mahesh wedding અપ્સરા in Gujarati Comedy stories by Makwana Mahesh Masoom" books and stories PDF | મહેશ વેડિંગ અપ્સરા

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

મહેશ વેડિંગ અપ્સરા

અરે આવો આવો આવો,સ્વાગત છે તમારું
પણ યાર કેમ આજ તમારું મો થોડુ ઉદાસ દેખાય છે?પણ તમે ચિંતા નાં કરો યાર આજે હું તમને હસવાનો છું બોલો
સાચું લે..!તમે માનશો નઈ પણ કાઇ વાંધો નઈ.
પણ
શું તમે કોઈ સ્કૂલ માં કે કોલેજ માં એક પાત્રિય નાટક ભજવ્યું છે? ભજવ્યું હોય તો વાંધો નહિ અને ના ભજવ્યું હોય તો આ મોકો ચૂકશો નહિ ચલો
વાચું કરી દો વાંચવાનું


મહેશ વેડિંગ અપ્સરા

લે તમે અહીંયા? અરે તમને ખબર છે આજે મારી જાન છે આજ હું પૈણવા જાવ છું લ્યો અને એ પણ કોને ખબર છે તમને?અરે અપ્સરાને અપ્સરાને હો? અરે યાર આ બે દિવસ માં મને તો એટલી પીથી ચોળી ને કે મને કાળા ડીબાંગ માંથી ધોળો સબાંગ કરી નાખ્યો બોલો.અરે હું તો ભુલી જ ગયો આપણે તમે એક કામ કરો આપણે છે ને પછી મળ્યે બરોબર ? પણ પેલા હું પૈણયાવું નકે મારી જગ્યા કોક બીજું અપ્સરાને લઈ જશે...ઓકે .!અને હાં જો અરે તમને કહેવાનું તો રહી જ ગયું .શું તમારે આવવું છે મારી જાન માં?શું હા? અરે યાર તો ચાલો ને મારી સાથે. એક સે ભલે દો, દો સે ભલે ચાર ઓર ચારસે ભલે ચારસો .. એ ભલે ભલે તમે આવજો હો મારી પાછળ પાછળ તો હું જાવ છું.હું હાલ વરરાજો છું પણ તમે મારી પાછળ જ રેજો હો..!

આ હાં આયા આવો જો પેલી સિફટ કાર દેખાય ને એ લઈ ને આપણે પૈણવા જવાના છી.હાં અને મારું સપનું હતું કે આવી કર લઈને પૈનવા જાવ અને પૂરું પણ થઈ ગયું.પણ હવે તમારે મારી સાથે આ કાર માં આવવું છે કે પછી પાછળ આપડે એક ખટારો છે એમાં આવશો.?નઈ ને મારી ભેગુ જ આવવું છે ને તો હાલો જઈ જલ્દી નકર એ આપણે મૂકી ને જતા રહશે.

એ એ આ જો ..! આતો જો કેવા બેસી ગયા છે બધા ગાડી માં હે ! એ એ બારા નીકળો આયા મારે બેસવાનું છે.શું હું ખટારાં માં આવું?અરે હું વરરાજો છું?જુવો આ સાફો આ સુટ, આ તલવાર ,મારા બેટા મને કે તમે પાછળ ખટારા માં આવો ને...! એ ખાલી જ છે.એમ કે છે બોલો. આમાં મને ખબર નથી પડતી કે આ બધા મારી જાન માં આવે છે કે હું એમની જાન માં જાવ છું.😂 ચલો ચલો જગ્યા કરો અમારી હાં અને અમારા એક વાચક મિત્ર પણ છે એટલે એમની પણ જગ્યા કરજો એ એ કાકા યાર તમે ખટારામાં જતા રો ને યાર ચારસો જણ એમાં આવવા નાં છે એમાં.મારું બેતું આ ખટારા માં જવાનો કોઇને રસ જ નથી બોલો?

