Pratishodh ek aatma no - 24 in Gujarati Horror Stories by PANKAJ BHATT books and stories PDF | પ્રતિશોધ એક આત્મા નો - 24

Featured Books
Categories
Share

પ્રતિશોધ એક આત્મા નો - 24

પ્રતિશોધ ભાગ ૨૪

" મારા મરેલા દીકરાના હમ ખઈને કઉં શું મને ખાલી મંગળ જોઈએ છે બાકી કોઈને હું કંઈ નહીં કરું પણ હા મંગળને જીવતો નહીં મુકુ એનો જીવ લઉ પછી મારી આત્મા ટાઢી પડ સે ને આ છોરીને સોડી દઇસ આ માવડી હામે વચન આલું સુ "

પંડિતજીને રબારણના વચન પર વિશ્વાસ હતો થોડો વિચાર કર્યો ને પછી કહ્યું " ઠીક છે હું તારા વચન પર વિશ્વાસ રાખું છું પણ યાદ રાખજે છોકરીને કોઈ નુકશાન ના થાય એ પણ કોઈની દીકરી છે .અને જ્યાં સુધી મંગળ ના મળે ત્યા સુધી તારે મારી બધી વાતો માનવી પડશે બોલ છે મંજૂર"

" મંજૂર છે હવે મને ડુંગરા પર લઇ ચાલો "

પંડિતજી એ સેવક ને એમ્બ્યુલન્સ તૈયાર કરવા આજ્ઞા કરી ને નર્શને જરૂરી દવાઓ લેવા જાણાવ્યું ." નિષ્કા તુ છોકરાઓને ફોન કર હુ જાડેજાને ફોન કરું છું." આ બધું સાંભળી આત્મા ખુશ થઈ રહી હતી .

જાડેજાના ફોનની રિંગ વાગી "બોલો ડોક્ટર સાહેબ અમે નીકળી ગયા છીએ પણ થોડું મોડુ થઈ જાય એવું લાગે છે"

"મોડુ નહી થાય યોજનામાં થોડો બદલાવ છે અમે ઘાટ ઉપર આવી રહ્યા છીએ તમે એ જગ્યાએ પોહચો જ્યાં મંગળે ખુન કર્યા હતા આત્મા હવે એને ત્યાંજ મળવાની જીદ કરે છે "

"સરસ પ્રોબ્લેમ સોલ્વ બસ હવે જગ્યા કઈ છે એ કેવી રીતે ખબર પડશે ?"

" જાડેજા મંગળ તમારી પાસે છે એ જગ્યા ને એના કરતાં વધારે કોણ જાણતું હશે "

" એક નંબર વાત કરી ડોક્ટર સાહેબ આ ચા નથી પીધી ને એટલે મગજ કામ કરતું બંધ થતી ગયું છે "

" કલાકમાં ઘાટ ઉપર મળીએ " એટલું કહી પંડિતજીએ ફોન ક્ટ કર્યો .

નિષ્કાએ રોમીલને ફોન કર્યો જે અનીલે ઉપાળ્યો . નિષ્કાએ બધી વાત સમજાવી દીધી અને હવે આશ્રમ નથી જવાનું ને ઘાટ ઉપર મળવાનું છે એટલે પાંચ વાગ્યા પેહલા મંગળ ને આત્માને સોપી દેવા સે આ વાત જાણતા જ બધા મિત્રોએ રાહતનો શ્વાસ લીધો ને ભગવાનનો આભાર માન્યો. વિકાસ એનું બધુ દર્દ ભૂલી ગયો અને એના ચેહરા પર હલકુ સ્મીત આવ્યું.

" રુખી તારો પ્રતિશોધ લેવાનો સમય આવી ગયો ચાલ ગાડીમાં બેસ . નિષ્કા તુ આને લઈ ગાડીમા બેસ હું જલ્દીથી ચેન્જ કરી ને આવુ છું . બધુ પોતાની ઇચ્છા મુજબ થઈ રહ્યું હતું એટલે આત્માં શાંત હતી અને પંડિતજીની બધી વાત શાંતીથી માની રહી હતી. પંડિતજી એ માતાની મૂર્તિ ને પ્રણામ કર્યા અને કપડા બદલવા ગયા.

પોલીસની ગાડી આબુરોડ પોહચી પણ પોલીસ સ્ટેશન જવાને બદલે ગાડી આબુ પર્વત તરફ આગળ વધી જે જોઈ મંગળ ગભરાયો " સાહેબ પોલીસ સ્ટેશન તો બીજી તરફ છે તમે મને ક્યાં લઈ જાઓ છો ?"

