The Priest - 1 in Gujarati Thriller by Parthiv Patel books and stories PDF | The Priest - ભાગ ૧

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

The Priest - ભાગ ૧

મારી લઘુકથા ' The Priest ' સંપૂર્ણ કાલ્પનિક છે જેમાં કોઈ જાતિ નામ , ધર્મ કે અન્ય કોઈ પણ ઉલ્લેખ સંયોગ માત્ર છે એને એક વાર્તા તરીકે લઈ એનો આનંદ માણવા વિનંતી .


વાર્તા શરૂ...


સેન્ટ હિલેરી ચર્ચ કમ ઔફનેજ (અનાથાશ્રમ) નો સભાખંડ માણસોથી ખીચોખીચ ભરાયેલો હતો . ઈસુ ખ્રિસ્તની વિશાળ ક્રોસ પર ટાંગેલી પ્રતિમા સભાખંડમાં સૌથી મોખરે મુકાયેલી હતી જેની આગળ ગોઠવાયેલા નાના સ્ટેજ જેવા ભાગ પર ગોઠવાયેલા માઇક પર હાલ વૃદ્ધ એવા ફાધર લોરેન્સ એમની સામે બેઠેલા લોકોને નીચે મુજબ સંબોધી રહ્યા હતા

" મારા વ્હાલાઓ , તમને પુત્ર કહીને સંબોધુ કે પછી વર્ષો પહેલાની જેમ એક કઠોર શિક્ષક જેમ સંબોધું ? તમારી સાથે માતા જેમ મૃદુતા અને મમતાભર્યો અવાજે વાત કરૂ કે કઠોર પરંતુ શુભચિંતક એવા પિતાની જેમ વાત કરૂ ? એ મને સમજાઈ રહ્યુ નથી " ફાધર લોરેન્સ બે ક્ષણ રોકાયા અને સામે પરિવાર સાથે બેઠેલા લોકો સામે નજર દોડાવી , જાણે એમના શબ્દોની અસરકારક્ત તપાસી રહ્યા હતા અને પછી આગળ શરૂ કર્યું

" તમારા માંથી ઘણાબધા આવડા અમથા ટોપલામાં અહીંયા આવ્યા હતા , કોઇએ કરેલી ભૂલના પરિણામ સ્વરૂપે , કોઈએ ત્યજી દીધેલા , આર્થિક પરિસ્થિતિના લીધે પાલન-પોષણ કરવાની તાકાત ન ધરાવતા સ્વજનો દ્વારા રડતી આંખો અહીંયા મુકાયેલા , કોઈ કોઈ રોટી કપડાંની તલાસે અહીં સુધી આવેલા તો કોઈ ઉપરથી પોતાના માતા-પિતાનો આશરો છીનવાઈ જતા અહીંયા આવેલા .... અને ....અને ...."

ફાધર લોરેન્સ ફરી બે ક્ષણ રોકાયા , આંખો પર પહેરાયેલા રિમલેસ ચશ્મા ઉતાર્યા આંખો સાફ કરી અને સામે બેઠાલા માણસો સામે જોઈ રહ્યા , સામે પણ ઘણાબધાની આંખોમાં આંશુ હતા કારણ કે સૌને લાગતુ હતુ કે ફાધર લોરેન્સ એમની જ વાત કરી રહ્યા હતા .

" તમારી માટે એક પિતા , એક માતા , એક શિક્ષક અને વડીલ તથા માર્ગદર્શક બધી ભૂમિકા આ સેન્ટ હિલેરી ઑફનૈજે બેખૂબીથી નિભાવી છે , આ ચર્ચના પાદરી તરીકે ભગવાને મને તમારા બધાની સેવાનો મોકો આપ્યો છે હુ એનો આભારી છુ " ઉપર તરફ હાથ જોડતા કહ્યું .

થોડીવાર હોલમાં એકદમ શાંતિ સ્થપાઈ ગઈ , વાતાવરણ ખૂબ ગંભીર બની ગયુ આ જોઈ ફાધર લોરેનસે વાતાવરણ હળવુ કરવાના હેતુથી હળવા સ્મિત સાથે કહ્યુ

