બીજી તરફ સેન્ટ્રલ જેલમાં લોરેન્સ સફેદ પાદરીના વસ્ત્રોની જગ્યાએ હવે સફેદ જેલના યુનિફોર્મમાં હતા . એમની આંખો ફરતે ઉજાગરાના કીધે અથવા કદાચ રડવાના લીધે કાળા કુંડાળા થઈ ગયા હતા , બે મહિનામાં જાણે લોરેન્સ કૈક અલગ જ વ્યક્તિ લાગતા હતા ! એમનું વજન પણ ખાસ્સું ઉતરી ગયુ હતુ અને મોઢા પર અચાનક કરચલીઓ દેખાવા લાગી હતી. લોરેન્સ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યા હતા , અત્યારે પણ લોરેન્સ કૈક ગહન વિચારમાં પડ્યા હતા ત્યાં અચાનક લોરેન્સના નામની બૂમ પડી
" લોરેન્સ.. લોરેન્સ....." પરંતુ લોરેન્સ ક્યાંય અનંત વિચારોના વમળમાં ફસાયેલા હતા . જેલરે આવીને લાકડીથી એમને ઢંઢોડ્યા
"લોરેન્સ ... તમને મળવા કોઈ આવ્યુ છે , તમારી સાથે મુલાકાત માટે ૩૦ મિનિટનો સમય છે "
લોરેન્સ વિચારવા લાગ્યા વળી એમને મળવા કોણ આવ્યુ હશે ? ધીમેધીમે ડગલે આગળ વધવા લાગ્યા , ત્યાં કમજોરીના કારણે એક લથડીયુ ખાઈ ગયા . એક કોન્સ્ટેબલે અમને સહારો આપ્યો અને ચાલવામાં મદદ કરી , ધીમેધીમે વિઝિટિંગ રૂમ તરફ લોરેન્સને દોરી ગયો અને પૂછ્યુ
" ફાધર મને ઓળખ્યો ? હુ જોન્સન , તમારા ઓરફનેજમાં જ હતો . મને વિશ્વાસ છે કે તમને ફસાવવામાં આવ્યા છે , તમે આવુ કામ કરી જ ન શકો "
" ગોડ બ્લેસ યુ " માત્ર આટલો જવાબ આપી માથે હાથ મુકી એ મુલાકાત માટેના રૂમમાં દાખલ થયા જ્યાં પહેલેથી જ પીટર બેઠો હતો , સફેદ પાદરીના વસ્ત્રોમાં સજ્જ ફાધર પીટર !
" આવો આવો ફાધર લોરેન્સ , અહીંયા કંઈ તકલીફ તો નથી પડી રહીને ? " પીટર બોલ્યો અને પછી ખડખડાટ હસવા લાગ્યો " હા..હા...હા... હા..... જો પહેલાથી મારી વાત માની ગયા હોત તો આ દિવસ જ ના આવ્યો હોય "
આ શબ્દ સાંભળી લોરેન્સ ભૂતકાળની યાદોમાં સરી ગયા . એમને એ રાત યાદ આવી જ્યારે કોઈ ધીમોઘીમો અવાજ આવતો હતો જાણે કોઈ ધાતુ ક્યાંક અથડાઈ રહી હોય એમજ , જેને નજરઅંદાજ કરી તેઓ સુતા હતા . અચાનક એક ભયાનક ચિલ્લવાનો અવાજ આવતા એ નીચે દોડી આવ્યા હતા જ્યાં કોઈ છોકરો ખાડો ખોદી રહ્યો હતો . નજીક જતા એમને છોકરાનો ચહેરો જોયો અને સ્તબ્ધ થઈ ગયા હતા
" આ તે શુ કર્યું ? " લોરેન્સે લોહીથી લથબથ વિલ્સટનની લાસ અને બાજુમા પડેલી જોસેફની લાસ જોઈને કહ્યુ
" મને જોસેફ પસંદ નથી , અને જો એ જીવતો રહ્યો હોત તો વિલ્સટન એને જ આગળના ફાધર તરીકે પસંદ કરેત એ મને ખબર હતી , તેથી મેં જોસેફને પતાવી દીધો અને અહીંયા દફનાવી રહ્યો હતો ત્યાં વિલ્સટન જોઈ ગયા તેથી ના છૂટકે એમને પણ મારવા પડ્યા " આ શબ્દ સાંભળી એ વખતે મજબુર શરીર ધરાવતા લોરેન્સ પણ ત્યાં જ લથડી ગયા હતા અને અર્ધ બેહોશ થઈ ગયા હતા .
લોરેન્સને લાગ્યુ કે આ છોકરો મને પણ પતાવી દેશે અને આગળ જેલમાં જતા જો ખોટા સંગતમાં આવ્યો તો ખૂબ મોટો અપરાધી બનશે તેથી આ વાત કોઈને ખબર ન પડે એમ ત્યારેરફાદફા કરી એ છોકરાને લોરેન્સે જેલમાં જતા બચાવ્યો હતો . જે એમની સૌથી મોટી ભૂલ હતી અને આજે એજ ભૂલનુ પરિણામ ભોગવી રહ્યા હતા .
" હેલ્લો....હેલ્લો લોરેન્સ....સોરી સોરી ....ફાધર લોરેન્સ ક્યાં ખોવાઈ ગયા ? " ફાધર પીટરે ચપટી વગાડતા પુછ્યુ અને લોરેન્સ વર્તમાનમાં પાછા ફર્યા અને લુચ્ચુ હાસ્ય વેરી રહેલા પીટર સામે જોઈ રહ્યા . એ મૉટે મોટેથી હસવા લાગ્યો
" હા...હા...હા....હા....પુઅર ફાધર .... યે સબ ક્યાં હો ગયા ......હા...હા...હા...હા....."
" મેં તને આના પહેલા પણ એકવાર સુધરવાનો મોકો આપ્યો હતો , અને હવે તારી પાસે બીજો મોકો પણ છે સુધરી જા . હવે તારી ફાધર બનવાની મહત્વકાંક્ષા પણ પુરી થઈ ગઈ છે સમય છે હજી પણ સુધરી જા "
" હા...હા...હા....હા ..... શુ તમારે એ જાણવુ નથી કે આ બધુ કેવી રીતે બન્યુ ? " પીટરે પુછ્યુ
" કોઈ જ ઈચ્છા નથી , તારા જેવા માણસના હાથે અમૃત પણ ના પીવાય વાત સાંભળવાની વાત તો દૂર ..." લોરેન્સે કહ્યુ
" છતા મારે કહેવુ છે , સાંભળો " આટલુ કહી એને બોલવાની શરૂવાત કરી
"ત્યારે વિલ્સટન અને જોસેફની માર્યા ત્યારે મને હતુ કે તમે હવે વધારે નૈ જીવો , ખાલી ખોટા તમને મારી પાપમાં વધારો કેમ કરવો ? પણ તમે તો મરવાનુ નામ જ નથી લેતા , તો મેં વિચાર્યું વર્ષો પહેલાનો મારો ગુનો તમારા માથે નાખી દવ તમે પણ આઝાદ અને હું પણ .... હા...હા...હા...હા..
તેથી રિયુનિયન વખતે મેં એ હાડપિંજર બહાર કઢાવ્યુ , પોલીસ આવ્યા ત્યારે તમારી ઓફિસમાં જઈને એ જોસેફ વાળા અને અન્ય પુરાવા સળગાવ્યા પરંતુ હું બહાર નીકળુ એટલી વારમાં રાઘવનો બચ્ચો ત્યાં આવી ગયો , મને તો લાગ્યુ હતુ કે મારા બધા ખેલ પર પાણી ફરી વળશે પરંતુ આગ બુઝાવી જેવો એ બહાર નીકળ્યો હું પણ ત્યાંથી ભાગી ગયો , જીસસ પણ નથી ઇચ્છતા કે હું પકડાઈ જાવ .....હા....હા..હા..હા.....