"બેટા અમે તને નથી લઈ જતા તું અમને લઈ જાય છે એ જગ્યા ઉપર જ્યાં તે રુખીનું ખુન કર્યું હતું અમને એની લાશ બતાવવાં "

" મેં કોઈ ખુન નથી કર્યું મને કોઈ જગા ખબર નથી "

" હરામખોર જો મારુ મગજ ખુબ ખરાબ થઈ ગયું છે અમને ખબર છે તે રુખી અને એના નાના બાળકનું ખુન કર્યું છે તે ચોરેલા દાગીના અમારી પાસે છે ગામની બાઈઓને તું કેવી રીતે ફસાવે છે અમે બધુ જાણીએ છીએ એટલે હવે જો ખોટુ બોલ્યો છે તો ઘાટ ઉપર લઈ જઈ નીચે ફેંકી દઈશ "

જાડેજાનો ગુસ્સો જોઈ મંગળ ડરી ગયો અને જગા બતાવવા તૈયાર થઈ ગયો.

ધાટ શરૂ થતા જીપ આગળ થઈ અને રોમીલ જીપની પાછળ ચલાવા લાગ્યો . બીજી તરફ એમબ્યુંલનસ પણ ઘાટ તરફ આગળ વધી રહી હતી પંડિતજી મનમાં જાપ કરી રહ્યા હતા નિષ્કા બેચેન હતી ને આત્મા ખુશ લાગતી હતી.

રાતના ૪ વાગી ગયા હતા અને ઘાટ ઉપર ટ્રાફિક ઓછો હતો બન્ને ગાડીઓ પાંચ વાગ્યા પેહલા ઘાટની એ જગા પર પોહચી જ્યાં મંગળે રુખીનું ખુન કર્યું હતું . હનુંમાન મંદિર આવતા પેહલા લગભગ પાંચ કિલોમીટર પર જમણી તરફ એક કાચો સાંકળો રસ્તો નીચે તરફ ઉત્તરતો હતો ને ખાઈ તરફ જતો હતો ત્યાં એક નાના મેદાન જેવું હતુ ને ખીણને લાગીને એક મોટું જાડ હતુ . વિકાસને નવાઈ લાગી કે આજ જગા પર ગાડીનું પેટ્રોલ ખતમ થઈ ગયું હતું . બન્ને ગાડી એ નાના મેદાનમાં જઈ ઉભી રહી.

પંડિતજીની ગાડી હજી પોહચી નહોતી રોમીલે ફોન કર્યો " નિષ્કા અમે મંગળને લઈને જગા ઉપર પોહચીં ગયા છીએ તમે કેટલે છો "

" રોમીલ અમે પણ ઘાટ ઉપર આવી ગયા છીએ તમે કઈ જગાએ છો "

" હનુમાન મંદિર ગયા પછી લગભગ પાંચ કિલોમીટર પર ડાબી બાજુ આ જગા આવશે હું મેન રોડ પર ટોર્ચ લઈને ઉભો છું "

" ઓકે ફાઈન અમે દસ મીનીટમાં પોહચી જશું " નિષ્કા એ ફોન કટ કર્યો.

જાડેજાએ મંગળને જીપની બાહર કાઢ્યો " બોલ હવે કયાં છે લાશો ?"

" મેં.....મેં... લાશો ખાઇમાં ફેકી દીધી હતી " મંગળનો જવાબ સાંભળી જાડેજાને ગુસ્સો આવ્યો ને એમણે એક જોરનો તમાચો માર્યો ને થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો.

" એક વાત કર તુ દર વખતે આટલી મોડી રાત્રે ગામમાં આવે છે ?" જાડેજા એ સવાલ કર્યો .

" ના સાહેબ હું રાતે બાર વાગે આબુ રોડ ટેસને ઉતર્યો ને મારા ભાઈબંદને ધેર ગયો હું દર વેળાએ મારી બુલેટ એના ધેર મૂકીને જાઉં ક્યારેક આવુ મોડુ થાય તો રાતે એને ઘેર જ સુઈ જાઉ ને હવારે ગામમાં આવુ પણ આજે એનું ઘર બંદ હતુ એટલે મારે રાતે ગામમાં આવું પડ્યું નઈ તો હું તો હવારે જ આવત " મંગળ એ વિગત આપી જે સાંભળી જાડેજાને હસુ આવી ગયું " ખરેખર આ બધુ માવડીની ઇચ્છા થી થઈ રહ્યું છે "

"શું થઈ રહ્યું છે માવડી ની ઇચ્છાથી ?" મંગળને જરા પણ અંદાજો નહોંતો એની સાથે શું થવાનું છે.

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .