Pratishodh ek aatma no - 25 in Gujarati Horror Stories by PANKAJ BHATT books and stories PDF | પ્રતિશોધ એક આત્મા નો - 25 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રતિશોધ એક આત્મા નો - 25 - છેલ્લો ભાગ

પ્રતિશોધ ભાગ ૨૫ છેલ્લો .

"શું થઈ રહ્યું છે માવડી ની ઇચ્છાથી ?" મંગળને જરા પણ અંદાજો નહોંતો એની સાથે શું થવાનું છે.

મંગળને કોઈ જવાબ મળે એ પેહલા એમબ્યુલન્સ મેદાન માં દાખલ થઈ . " જો રુખી તે વચન આપ્યું છે આ છોકરીને કોઈ નુકશાન થવું ના જોઈએ " એટલું બોલતા પંડિતજી એ દરવાજો ખોલ્યો . ત્રણે ગાડીઓની લાઇટ ચાલુ હતી ને સામે મંગળ વચમાં ઉભો હતો.

આત્મા શાંતીથી એમબ્યુંલન્સમાંથી ઉતરી ને મંગળ તરફ ગઈ મંગળને સામે જોઈ એ ખુશ થઈ.

"તુ આઈ ગયો મંગળ હું ક્યારનીય તારી વાટ જોતીતી . એમ કેમ જોવે સે ? મને ઓળખી નઈ હુ તારી રુખલી સું ભૂલી ગયો મને. અરે હા ચેહરો બદલાઈ ગયો સે એટલે . તુ ફિકર ના કર ચેહરો ભલે બદલાયો હોય પણ હું તારી એ જ રુખલી સું અરે મારાથી દૂર કેમ જાય સે મારી પાસે આય મને પ્રેમ કર મારા શરીર મંથી તો ગુલાબના અત્તર જેવી સુંગધ આવે સે ને ?"

બધા મિત્રો આ બધુ આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા એમણે જાડેજા અને પંડિતિજી તરફ નજર કરી પણ એમણે કાંઈ પણ કરવાની ના પાડી ને આત્માથી દુર રેહવા કહ્યું. મંગળ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે શું થઈ રહ્યું છે મદદ માટે એણે જાડેજા તરફ જોયું પણ જાડેજા તો આરામથી જીપનાં બોનેટ ઉપર જઈ બેસી ગયા.

"અરે ત્યાં કોને જોવે સે મારી હામુ જો આપણે સેહર જવાનું સે નવું ઘર બનાવાનું સે લગન કરવાના સે દરીયે ફરવા જવાનું સે સિનેમા જોવાનું સે અર તારો મોબાઈલ ક્યાં સે આપણા ફોટા પાડ . આપણો દીકરો મોટો થાસે એટલે એને અંગ્રેજી શાળામાં મુકવાનો સે હે ને આપણો દીકરો કયાં સે ? ક્યાં સે મારો દિકરો ?" દિકરાની વાત યાદ આવતા આત્માનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો એની આંખોમાં લોહી ઉતરી આવ્યું અને એણે પુરી તાકાતથી બે હાથ મંગળની છાતી પર માર્યા ને મંગળ દસ ફુટ દુર ફેંકાઈ ગયો એના છાતીના હાડકા જાણે તૂટી ગયા એટલું દુખવા લાગ્યું. " તે મારા દિકરાને પથ્થર પર ફેંક્યો તો ક્યાં સે એ પથ્થર ?" આત્મા આસપાસ પથ્થર શોધવા લાગી. નજીક થી એક મોટો પથ્થર ઉપાડી એણે મંગળ પર જોરથી ધા કર્યો મંગળને માથામાં એ પથ્થર વાગ્યો ને લોહીની પિચકારી ફૂટી મંગળને ચક્કર આવી ગયા અને એ નીચે પડી ગયો . " તારુ ચાકુ ક્યાં સે ? મને નઈ આપે ? હુ મારા દીકરાને ખોળામાં લઈ રોતીતી ત્યારે તે ચાકુથી મારુ ગળું ચીર્યું તું યાદ સે ને ? ક્યાં સે એ ચાકુ ?"

" મને માફ કર રુખલી મારાથી ભૂલ થઈ ગઈ " મંગળ નીચે પડ્યો પડ્યો બોલ્યો એનામાં ઉભા થવાની તાકાત નહોતી .

