Pratishodh ek aatma no - 22 in Gujarati Horror Stories by PANKAJ BHATT books and stories PDF | પ્રતિશોધ એક આત્મા નો - 22

Featured Books
Categories
Share

પ્રતિશોધ એક આત્મા નો - 22

પ્રતિશોધ ભાગ ૨૨

૧૫ મીનીટ સુધી ચઢાણ પર દોડી મંગળ થાક્યો ને પેટ પકડી ઊભો રહી ગયો વિકાસ એની સામે હાંફતો પોંહચી ગયો . રોમીલ થોડોક જ દુર હતો મંગળ અને વિકાસ એની ટોર્ચની લાઇટ જોઈ શકતા હતા . વિકાસ મંગળને પકડવા આગળ વધ્યો ને મંગળે ખીચામાંથી મોટું ચાકુ કાઢ્યું .

ચાકુ જોતા વિકાસ અટક્યો બન્ને એકબીજા સામે વાર કરવાની તૈયારી કરી રહ્યા હતા " મંગળ ખુદને પોલીસને હવાલે કરી દે તુ હવે બચી નહીં શકે " વિકાસે એને સમજાવાનો પ્રયત્ન કર્યો .

" પોતાની ચીંતા કર છોરા મંગળને પકડવા વાળો પેદા નથી થયો તુ તો બચ્ચા જેવો છે એક જ વારમાં પુરો કરી નાખીશ" એટલું બોલી મંગળે વિકાસ પર ઉતાવડે હુમલો કર્યો કેમકે રોમીલ અને સિપાહીઓ ઉપર આવી રહ્યા હતા .

મંગળનો વાર થતા વિકાસ ખસી ગયો પણ ચાકુ જમણા હાથે વાગ્યું અને ચીરો પડી ગયો લોહી વેહવા લાગ્યું. વિકાસને ગુસ્સો આવ્યો ને એણે ગોળ ફરી ફલાઇંગ કીક મંગળના મોઢે મારી એ કીક એટલી જોરની હતી કે મંગળ ને તંમર આવી ગયા અને એની પાગળી ઉડીને દુર પડી ગઈ . પાગળી ઉછળતા મંગળ ને પણ ખુબ ગુસ્સો આવ્યો એણે પુરી તાકાતથી હુમલો કર્યો પણ વિકાસ બચી ગયો . વિકાસે લીધેલી કરાટેની ટ્રેનીંગ આજે કામ આવી રહી હતી . મંગળ પાસે તાકાત વધારે હતી પણ વિકાસ પાસે ટેકનીક્સ વધારે હતી જે મંગળ પર ભારે પડી રહી હતી . વિકાસે બીજી કીક હાથ પર મારી જેથી મંગળના હાથમાંથી ચાકુ છુટી ગયું ને દુર રોમીલ તરફ પડ્યું જે રોમીલે ઉપાડી લીધું હવે વિકાસ પુરી તાકાત સાથે મંગળ સાથે લડવા લાગ્યો બન્ને વચ્ચે ખુબ મારામારી થઈ પણ છેવટે જીત વિકાસની થઈ એણે મંગળને ઉંધો સુવાડી દીધો ને પગ નીચે દબાવી દીધો ત્યાં સુધી સિપહીઓ આવી પોહચ્યાં અને એમણે મંગળના હાથ પાછળ બાંધી દીધા ને નીચે તરફ ઉત્તરવાનું સરુ કર્યુ . મંગળ લંગડાઇ ને ચાલી રહ્યો હતો મારામારીમાં એનો એક પગ મચકોળાઈ ગયો હતો. જેથી ઉત્તરવામાં વાર લાગી રહી હતી .વિકાસને પણ ગણો માર વાગ્યો હતો રોમીલે એનો હાથ રુમાલ કાઢી વિકાસના હાથે બાંધી દીધો . બધા નીચે જાડેજા પાસે પોહચ્યાં જાડેજાએ આઠ દસ ઉલટા સીધા લાફા મંગળને ચોપડાવી દીધા ." જીપમાં નાખો હરામખોર ને ચાલો છોકરાઓ ત્રણ વાગી ગયા છે આપણી પાસે સમય ઓછો છે " જાડેજાની વાત પુરી થતા બધા ગાડીમાં બેઠા વિકાસને વાગ્યું હતું એટલે રોમીલ ડ્રાઇવિંગ સીટ પર બેઠો વિકાસ આગળ બેઠો ને અનીલ પાછળ . મંગળને જીપમાં પાછળ નાખી બે સિપાઈઓ એને ધેરીને બેઠા જાડેજા ના બેસ્વાની સાથે બન્ને ગાડીઓ પુરી ઝડપે ગામમાંથી નીકળી. મંગળ ની આવી હાલત જોઈ કમળીના ચેહરા પર અલગ ખુશી હતી ને ગામવાળા ગાડીઓને જતી જોઈ રહ્યા .

