"જીનલ ઊઠે છે કે નહિ ?" છઠ્ઠી બુમ પાડતા કેશ્વિ બહેન રસોડામાંથી બહાર આવ્યાં.
મને મારી મમ્મી કેશ્વિનો અવાજ સંભળાયો અને એ સાથે જ મેં ફરી મારા મોંઢા ઉપર ચાદર નાંખી ઊંઘવાનો પ્રયત્ન કર્યો.
હજુ તો મેં મારો પરિચય તમને આપ્યો જ નથી અને તમને અને મને મારા મમ્મીનો મારા ઊપર ગુસ્સે થતો અવાજ સંભળાયો હશે."મમ્મી સૂવા દેને આજે કોલેજમાં રજા છે મને."મેં ફરી આળસ મરડીને પગ પછાડતાં ઊભા થતા કહ્યું.
" આખો દિવસ રજાના દિવસે સૂતી રહે છે તું . જીનલ તું ક્યારે મોટી થઇશ ? આ તારી નાની બહેન ઉર્વશીને જો ! કેવી સવાર સવારમાં વહેલી ઉઠી તૈયાર થઇ જતી રહી છે ભણવા માટે!" ફરી કેશ્વિ બહેન જીનલ ઉપર ચિડાઇને બોલ્યાં.
હું એમની વાત સાંભળી તરત જ મારા બેડ ઉપરથી ઊભી થઇ ગઇ અને બાથરૂમ ભેગી થઇ ગઇ કારણ મને ખબર છે મમ્મી જો મને ઉઠાડવા રસોડામાંથી બહાર આવી તો એ મને કેવી રીતે ઉઠાડશે ! મારે બાથરૂમમાં પણ નહાવા જવાની જરૂર નહિ પડે.ખાલી પછી કપડાં બદલવા જવું પડશે !
બાકી એમની વાત પણ સાચી છે....હા સાચું પણ છે કે હું સૂતી જ રહું છું ! પણ શું કરીએ, દુનિયાની કોણ એવી છોકરી હશે જેને સૂવું નહિ ગમતું હોય મારી જેમ અને મમ્મી કહે અને આપણે સૂતા રહીએ એવું થોડી બને." ખબર નહિ કેમ આજે સવાર સવારમાં મારી મમ્મીનું મારા સૂવા ઉપર રામાયણ અને મહાભારત ચાલું થઇ ગયું. તમને પણ ખબર છે ને મમ્મી ઍક વખત બોલવા લાગે પછી એમની બોલવાની ગાડી ત્યાં સુધી ન અટકે જ્યાં સુધી આપણે પથારીમાંથી બેઠાં થઈને એમની સામે ન આવીએ ?
"હાય મારું નામ જીનલ. આ મારી વાર્તા છે. તમને શું લાગે છે હું તમને કેમ મારો પરીચય આપી રહી છું ? અરે.. તમે બધા સવાર સવારમાં મારા ઘરે આવ્યાં છો તો મારો પરિચય હું નહિ આપું તો કોણ આપશે? અને આ તો ઘર ઘરની કહાની છે. મારા ઘરમાં અમે બે બહેનો અને મમ્મી- પપ્પા એમ અમારું ચાર જણનું નાનું કુટુંબ છે. મારી લાડકી બહેન ઉર્વશી, જે મારાથી નાની છે. ૧૨th માં ભણે છે. સવારથી જ એ ક્લાસિસમાં જતી રહી છે.( પરીવાર વિશેની આગળની વાત પછી....)પણ ... પણ યાર આજે તો રજા છે કોલેજમાં તો પણ મમ્મી એ નક્કી કરી રાખ્યું છે તેમણે મને સુવા નથી દેવું.
હવે તો હું તૈયાર થઇ ગઈ અને બ્રેક ફાસ્ટ ટેબલ ઊપર આવી બેઠી એટલે મમ્મીએ તરત મને રસોડામાંથી બહાર આવી ગરમા ગરમ નાસ્તો આપ્યો અને થોડું સાંભળવું પણ પડ્યું કેમ કે મારી બીજી ગંદી આદત... નાહવામાં થોડી આળસુ છું હું. મમ્મીએ સરસ ગરમા ગરમ ભાખરી ઘીમાં લચપચતી બનાવી હતી.
મમ્મીએ મારા માટે બનાવેલી ચાનો ગરમ કપ ટેબલ પર મૂકતા બોલી ," આજે તારે ક્યાંય જવાનું તો નથી ને. કેમ કે આજ તારે મારી જોડે આવવું પડશે બજારમાં ખરીદી કરવા માટે ."
હું તો મમ્મીનું મારા માટે ફરમાન જાહેર થતાં તેની સામે અપલક નજરે મોટી મોટી આંખો કરી તેમની સામે જોઇ રહી પછી હું બોલી," કેમ મારે આવું પડશે?"
મમ્મી મારા માથે હાથ ફેરવતા બોલી ," ઘરની બધી વસ્તુઓ ખલાસ થઇ ગઇ છે એટલા માટે આજે માર્કેટ જવું પડશે અને તને તો ખબર જ છે મને એક્ટિવા ચલાવતાં આવડતું નથી પાછાં આજે તારા પપ્પાને રાજા હોવા છતાં ઓફિસમાં કામ છે તો એ પણ જતા રહ્યા છે."મારી મમ્મીને મારી વાત ગમી તો નહિ પણ પછી મારી સામે જોઇ બોલી ," સાંજે પછી ફરી ના જતી."