આખી બાઝી મારા પક્ષમાં ત્યારે આવી ગયા જયારે મેં તમને બંનેને ત્યાં ભોંયતળિયે બાંધી દીધા અને તમારા રૂમમાં જઈને મેં ધમકી લખી કે " જો બાળક સહી-સલામત પાછુ જોઈતુ હોય તો આ કેસ અહીંયા જ પૂરો કરો " એટલે પોલીસને પણ તમારા ઉપર શંકા ગઈ .
અને એનાથી પણ મોટો ટવીસ્ટ ખબર છે ? મેં જાણી જોઈને તમારા હાથ ખુલ્લા બાંધ્યા જેથી તમે હોશમાં આવી છૂટી શકો અને પોલીસને પણ ભરોશો થઇ જાય કે આ અપહરણ તમે જ કર્યું છે ..... હા ...હા ....હા ...હા ....
એમાં પણ તમે રાઘવકુમાર પર હોકીસ્ટિકથી હુમલો કર્યો અને જેનાથી લોબો ઘાયલ થયો એ મારા માટે ફાયદાકારક રહ્યું ....લોરેન્સ , જો એ વખતે મેં કહ્યુ ત્યારે જ મને પાદરી બનાવી દીધો હોત તો આજે આ દિવસ ના આવેત .... પણ નશીબ , તારી નિયતિ તને અહીંયા લઇ આવી .....હા ...હા ....હા ...હા .... "
" કોની નિયતિ કોને ક્યાં લઇ જાય છે એ કોઈ નથી જાણતુ " જેલના સુપ્રિડેંટ હાથમાં હથકડી લઈને આવ્યો અને ઝડપથી પીટરને પકડી લીધો , પીટર કરગરવા લાગ્યો " હું તો મજાક કરતો હતો , લોરેન્સની મસ્તી કરતો હતો " પણ સુપ્રિડેંટની એક ઝાપટે એ સીધો થઇ ગયો અને બધી લેખિતમાં કબૂલાત કરી દીધી .
કોર્ટે લોરેન્સની માફી માંગી ફરી એમને ફાધર લોરેન્સ કમ પાદરી બનાવી દીધા , એ રાત્રે ફરી ફાધર લોરેન્સે એમના પાદરીના વસ્ત્રો પહેર્યા , પોતાનો રૂમ બંધ કરી એક પેન અને પેપર લઈને એક વાક્ય લખ્યુ
" હે મહત્વકાંક્ષી મનુષ્ય , તુ પોતે તારા વિનાશનુ કારણ છે "
પછી જાડા દોરડાનો ફંડો બનાવી પંખા પર લટકાવી પોતે લટકાઈ ગયા , શ્વાસ રોકવા લાગ્યો , ગળુ રૂંધાવા લાગ્યુ સાથે સાથે મંદ મંદ શબ્દો નીકળી રહ્યા હતા ' હે મહત્વકાંક્ષી મનુષ્ય , તુ પોતે તારા વિનાશનુ કારણ છે " અને અચાનક શબ્દો બંધ થઇ ગયા , એકદમ શાંતિ ફેલાઈ ગઈ .
આશા રાખુ છુ કે માત્ર ૩ દિવસમાં લખેલી આ લઘુકથા " The Priest " તમને પસંદ આવી હશે , પસંદ આવી હોય તો મને તમારી મનગમતી રીતે પ્રોત્સાહન આપી શકો છો .
સાથે સાથે મારી નવલકથા " ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક " તથા " ડૂબતી સંધ્યાનો સુરજ " વાંચી શકો છો
તમારા અભિપ્રાય હંમેશા આવકાર્ય છે .