આ ગાડી ચૌદ જણ ની જગ્યામાં ચાલીસ જણ બેઠા છી બોલો હુતો કાકી ના ખોળા માં છું આમાં પાગ મૂકવાની જાય નથી.અને આ અમારા વાચક મિત્ર જો તમને તો જગ્યા મલી ગઈ છે ને ...?હાં તો ઠીક એમતો તમે છેરાવ એવા નથી.મને તો એમાં થાય કે આ ગાડી માં બેઠો એના કરતાં પાછળ ડેકીમાં બેસી ગયો હોય તો સારું થાત એય ને સૂતો સૂતો જાત સાસરામાં.અરે આમાં તો હમસુડું છે હો.

હાશ લો આખરે હેમે ખેમ્ આપડે હવે સાસરે તો પોગ્યાં આ મેહુલિયો અને ભાવલો ક્યાં છે..?અને ખાસ અમારા વાચક મિત્ર અરે યાર તમે પણ શું પાછળ રહી જાવ છો ત્યાં કોની સાથે વાતો કરવા માંડી ગયા હતા હતો હવે તમને સીધો ચોરી એ લઈ જાવ.

એ એ જો ઓલા મારા સસરા જાય ..!.. એ .. સરસા જી અરે યાર આમ ક્યાં ચાલ્યાં ભાગમ ભાગ? અરે હા ઇતો ઠીક દીકરી ના લગન છે તો ચિંતા તો હોય ને? હાં પણ અપ્સરા ક્યાં છે?હે આપડા ઘરે છે ?હાં તો હું આપડા ઘરે જાવ છું અને તમે સસરા જી કંઇજ ચિંતા કરતા નઈ હવે હું આવી ગયો છું ને તમતમારે તમારે મારું કંઈ પણ કામ પડે તો આ ભાવલાં ને કે મેહુલિયા ને કંઈ દેવાનું કાંતો અમારાં વાચક મિત્ર ને કંઈ દેવું આપણને સંદેશો પોચડી દેશે આપડે અમજો આમ ફટ લેતાનું એ કામ કરી નાખશું.સારું તો હાલો હું ચોરીમાં બેઠો છું તો બેઝિઝક કાઇ કામ પડે તો કંઈ દેજો મને ઓકે?હાલો ત્યારે . એ એ તું ક્યાં આગળ ચાલ્યો હું વરરાજો છું મારે આગળ ચાલવા નું હોય. હાં એમ પાછલ પાછળ એક કદમ પાછળ હાં એમ આતો શું
સારું લાગે વરરાજા જો દેખાવ આવે એમ બાકી તો..! એ એ મેહુલિયા અલ્યા મારી તલવાર તો લાવ ! લે આતો જો પેણવાં નું છે મારે ને એ તલવાર લઈને આગળ ભાગે છે.લ્યા ભઇ એકવાર તો તું પરણી ગયો હવે તો કોક નો વારો આવવા દે.?હમ્ એમ ભઇ ! સમજો કઈક બધું મારે ના કેવાનું હોય..!

અને મિત્ર તમે આ લો આ બોટલ સાચવો.અરે લો ?અરે આ બોટલ મતલબ સ્પ્રે ની બોલતા છે દારૂ ની નથી કંઈ?
હાં યાર શું તમે પણ..! આતો છું ચોરી માં અપ્સરા મારી બાજુ માં આવે એટલે મારી ઉપર છાટી દેવાનું એટલે શું કે થોડી સુગંધ આવે ને ? આ ઓલી એડ નથી આવતી કે આ સ્પ્રે છાટે વાવા જોડું આવે છે અને દરિયા માં બધું ઊડી જાય છે પણ સ્પ્રે રહી જાય છે એમ કદાચ આયા પણ વાવાઝોડું આવે તો બધું ઊડી જાય પણ સ્પ્રે ની સુગંધ ના જવી જોઈ ઓકે?

