અઘરું નથી ખુદ થી પ્રેમ કરવો,પણ અઘરું છે માત્ર ને માત્ર ખુદ થી પ્રેમ કરવો,મારા મતે લગભગ કોઈ એવી વ્યક્તિ હોઈ જ નહીં જે માત્ર પોતાને જ ચાહતી હોઈ,કેમ કે જવાબદાર વ્યક્તિ પોતાને ચાહી ના શકે,અને એકલું વ્યક્તિ હમેશા બીજા ને ઝંખતું હોઈ,ના..ના એટલે એનો મતલબ એવો નથી કે કોઈ પોતાની જાત ને પ્રેમ કરતું જ ના હોઈ,પણ માત્ર ને માત્ર ખુદ ને પ્રેમ કરવો અઘરો છે,પણ હા..અશક્ય નથી...
રતી,ખાલી નામ થી જ રતી, એના માં કોઈ પણ ને આકર્ષે એવા કોઈ ગુણ ના હતા,કેમ કે અમાસ જેવો કાળો રંગ,એમાં પણ આખા ચેહરો ખરબચડો,અને એ ચેહરા ની શોભા વધારતું ચપટું નાક,એટલે રતી ખાલી નામ થી જ રતી હતી..
પણ ઈશ્વર દરેક માં કોઈ ને કોઈ શક્તિ તો મૂકે જ છે,એ જ રીતે રતી ની બુદ્ધિ પ્રતિભા બહુ જોરદાર,એકવાર જોયેલું,અને સાંભળેલું એના મગજ માં છપાઈ જાય,અને કોઈ વસ્તુ જોવે તો એને એ બનાવતા પણ આવડી જાય.
પછી એ કોઈ પણ કળા કેમ ના હોઈ,ચિત્ર હોઈ કે ગૂંથણ,
કલે,હોઈ કે કેનવાસ એને બધું જ આવડે.
રતી ના એક શિક્ષક ને રતી બહુ ગમે,એ હમેશા એને કહે,કે તું તો સાક્ષાત સરસ્વતી નું રૂપ છો,તારામાં આટઆટલી વિદ્યા જો છે,ક્યારેક રતી એમને પોતાના મન ની વાત કહેતી,અને ઘર તથા સગા માં પોતાનું અપમાન થતું એ પણ કહેતી ને પોતાનું દુઃખ હળવું કરતી.પણ તેના એ શિક્ષક તેને કાયમ હિંમત આપતા અને કહેતા કે
"રતી માણસ ની ઉમર સાથે રૂપ તો ઢળી જાય છે,માટે ગુણો ને મહત્વ આપ,અને કોઈ તને પસંદ ન કરે તો એ એનો વાંક તું પોતાને પ્રેમ કરીશ તો જ દુનિયા માં તારું સ્થાન બનશે,બીજા સામે લાચાર કે બિચારી ના બન,એવું ના વિચાર કો કોઈ મારી દયા ખાય,અરે તું તો એ નારાયણી છે,જે એક દિવસ દુનિયા માં પોતાનું નામ રોશન કરશે,બસ સૌથી પહેલા બધા શુ વિચારે છે,એ વિચારવાનું બંધ કર, અને પોતાને પ્રેમ કરવાનું ચાલુ કરી પછી જો!"
રતી તેમની સાંત્વના પામી શાંત થતી,અને દરેક વખતે પોતાના માં નવી ઉર્જા મેળવતી.કેમ કે એના રૂપ ના લઈ ને ઘર માં કે કુટુંબ માં એને બહુ પસંદ કરવામાં ન આવતી તો એની વાત તો કોણ સાંભળે,હા એની મમ્મી હમેશા એને કહેતી કે તું તો મારી રાજકુમારી છો,જો જે ને તને તો કોઈ રાજકુમાર જ લેવા આવશે,જો કે એ પણ સમજતી કે આ એ રતી ને દિલાશો આપવા કહે છે.
એકવાર શાળા માં ટ્રિપલ સ્પર્ધા યોજાઈ,જેમાં સૌથી પહેલા સામાન્ય જ્ઞાન ની પરીક્ષા આપવાની,ત્યારબાદ પોતાની આવડત મુજબ એક કામ કરવાનું,એટલે કે પોતાની કોઈ કળા બતાવવાની,અને અંત માં સમાજ ને મદદરૂપ થાય એવું એક કાર્ય કરવાનું,રતી નું નામ એના શિક્ષકે લખાવી દીધું,પેલા તો રતી નું મન નહતું માનતું,પણ એના શિક્ષકે સમજાવી ને તૈયાર કરી...
રતી ની શાળા માં સ્પર્ધા ની તૈયારી જોરશોર થી શરૂ થઈ ગઈ,રતી ની સાથે ભણતા ઘણા છોકરા છોકરીઓ એ તેમાં ભાગ લીધો હતો,જેમાં અમુક તો રતી ની મશ્કરી કરતા હતા,પણ રતી એ આ વખતે એ બધા ના મોઢા બંધ કરાવવાનું વિચાર્યું હતું..
