Freedom in Gujarati Short Stories by Bindu books and stories PDF | આઝાદી

The Author
Featured Books
Categories
Share

આઝાદી

ચારેકોર ઉહાપોહ છવાયેલો હતો.ક્યાંક માણસો માતમમાં હતા... તો ક્યાંક માણસોના ટોળાઓ ભાગી રહ્યા હતા...લોકોનો અવાજ આવી રહ્યો હતો તો ,ક્યાંક લોકો પોતાના જીવ બચાવવા માટે આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતા. Bindu Anurag


હજુ તો બસ થોડા સમય પહેલાની કે થોડા દિવસો પહેલા ની તો વાત હતી.બધા જ અંગ્રેજી છોડો આંદોલનમાં કેટલાક પૂરજોશથી જોડાઇ ચૂક્યા હતા. અને વિચારી રહ્યા હતા કે બસ હવે આઝાદી મળી ને જ કે મેળવીને જ જંપીશું બસ સમગ્ર દેશમાં એક જ હવાની લહેર લહેરાઈ રહી હતી કે હવે આપણે આઝાદી મેળવીને જંપીશું હવે આપણે આઝાદી ના આ ઉલ્લાસને રાજીખુશીથી મનાવશુ


પણ એ મનું આજના દિવસને યાદ કરતાં વિચારે છે કે શું આ એ આઝાદી... એ જ આઝાદી છે કે જેના માટે અત્યારે પોતાના સ્વજનોને ગુમાવી ચૂકી છે શું આ એજ આઝાદી છે કે જેણે એનો એક હસતો ખીલતો પરિવાર છીનવી લીધો છે કેવુ સુંદર એનો પરિવાર હતો.. એના માતા- પિતા, ભાઈ -ભાભી નાનો ભત્રીજો જે મનુનો ખૂબ જ લાડકવાયો... અને સામેના ઘર પર રહેતો એ નવયુવાન ...તેની શેરીનો એક ફુટડો નવયુવાન કે જે ક્યારે ક્યારે બંને એકબીજાની સાથે નજર મેળવીને મંદ મંદ હસી લેતા..જોતા...કેટલો સુંદર હતો એ સમય અને અત્યારે એમનો એક ચાર રસ્તા પર ભીંત પકડી ને સ્તબ્ધ થઈને બધું જ ભૂલી જાય છે અને જાણે ક્યાંક ખોવાઈ જાય છે તે જુએ છે કે આસપાસના વાતાવરણમાં ક્યાંક કશુંક ભડકે બળે છે તો ક્યાં કશું તોફાન ચાલી રહ્યું છે ક્યાંક નાના બાળકોની ચીસો સંભળાઈ રહી છે તો ક્યાંક કોલાહલ સંભળાય રહ્યો છે ક્યાંક તોફાન તો ક્યાંક અંધાધૂધ ખબર નહીં એના મનમાં તો સન્નાટો જાણે વ્યાપી જાય છે.. પણ આસપાસનું વાતાવરણ જોઈને મનુ ક્યાંક ખોવાઈ જાય છે એ તો બસ ત્યાં જ ચાર રસ્તા પર ઊભી એ જ વિચારે છે એટલે જ શું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે આ બધું શા માટે કેમ આવું થઈ રહ્યું છે એ તો પોતાના જ વિચારમાં એટલી ખોવાઈ ગય છે એ પોતાની જાતને પણ સંભાળી નથી શકતી શું કરે છે ક્યાં જાય છે કશું જેને ખબર નથી હોતી બસ એને એના ભૂતકાળને એ શું મધુર યાદો નું સ્મરણ જ જાણે વંટોળ સ્વરૂપે એના મનમાં ક્યાંક ચાલી રહ્યું હતું ભૂતકાળમાં જ જાણે ક્યાં વિહરતી હતી


તમને થતું હશે કે જો આઝાદી એટલે પોતાના જીવાડવા માટે બીજાને હણવા કે બીજા ને મારવા તો નથી જ હોતી મારે આ આઝાદી પોતાના સ્વજનોની જો ગુમાવીને આવી આઝાદી મળતી હોય તો જીવવું નથી ... નથી જોઇતી મારે આઝાદી ...શું કામ છે આવી આઝાદીનુ જો એ તમને જીવવા માટે મજબૂર કરતી હોય નહીં કે મજબૂત આઝાદી તો મનુષ્યની કેવી મજબૂરી માં નાખી દેશે કે જે આજીવન તેને યાદ રહી જશે શું કરવું મારે આઝાદીનું કે જેમાં મારે મારા જ સ્વજનોને ગુમાવ્યા..પરંતુ આઝાદી કે જ્યાં મારે મારા પ્રિય જનોને મારી આંખોની સામે કત્લેઆમ થતા જોવા પડ્યા આઝાદી કે જ્યાં મારું ઘરનું હસતું રમતું બાળક જ નહિ મારા માતા-પિતા મારા ભાઈ -ભાભી મારા બસ એ જ વિચારમાં જ નું આઝાદી આ શબ્દોથી જ જાણે ગ્રસ્ત થઈ ગઈ હોય તરત થઈ ગઈ હોય એવી રીતે વિચારે છે કે નથી જોતી મારે આઝાદી...્


અને એ ચાર રસ્તા પર મનુ તો એક એવી કારમી ચીસ નાખે છે કે આખા વિસ્તારમાં એક સન્નાટો છવાઈ જાય છે સનો બસ એટલું જ કહે છે મોટેથી ચીસ પાડીને કે નથી જોતી મારે આઝાદી.. શું થયું હશે આઝાદી પછી કે જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે...
(હમણાંથી ચાલી રહેતા અજ્ઞાની માણસો કે આઝાદી એટલે શું તેની બક્વાસ વાતો સાંભળીને થોડીક મનોવ્યથા સ્વરૂપે એક કાલ્પનિક પણ આવું જ અનુભવ્યું હશે એ ઘણાને પોતાના સ્વજનોને ગુમાવીને અને કઈ રીતે આઝાદી મેળવ્યા છે એનું મને જાણે છે‌..