" માફ કરી દઉ ? તને માફ કરી દઉ ? હા માફ તો કરવો જોઈએ તુ એ પાપી ને હુ એ પાપી તે મારો જીવ લીધો એ માટે તને માફ કરું પણ મારા દિકરાનો જીવ લીધો એના માટે તારે માફી માંગવા મારા દિકરા પાહે જવુ પડશે."

આ બધુ જોઈ વિકાસ ગભરાયો ને જાડેજા પાસે ગયો " સર આપણે એને રોકશુ નહીં તો એ એને મારી નાખશે"

આ બધુ જોઈ જાડેજાના પેટનું પાણી પણ હલતું નહોતું " તને શું લાગે છે એણે મંગળને અહીં આરતી ઉતારવા બોલાવ્યો છે મંગળને માર્યા વગર એ આ છોકરીનું શરીર છોડશે નહીં "

મંગળ રુખી આગળ જીંદગીની ભીખ માગી રહ્યો હતો જે જોઈ આત્માને આનંદ આવી રહ્યો હતો ." મંગળ તારો ટેમ પુરો થયો નરાધમ મારા દિકરાને માર્યો તે આ..…" આત્મા એ પગ મંગળ ના ગળા પર મુક્યો ને પુરી તાકાત થી એને કચડી નાખ્યો બે મીનીટ સુધી મંગળ તરફળ્યો ને પછી જીવ જતા શાંત થઈ ગયો પણ આત્મા હજી શાંત નહોતી થઈ એ હજી પણ પગથી એનું ગળુ દબાવી રહી હતી અને આક્રોશ કરી રહી હતી . મહાકાળી માં એ જાણે રાક્ષસ ને પગ નીચે કચડી નાખ્યો હોય એવું દશ્ય બધા જોઈ રહ્યા .

" રુખી શાંત થા એનો જીવ ઉડી ગયો છે " પંડિતજી એ જોરથી બૂમ પાડી .

પંડિતજી નો અવાજ સંભળાતા આત્મા ભાનમાં આવી ને એણે નીચે જોયું મંગળ મરેલો પડ્યો હતો. પેહલા એના ચેહરા પર થોડી હસી આવી ને પછી ગુંટણ પર બેસી રડવા લાગી . થોડું રડ્યા બાદ ચાર્મી બેહોશ થઈ પડી ગઈ વિકાસ એની તરફ દોડ્યો પણ પંડિતજીએ એને રોક્યો.

સામે નું દશ્ય બધા ચકીત થઈ જોઈ રહ્યા . ચાર્મી ના શરીરમાંથી રબારણની આત્મા અલગ થતા દેખાઈ એ જ રબારણ બાઈ જે એમણે ઘાટ ઉપર ગાડી આગળ દોડતા જોઈ હતી. આ વખતે બધાએ એનો ચેહરો જોયો રંગે થોડી શ્યામ હતી પણ ખુબ સુંદર દેખાતી હતી એણે ચાર્મી ના માથા પર હાથ ફેરવ્યો ને હાથ જોડી માફી માંગી એણે સામે ઉભેલા દરેક જણથી હાથ જોડી માફી માંગી ને એમનો આભાર માન્યો ધીરે ધીરે એ લુપ્ત થઈ ગઈ.

હવે પંડિતજી ચાર્મી તરફ દોડ્યા ને ચાર્મીની નાડી તપાસી . " વિકાસ આને એમ્બયુલન્સમાં લઈ લો આપણે એને લોકલ હોસ્પીટલમાં લઇ જશું " પંડિતજી એ નર્શને શું ટ્રીટમેન્ટ આપવાની છે એ પેહલાથી સમજાવી રાખ્યું હતું એટલે એ તૈયારી કરી બેઠી હતી. વિકાસ અને નિષ્કા એમ્બયુંલન્સમાં પંડિતજી સાથે બેઠા રોમીલ અને અનીલ ગાડીમાં બેઠા . પંડિતજી અને બધા મિત્રોએ જાડેજા અને સિપાહી ઓનો આભાર માન્યો.

