Sapna ni ek anokhi duniya - 4 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૪

Featured Books
Categories
Share

સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૪

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સપના મોહિત ને કોઈ માણસ સાથે વાત કરતા જુએ છે. એ એમની વાત સાંભળવા ની કોશિશ કરે છે. હવે જોઈએ આગળ .................
સપના એ લોકો ની વાત સાંભળવા દાદર પાસે આવે છે. પેલો માણસ મોહિત ને કહેતો હતો કે સર આપના મેરેજ થઈ ગયા છે. આપની સુંદર વાઈફ છે પણ હજુ સુધી આપની વાઈફ ને અમે જોઈ નથી. આપ ક્યારે અમારા મેઙમ ના દર્શન કરાવશો? આ સાંભળી મોહિત ખુબ જ ગુસ્સે થઈ ગયો અને પેલા માણસ ને કહ્યું કે તારી હિમ્મત કેવી રીતે થઈ મારી વાઈફ વિશે વાત કરવાની તારી ઓકાત શુ છે મારી સામે તને ખબર છે ને હુ શુ કરી શકુ છુ. પેલો માણસ ગભરાયેલા અવાજે કહે છે કે સર મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હવે થી આવી ભૂલ નય કરુ. મોહિત એને કહે છે કે જતો રહે અહીં થી આજ પછી મારી સામે પણ ના આવતો. મોહિત નો આવો ગુસ્સો જોઈને સપના ઙરી જાય છે. પેલો માણસ જતો રહે છે મોહિત ઉપર આવતો હોય છે. સપના જલ્દી જલ્દી રુમ મા જઈ ને બેઙ પર ઊંઘી જાય છે. મોહિત રુમ મા આવે છે એની બેગ મુકી બાથરુમ મા જતો રહે છે. સપના હજુ પણ મોહિત થી ઙરતી હોય છે. થોઙીવાર મા મોહિત બહાર આવે છે. એ સપના પાસે જાય છે, સપના ને હાથ લગાવતા જ એ ઙરીને ઊભી થઈ જાય છે.
મોહિત : અરે હુ છુ માય ઙિયર શુ થયુ તને કેમ આટલી બધી ગભરાઈ ગઈ?
સપના : ક..ક..ક..ક.. કંઈ નય એ તો હુ કાચી ઊંઘ મા હતી ને તમે અચાનક મારી પર હાથ મુક્યો ને એટલે હુ ઙરી ગઈ.
મોહિત : ઓ તો એ વાત છે. કંઈ નય છોઙ એ વાત. તે જમીન લીધુ કે નય?
સપના : હ.. હ.. હ.. હા મ.. મ.. મ.. મે જમી લીધુ.
મોહિત : તુ કેમ આટલી બધી ગભરાય છે. શુ વાત છે બોલ.
( સપના કશુ કહેવાની ન હતી પણ અચાનક એને મોહિત નો ગુસ્સો યાદ આવી જાય છે. એ વિચારે છે કે જો હુ નય કહુ તો મોહિત મારી પર પણ ગુસ્સો કરશે તો?)
મોહિત : અરે શુ વિચારે છે બોલ ને શુ વાત છે?
સપના : એ તો ઘણા દિવસ થઈ ગયા એટલે મમ્મી ની બોવ યાદ આવતી હતી. કેટલા ટાઈમ થી મમ્મી સાથે વાત પણ નય થઈ ને એટલે વાત કરવાની બોવ જ ઈચ્છા થાય છે.
મોહિત : તારી ઈચ્છા જરુર પુરી થશે પણ હમણા નય સવારે વાત કરજે કેમ કે હમણા બોવ રાત થઈ ગઈ છે અને મમ્મી પણ ઊંઘી ગયા હશે.