" પરંતુ મારા વ્હાલા પુત્રો , બાળકો અને વિદ્યાર્થીઓ મને એ કહેતા અત્યંત આનંદ થાય છે કે તમારામાંથી બધા જ આજે વેલ સેટલ્ડ છો તમારા બધાનો એક પરિવાર છે અને અમુક અમુક ને તમારા બાળકો પણ છે મને એ કહેતા આનંદ થાય છે કે સેન્ટ હિલેરી માં રહેલા બધા જ આજે ખૂબ ઊંચી પોસ્ટ ઉપર છે ઘણા ડોક્ટરો છે , ઘણા પ્રસિદ્ધ વકીલો છે , ઘણા ઘણા મોટા બિઝનેસમેન છે અને ઘણાબધા તો આખી દુનિયામાં છવાયેલા છે એક સંસ્થાના પાદરી તરીકે મારી માટે આનાથી મોટું ગર્વ કઈ વાતનું હોઈ શકે ....!? " ત્યાં તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો એટલે ફાધર લોરેન્સ છે પોતાની આગળની વાત કહેવા માટે તાળીઓ શાંત થાય એની વાટ જોઈ રહ્યા હતા .

હજી તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો ત્યાં સેન્ટ હિલેરી મા પ્યુનનું કામ કરતો અને વર્ષોથી ફાધર લોરેન્સ સાથે સેવા આપતો પચાસેક વર્ષનો પીટર દોડતો દોડતો આવ્યો અને ફાધર લોરેન્સના કાન માં કઈક ગણગણવા લાગ્યો . પીટરની વાત સાંભળી અચાનક ફાધર લોરેન્સના મોઢાના ભાવો ગંભીર થઈ ગયા અને એ સભાને સંબોધવાનું કામ છોડી બહાર તરફ દોડવાની ઝડપ એ ચાલવા લાગ્યા .

પીટેરે ફાધર લોરેન્સના કાનમાં શુ કહ્યુ હશે ...? ચાલો જોઇયે

ફાધર લોરેન્સ દોડીને સીધા એ જગ્યા પર પહોંચ્યા જ્યાં આ ચર્ચનું સમારકામ કામ થઈ રહ્યું હતું પીટરે આવીને જે કહ્યું એના ઉપર ફાધરનેને વિશ્વાસ બેસતો નહોતો .

સમારકામ થઈ રહ્યુ હતુ એ જગ્યાએ પહોંચીને ફાધર લોરેન્સ જોયું કે એક હાડપીંજર દેખાઈ રહ્યુ હતુ જેમાંથી અડધો ભાગ બહાર હતો અને હજી અડધો ભાગ જમીનમાં દટાયેલો હતો .

આજુબાજુ કામ કરી રહ્યા હતા એ લોકોનો ટોળું જમા થઈ ગયું હતું ટોળાને ખસેડી ફાધર લોરેન્સ આગળ પહોંચ્યા અને જોઈ બે સેકન્ડ ઊભા રહે .

" ઓહ જીસસ ... વોટ્સ ગોઇંગ ઓન ? , આવા શુભ દિવસે અને નવા ચર્ચની બનાવવાના શુભકામની શરુવાતમાં આતે કેવી મુસીબત આવી પડી ? " આજુબાજુના માણસો લોરેન્સની વાત સાંભળી રહ્યા હતા .

અત્યાર સુધીમાં અંદર પ્રાર્થનાખંડમાં હાજર માણસો પણ અચાનક લોરેન્સના હોલ છોડવાનું અને ગભરાટનું કારણ જાણવા બહાર આવી ગયા હતા અને એ ટોળામાં ભળી ગયા હતા અને સતત લોકોનું ટોળુ વધતુ જતુ હતુ .

ત્યાં આવેલા માણસોમાં એક ઇન્સ્પેક્ટર પણ હાજર હતા જેમનું શરુવાતનું જીવન આજ ચર્ચ કમ અનાર્થઆશ્રમમાં વીત્યુ હતુ નામ હતુ લોબો ડીસુઝા.

લોબો ડીસુઝાએ સમયસુચકતા વાપરી એમના ઉપરીને બનેલી ઘટનાની ખબર આપી અને એક પોલિસની ટિમ ફોરેન્સિક ડોક્ટર સાથે સેન્ટ હિલેરી મોકલી આપવાનું કહ્યુ .

ડિસૂઝા એ બાકી પોલીસની ટિમ આવે ત્યાં સુધી પોતાનુ કામ ચાલુ કરવાનુ ચાલુ કર્યું .લોબોએ ભીડને કાપતા આગળ વધી જ્યાં પેલુ હાડપિંજર મળ્યુ હતુ ત્યાં એની બાજુમાં આવી મોટા અવાજે કહ્યુ


" હેલો એવરીવન હુ છુ લોબો....લોબો ડિસૂઝા .... આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર , મે પોલીસ સ્ટેશન જાણ કરી દીધી છે એ બસ થોડીવારમાં આવતી જ હશે . ત્યાં સુધી મારી તમને સૌને વિનંતી છે કે પ્લીઝ પેનીક થવાની બદલે હળવા થઈ જાવ , અને ફરી અંદર પ્રાર્થનખંડમાં પ્રસ્થાન કરો "

ટોળામાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો , હવે કોઈને પોતાનો ભૂતકાળ , પોતાની યાદો કે ફાધર લોરેન્સની વાતો સાંભળવાની ઈચ્છા થતી ન હતી , બધાના મનમાં એક જ પ્રશ્ન હતો , આ હાડપિંજર કોનું હશે ?