હાશ લો જો વાતો વાતો માં આપણે ચોરી માં પણ પોચી ગયા ખબર પણ ના પડી બોલો તમને ખબર પડી? નઈ ને?
હ!આહા ગરમી અરે આ પરસેવો લુછવા વાળો ક્યાં છે? અરે ભાઈ આવને તું કયારે રકડે છે? લાઈન મારવા જ રેસ તું મારું ધ્યાન રાખ અતારે તું મારા ધ્યાન માંજ છો..!હાં હાં તારા માટે ગોતે લી જ છે.! અરે હું નાખીશ માગું તારું જોજે..!શું મારે માને નઈ એમ અરે આય મારું જ ચાલે છે તને ખબર નથી કાઇ.સારું તું હવે જા કઈક કામ કર મારા સસરાને મદદ કરે જા. એ ભાવલા આયા આવ ! હાં જો અરે આયા નજીક આવ જો પેલાં ઘેરામાં બેઠી ને એ બધી મારી સળી જ છે બરોબર એટલ ધ્યાન મારી લે જે કોઈ ગમે તો એટલ પછી આપડે વાત નખ્યે.અરે માનશે શું તું ખાલી ગમાડ ઈ બધું હું સાંભળી લઈશ.! ઓકે ઓકે ડન.!

એ ગોર મહારાજ હવે જલ્દી કરો ને જલ્દી અપ્સરા ને બોલાવો ને મારા પાસે ટાઈમ નથી યાર..! હાલો હાલો જલ્દી બોલો અપ્સરા પધરાવો સાવધાન..!અરે કન્યા નઈ એનું નામ અપ્સરા છે.! હાં હાં રે જે હોય એ પણ તમે હાલ અપ્સરા પધરાવો સાવધાન બોલો.અરે કીધુ ને બોલો એટલે બોલો.અરે હું પારણું છી કે તમે ? હાં તો હું કવ એમ કરવાનું .! બોલો અપ્સરા પધરાવો સાવધાન..! હાં જો હવે કેવા સિધા હાલ્યા.ઓહો ઓહો આ જુવો આ જુવો આવી મારી અપ્સરા લે એને તો બધાં પકડી ને લાવે છે ક્યાંક એ લંગડી તો નથી ને ? નાં નાં પગ તો બરો બર છે તો?તો કદાચ મજા નઈ હોય આ જ પણ કેમ ? એ જે હોય એ છોળો પણ જોવે એ પાગ કેવા ધીરે ધીરે મૂકે ને ચલી આવે છે.બિલકુલ મારા સપનાની અપ્સરા જેવી પણ ઇતો સફેદ વસ્ત્રો માં હતી .પણ કોઈ વાંધો નઇ એ અપ્સરા નઈ તો કાઇ નઈ પણ અપ્સરા નામ વળી તો મલી ગઈ.વાહ વાહ આમ તમે એનું રૂપ તો જુવો.હું તો જોઈ પણ નથી શકતો એણે જોઈ ને મને શરમ લાગે છે.હું નખ ખાવા લાગ્યો જો.!

જો હવે એ મારી બાજુ માં બેઠી છે અને એનો હાથ મારા હાથમાં મૂકે છે જો અને એ આ જો મૂક્યો અરે મે તો હાથ પાછો ખેંચી લીધો અરે એટલા માણસો વચ્ચે કોઈ છોકરી ના હાથ ઝલાંય કાઇ આ માણસો મને કેવી સમજે? મારા પરિવાર વિશે વાતો કરે કે એમને આને કાઇ શિકવ્યું જ નથી કેટલો બેશરમ છે કે ચોરી વચ્ચે છોકરી નો હાથ પકડે છે? એ ગોર મહારાજ આ હાથ ના પકડું તો નાં ચાલે શું છે મને બધા વચ્ચે હાથ પકડવાની શરમ આવે છે.શું એવું હોય? હાથ પકડવો જ પડે? બધાય પકડે હાથ? એવું?હાં પણ એમાં શું છે મારા આ પેલા પેલા લગન છે ને ? હવે ઘ્યાન રાખી?હાં તો હવે હું પકડું હાથ?હાં? ઓકે?

