ચારે જણા લાઈબ્રેરીનો નાનામાં નાનો ભાગ તપાસી રહ્યા હતા , કે જેથી રાઘવકુમારની શંકા મુજબ ક્યાંક કોઈ ખુફિયા દરવાજો મળી જાય . ઘણો સમય વીત્યો અને બધા નિરાશ થઈને બહાર નીકળવાની તૈયારી હતી ત્યાં પીટરનો અવાજ આવ્યો
" સર...અહીંયા....આ તરફ......" બાકી ત્રણે પીટરના અવાજની તરફ દોડ્યા , પીટરે કૈક શોધી કાઢ્યું હતુ. રાઘવકુમાર આવી જતા એને આગળ કહ્યુ " સર , ફાધર લોરેન્સના કપડાનો ટુકડો ..."
રાઘવકુમારે એ ટુકડો થોડો ખેંચ્યો તો ત્યાં બુકરેકમાં થોડુ હલનચલન થયુ પછી થોડુ જોર લગાવ્યુ ત્યાં એક મોટી તિરાડ થઈ ગઈ જ્યાં અંદર માત્ર અંધકાર દેખાતો હતો . રાઘવકુમા રને મહેનત કરતા જોઈને બાકીના ત્રણે આવીને જોર લગાવ્યું અને ' કટક..." અવાજ સાથે એ બુકરેક બાજુમાં ખસી ગયો પાછળ અંધકાર જ અંધકાર દેખાઈ રહ્યુ હતુ
" યસ મારો શક સાચો નીકળ્યો લોરેન્સ પેલા બાળક સાથે નીચે જ છુપાયા હશે લોબો સાવધાનીથી મારી સાથે ચાલ અને પીટર તુ સભાખંડમાં જઈ ને બીજા માણસો ને બોલાવી અહીંયા અમારી રાહ જુઓ "
" ઠીક છે "
હવે લોબો અને રાઘવકુમાર ત્યાં છુપા દરવાજાની અંદર જવા આગળ વધ્યા . ફોનમાં ફ્લેશલાઈટ ચાલુ કરી હાથમાં લોડેડ ગન સાથે તેમને આગળ જવા પગ ઉપાડ્યા . ઓળંગીને થોડા આગળ વધ્યા હતા ત્યાં કોઈ માણસ હાથમાં હોકીસ્ટિક વડે હુમલો કરવાના ઇરાદે દોડ્યો પરંતુ રાઘવ કુમાર એ ઘાવથી બચી ગયા પરંતુ ..
" આહહહ......" એક દર્દભર્યો અવાજ આવ્યો
કારણ કે પાછળ ચાલી રહેલો લોબો અચાનક હુમલાથી બચવામાં અસમર્થ રહ્યો અને હોકી એના ખભા પર વાગતા એ ત્યાં જ બેસી ગયો . એ હોકીસ્ટીક રાઘવકુમારે પકડી અને પોતાના તરફ ખેંચી , જેથી એ સ્ટીક પકડેલો માણસ રાઘવકુમાર તરફ ખેંચાયો અને આશ્ચર્યમ... એ બીજું કોઈ નહીં પરંતુ લોરેન્સ જ હતા , ફાધર લોરેન્સ !
" ક્યાં છે પેલો બાળક ? "
" ત્યાં ..." ફાધર લોરેન્સે એક તરફ આંગળી કરતા કહ્યુ
આટલી વારમાં લાઇબ્રેરીમાં ઘણા બધા ગેસ્ટ પહોંચી ગયા હતા તેથી રાઘવ કુમારે પેલા પ્યુનને બોલાવ્યો
" પીટર ....જલ્દી અહીંયા આવ , લોરેન્સને લઈ જા " અને પછી લોરેન્સ સામે જોઇને કહ્યું
" સોરી ટુ સે બટ યુ આર અન્ડર અરેસ્ટ ફાધર લોરેન્સ ...બ્લડી કિડનેપેર લોરેન્સ , આગળની વાત પછી કરીશું " અને પછી લોરેન્સે બતાવેલી દિશામાં આગળ જતા ત્યાં બંધાયેલી હાલતમાં એક બાળક સુતુ હતુ. રાઘવકુમારે જઈને નાડી તપાસી , જે ચાલી રહી છે એ જોઈને એમને હાશ થઈ .