ફાધર લોરેન્સની વિનંતી અને ઇન્સ્પેક્ટર લોબોના કડક અવાજને લીધે ટોળુ વિખરાઈને ફરી પ્રાર્થનખંડમાં બેઠુ ખરુ પરંતુ હજી એમનો ગણગણાટ તો ચાલુ જ હતો . આ ગણગણાટની વચ્ચે બે-ત્રણ ખાખી વરદી વાળા પોલીસ સભાખંડમાં હાજર થયા અને આ ખાખીમાં સજ્જ પોલીસને જોઈ જાણે બધાના મોઢામાં દહીં જામી ગયુ હોય એમ હોલમાં સ્મશાન જેવી શાંતિ પથરાઈ ગઇ .

" હેલ્લો એવરીવન , આઈ એમ ઇન્સ્પેક્ટર રાઘવકુમાર . તમારે કોઈને ગભરાવવાની જરૂર નથી , અમે આવી ગયા છીએ બધુ ઠીક થઈ જશે . ઇન્જોય યોર ડે " આટલુ કહી રાઘવકુમાર બહાર જવા નીકળ્યા ત્યાં કોઈ અત્યંત ધીમા અવાજે બોલ્યુ

" શુ ખાક ઇન્જોય ? બહાર કોકનુ હાડપિંજર પડ્યુ છે અને ઇન્જોય કરવાનું કેવા વાળા ના જોયા મોટા " અત્યંત ધીમા અવાજે બોલેલું વાક્ય સાંભળતા રાઘવકુમાર બોલ્યા એને ઉત્તર આપતા હોય એમ કહ્યું

" અને પ્લીઝ હુ કહુ નહિ ત્યાં સુધી કોઈ ચર્ચ છોડીને જવાનુ નથી . સમજ્યા ? " વાક્ય બધાને ઉદ્દેશીને બોલ્યું હતુ પણ આ બોલતી વખતે નજર માત્ર એક પર હતી .

પેલા હાડપિંજરને એક સફેદ ચાદર પર વ્યવસ્થિત રીતે મુકવામાં આવ્યુ હતુ , ફોરેન્સિક ડોકટર વિક્રમ પોતાની કીટ વડે હાડપિંજરની તપાસ કરી રહ્યો હતો અને એની સાથે આવેલા સિનિયર ઇન્સ્પેક્ટર રાઘવકુમારની આવવાની રાહ જોઈ રહ્યો હતો કે જે આવીને સીધા ચર્ચના પ્રાર્થનાખંડમાં એકઠા થયેલા લોકોને મળવા ચાલ્યા ગયા હતા .

દૂરથી રાઘવકુમાર આવતા દેખાય અને એમને કૈક માહિતી આપવાના હેતુથી એમની આવવાની રાહ જોતો રહ્યો. રાઘવકુમાર એકદમ નજીક આવ્યા પછી વિક્રમે કહ્યુ

" સરહાડપિંજર કોઈ ૧૦ થી ૧૨ વર્ષના કોઈ બાળકનું છે , હાડકા ઉપર ઠેરઠેર નિશાનો છે જે દર્શાવે છે કે એના મૃત્યુ પહેલા એને કદાચ ખુબ ટોર્ચર કરવામાં આવ્યો હશે . માથાની ખોપડીના ભાગમાં ક્રેક છે કદાચ આજ મૃત્યુનુ કારણ બન્યુ હશે "

" ઓહ માય ગોડ .... મતલબ .....મતલબ કે આ એક જોઈ વિચારીને કરવામાં આવેલી હત્યા છે "

" જોઈ વિચારીને કે ઇરાદાપૂર્વકની તો ખબર નહિ પરંતુ હત્યા છે એમાં કોઈ બેમત નથી "


( ક્રમશ )


વાંચતા રહો સસ્પેન્સ , થ્રિલર લઘુકથા THE PRIEST .

તમારા અભિપ્રાય અચૂક આપો , સાથે સાથે મારી સંપૂર્ણ નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' વાંચી શકો છો .