આગળ ના ભાગ માં જોયું એમ ધવલ બીજી કોલેજ માં એડમીશન લીધું અહીંયા મૌલિક ને ધવલ એ કેમ આમ કર્યું એ સમજાતું હોતું નથી ને એ એની ચિંતા માં એના ઘરે જાય છે ને એની મોમ એને કહે છે અભ્યાસ સરખી રીતે કરાવતા નથી એવું કારણ આપે છે ને ધવલ ત્યાંથી નીકળી ને ગરે જાય છે .... હવે આગળ,
ધવલ આજ ચિંતા માં આખો દિવસ નીકળી ને આ બાજુ મૌલિક પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરીને બેઠો હોય છે . તે પોતાને ધવલ ને ખ્યાતિ થી દુર લઇ જવા માગે છે .જેના લીધે ધવલ ને ખ્યાતિ ના પ્રેમ મા પોતે બાધારૂપ ના બને તે જાણતો હોય છે પોતાના મિત્ર ને કે જો એને ખબર પડી કે મૌલિક પણ ખ્યાતિ ને ચાહે છે તો એ ખ્યાતિ ને છોડી મુકાશે ને એ એ ઈચ્છતો નથી હોતો.
આ બાજુ ધવલ બીજા દિવસે કોલેજ જાય છે ને ખ્યાતિ ને મૌલિક વિશે જણાવે છે, કે એ હવે કોલેજ નઈ આવે એ સહેર માં બીજી કોઈ કોલેજ માં એડમીશન લીધું .ખ્યાતિ ધવલ ને દુઃખી જોઈ એના મન ની વાત કરતી નથી ને ધવલ પણ પોતાના મન ની વાત ખ્યાતિ ને જણાવતો નથી
પ્રેમ ની લાગણી ને અનુભવવી એ કુદરત દ્વારા આપેલ એક એવી સજા છે .કે તમે ચાહો કે ના ચાહો એના આંટાફેરા આવી જ જાય. પ્રેમ એક એવું ઘાતક પુરવાર થાય છે કે જ્યારે મિત્ર અને પ્રેમ ના સંબંધ માં માણસ ઘવાયો જાય છે.
.......................ધવલ ના મન ને ક્યાંય ચેન પડતું નથી .તે બસ એજ કારણ માં અટવાયો હોય છે કે મૌલિક આમ કહ્યા વગર કોઈ દિવસ કોલેજ છોડીને જાય નહિ કઈક તો કારણ છે કે જે સીધું નજર માં આવતું નથી ને એ સોધવા મન લાગવાનો પ્રયત્ન કરવા લાગે છે .એમજ કોલેજ નો દિવસ પૂર્ણ થાય છે ને એ કોલેજ ની બહાર નીકળે છે .જ્યાં ખ્યાતિ એનો રાહ જોઈને ઊભી હોય છે. ને બંને તડપતા હૈયા એકબીજા ના સાનિધ્ય માં ખિંચતા જાય છે બીજીબાજુ
.................મૌલિક ની હાલત હાલ સૌથી વધુ કફોડી હોય છે .એના દિલ ને મગજ એવા કશ્મકશ માં અટવાયું હોય છે કે એ એને જે કર્યું એ સારું કર્યું કે ખરાબ એજ સમજી શકતો નથી . એડમિશન બીજી કોલેજ માં કર્યું પણ દિલ માંથી એ ખ્યાતિ ને નીકળી શકતો નથી ને પોતાના મિત્ર થી દુર જાઈને ચેન પડતું નથી . આ મિત્રતા જ એક એવી લાગણી છે કે ભગવાન પણ એના માટે ચરણ ધોવેલ છે .
પ્રથમ બાજુ
......જેમ જેમ દિવસ પસાર થાય છે એમ ખ્યાતિ અને ધવલ એકમેક માં પરોવાયા જાય છે.ધવલ પણ હવે મૌલિક ને ભૂલી ને ખ્યાતિ ના પ્રેમ ભર્યા સાનિધ્ય માં ખોવાઈ જવા લાગ્યો ને એને મનોમન હવે પોતાની લાગણીઓ ખ્યાતિ આગળ રજૂ કરવા નું નક્કી કરી દીધું એને કેવી રીતે પોતાની લાગણીઓ રજૂ કરવી એ વિચારો માં પરોવાયો ગયો.
સમય ના ચક્રવ્યૂહ માં અટવાયો છું તો વધુ સમય સ્ટોરી ને આપી શકતો નથી એ માટે દિલ થી માફી માંગું છું .
. . .. તમને શું લાગે છે ધવલ ખ્યાતિ ને મૌલિક ની આ સ્ટોરી માં કેવો વળાંક આવવો જોઈએ. મને comment મા અથવા chat માં તમે જણાવી સકો છો .
.. ... .. . . . . . . . . . . . . . . . . . .to be continued... ... .. .. .