પરાજકતા એક મશહૂર કવિયત્રી લેખિકા જેના કંઈ કેટલાય ફેન હશે. જે ભરપૂર, પ્રેમાળ અને લોકોથી હંમેશા ઘેરાયેલી રહે છે. અને, એનો સ્માર્ટ દેખાવડો અને ચાર્મિંગ હસબન્ડ એટલે કશ્યપ.
કશ્યપ એક શાનદાર બિઝનેસમેન. લાખો કરોડોનો બિઝનેસ અને લોકોની અવરજવર. આલીશાન મહેલ જેવું ચાર માળનું મકાન. સવારના નાસ્તાથી લઈને રાતના ડિનર સુધીની આગતા સ્વાગતા. બધી જ વસ્તુઓ હાથમાં મળે.
છતાં, પરાજકતાને ક્યારેક ક્યારેક કિચનમાં કામ કર્યા વગર રહેવાય નહીં અને એટલે કશ્યપ એને પૂછે છે “આટલા બધા નોકરો હોવા છતાં તારુ કિચનમાં ઘૂસી રહેવું એ મને હેરાન કરી મૂકે છે. મને ખ્યાલ જ નથી આવતો કે તેને ખરેખર તારું ખાવાનું ભાવે છે કે પછી નોકર ના હાથનું નથી ફાવતું”
અને પરાજકતા હસતા હસતા જવાબ આપે છે “આ બેમાંથી એક પણ નથી અને શું છે એ હું તમને શું કામ કહું?”
કશ્યપ, “લે આખા ઘરમાં તારા અને મારા સિવાય શું કોઈ છે જેને તું કરીશ આ બધી વાતો?” અને પરાજકતા કહે છે “હા છે ને, એક આશા. હું, એ આશા સાથે વાતો કરું છું”
કશ્યપ, “એટલે? પરુ, એક તો તારી વાતો મને ક્યારે સમજાતી નથી.” એટલામાં કશ્યપનો ફોન રણકે છે “સર, ડોક્ટર સનમ વાત કરું છું. તમારી પત્ની નો રિપોર્ટ પોઝિટીવ છે. કાલે આવીને મને મળો. રાખું છું.”
કશ્યપ ફોન પકડીને થોડી સેકન્ડો માટે અવાક બની જાય છે જાણે કોઈ ભૂત ભડકી ગયું હોય અને પછી કહે છે “પરાજકતા, કાલે સવારે તૈયાર રહેજો આપણે ડોક્ટર સનમ ને મળવા જવાનું છે.” અને પરાજકતા “શું ફરી પાછું……”
આટલું બોલીને અટકી જાય છે. કશ્યપ જોરથી હસી પડે છે. “ના, આ વખતે આ ઘરનો વારસદાર તારી જોલીમાં આવી ગયો છે અને તે મને એ ખુશી આપી છે જેની હું વર્ષોથી રાહ જોઉં છું…”
પરાજકતાના હાથમાં પકડેલો પાણીનો ગ્લાસ છટકી જાય છે અને એ જાણે બૂમ પાડી ઊઠે છે “શું બોલ્યા તમે? ફરીથી કહો એકવાર મારા કાન માખીઓની ગણગણાટ અનુભવાય છે”
“હા, પરાજકતા . હા, આ વખતે તો સત્ય સાંભળી રહી છે. પુરા પોણા અગિયાર વર્ષ પછી આપણા માતા-પિતા બનવા જઈ રહ્યા છે”
પરાજકતા ની ખુશી અત્યારે ફૂલી નથી સમાથી. બધા નોકરોને બોલાવીને એ પકવાન તૈયાર કરાવે છે. નજીકના અનાથાશ્રમના બચ્ચાઓને જમાડે છે અને કશ્યપ સામે એક શરત મૂકી છે “કશ્યપ, ગમે તે થાય આપણું પોતાનું દીકરો ભલે આવી જાય પણ પેલી ભિક્ષા ને આપણી દત્તક લઈશું…”
કશ્યપ પૂછે છે “પેલી છોકરી આપણે જોઈ. શું તેનું નામ ભિક્ષા હતું?”
પરાજકતા “એનું નામ ભલે ગમે તે હોય પણ એને દત્તક લેવાનું નક્કી કર્યા પછી એના શુભ પગલાઓ એ મને મા બનવાની ભિક્ષા ભેટ આપી છે એટલે એ જ એનું નામ આજથી” અને કશ્યપ કહે છે “ક્યારેક તારા વિચારો ની ગહેરાઇઓનું માપદંડ માપવા જાઉં છું અને હું મને નાનો લાગું છું અને એટલું માન આવે છે કે હું તને તમને કહી ને પોકારું”
“મારા વિચારો ની ગહેરાઇ તો ખબર નથી પણ હા એ છે કે તમારા આજના સવાલનો જવાબ હવે આપું છું…. ન તો મને નોકરોના હાથના ખાવાના થી કોઈ તકલીફ છે ન તો મને મારું કોઈ હોટલ જેવું લાગે છે. સત્ય તો માત્ર એટલું જ છે કે, હું મારી જાતને એમાં વ્યસ્ત બનાવી લેતી હતી.”
“જ્યારે જ્યારે તને જોતી અને મને કોઈ એવો વિચાર હેરાન કરતો, ત્યારે હું કિચનને મારા વિચારો નો માળો બનાવી રાખતી અને જો કોઈ છોકરો મારા હાથનું બનાવેલું ખાવાનું ચાખી લે, તો મને લાગતું જાણે મારી આશા પૂરી થઈ રહી છે અને એ જ આશાથી કે કદાચ મારું પણ….”
આટલું બોલે છે અને કશ્યપ અટકાવે છે તો “ આ આશા હતી જેની આપણે સવારે વાત કરી રહ્યા હતા? તું ખરેખર ખૂબ જ ધૈર્યવાન છે”
“હા, પણ ક્યારેક ધૈર્ય તકલીફ આપે છે. છોડ એ વાત ને. હવે મારી પણ શરત છે કે, જો બીજું સંતાન એટલે કે આવનારું સંતાન છોકરી આવ્યું તો એનું નામ આશા….” “હા હા હા હા…. આજે બદલાની ભાવના છે એમને…” આમ આ બંને પતિ-પત્ની ફરી પાછા પોતાની રમતમાં ખોવાય અને આવનારી પરાજકતા ની આશામાં ડૂબી જાય છે.