બીજી તરફ ધીરે ધીરે ચાર્મી ભાનમાં આવી અને એ બેઠી થઈ નિષ્કા એને પાણી આપવા ગઈ અને એણે ગ્લાસ ફગાવી દીધો હાથમા લાગાવેલી બોટલની સોઈ કાઠી ને ફેકી દીધી અને ગુરાતા અવાજે બોલી " ક્યાં સે મંગળ ?"

નિષ્કા કાંઈ બોલી શકી નહી . નિષ્કાને ગભરાયેલી જોઈ પંડિતજી આગળ આવ્યાં " આવી રહ્યો છે મંગળ તુ શાંત થા છોકરીને નુકશાન પોહચાડીશ તો મંગળ તને નહીં મળે "

" એ બાવા તુ મને ધમકાવાની કોશીશ ના કરતો નહીં તો તમને બધા ને મારી નાખીશ "

" ધમકાવતો નથી સાચી વાત કરું છું તારી બધી જીદ આ છોકરી માટે પુરી કરી રહ્યા છીએ જો એને કાંઈ થયું તો મંગળ તારા હાથમાં ક્યારેય નહીં આવે ને તુ હેમેશા માટે ભટક્યા કરીશ "

" તો ક્યાં સે મંગળ ? હજી સુધી એને લાવ્યા કેમ નથી ?"

" હજી સવાર થઈ નથી સુરજ નીકળતા પેહલા એ આવી જશે "

" સવાર પેહલા નહીં આવે તો આ છોરી કાલની સવાર નહીં જોશે "

પંડિતજી આત્માને વાતોમાં ઉલજાવી રાખી રહ્યા હતા ને ત્યાં નિષ્કા નો ફોન વાગ્યો .

" નિષ્કા કામ થઈ ગયું મંગળ અમારા કબજામાં છે અમે લોકો અહીંથી નીકળી ગયા છીએ પણ ૩ વાગી ગયા છે રસ્તો ખરાબ છે પુરી કોશીશ કરી એ તોએ પiચ સુધી પહોંચવું મુશ્કેલ લાગે છે " અનીલ ઉતાવળે બોલી રહ્યો હતો .

" અનીલ અહીં ચાર્મી ભાનમાં આવી ગઈ છે અને આત્મા ને કાબૂમા રાખવી ભારી પડી રહી છે તમે જલ્દી પોહચો " નિષ્કા એટલું બોલી ફોન ક્ટ કર્યો.

" પંડિતજી અત્યારે એ લોકો મંગળને લઈને નીક્ળ્યા છે " નિષ્કાની વાત સાંભળી આત્મા શાંત થઈ અને મલકાવા લાગી .

" મંગળ આવી રહ્યો છે એ બાવા તે સાંભળ્યું મંગળ આવી રહ્યો છે ચલ હવે ટાઇમ થાઇ ગયો સે આપણે ડુંગરા પર જાવુ પડશે મારે એને એ જ જગાએ મળવું સે જ્યાં એણે મારો ને મારા દીકરાનો જીવ લીધો તો .મંગળ એ મંગળ હું આવી રહી સું આ જે આપણે એક થઈ જવાના " આત્મા જોરથી જોરથી હસ્તા હસ્તા આ બધુ બોલી રહી હતી.

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .