Krupa - 23 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 23

Featured Books
Categories
Share

કૃપા - 23

(અત્યાર સુધી આપડે જોયું કે કેવી રીતે કૃપા અને કાના એ ગનીભાઈ ને ત્યાં શરણ લઈ અને રામુ ને માત કર્યો.અને ત્યાંથી ઉમિ નામ ની એક છોકરી ને ગનીભાઈ ના ચૂંગલ માંથી ભગાવી દીધી.રામુ અને પેલા માણસ ને તેની જગ્યા એ ગોઠવી ને હવે કાલ ના પ્લાન ની બંને રાહ જોઈ રહ્યા છે....)

ગનીભાઈ ના બધા માણસો જાગ્યા બાદ બધું બરાબર છે એ ચેક કરી ને પોટ પોતાની ડ્યૂટી પર લાગી ગયા.આ તરફ થોડીવાર બાદ કૃપા જાગી,અને તે તરત કાના ના રૂમ તરફ ભાગી અને કહ્યું"એ કાના આ જો સાંજ પડી ગઈ, હવે જાગ આપડે મોડે સુધી સુઈ રહ્યા."

ત્યાં જ કાના એ કહ્યું "કૃપા મને લાગે છે,આપડને કોઈ એ બેભાન કરી નાખ્યા હતા.પણ કોને?"

બંને વિચાર કરતા આસપાસ જોવા લાગ્યા.એક માણસ જે કાના ના રૂમ પાસે જ ઉભો હતો તે આ બધું સાંભળી રહ્યો હતો.

"કૃપા તને ગનીભાઈ એ આપેલી ભેટો તે ચેક કરી?મને તો લાગે છે,આ એમના માણસો એ જ આપડને બેભાન કાર્ય હશે?"કાના એ ધીમેથી મમરો મુક્યો.

" ના ના વાત તો તારી સાચી એમના સિવાય અહીં કોની તાકાત કે આવી શકે.લાગે છે મારે ગનીભાઈ ને જ વાત કરવી પડશે"કૃપા એ પણ બહાર ઉભેલો માણસ સાંભળે એમ કીધું.

પેલો આમની વાત સાંભળી ડરી ગયો.તેને તરત બધા માણસો ને ભેગા કર્યા.કૃપા અને કાનો અંદર બેઠા બેઠા આ બધું જોતા હતા.ત્યાં જ પેલા માણસો અંદર આવ્યા ને સીધા તે બંને ના પગ માં પડી ગયા.

"ભાભી માફ કરો.ગનીભાઈ ને કઈ કહેશો નહિ.અમે તો પોતે બેહોશ હતા."

"શુ..તમે પણ તો કોણ કોણ હશે એ જેને આપડી આવી દશા કરી?"કાના એ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું.

"રામુ નક્કી આ કામ રામુ નું જ હશે.તેને મને કીધું તું એ મને નહિ મૂકે"કૃપા એ મુંઝાતા મૂંઝાતા કહ્યું.

"અરે ભાભી તમે ચિંતા ના કરો.અમે છીએ ને જોઈએ છીએ એ રામુ કેમ અહીં પહોંચે છે.પણ પ્લીઝ તમે ગનીભાઈ ને કોઈ વાત ના કહેતા"બધા એ તેની વાત મા હાથ જોડી ને સુર પુરાવ્યો.

કૃપા અને કાનો એકબીજા સામે લુચ્ચું સ્મિત વેરતા,આ બધા સામે જોતા હતા.ત્યારબાદ બધા રાત નું ભોજન લઈ ને સુઈ ગયા.કૃપા આજ ના દિવસ ની બનેલી ઘટના યાદ કરતી ,કાલ ના દિવસ નો પ્લાન કરતી હતી.આ તરફ કાનો પણ કાલ ના દિવસ ને લઈ ને મૂંઝવણ માં હતો,કે કાલે શુ થશે.

આ તરફ ગનીભાઈ કૃપા ને મળવા હવે ઉતાવળો થયો હતો.તેને કૃપા માટે એક હીરાની વીંટી લીધી હતી.કાલે તો કૃપા ને પોતાના મન ની વાત કહી જ દેવી એ વાત ને લઈ ને તે ખૂબ જ ઉત્સુકતા થી વીંટી ને જોઈ રહ્યો હતો.તેનો વિશ્વાસુ માણસ તેની સાથે હતો,જે આ બધું જોઈ રહ્યો હતો,તે બોલ્યો"ભાઈ ભાભી પાસે જઈશું તો આ દેવાશે ને હાલો હવે!આમ કહી તે હસ્યો.તેની વાત સાંભળી અને ગનીભાઈ એ તેને હસતા હસતા એક ધબ્બો માર્યો.અને બંને ત્યાંથી નીકળ્યા.

ગનીભાઈ ને ઘરે પહોંચતા ઘણું મોડું થઈ ગયું હતું.અને આમપણ તેને ઊંઘ નહતી આવતી,એટલે તે કૃપા ના વિચાર કરતો આડો પડ્યો.અને સવાર ની રાહ જોવા લાગ્યો.

ગનીભાઈ વહેલી સવારે જાગી ગયો.આજે તો જાણે સમય ધીમી ગતિ એ ચાલતો હતો.તે ફટાફટ તૈયાર થવા લાગ્યો.કૃપા ને કેવા કપડાં ગમશે એ વિચારી ને એ વધુ મૂંઝાય ગયો.અને પછી કાંઈક વિચારી ને એક લાલ કલર નો સિલ્ક નો કુરતો અને સલવાર પહેર્યુ.સાથે ભૂલ્યા વગર કાલે લીધેલી વીંટી પણ લીધી.આજે તેની સાથે ફક્ત તેનો વિશ્વાસુ શંભુ જવાનો હતો.શંભુ ગનીભાઈ ને તૈયાર થયેલા જોઈ મન માં હસતો હતો.બંને ત્યાંથી નીકળ્યા ફાર્મહાઉસ જાવા માટે.રસ્તા માં ગનીભાઈ એ કૃપા માટે મોગરા નો ગજરો પણ લીધો.

બંને જ્યારે ફાર્મહાઉસ પહોંચ્યા ત્યારે તેના માણસો તેમને ઘેરી વળ્યાં.અને ગનીભાઈ ને જોઈ ને એમની સાથે મજાક મસ્તી કરવા લાગ્યા.કોઈ ગનીભાઈ ના કપડાં ના વખાણ કરતું,તો કોઈ એમની સ્ટાઇલ ના.એ બધા ને મળી ને ગનીભાઈ ઘર તરફ આગળ વધ્યા.ત્યાં જ કૃપા તેમને દેખાઈ,અને ગનીભાઈ તેને જોતા જ રહી ગયા...

(શુ છે આગળ નો પ્લાન?જો ગનીભાઈ ને ઉમિ વિશે ખબર પડશે તો કૃપા અને કાના ની સજા શુ હશે?શુ એ બંને ત્યાંથી ભાગી શકશે!જોઈશું આવતા અંક માં...)

વાચકમિત્રો આપ સહુ નો ખુબ ખુબ આભાર.કૃપા ને બધા એ ખૂબ જ પ્રેમ આપ્યો.અને મને ઘણો સહકાર.આશા છે આગળ પણ આમ જ તમારો સાથ સહકાર રહેશે.કૃપા હવે તેના અંત નજીક છે.તો આપનો પ્રતિભાવ જણાવશો.કે કૃપા એ ગનીભાઈ સાથે લગ્ન કરવા જોઈએ કે નહીં.

આરતી ગેરીયા