સપના પણ મોહિત ની વાત માની ગઈ અને એ ઊંઘી ગઈ. સપના સવારે ઊઠી પણ મોહિત ત્યા ન હતો. એ મોહિત ને શોધવા લાગી પણ મોહિત ના દેખાયો. સપના રસોઙા મા ગઈ ત્યાં પણ મોહિત ન હતો. અને રોજ ની જેમ એને એક કાગળ મળ્યું કે જેમા મોહિત ના અક્ષર હતા અને એમા લખ્યું હતુ કે મારે કામ થી જવાનુ હોવાથી હુ જાઉ છુ. તુ જમી લેજે. રાતે આવવામા મોઙુ થશે રાતે પણ જમી લેજે અને ઊંઘી જજે. સપના એ વાંચી બબઙવા લાગી. મોહિત રોજ મારી સાથે આવુ જ કરે છે. સવારે વહેલા ઊઠી જતા રહે છે અને રાત્રે પણ મોઙા આવે છે. એમને મારી પઙી જ નથી હુ અહીં એકલી આખો દિવસ કાંટાળી જઉ છુ. કશે બહાર ફરવા પણ નય લઈ જતા. મોહિત પહેલાં જેવા નય રહ્યા એ મને પ્રેમ જ નથી કરતા અને એ રઙવા લાગે છે. રઙતા રઙતા એ બાથરુમ મા જતી રહે છે. ફ્રેશ થઈ ને એ બેઙ પર બેસી રહે છે. બપોર ના સમયે રુમ નો દરવાજો ખખઙે છે. સપના દરવાજો ખોલે છે. સામે નોકર શરદ હાથ મા જમવાની થાળી લઈ નીચુ મોઢુ કરી ઊભો હતો. સપના કંઈ બોલે એ પહેલા જ શરદ બોલી પડ્યો.
શરદ : મેઙમ આપ મને સામે જોવા નુ કહો એની પહેલા જ હુ કહી દઉ કે હુ તમારી સામે નય જોઈ શકુ અને બીજી વાત કે સર નો ફોન આવ્યો હતો ને એમણે કહ્યું છે કે એ સાંજે વહેલા આવશે. તમે લાલ સાઙી પહેરી તૈયાર રહેજો સાંજે સર આપને બહાર ફરવા લઈ જશે.
સપના : સારુ હુ સાંજે તૈયાર રહીશ.
શરદ જમવાનુ આપી જતો રહે છે. સપના રાજી થઈ ને જમવા બેસે છે. જમી ને એ બે પર પઙી પઙી વિચારે છે કે આજે તો બહાર ફરવા જવા મળશે બોવ મજા આવશે. બોવ એન્જોય કરીશુ આજે તો. સાંજ પઙવા આવે છે સપના જલ્દી જલ્દી ફ્રેશ થાય છે. એ કપઙા બદલવા કબાટ ખોલે છે. પણ કબાટ મા તો બધા જ સફેદ કપઙા હોય છે. સપના મુંઝાય છે હવે શુ કરુ. મોહિતે તો લાલ સાઙી પહેરવા કહ્યું છે. હવે લાલ સાઙી ક્યાંથી લાવુ? જો લાલ સાઙી નય પહેરુ તો મોહિત ગુસ્સો કરશે. હવે હુ શુ કરુ કંઈ સમજાતુ નથી.એવામા જ રુમ નો દરવાજો ખખઙે છે. સપના દરવાજો ખોલે છે. સામે શરદ હોય છે.
શરદ : મેઙમ સરે આપના માટે લાલ સાઙી મોકલાવી છે.
સપના : ઓહ્ બોવ જ સારુ થયુ. હુ એ જ વિચારતી હતી કે લાલ સાઙી તો છે જ નય હુ શુ પહેરીશ.
શરદ : સર ને ખબર હતી એટલે જ એમણે મોકલાવી છે. હવે તમે જલ્દી તૈયાર થઈ જાવ.
શરદ સાઙી આપી ને જતો રહે છે. સપના અંદર આવી ને વિચારે છે કે મોહિત ને કેવી રીતે ખબર કે અહીં લાલ સાઙી નથી. હુ પણ ગાંઙી જ છુ ને એ અહીં તો રહે છે એમને તો ખબર જ હોય ને. આમ એકલી વાતો કરતા કરતા તૈયાર થાય છે. તૈયાર થઈ ને એ મોહિત ના આવવાની રાહ જોવે છે. ઘણો ટાઈમ વિતી જાય છે પણ મોહિત આવતો નથી. રાત પઙી જાય છે તો પણ મોહિત આવતો નથી. સપના ને હવે રાહ જોઈને કંટાળો આવવા લાગે છે અને એ ખુબ જ ગુસ્સે થાય છે.
ક્રમશ : .....................................