એ આ કો આના હાથ માં તો મહેશ નામ લખેલું છે પણ આ મહેશ તો મારું નામ છે. શું એનું નામ પણ મહેશ હશે? ના ના બધા તો કહે છે કે એનું નામ અપ્સરા છે. રો એને જ પૂછી લાવ. એ અપ્સરા આ હાથમાં મહેશ કોનું નામ લખાવ્યું છે? શું તરું નામ પણ મહેશ છે?પણ આ બધાં તો કે છે કે તરું નામ અપ્સરા છે તો પછી મહેશ કેમ કોણ છે આ બીજો મહેશ હે? નાં પહેલા મને જવાબ આપ કોણ છે એ પછી જ આ લગન થશે ગોર મહારાજ ઊભા રહો.!અરે એમ એવું છે ?એ મારું જ નામ છે હે? પણ મારું તારા હાથે કેમ? એમ પ્રેમ વધે એટલે ?તો જોજે હું મારા દિલ પર મોટા અક્ષરે તારું નામ લખવિશ પછી જોજે મારો પ્રેમ કેટલો વધે છે..! હમ તો સારું હવે એ ગોરમાંરજ મારા સામુ શું જોવો છો ચલો ચલો જલ્દી મંત્ર બોલો... હમ્...ઓહો અને આ જુવો આતો જો કેવા કેવા ફટાણા ગાય છે તમે સાંભળ્યું?નાં ?ક્યાંથી સાંભળ્યું હોય હું સંભળાવું પછી સાંભલો ને હેને?..

"ક્યાંથી આયો રે ક્યાંથી આયો રે
આ બાવળ નાં ઠુંઠા જેવા ક્યાંથી આયો રે"

આ કન્યા પક્ષ વાળા છે માળા મને બાવળ ના ઠુઠા જેવો કે છે બોલો અરે હું કઈ બાવળ ન ઠુથા જેવો છું હે? એ વાત અગલ છે કે મારું નાક મોટું ફોડવા જેવું છે,મારું આંખો બક્રા જેવી છે,મારા કાન થોડા ફટ્યા છે અને આ મારા વાંકડિયાલાં વાળ છે પણ કાઇ હું બાવળ માં થૂઠા જેવો થોડો છું એ ઠું ઠો તો મારા કરતાં ક્યાંય સારો!😂
અને હવે જો આ આપડા વર પક્ષ વાલા કાઇ થોડા બાકી મૂકે એમને જોવો ને તમે જ?

"એ રાખી મેલો તો રાખી મેલો તો
તારી સેડાળી સોડી સ્હાંટું રાખી મેલો તો "

આ લે એટલી સુંદર અપ્સરા ને સેડાળી કે છે બોલો પણ ના ના હવે અપ્સરા વિશે હું કઈ મજાક નઈં કરું ના ના આખરે હું હું એનો !હું એનો..છું?ભલે સેડા માટે આપડે એને આપડો એક રૂમાલ આપી દેસુ અને કેસુ કે આવે ત્યારે લૂછ્યા રાખજે પણ એના વિશે હું મજાક નહિ કરું હો નાં ના !

સારું હવે ચાલો ચાલો જલ્દી જલ્દી ફેરા ફર મને ભૂખ લાગી છે .! આ લગન ના હરખ માને હરખ માં સવાર મા સિરવાય નથી ર્યો...!
સવારનો ખાધા વગરનો છું.પેટમાં ઊંદેડા બોલે છે જો ગુદુડ ગુદૂડ બોલે છે....ને!

હાશ લો જમી લીધું હવે શાંતિ થઈ લો.તમે જમ્યા ને?હમ્
યાર આ મારું પેટ દડા જેવું થઈ ગયું છે આ મારી સાંળીઓ ભાવ ભરી ભરી ને ખવડાવ્યું છે ને કે એકલો ત્રણ જણા નું ખાય ગ્યો બોલો અને પાછી કહેતી તિ કે અરી બેનને સાચવજો અરે મે કીધા હાં હા તમારી બેનને તો હું મારા હાથ જ રાખીશ અને એ ઇજો પાણી માંગે ને તો એણે હું.....!શું દૂધ ? નાં ના મને ખબર જ હતી કે તમે એજ વિચારતા તા પણ ના જો ઈ પાણી માંગે ને તો એણે પાણી જ આપીશ ને દૂધ માગે ને તોય પાણી જ આપીશ😂 કેમકે ભાઈ દૂધના ભાવ કેટલા વધી ગયા છે એ ના પોસાય આપણ ને હે ને?