હું મમ્મીને ગળે મળી અને પછી લાડ કરતા બોલી," એમ થોડું ભૂલી જાઉં." આમ કહી બારી પાસે પડેલી મારી એક્ટિવાની ચાવી લઇ હું બહાર નીકળી ગઇ.
પણ સાચું કહું મમ્મીની વાત પણ સાચી હતી કારણ કે હું ખરેખર થોડી ભુલક્કડ છું.
એક્ટિવા ચાલુ કરીને હું નેહાને ઘર ચાલી. એમ તો નેહા અને હું નાનપણથી સાથે જ સ્કૂલ જતા સાથે જ રમતા હતા. એમ કેહવુ ખોટું નહિ પડે કે અમે બે બહેનો જેવા જ છીએ. જીવનમાં બધી બાબતોમાં અમે સરખા હતા. કપડાં થી લઈને ખાવાની વસ્તુ સુધી. હા પણ ઝગડો તો અમારો ચાલતો જ હોય જાણે કેમ અમે સગા ભાઈ - બહેન હોય એવી રીતે પણ એકબીજા વગર રહી પણ ના શકીએ.
મોટાં થયાં પછી અમે બન્ને એક કોલેજમાં અભ્યાસ નથી કરી શક્યા . નેહા અને મારી કોલેજ અલગ થઇ ગઇ કેમ કે મેરિટમાં બંનેનું નામ સાથે ના આવ્યું. એ ભણવામાં બહુ જ હોશિયાર એટલે એ જ મને બધું જ શીખવાડે. હું તો નાનપણથી થોડી ભુલક્કડ છું તમને તો ખબર જ છે એ વાત હમણાં જ મેં તમને થોડી વખત પહેલા કરી હતી.
નેહાનું ઘર બસ ૧૫ મિનિટ દૂર હતું મારા ઘરથી. તેના ઘર પાસે પહોંચી ને મે એક્ટિવા પાર્ક કર્યું ને એના ઘરમ" પણ મમ્મી આજે તો મારે નેહા ને ત્યાં જવાનું છે. કેમ કે એની કૉલેજ ફ્રેન્ડની બર્થડે છે તો ગિફ્ટ માટે અમે માર્કેટ જવાનું વિચાર્યું છે. "હું ગરમ ચા નો સ્વાદ લેતાં બીજાં હાથે પ્લેટમાં પડેલ ભાખરીનો કટકો કરતા બોલી.
આમ તો ક્યારેક મારી મમ્મી મને કોઇ વાત ઊપર જબરદસ્તી નથી કરતી, પણ આજે એમને ના છૂટકે મારી જરૂર હતી.
"તો જીનલ બેટા એક કામ કર સાથે સાથે મને ઘરમાં જોઇતી સામગ્રી પણ લેતી આવ માર્કેટમાંથી."હું માર્કેટ જવાની છું સંભાળી ખુશ થતાં મારી મમ્મીએ બીજુ ફરમાન જાહેર કર્યુ.
"ના મમ્મી આપણે સાંજે જઈશું અત્યારે મારે નેહા જોડે જવું જ પડશે અને અમે ગિફ્ટ લેવા ખબર નહિ ક્યાં ક્યાં ભટકશું. જૉ સાથે થેલા હશે હાથમાં તો અમને ગિફ્ટ શોધવામાં તકલીફ થશે." હું તરત જ બ્રેકફાસ્ટ પતાવી ખુરશી ઉપરથી ઉઠતાં બોલી.એના ઘરમાં બેલ હોવા છતાં દરવાજે ટકોરા માર્યાં જેમ હું નાનપણથી કરતી આવી હતી એમ. દરવાજો ખુલતા જ સામે નેહાના મમ્મી રાગિણી બહેન હસતાં હસતાં મને આવકારતા બોલ્યાં ,"આવી ગઇ બેટા જીનલ. નેહા ક્યારની તારી જ રાહ જોઈ રહી હતી અને જો ગુસ્સામાં તેની રુમનો દરવાજો બંધ કરીને બેસી ગઇ છે."
હું નેહાના મમ્મી સામે જૉઇ હસી અને બોલી ,"હા આંટી મને મોડું થઇ ગયુ . સાચી વાત તો એ છે કે હું આજે રજાના મૂડમાં હતી કરી ગિફ્ટ લેવા જવાની છે એ વાત ભૂલી ગઇ હતી અને જ્યારે મારા મમ્મીએ મને પરાણે ઉઠાડી માર્કેટ જવા માટે કહ્યું ત્યારે મને યાદ આવ્યું કે મારે નેહા સાથે જવાનું છે. હવે હું આવી ગઇ છું તો ચિંતા ન કરો એ દરવાજો જરૂર ખોલશે." આમ કહી હું નેહાના ઘરમાં પ્રવેશી.
બરાબર દસ મિનિટ પછી હું અને નેહા હસતાં હસતાં માર્કેટ ઉપડી ગયા તેની ફ્રેન્ડ માટે ગિફ્ટ લેવાં!
* * * * * * *
વધુ આવતા અંકે