતી...
અભી અને નિખિલ બંને ઓફિસ સાથે જતા હતા...શીલા તો જાણે નિખિલ ના એક તમાચા થી સુધરી જ ગઈ હતી...
ઘર ની કામવાળી ગૌરી પણ એના ગામથી પાછી ફરી ન હતી....એ હવે એના ગામમાં જ રહેવાની હતી એટલે શીલા એ બીજી કામવાળી પણ રાખી ન હતી હવે થી ઘરનું બધું કામ એ એકલી જ સંભાળતી હતી....
ઘણા સમય પછી આજે બધું ધીમે ધીમે સરખું થઈ રહ્યું હતું...પરંતુ નીયા ના મનમાં એક જ વિચાર હતો કે એ જે કામ કરવા અહી આવી હતી એ પૂરું કંઈ રીતે કરશે...
નીયા અને અભી બંનેની પહેલી મુલાકાત બાદ સ્નેહા ના સમાચાર થી જાણે બંને વચ્ચે કંઇક થંભી ગયું હતું...
પરંતુ એ સમય આજે પાછો ફરી આવ્યો હતો...અભી એના દિલની વાત ફરી એકવાર કહેવા માંગતો હતો એટલે એણે ફરી એકવાર નીયા ને મળવા માટે બોલાવી હતી...
નીયા એ પણ કોઈ આનાકાની વગર જ લંચ ટાઈમે મળવાની હા કહી દીધી...
બંનેની પ્રેમકહાની આગળ વધી રહી હતી...પરંતુ આ વખતે બને એકબીજા થી શરમાતા ન હતા...
અભી અને નીયા બંને એક ટેબલ પર સામસામેની ખુરશી ઉપર ગોઠવાયેલા હતા....
પહેલા વાતની શરૂઆત કોણ કરે એની રાહ જોવાઇ રહી હતી...
અભી ના મનમાં આજે નીયા ને પોતાના દિલની વાત ફરી એકવાર જણાવી અને એના દિલ માં શું છે એ જાણવાની આતુરતા હતી....
પરંતુ બીજી બાજુ નીયા કંઇક અલગ જ વિચારી રહી હતી...
સ્નેહા ના ગયા પછી નીયા ખૂબ સિરિયસ થઈ ગઈ હતી...જે કામ માટે એ બંને આવ્યા હતા એને હવે પોતે એકલી જ અંજામ આપવાની હતી...
અભી ના દિલમાં શું છે એ તો નીયા પહેલેથી જ જાણતી હતી પરંતુ અભી પ્રત્યે પોતાના દિલ માં પણ પ્રેમ છુપાવતી હતી...
અભી ને કહેવાની વાત તો દૂર એ પોતે પણ સ્વીકારવા તૈયાર ન હતી કે એ અભીને પ્રેમ કરે છે...
બંનેની નજર એક થતા અભી એ સ્મિત વેર્યું...
અભી ના ચહેરા ઉપર સ્માઇલ જોઇને નીયા ના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી ગઈ...
બંને વચ્ચે ની તંદ્રા તોડીને નીયા બોલી ઉઠી...
"શીલા અને તારી વચ્ચે દિયર ભાભી સિવાય કયો સબંધ છે...?"
આ વાક્ય સાંભળીને ટેબલ ઉપર ગોઠવાયેલી અભી ની કોણી થોડી નમી ગઈ અને ટેબલ થી દુર ખસી ગઈ....
થોડી વાર પહેલા જે નૂર અભી ના ચહેરા ઉપર છલકતું હતું એ તરત જ ગાયબ થઈ ગયું....
નીયા તો જાણે આજે આ સવાલ નો જવાબ જાણવા આવી હોય એમ ટક્કર જીલીને અભી ને જોઈ રહી હતી....
"નીયા...હું જાણું છું તને...."
બોલતા બોલતા અભી એ વચ્ચે વિરામ લીધો....
નીયા ચૂપચાપ પૂરેપૂરો સમય આપીને સાંભળી રહી હતી...
આંખ બંધ કરીને ધીમેથી અંદર બહાર શ્વાસ લઈને અભી એ બોલવાનું ચાલુ કર્યું...
" લગ્ન કરીને આવી ત્યારથી જ શીલા મને એની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતી હતી જે મારી નજર થી અજાણ નહતું રહ્યું પરંતુ મે એની તરફ ધ્યાન સુધા નહતું આપ્યું...પરંતુ એક સમય એવો આવી ગયો જેમાં...."
બોલતા બોલતા અભી વચ્ચે એક ક્ષણ માટે અટકી ગયો...
' તારા કરતાં તો એ સારી છે...તારી જેમ એક મૂકીને બીજી ,બીજી મૂકીને ત્રીજી....' ચહેરા ઉપર ગુસ્સા ની છાલક લાવીને નીયા મનમાં વિચારી રહી હતી...અને આગળ બોલી...
" કેવો સમય...."
" એવો સમય હતો જેમાં મે મારું અસ્તિત્વ ગુમાવી દીધું હતું જેના કારણે શીલા એ એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો ...મને કોઈ વાતનું ભાન જ રહ્યું ન હતું ...મને ઈન્જેકશન ના ડોઝ આપી આપીને શીલા મારી સાથે રાતો પસાર કરી રહી હતી...." બોલતા બોલતા અભી ને શરમ ની લાગણી અનુભવાતી હતી અને કંઇક ક્રુર લાગી રહ્યું હતું જે નીયા સમજી રહી હતી...
"એવો કેવો સમય હતો જેમાં તુ તારું જ અસ્તિત્વ ગુમાવી બેઠો હતો...અને અત્યારે ....અત્યારે તો એવો સમય નથી છતાં..." નીયા આગળ ના શબ્દો ગળી ગઈ અને ચૂપ થઈ ગઈ...
