Prem ke pachhi judai - 6 in Gujarati Love Stories by Neel Bhatt books and stories PDF | પ્રેમ કે પછી જુદાઈ - 6

Featured Books
Categories
Share

પ્રેમ કે પછી જુદાઈ - 6




પ્રેમ કે પછી જુદાઈના પાંચમાં ભાગમાં આપણે જોયું કે અનુજાની બર્થ-ડે પાર્ટીમાં જમતાં જમતાં આર્યનને ખબર પડે છે કે એ છોકરીનું નામ અન્વી હતું. જે અનુજાની સ્કૂલ ફ્રેન્ડ હતી. હવે પાર્ટી બહુ મોડી પૂરી થાય છે અને રાતનાં સાડા દસ વાગી જાય છે. તેથી આર્યન વિચારે છે કે એ અનુજા અને એનાં પરિવારને ડ્રોપ કરશે. આ વાત એ અનુજા સામે કહે છે. અનુજા પણ આ વાતમાં હામી ભરે છે. પછી અનુજા અને એનો પરિવાર આર્યનની ગાડીમાં ઘરે જવા માટે નીકળી જાય છે. જ્યાં અનુજાના પપ્પા આર્યનને કહે છે કે લેટ થઈ ગયું છે, તો તું સવારે જજે. પછી બીજા દિવસે સવારે આર્યન એનાં ઘરે જવા નીકળે છે. પરંતુ એ સવારે રિવરફ્રન્ટ બાજુથી જાય છે, એટલે આર્યન એની ગાડી પાર્ક કરીને વોક કરે છે. ત્યાં જ એક છોકરી સાથે ભટકાઈ જાય છે. જેથી એ છોકરી નીચે પડી જાય છે. આર્યન એને ઉભી કરીને સોરી કહે છે અને બંને એકબીજાને પોતાનું નામ કહે છે. આર્યન એનો ચહેરો જોઈને એકદમ ચોંકી જાય છે.

હવે વાર્તામાં આગળ જોઈએ...

આર્યન અને એ છોકરી હજી પણ ત્યાં જ ઉભા હતાં. આર્યનના મનમાં એ છોકરીને જોઈને ઘણાં બધાં સવાલો આવી રહ્યાં હતાં. પણ એ છોકરીને આર્યને કંઈ પણ પૂછ્યું નહીં. કેમકે બની શકે કે એ છોકરીને આ વાતની ખબર ના પણ હોય.

આર્યન કહે છે કે "હું ખૂબ જ દિલગીર છું."

એન્જલ‌ કહે છે કે "કેમ દિલગીર છો તમે?"

આર્યન કહે છે કે "જલદી જલદીમાં હું તમારાં જોડે ભટકાઈ ગયો અને તમે નીચે પડી ગયાં."

એન્જલ કહે છે કે "કંઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે."

આમ કહીને બંને છુટા પડે છે, પણ આર્યનના મનમાં હજી પણ સવાલોનાં વાદળો ઘેરાયેલાં હતાં. આમને આમ વિચારમાં આર્યન એનાં ઘરે પહોંચી જાય છે. ત્યાં પણ આર્યન આ બાબતે જ વિચારતો હોય છે. આર્યન વિચારે છે કે રિવરફ્રન્ટમાં જે છોકરી સાથે હું ભટકાયો હતો. એ છોકરી તો બિલકુલ અન્વી જેવી જ લાગતી હતી, તો પછી અન્વીએ એવું કેમ કીધું કે એનું નામ એન્જલ છે. મને પાર્ટીમાં જોયો હતો, તો પણ એને મને ના ઓળખ્યો. આ વાત તો અનુજાને કહેવી જ પડશે.

પછી આર્યન એવું વિચારે છે કે બની શકે કે આ વાત કદાચ અનુજાને ખબર ના પણ હોય. તે છતાં પણ અનુજાને કોલ કરે છે, પણ અનુજા ફોન ઉપાડતી નથી. આર્યન ફરીવાર કોલ કરે છે, તો પણ અનુજા ફોન ઉપાડતી નથી. પછી આર્યન અંશિકાને ફોન કરે છે.

આર્યન : "હેલો અંશિકા ગુડ મોર્નિંગ."

અંશિકા : "હેલો આર્યનભાઈ ગુડ મોર્નિંગ."

આર્યન : "અંશિકા તારી બેન ક્યાં છે?"

અંશિકા : "કેમ શું થયું?"

આર્યન : "કંઈ ખાસ નહીં. હું ફોન કરી રહ્યો છું, પણ એ ફોન ઉપાડતી નથી."

અંશિકા : "એ તો ઊંઘી ગઈ છે."

આર્યન : "કેમ ઊંઘી ગઈ છે? હું હાજર હતો, વખતે તો એ જાગતી હતી."

અંશિકા : "હા સાચી વાત છે, પણ એ પાછી ઊંઘી ગઈ."

આર્યન : "ઓકે સારું અંશિકા."

અંશિકા : "કેમ શું થયું કંઈ કામ હતું.?"

આર્યન : "ના કામ તો કંઈ નહોતું, પણ કંઇક પૂછવું હતું અનુજાને?"

અંશિકા : "શું પૂછવું હતું? મને પૂછોને ભાઈ બની શકે કે મને એનો જવાબ ખબર હોય."

આર્યન : "તું અન્વીને ઓળખે છે?"

અંશિકા : "હા ઓળખું છે અન્વીને, પણ શું થયું?"

આર્યન : "હું ઘરે જઈ રહ્યો હતો, પણ હું રોજ સવારે રિવરફ્રન્ટ પર વોક કરવા માટે જતો હોઉં છું, ત્યાં મેં અન્વીને જોઈ હતી."

અંશિકા : "પછી શું થયું?"