સ્પર્ધા સવાર થી શરૂ થઈ ગઈ હતી,પેલા સામાન્ય જ્ઞાન ની સ્પર્ધા હતી,બે કલાક ના પેપર માં દેશ અને દુનિયા, સાહિત્ય અને સંસ્કૃતિ ,પર્યાવરણ અને વાતાવરણ ને લાગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા,જે રતી એ દોઢ જ કલાક માં પુરા કરી નાખ્યા,ત્યારબાદ તે બીજા રાઉન્ડ માં પ્રવેશી જેમાં તેને મીણ થી ગાંધીજી નું નાનું પૂતળું બનાવ્યું, અને એ પણ નિયત સમય કરતાં પહેલાં,ત્યારબાદ બધા ને જમવા માટે થોડો સમય ફાળવવામાં આવ્યો..
શાળા ના મેદાન માં જ સ્પર્ધકો માટે ભોજન ની વ્યવસ્થા હતી, આમ તો રતી ના ખાસ કોઈ મિત્રો નહતા પણ એ દિવસે ઘણા તેના આગળ ના ધોરણ ના છોકરા છોકરીઓ સાથે તે વાત કરતી બધા સાથે ભળવાની કોશિશ કરતી હતી,કોઈ તેને હસી કાઢે તો પણ તે પોતાના શિક્ષક ને યાદ કરી એમના પર ધ્યાન ન દેતી,એમા એક છોકરી હતી રીમાં,જે તેના કરતાં આગળ એટલે કે નવમા ધોરણ માં ભણતી હતી,તેને પોતાના રૂપ નું બહુ અભિમાન એટલે તે આવી ત્યારથી જ રતી ની મજાક કરતી ,કોઈ ના કોઈ રીતે તેને હેરાન કરતી,અને તેની બીજી સહેલીઓ પણ તેમાં જોડાતી,પણ રતી એ તે તરફ ધ્યાન આપ્યા વગર ખાલી સ્પર્ધા જીતવા અંગે જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું..
લગભગ બધા એ જમી જ લીધું હતું,પણ રતી તેના શિક્ષક સાથે બધાની છેલ્લે જમવા બેઠી હતી,રીમાં પણ તેના સહેલીઓ સાથે છેલ્લે જ બેઠી હતી,વાતાવરણ શાંત હતું,અને અચાનક જ ક્યાંક થી વંટોળીયો ઉપડ્યો, વાતાવરણ આખું ધૂળ ધૂળ થઈ ગયું અને એક અવાજ સંભળાયો ;"બચાવો બચાવો" બધા એ જોયું તો રીમાં જ્યાં જમવા બેઠી હતી ત્યાં જ એક પંખો તેની ઉપર ઉડી રહ્યો હતો,અને સાથે જ મંડપ પણ,કેમ કે એ લાંબા પંખા સાથે મંડપ બાંધેલો હતો,જે હવા થી મંડપ ઉડયો,અને પંખા ને પણ સાથે લઈ ગયો,તરત જ રતી એ એક ઉંચી છલાંગ લગાવી પંખા ની સ્વિચ બંધ કરી ને બીજા હાથે ઊંચે લટકતા પંખા ને પકડી લીધો,તેની સાથે બીજા પણ એ પંખા ને લેવા જોડાયા,અને જાનહાની થતા બચી,થોડી જ વાર માં વંટોળ શાંત થઈ ગયો,અને બધા એ રતી ને તાળીઓ થી બિરદાવી..
ત્યારબાદ શાળા ના પ્રિસિપાલે જાહેર કર્યું કે "હવે મને નથી લાગતું કે આપડે સ્પર્ધા નો ત્રીજો રાઉન્ડ કરવાની જરૂર છે,કેમ કે આ રાઉન્ડ માં તો રતી જ વિજેતા છે, એની જ સૂઝબૂઝ થી આજે કોઈ જાનહાની થતા બચી, અને પ્રથમ બંને રાઉન્ડ ની પણ રતી જ વિજેતા છે,આ રીતે આજની આખી સ્પર્ધા માં રતી જ વિજેતા થાય છે"
આ સાથે જ આખી શાળા તાળીઓ થી ગુંજી ઉઠી,રીમાં એ પણ પોતાના ખરાબ વર્તન બાદલ રતી ની માફી માંગી...
ત્યારબાદ રતી ને સ્ટેજ પર બોલાવી તેનું સન્માન કરવામાં આવ્યું,તેને સ્પર્ધા જીતવા બદલ એક ટ્રોફી અને પાંચહજાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યું,અને ત્યારબાદ તેને પણ થોડું બોલવાનું કહ્યું ત્યારે રતી એ સૌપ્રથમ પોતાના શિક્ષક ને પગે લાગી ને કહ્યું
"આજે આ ઇનામ ના સાચા હકદાર મારા શિક્ષક છે, જેમની ઉષ્મા એ મને હિંમત આપી અને સમજાવી કે પોતાના પર દયા ખાવાનું છોડી અને પ્રેમ કરવાનું ચાલુ કરી દે,પછી જો આ દુનિયામાં કોઈ પણ તને હેરાન નહિ કરી શકે,અને બીજી હું રીમાં ને આભારી છું કે જેના વર્તન થી હું એ કામ કરી શકી જે ફક્ત મારી સમજ માં જ હતું,અને હું બધા ને માત્ર એટલું જ કહીશ કોઈ પણ તમને ત્યાં સુધી દુઃખ ના પહોંચાડી શકે જ્યાં સુધી તમે પોતે એનો સ્વીકાર ના કરો,તો ફક્ત તમારા ગુણો પર ધ્યાન આપી પોતાને પ્રેમ કરો ને આગળ વધો જીત તમારી રાહ જોવે છે"....
આરતી ગેરીયા...