"એ સમય પછી અને તને મળ્યા પછી ઘણો બદલાવ આવ્યો છે મારા જીવનમાં ....તને મળ્યા પહેલા મને જે આદત પડી ગઈ હતી એ છૂટી ગઈ છે...ધીમે ધીમે મે પોતાના ઉપર કંટ્રોલ લાવ્યો છે...."
અભી ની વાત સાંભળીને નીયા ને ત્યાં બેસી રહેવાનું મન થતું ન હતું એને ઉભા થઈને ત્યાંથી બહાર નીકળવા માટે પગ ઉપડ્યા...
અભી એની પાછળ પાછળ ઊભો થઈને બહાર આવ્યો...
" નીયા ટ્રસ્ટ મી...અને સાચું કહું તો તને સ્પર્શ કર્યા પછી મે એક પણ વાર ...." અભી નું વાક્ય પૂરું થાય એ પહેલા નીયા એ ધારદાર નજર અભી તરફ કરી...
બંને વચ્ચે ઘણી ક્ષણ માટે મૌન પથરાઈ ગયું ...પરંતુ એ મૌન વડે બંને વચ્ચે ઘણી એવી વાતો થઈ ચૂકી હતી...બંનેની આંખોમાં એકસાથે પ્રેમ નો એકરાર દેખાતો હતો...
નીયા એ ત્યાંથી જવા માટે પગ ઉપડ્યા પરંતુ અભી એ એનો હાથ પકડી લીધો અને ગોઠણભેર નીચે બેસી ગયો...જાણે પ્રપોઝ કરતો હોય એવી રીતે નીયા નો હાથ એના હાથ માં લઈને એને જોઈ રહ્યો હતો....
નીયા એ આજુબાજુ નજર કરી અને હાથ છોડવાની કોશિશ કરી પરંતુ અભી એ પકડ ઢીલી ન કરી...
અભી ના ચહેરા ઉપર સ્માઇલ હતી...એની આંખો માં નીયા માટે ચોખ્ખો ચણક પ્રેમ છલકાતો દેખાતો હતો....
નીયા બધું સમજતી હતી પરંતુ એ એનો હાથ છોડાવી લેવા માંગતી હતી....
બંનેની આસપાસ અવરજવર કરતા માણસોનું ટોળું ધસી આવ્યું હતું...
"શું કરે છે હાથ છોડ મારો...બધા જુએ છે...." દબાતા અવાજે નીયા અભી ને કહી રહી હતી...
"ભલે જુએ...મને કંઈ ફરક નથી પડતો...મને બસ એટલી ખબર છે કે હું ક્યાંય ખોટો નથી અને એ તુ પણ જાણે છે... હું તને લવ કરું છું એ પણ તું જાણે છે... મારે બસ જીવનભર માટે તારો સાથ જોઈએ છે...સોસાયટી શું કહે છે, સમાજ શું વિચારે છે , બધા આપણને જોવે કે ન જોવે મને સાચે કંઈ ફરક નથી પડતો ...."
નીયા ચૂપચાપ એને સાંભળી રહી હતી...અભી નું બોલવાનું હજી ચાલુ હતું...એ ખૂબ મોટા અવાજે આસપાસ ના લોકો ને સંભળાય એવી રીતે બોલતો હતો ...એના ચહેરા ઉપર સતત સ્માઇલ દેખાતી હતી....
" તારી આંખોમાં જે મને મારા માટે દેખાઈ છે શું એ જ તને મારી આંખો માં દેખાઈ છે....?
તું જે કહે છે અને જે બતાવે છે એની કરતા વિરૂધ્ધ મને તારી આંખોમાં કેમ દેખાઈ છે....?
હું તારો હાથ છોડી દઉં છું... પણ જો તારી આંખો માં મારા પ્રત્યે પ્રેમ દેખાઈ છે એ ખોટું છે અને તને મારી ઉપર વિશ્વાસ ન હોય તો તું મને છોડી ને જઈ શકે છે...."
બોલતા બોલતા અભી એ ધીમે ધીમે નીયા નો હાથ છોડી દીધો હતો...એનો અવાજ ધીમો થઈ ચૂક્યો હતો...એના ચહેરા ઉપરથી સ્માઇલ દૂર થઈ ગઈ હતી...એની આંખોમાં આછા પાણી ફરી ગયા હતા....
નીયા તો દંગ થઈને ત્યા ઉભી હતી... અભી એ એનો હાથ છોડી દીધો હતો પરંતુ નીયા નો હાથ હજી હવામાં જ ઊભો હતો...એકીટસે એ અભી ની આંખોમાં જોઈ રહી હતી...એની આંખોમાં પણ પાણી ધસી આવ્યા હતા....
બધા વચ્ચે થોડી ક્ષણ એમ જ ચાલી ગઈ...આસપાસ ના લોકો જાણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય એવી રીતે શાંતિથી લાભ લઈ રહ્યા હતા...
"હવે હાથ દુખવા લાગ્યો છે પકડ ને પાગલ...." નીયા એ શાંતિનો ભંગ કરીને કહ્યુ...
અભી એ ચહેરા ઉપર મોટી સ્માઇલ કરીને હાથ પકડી લીધો અને ઊભો થયો...ઊભા થઈને નીયા ને કમરમાંથી પકડીને નજીક કરી અને એના કપાળ ઉપર હળવું ચુંબન કર્યું...
બંને એકબીજાને ભેટી પડ્યા...
આજુબાજુ નું ટોળું જાણે એની જ રાહ જોતું હોય એમ બધા એ તાળીઓ પાડી...અને અમુક તો સિટી વગાડવા લાગ્યું....
(ક્રમશઃ)