આર્યન : "હું એની સાથે ભટકાઈ ગયો હતો. પછી એની જોડે થોડી વાત થઈ, પણ એને કીધું કે એનું નામ એન્જલ છે."

અંશિકા : "ઓહ એમ વાત છે ભાઈ."

આર્યન : "હા અંશિકા."

અંશિકા : "એટલે તમારે એ જાણવું છે કે એ છોકરી ખરેખર અન્વી હતી કે બીજી કોઈ એનાં જેવી દેખાતી છોકરી હતી."

આર્યન : "હા બરાબર કીધું તે અંશિકા."

અંશિકા : "મારા ખ્યાલ મુજબ આ વાત તો મને પણ નથી ખબર કે ના તો બેનને ખબર છે. કારણકે આવું કંઈ હોત તો મને જરૂર કહેત."

આર્યન : "હા સાચી વાત હશે તારી, કેમકે આવી કોઈ વાત અનુજાએ કહી હોય એવું મને પણ કંઈ યાદ નથી."

અંશિકા : "તેમ છતાં હું પૂછી જોઈશ."

આર્યન : "સારું અંશિકા."

અંશિકા : "સારું ભાઈ."

આમ કહીને આર્યન ફોન મૂકે છે. પછી ફરીવાર એનાં એ જ વિચારમાં ડૂબી જાય છે. ત્યાં જ આર્યનનો એક ફ્રેન્ડ એને ફોન કરે છે. તેને કહે છે કે "એક ફોટોગ્રાફી કરવાં માટે તારે અમદાવાદથી બહાર જવાનું છે."

પછી આર્યન એનાં ફ્રેન્ડને પૂછે છે કે "ક્યાં જવાનું છે?"

પછી એનો ફ્રેન્ડ કહે છે કે "આર્યન તારે નાસિક જવાનું છે. મારા એક સંબંધીની છોકરી છે. તેનાં આવતાં અઠવાડિયે લગ્ન છે. મેં એમની જોડે એનાં માટે વાત કરી લીધી છે.

પછી આર્યન કહે છે કે "સારું હું જઈ આવીશ."

આમને આમ આર્યનના નાસિક જવાનો દિવસ આવી જાય છે. જેથી તે રિવરફ્રન્ટ પર બનેલી વાતને ભૂલી જાય છે. હવે આર્યન આગલાં દિવસે ટ્રેનની ટિકિટ બુક કરાવી લે છે. હવે આર્યન નાસિક જવાનાં દિવસે અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી જાય છે. આર્યનની અમદાવાદથી નાસિકની ટ્રેન સવારનાં દસ વાગ્યાની હોય છે, પણ સ્ટેશન પર પહોંચ્યા પછી એને ખબર પડે છે કે દસ વાગ્યા છતાં પણ ટ્રેન હજી આવી નથી. પછી એ ટિકિટ કાઉન્ટર ઉપર પૂછવા માટે જાય છે. ત્યાં આર્યનને ખબર પડે છે કે ટ્રેન એક કલાક મોડી આવશે.

હવે આર્યન એક કલાક સુધી રાહ જોઈ શકે એમ નહોતો. તે છતાં પણ આર્યનને રાહ જોયાં વગર કોઈ વિકલ્પ નહોતો. તેથી આર્યન એનાં કેમેરામાં પાડેલાં ફોટા જોઇને ટાઈમ પસાર કરે છે. આમને આમ અગિયાર વાગી જાય છે. હવે આર્યનની ટ્રેન પણ આવી જાય છે અને આર્યન ટ્રેનમાં બેસી જાય છે.

હવે ટ્રેન નાસિક તરફ જવા માટે રવાના થઈ જાય છે. આ ટ્રેન લોકલ ટ્રેન હોવાનાં કારણે દરેક સ્ટેશને ઉભી રહે છે. હવે થોડી વાર થઈ અને અમદાવાદ પછીનું રેલવે સ્ટેશન આવ્યું. એ સ્ટેશનથી એક છોકરી ટ્રેનમાં ચઢે છે. એ છોકરી આર્યન જ્યાં બેઠો હતો એની સામેની સીટ પર બેસી જાય છે, પણ એ વખતે આર્યનનું ધ્યાન હોતું નથી. હવે થોડી વાર થાય છે. ત્યાં જ આર્યન અને એ છોકરીની નજર એકબીજાં સાથે ટકરાઈ જાય છે. પછી બંને એકસાથે બોલી પડે છે તમે અહીંયાં એમ બોલીને આશ્ચર્યચકિત થઈ જાય છે!

આર્યન : "હેલો કેમ છો?"

એન્જલ : "હેલો હું મજામાં છું અને તમે?"

આર્યન : "હું પણ મજામાં છું."

હવે મજાની વાત એ છે કે જે ડબ્બામાં આર્યન અને એન્જલ બેઠાં હતાં. તે ડબ્બામાં એ બંને સિવાય બીજું કોઈ નહોતું. હવે બંને વચ્ચે થોડી વાતચીત થાય છે, પણ અચાનક એન્જલ એક એવી વાત કહે છે. જેથી આર્યન હતપ્રભ બનીને ચોંકી ઉઠે છે અને તેનાં ચહેરા ઉપર થોડું સ્માઈલ પણ આવી જાય છે.

એન્જલે આર્યનને એવું શું કહ્યું હશે જેથી આર્યન હતપ્રભ બનીને ચોંકી ઉઠ્યો?
શું રહસ્ય છે આર્યનની આ થોડી સ્માઈલ પાછળ?
આર્યન અને એન્જલ વચ્ચે હવે શું વાત થાય છે?

એ બધાં સવાલોનાં જવાબ સાથે જલદી જલદી મળીશું આગળનાં અને અંતિમ ભાગમાં... 😊😊😊