રાઘવ કુમારે આજુબાજુ તપાસ કરી લાઈટની સ્વીચ ગોતી અને આખા ભોય તળિયા માં લાઈટ ચાલુ કરી લાઈટ ચાલુ કરતા બે-ત્રણ એમનું મગજ ચકરાવે ચઢી ગયું ત્યાં આજુબાજુ બધે જ લાલ ડાઘા પડેલા હતા ત્યાં પેલા બાળકને સુવડાવવા માં આવ્યો હતો ત્યાં દિવાલ પર નીચે જમીન પર ઠેરઠેર લાલ રંગ દેખાતો હતો એક દિવાલ પર અલગ અલગ પ્રકારનાં શસ્ત્રો ધાનેરા હતા જેમાંથી ઘણા શસ્ત્રો લાલ રંગે ખરડાયેલા હતા આનો મતલબ રાઘવ કુમાર ખૂબ સારી રીતે જાણતા હતા જૂનું હાડપિંજર શું હોઈ શકે એનો પણ અંદાજ અને ધીમે ધીમે આવવા લાગ્યો હતો હવે તે ઝડપથી ઉપર ગયા કે જે આ ફાધર લોરેન્સ ને બેસાડવામાં આવ્યા હતા .
" બ્લડી લોરેન્સ , હુ તને એક વાર જ પ્રશ્ન પૂછીશ , એનો સીધો અને સરળ જવાબ મારે જોઈએ . જો કઈ પણ હાથ ચાલાકી કરી છે તો તારું , તારી વર્ષોથી બનાવેલી છબીને બગડતા મને એક ક્ષણ પણ નૈ લાગે અને હજી અમારા ચાર સિવાય કોઈ જાણતુ નથી કે તમે મળી ગયા છો. જો કઈ હોશિયારી બતાવી છે તો તમે ક્યાં લાપત્તા થઈ ગયા એ ખબર પણ નહીં પડે . ખબર પડી ? "
" જી ઇન્સપેક્ટર " લોરેનસે ટૂંકમાં જવાબ આપ્યો
" પ્રથમ સવાલ , પેલુ હાડપિંજર કોનુ છે ? ત્યાં કેવી રીતે આવ્યુ ? " રાઘવકુમારે પૂછ્યુ
" એ....એ હાડપિંજર .... એ હાડપિંજર......" આટલુ બોલી લોરેન્સ રડવા લાગ્યા , થોડીવાર રડતા રહ્યા પછી રાઘવકુમારે કહ્યુ
" હવે રડવાનો કોઈ ફાયદો નથી , આ બધુ પેલા વિચારવું જોઈતુ હતુ ... હવે બોલ સાલા ... કોનુ હાડપિંજર છે એ ? અને અને કેમ માર્યો હતો ? "
" એ હાડપિંજર .... એ હાડપિંજર જોસેફનુ છે "
" અને એ જોસેફ કોણ હતુ ? "
" મારા પહેલા અહીંયા ફાધર વિલ્સટન હતા , અમે બધા એમના વિદ્યાર્થી હતા . એમને અમારા બધામાં જોસેફ સૌથી પ્રિય હતો કારણ કે એનો સ્વભાવ એકદમ શાંત , ખૂબ તેજ દિમાગ અને એકદમ પ્રભાવિત વ્યક્તિત્વ ધરાવતો હતો જેની અમને સૌને થોડી ઈર્ષા થતી "
"ઓહ એમ ..? "
" હા , તેથી એક દિવસ અમે જોસેફનુ કામ તમામ કરી દેવાનુ વિચાર્યું . મોકો જોઈને એને થાળે પાળી દીધો અને હાડપિંજર ત્યાં જમીનમા દફનાવવાનું વિચાર્યું . બસ ખાડો ખોદિ જોસેફને દફનાવવવાની તૈયારી જ હતી ત્યાં ફાધર વિલ્સટન મને જોઈ ગયા અને .... અને ..." ફરી લોરેન્સની આંખોમાં આંશુ આવી ગયા પેલો પ્યુન આ ઘટના ક્યારનો જોઈ રહ્યો હતો એ પણ લગભગ ફાધર લોરેન્સની ઉંમરની આજુબાજુનો જ હતો
" અને...અને શુ ? ' રાઘવકુમારે પુછયુ
" અને મેં ફાધર વિલિસ્ટનને પણ મે પતાવી દીધા અને ત્યાં થોડે દુર એમને પણ દફનાવી દીધા " રાઘવકુમારે લોબીને આંગળીના ઈશારે ત્યાં ખોદકામ કરવી ફાધર વિલ્સટનના હાડપિંજર બહાર કાઢવા કહ્યુ .
