My Loveable Partner - 9 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 9 - ઓન્લી વન ઓપ્શન

Featured Books
Categories
Share

મને ગમતો સાથી - 9 - ઓન્લી વન ઓપ્શન

ધારા : છોકરો ગમે તેટલો સારો હોય.
હું હમણાં લગ્ન નથી કરવાની.
પરંપરા : મને ખબર છે ધરું.
ધારા : તો તે સમજાવ્યા કેમ નહી??
પરંપરા : મે મમ્મી સાથે ચોખ્ખી વાત કરી ધરું.
પપ્પા ઈચ્છે છે કે તું એક વાર છોકરાને મળી લે.
ધારા : પછી તમે બધા મને સગાઈ કરવા માટે મનાવી લેશો.
તે ખુરશી પર બેસતા કહે છે.
પરંપરા : નહી મનાવીએ.
મે મમ્મી ને કીધું જો છોકરો જોઈ ને ધરું ના પાડે તો હું તેનો સાથ આપીશ.
અને મમ્મી એ પણ હા કહી છે.
તે પણ તારી સાઈડ લેશે.
ધારા : છોકરો જોયા પછી ને.
મારે છોકરો જોવો જ નથી.
મે હજી એક વર્ષ તો માગ્યું છે ખાલી.
જે છોકરો બતાવવો હોય તે આવતા વર્ષે બતાવજો.
તે ખુરશી પરથી ઉભી થઈ જવા લાગે છે.
પરંપરા : ધારા બેસ.
ધારા : પણ પરંપરા....
પરંપરા : પપ્પા માટે મળી લે.
ધારા : પાસ કરી દીધો ને ઈમોશનલ બ્લેકમેલ.
પરંપરા : પાસ કરી દીધો??
ધારા : મમ્મી એ તને કર્યો અને તે મને પાસ ઓન કરી દીધો.
પરંપરા : શું??
ધારા : ઈમોશનલ બ્લેકમેલ.
પરંપરા : ધારા તું એક વખત....
ધારા : ક્યારે મળવાનું છે??
પરંપરા : આજે 7 વાગ્યે તેઓ ઘરે આવવાના છે.
ધારા : આજે??
કાલ નું તો કરાવી શકી હોત તું.
પરંપરા : મળીને ના કહી દેજે.
ધારા : સારા ઘર નો છોકરો છે.
પપ્પા ને ના પાડવાનું શું લગ્ન નથી કરવા હમણાં એ કારણ આપીશ??
અને જો એવું કહીશ તો ઘરેથી....
પરંપરા : ધારા, બસ કર આ બધુ બોલવાનું.
તારે મળવું જ પડશે.
ધારા : હું ભાગી જાઉં તો??
પરંપરા : કઈ પણ નહી વિચાર.
અને છોકરો તને ગમી પણ તો શકે છે.
ધારા : ના જી.
પરંપરા : પછી કહેતી નહી કે ગમી ગયો અને કેટલો સારો દેખાય છે.
કારણ કે મળવાનું તો તારે છે જ.
ધારા : થઈ જા....થઈ જા....
મમ્મી પપ્પા જેવી તું પણ.
પરંપરા : શું લુટાય જવાનું છે તારું??
ધારા : આઝાદી.
પરંપરા : કોઈ તને આવતા અઠવાડિયે મંડપ માં નથી બેસાડી રહ્યુ.
ધારા : પછી હું કામ કઈ રીતે કરીશ??
પરંપરા : અત્યાર થી પછી નું વિચારવા માંડી??
ધારા : મારે વાળ પણ ધોવાના છે.
પરંપરા : જલ્દી ઘરે જતી રહેજે.
ધારા : એકલી નહી જાવ હા.
પરંપરા : પાયલ હશે ને તારી સાથે.
ધારા : તું મારી સાથે ઘરે આવશે.
પરંપરા : મારે અહીંયાથી સાસરે જઈ પછી ઘરે આવવાનું છે.
ધારા : કહી દેજે, મે બોલાવી લીધી છે તને.
પરંપરા : ધારા, તું જતી રહેજે ને.
હું આવી જઈશ.
ધારા : તારા વગર નહી જાઉં.
વિચારી લેજે.
પરંપરા : તારે જે જીદ કરવી હોય આવતીકાલે કરજે.
આજે કઈ નહી.
ધારા : તમે લોકો જીદ કરો તો ચાલે??
પરંપરા : તારી કેટલીક જીદ પણ ચલાવવામાં આવે છે ને.
ધારા : પાછું??
પરંપરા : તને આ ઈમોશનલ બ્લેકમેલ લાગે કે જે લાગે તે.
ધારા : પ્લીઝ??
પરંપરા : પ્લીઝ....
ધારા મોઢું બગાડે છે.