"ડોક્ટર સાહેબ તમે ચિંતા કર્યા વગર જાઓ .અહીં હું બધું સંભાળી લઈશ. પછી નિરાંતે આવીને મળીશ "

એમ્બ્યુલન્સ અને ગાડી રવાના થઈ. જાડેજા એ બંદુક કાઢી ને બે ગોળીઓ મંગળના શરીરને મારી " કિસન આગળ શું કરવાનું છે તને ખબર છે હું જરા થોડી ઉંઘ લઈ લઉં " એટલું કહી જાડેજા જીપમાં જઈ સુઈ ગયા.

આબુ પર્વતની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાર્મી ને એડમીટ કરી દવા ચાલુ કરી બધાને ખુબ ચિંતા થતી હતી કેમકે ચાર્મી હજી ભાનમાં આવી નહોતી . " ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ એકદમ બરાબર છે થોડીવારમાં ભાનમાં આવી જશે " પંડિતજીએ બધાને સાન્તવાના આપી .

વિકાસના ધાવ પર પટી બાંધી ને એને પણ દવા આપી. આખી રાતના ઉજાગરા ને ધમાલ પછી બધા થાકી ગયા હતા રોમીલ બધા માટે ચા લઈ આવ્યો . લગભગ ૭ વાગી રહ્યા હતા ને ચાર્મી ભાનમાં આવી કાલ બપોરથી અત્યાર સુધી શું બની ગયું એનો એને જરા પણ ખ્યાલ નહોતો .

પોતે હોસ્પીટલના બેડ પર હતી . વિકાસે હાથ પર પાટો બાંધ્યો હતો ને અનીલે માથા પર આ બધું જોઈ એને ચિંતા થઈ કે શું થયું " નિષ્કા આ બધું શું થયું છે ? "

"એક નાનો એકસીડન્ટ થયો હતો પણ અંબે માતાની કુપા થી આપણે બધા બચી ગયા તુ વધારે વિચાર ના કર ને આરામ કર " નિષ્કા એ ચાર્મી ને જવાબ આપ્યો.

"પણ મને કેમ ખબર નથી ક્યાં અને ક્યારે થયો એકસીડન્ટ "

" તને ક્યાંથી ખબર હોય તુ તો બિયર પીને આઉટ થઇ ગઇ હતી " અનીલ મસ્તી કરતા બોલ્યો. આ સાંભળી બધા હસ્વા લાગ્યા.

"શું કંઈ પણ બોલે છે મેં કાંઈ નથી પીધું વિકાસ તુ સાચુ બોલ " અનીલની મજાક થી ચાર્મી ની આંખો ભીની થઈ ગઈ.

" સાચુ કહુ ? મને તારી ખબર નથી પણ હું તને ખુબ ચાહુ છું . તારે જવાબ આપવાની જરૂર નથી પણ કાલના એક દિવસમાં હું સમજી ગયો કે તને કંઈ થાય એ મારાથી સહન નથી થતું " વિકાસ હિંમત કરી ચાર્મીનો હાથ પકડી બોલી ગયો. ચાર્મી શરમાઈ ગઈ કાંઈ બોલી શકી નહીં પણ વિકાસને વળગી પડી આ જોઈ બધા મિત્રો ખુશ થઈ ગયા ને તાળીઓ પાડવા લાગ્યાં.

પંડિતજી બાજુમાં ઉભા રહી આ બધુ જોઈ પરમ આનંદ લઈ રહ્યા હતા અને મનોમન માં અંબેનો અને પોતાના ગુરુનો આભાર માની રહ્યાં હતાં.
**** સમાપ્ત****

🙏વાચક મિત્રો અને માતૃભારતીનો ખુબ ખુબ આભાર.
વિષેશ આભાર એ પંદર મિત્રોનો જેમણે દરેક ભાગ પર રેટિંગ્સ આપી પ્રોત્સાહન આપ્યું જેથી વાર્તા પુરી કરી શક્યો અને વાર્તા થોડી લાંબી થઈ એ માટે માફી આપશો. ભવિષ્યમાં વધારે સારુ લખવાનો પ્રયત્ન કરીશ. ખુબ ખુબ આભાર.

વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા હતી . વાર્તા મનોરંજન માટે લખાઈ હતી અંધશ્રદ્ધા વધારવા માટે નહીં . ભુલ ચુક માફ.🙏
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .
panchamved@rediffmail.com