" ત્યાં નીચે ભોંયતળિયે લાલ રંગ શેનો છે ? "
" શુ કહુ તમને ? જોસેફ અને વિલ્સટનને માર્યા ત્યારે એ પોતાને બક્ષી દેવા માટે કરગરતા હતા જે એટલે મને ખુબ મજા આવી , હુ જાણે ભગવાન હોય અને આત્મા પોતાને બક્ષી દેવા ભીખ માંગતો હોય એવુ લાગતુ હતુ . મને ખુબ મજા આવતી હતી "
" તો ...? પછી ? "
" પછી હુ અવારનવાર બાળકોના અપહરણ કરતો અને અહીંયા ભોંયતળિયે લઈને આવતો અને એમને ટોર્ચર કરતો .અને...અને પછી એમને.... એમને પતાવી દેતો ..."
" તમે પાદરી છો કે રાક્ષસ ? શુ તમને ઇશ્વરનો ડર નથી લાગતો ? "
" ઈશ્વર ? કોણ ઈશ્વર ? કેવા ઈશ્વર ? જો તેઓ ખરેખર અસ્તિત્વ ધરાવતા હોત મને જન્મ પછી તરત ટોપલામાં રઝડતો ન મૂકેત , મને શુ ? આ બધાને આમ અસહાય હાલતમાં થોડી મુકેત ? "
" એક પદરીના નામ પર કલંક છો તમે "
" હા..હા..હા...હા....કલંક નહિ ઇશ્ક હૈ પાગલ પિયા... કલંક નહીં .....હા...હા...હા ....."
" તો એ અપહરણ કરેલા બાળકોની ભરતી , એમના ઓફનેજ છોડયાના દસ્તાવેજો જોઈશે તો કોઈ જોઈ જશે એવો ડર ન હતો લાગતો ? "
" હા..હા...હા...હા..... એ દસ્તાવેજોમાં હુ જાલી માહિતી ઉમેરી દેતો હતો , જેમ કે કોઈ બાળકને કોઈ માતાપિતા દત્તક લઈ ગયા , કોઈ પોતાની મરજી થી ઓર્ફનેજ છોડી ગયો છે . કોણ માતાપિતા ક્યા બાળકને દત્તક લઈ ગયુ છે બાળક શા કારણે અને ક્યાં ગયો એ બધી માહિતી હુ જાતે ઉમેરતો "
" અને તમે સયાદ એજ બધા ડોક્યુમેન્ટ સળગાવ્યા હશે જેના લીધે ત્યાં ઓફિસમાં વધારે આગ લાગી ગઈ હશે "
" હા એ હું જ હતો જેને દસ્તાવેજોનો નાશ કારવાનો પ્રયત્ન કર્યો હતો "
" વેલ પ્લેડ.....હા...હા...હા...હા..... નિશાન લગના કહી ઔર થા લગા કહી ઔર ...." આટલુ બોલતા લોરેન્સની આંખોમાં દળદળ આંશુ વહેલા લાગ્યા જાણે ભરઉનાળે વર્ષા થવા લાગી !
કોર્ટમાં જજે લોરેન્સની ઉંમરને ધ્યાનમાં લેતા એમને ફાંસીની સજા તો ન આપી પરંતુ જનમટીપની સજા સંભળાવી સાથે સાથે સેન્ટ હિલેરી ચર્ચ કમ ઓર્ફનેજની તમામ જવાબદારી પીટરને સોંપી . હવે નવા ફાધર તરીકે પણ પીટરની પસંદગી કરવામાં આવી , પ્યુન પીટર હવે ફાધર પીટર હતો . સેન્ટ હિલેરી ચર્ચમાં પીટરે પોતાની જવાબદારી સ્વીકારી લીધી હતી અને થોડીવાર સમાચારપત્રોમાં અને મીડિયામાં ટ્રેન્ડિંગ સનસનીખેજ ખબર હવે શાંત પડી ગઈ હતી અને ફાધર લોરેન્સ હવે સળિયાની પાછળ હતા .
પીક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત
તમારા અભિપ્રાય અવશ્ય કોમેન્ટમાં જણાવજો , સાથે સાથે મારી નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' તથા લઘુનવલક્થા ' ડૂબતી સંધ્યાનો સુરજ ' માતૃભારતી પર વાંચી તમારા અભિપ્રાયો આપી શકો છો .