Midnight Coffee - 12 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મિડનાઈટ કોફી - 12 - પ્રેમ છે કે નહી??

Featured Books
Categories
Share

મિડનાઈટ કોફી - 12 - પ્રેમ છે કે નહી??

નિશાંત : તમારી આ ખીલતી મુસ્કાન નું કારણ જાણી શકું....
તે દાદા દાદી ને મળી ને ફરી ઉપર તેમના રૂમમાં આવતા પૂછે છે.
રાધિકા : તમે છો એ કારણ.
નિશાંત : હું??
તેને નવાઈ લાગે છે.
રાધિકા : નીચે દાદા દાદી કેટલા ખુશ થઈ ગયા.
તમને બધા માટે ખાવાનું બનાવતા જોઈ.
નિશાંત : તને ભાવ્યું સેવ ટામેટા નું શાક??
રાધિકા : હા.
અને તમને રોટલા કેવા લાગ્યા??
નિશાંત : સાચું કહું....
તે મને મારા દાદી ની યાદ અપાવી દીધી.
તે પણ મારા માટે ખાસ પોચા રોટલા બનાવતા.
એમના ગયા પછી મમ્મી મારા માટે રોટલા બનાવતી પણ એ એટલા પોચા ક્યારેય નહી બન્યા જેટલા પોચા દાદી બનાવતા હતા.
અને આજે તે થોડી જ વાર માં નીચે દાદી પાસેથી રોટલા શીખી ને આટલા પોચા અને સરસ રોટલા બનાવી દીધા.
રાધિકા હલકું મુસ્કાય છે.
નિશાંત : મને બહુ ગમ્યું.
તે પલંગ પર બેસતા કહે છે.
નિશાંત : સાંભળ....
રાધિકા : હા....
નિશાંત : હવે આ મંગળ સુત્ર ને કાઢી નાંખ.
રાધિકા ની નજર ગાળામાં પહેરેલા મંગળ સુત્ર પર જાય છે.
રાધિકા : હમણાં....
નિશાંત : હજી એક મહિના પછી કાઢવું એના કરતા હમણાં કાઢી લે.
રાધિકા : ચાલશે.
નિશાંત : પણ....
રાધિકા : મારી પાસે ખાસ કોઈ કારણ નથી.
બસ, હમણાં નથી કાઢવું.
નિશાંત : સારું.
તારી મરજી.
સામાન પેક કરવા માંડજે તારો.
આપણે કાલે અહીં થી બીજા ગામ જવાનું છે.
રાધિકા : આપણે હજી ૨ દિવસ અહીં જ રોકાઈએ તો??
નિશાંત : તને રોકાવવું હોય તો આપણે રોકાઈએ દાદા - દાદી સાથે.
રાધિકા : આપણે રોકાઈશું.
નિશાંત મુસ્કાય છે.

* * * *

પૂર્વી : ક્યા બાત હૈ!!
અબ તો બાત બન જાયેગી.
પૂર્વી ખુશ થાય છે.
પૂર્વી : અત્યારે ઈન્ડિયામાં રાત ના ૩ વાગ્યા હશે.
નિશાંત ને મેસેજ કરી દઉં.

* * * *

નિશાંત : તને કઈ રીતે ખબર પડી??
પૂર્વી : ગૂગલ બાબા કી જય.
નિશાંત : તું વહેલી ઉઠી છે કે સૂતી જ નથી??
પૂર્વી : તને શું લાગે છે??
નિશાંત : ત્યા અત્યારે સવાર ના ૪ વાગવા આવ્યા છે અને તું....
પૂર્વી : કોફી પી રહી છું.
નિશાંત : ઊંઘયા વિના તું રહી લેશે પણ કોફી વિના તું....
પૂર્વી : સાચી વાત છે,
નહી રહી શકું.
નિશાંત : આને વ્યસન કહેવાય.
પૂર્વી : તો??
નિશાંત : તો??
પૂર્વી : બહુ બધા ને હોય.
નિશાંત : એટલે કઈ આપણને હોવું જરૂરી નથી.
પૂર્વી : ચીલ યાર.
કોફી જ તો છે.
નિશાંત : કોફી પણ વધારે....
પૂર્વી : નિશાંત, આપણે જેની વિશે વાત કરવાના હતા.
મે તને મેસેજ કર્યો હતો.
નિશાંત : જેની ન્યુ યોર્ક માં છે એ એક્દમ પાક્કી ખબર છે??
પૂર્વી : એક્દમ.
નિશાંત કાંઈક વિચારવા લાગે છે.
પૂર્વી : શું વિચારવા લાગ્યો??
નિશાંત : હું રાધિકા ને કેવી રીતે સંભાળુ??
મારાથી તેની ખામોશ ઉદાસી નથી જોવાતી.
આટલી યુવાની માં તેનો ઉત્સાહ ખોવાતો જાય છે.
પૂર્વી : તને પાક્કું પ્રેમ થઈ ગયો છે.
નિશાંત : ના યાર.
પૂર્વી : હા યાર.
નિશાંત : અમે બંને....
પૂર્વી : આ ઘસાય ગયેલી લાઇન રહેવા દે.
નિશાંત : સાંભળ....
પ્રેમ અને દોસ્તી ની વચ્ચે નું પણ કઈ હોય.
પૂર્વી : અને એ કઈ એટલે શું??
નિશાંત : જે આપણા બંને વચ્ચે છે.
પૂર્વી : મને તમારા બંને વચ્ચે કાંઈક હજી વધારે લાગે છે.
નિશાંત : જે છે જ નહી એ બધુ તને કઈ રીતે લાગી જાય છે??
તું હજી મળી પણ....
પૂર્વી : દર વખતે રૂબરૂ મળવું જરૂરી નથી.
નિશાંત : શરૂ થઈ ગઈ મોટી મોટી વાતો.
તે હલકું હસીને કહે છે.
જવાબ માં પૂર્વી લાંબુ બગાસું ખાઈ છે.
નિશાંત : લાગે છે કોફી પતી ગઈ.
પૂર્વી : ક્યારની.
નિશાંત : સારું.
સૂઈ જા હવે.
પૂર્વી : હા.
નિશાંત : પણ તું જાગતી કેમ હતી??
પૂર્વી : હું કહેતા ભૂલી ગઈ,
આજે અમારી વર્ચુઅલ ડેટ હતી.
અમે બંને એ ઝૂમ પર સાથે મૂવી જોયુ.
નિશાંત : વાહ.
પૂર્વી : એટલે જાગતી હતી.
અને આમ પણ કાલે રવિવાર છે એટલે પાર્લર પણ નથી જવાનુ.
એક વાત પૂછું તને??
નિશાંત : હા....
પૂર્વી : તને કિરણ વિશે જાણવાનું કે તેને મળવાનું મન નથી થતું??
નિશાંત : નહી.
પૂર્વી : ખરેખર??
નિશાંત : હા.
પૂર્વી : મને નવાઈ લાગે છે.
નિશાંત : આમાં નવાઈ??
પૂર્વી : તને જાણાવું....
નિશાંત : આપણે કિરણ વિશે કાલે વાત કરીશું.
અત્યારે તું સૂઈ જા હવે.
ગુડ નાઇટ.
પૂર્વી : ગુડ નાઇટ.
તેને બીજું બગાસું આવે છે.
તે લેપટોપ શર્ટડાઉન કરી બેડ પર આમ જ લાંબી થઈ ઘોર ઊંઘ માં સરી જાય છે.

* * * *

~ By Writer Shuchi




.