* * * *

સ્મિત : મૂડ સારો નથી??
ધારા : તારી વાઈફ ને પૂછ.
સ્મિત : એણે શું કર્યું??
ધારા : મને જોવા ઘરે છોકરો આવી રહ્યો છે.
સ્મિત : વોટ??
ધારા : હસ નહી.
સ્મિત : સોરી.
ધારા : કેટલા દિવસોથી બસ લગ્ન લગ્ન લગ્ન લગ્ન એટલુ જ સાંભળી રહી છું.
સ્મિત : આપણે તો આખી જીંદગી સાંભળવાનું.
આપણું પ્રોફેશન જ એવું છે.
ધારા : એમ વાત નથી કરી રહી હવે.
મને તો એજ સમજ નથી પડી મારી લાઈફ કઈ દિશામાં જઈ રહી છે.
બસ, ખાલી જઈ રહી છે આગળ.
કોઈ ઠેકાણા જ નથી હમણાં, કોઈ જાતનું રૂટીન નથી એવું કહે તો ચાલે.
બ્રેક લેવો પણ છે અને નથી પણ લેવો.
સ્મિત : તો લઈ લે.
ધારા : હવે આ નવો કોન્ટ્રાક્ટ આવીને ઉભો છે.
એટલે ઘરેથી પણ કહે છે કે જલ્દી ઓફિસ જાઓ.
એવું લાગે છે જાણે મારી આઝાદી મારાથી ઘણી દૂર જઈ રહી છે ઉંમર ની સાથે સાથે.
એવું ક્યાંક ફિક્સ છે કે તમારી આટલી ઉંમર થઈ જાય પછી પોતાના કરતા બીજા માટે વધારે જીવવાનું.
ત્યાગ વધારે કરવાના.
સ્મિત : આને છે ને લગ્ન ની ઉંમર સાથે જોડી દેવામાં આવ્યું છે.
ધારા : કેમ??
સ્મિત : દરેક " કેમ?? " ના જવાબ હતે તો તો....
ધારા : તારે સાંજે આવવાનું છે હા.
સ્મિત : અફકોર્સ.
ધારા : મને કંપની આપવા.
તે હસે છે.
સ્મિત : જો છોકરો ગમી ગયો તો??
ધારા : ખબર નહી.
સ્મિત : પછી કહેતી નહી કે....
ધારા : પરંપરા એ પણ આ જ કીધું.
તેનું નામ બોલતા જ પરંપરા ત્યાં આવે છે.
પરંપરા : થઈ ગઈ તમારી વાતો??
સ્મિત : તને શું લાગે છે??
પરંપરા : મને લાગે છે આજે કરવાના બહુ બધા કામ બાકી છે.
સો....
ધારા : સ્મિત મને ચયર અપ કરી રહ્યો હતો.
પરંપરા : સ્મિત, તારે હોટલ પર પણ જવાનું છે.
સ્મિત : હા.
હું પહેલા ત્યાં જઈ આવું.
પરંપરા : હા જા.
અહીંયા કામમાં મદદ કરવા પાયલ પણ છે.
સ્મિત : ઓકે.
બાય ગર્લ્સ.
ધારા : બાય.
પરંપરા : ત્યાંથી નીકળતા પહેલા કોલ કરજે.
સ્મિત : સારું.

* * * *

પાયલ : એન્ડ યુ આર રેડી.
તે ધારા ના કપાળ પર નાનો સિલ્વર ચાંદલો લગાવતા કહે છે.
ધારા : સારી લાગું છું??
પાયલ : સુંદર લાગે છે.
ધારા : મને મરુંન કલર બહુ નથી ગમતો અને મમ્મી એ....
પાયલ : એક દિવસ તો પહેરી લેવાનું હવે.
ધારા : બહુ નર્વસ થઈ રહી છું યાર.
પાયલ : ચા જીજુ ના કપડા પર નહી ઢોળી દેતી બસ.
તે હસે છે.
ધારા : બહુ ઉતાવળી નહી થા.
પાયલ : મને તો એવું લાગે છે તને છોકરો પસંદ પડી જશે.
ધારા : તે ફોટો જોયો??
પાયલ : હા.
ધારા : બતાવ મને.
પાયલ : તારે જોવો છે??
ધારા : પાયલ....!!
મમ્મી રૂમમાં આવે છે.
મમ્મી : કેટલી સુંદર લાગી રહી છે મારી દીકરી.
તે આખી તૈયાર થયેલી ધારા ને જોતા કહે છે.
ધારા ઉભી થાય છે.
ધારા : પપ્પા નીચે હોલ માં છે??
મમ્મી : જા....મળી આવ.
ધારા નીચે જાય છે.

* * * *


~ By Writer Shuchi



.