અરે કેટલી વાર હાલો હાલો હવે વિદાય કરો જલ્દી મારે ઉતાવળ છે યાર ક્યાં ખોવાય ગયા આ બધાં ? શું ઘરમાં છે બધા? અને શું કીધુ અપ્સરા રોવે છે? મારી અપ્સરા રોવે છે ?શું થયું? કોણ કર્યું ? કોને મારી એને? આઘા રો મને જવા દો હું એને છોડીશ નઈ...!અરે પણ મને જવા દો ,જો જો અપ્સરા કેટલું રોવે છે ભેંકડો તાણી ને જો જો ...અહ.. અહ... અહહ..એને રડતી જોઈને મને પણ રડવું આવી જાય છે......! હ્.... અ... અ..અ... અહ...અરે પણ જાવ પેલા કોક એને સાની રાખો પછી હું છાનો રહી જઈશ બસ..હમ્ હાં કાકી તમે જાય એણે છાની રાખવા અને આ અમારા વાચક મિત્રો માં પણ કોઇ બેન હોય તો એમને પણ સાથે લેતા જજો...હને?તમે પણ જાવ છાની રાખી મારી અપ્સરા ને અહ. હ્ હ હ.. અ..


ઓહો હો હાશ હવે હે મે ખેમે ઘરે પોગી ગયાં લો બસ હવે શાંતિ છે આપડો મારું સ્વાગત બહુ જોરદાર કર્યું વહુ ને લઈને આયો એમાં પણ હવે એ કહેવા કરતાં મારે મારી સુહાગ રાત ની વધુ ઉતાવળ છે🤗 અરે યાર ખોટા ના વિચારો મારા આ પેલી વાર ના લગન છે મને પણ હરખ તો હોય ને લે..અને હવે તમને કહ્યુ યાર તમે તો બહુ બેસર્મ છો હે? કે મેતો ખાલી ખાલી તમારું માન રાખવા લગ્ન માં આવવાનું શું તમે તો સાચૂક આવી ગયાં આવ્યાં એની ના નહીં પણ પાછાં મફત માં જમી પણ લીધું બિચારા મારા સસરા ને ચાંદલો પણ ના લખાવ્યો.અને પાછાં વળતાં આવતા આવતાય મારી જોડે બેસી ગયા અરે એમાં એક બાજુ તમે ને એક બાજુ અપ્સરા આ બંને માં હું જ પીસાતો હતો અરે મારી હાલત તો સુલી વચ્ચે સોપારી જેવી હતી.

અને હજી પણ બેર્મી ની હદ થાય કે ઠેઠ મારા રૂમ સુધી પોચી ગયાં હે?અરે આજ અમારી સુહાગ રાત છે મારે ને અપ્સરાને પર્સનલ વાતો કરવી આ અમારું પર્સનલ મીટર કેવાય એમાં તમારું શું કામ છે હે?પણ જો હવે હું અપ્સરા પાસે જાવ છું અને તમે બૌ ખોટા ના લગાડતા હો હું મજાક કર્તોતો હો..હાં નકર પાછું ક્યાંક વાચવાનું અધૂરું મૂકી ભાગી જાવ નઈ😂

આ જો અપ્સરા ગુંઘટ નાખી ને બેઠી છે જોયું ?હાં ?કેમ છે અપ્સરા?અરે હવે તો ઘૂંઘટ ખોલ?અરે હા ઇતો મારો ખોલવાનો હોય નઈ?રે રે એક મિનિટ આહ આહ વાહ શું સુંદર ચહેરો છે તારો અપ્સરા વાહ

તમારુ મુખ જોઈ ને અમને તો એમ થાય છે,
કે તમારુ મુખ જોઈ ને અમને તો એમ થાય છે,
કે લોકો ચાંદ પર અમસ્તાં જ જાય છે.

હાં ખબર નઈ શું કામ ચાંદ પર જતા હશે? આ ચાંદ માં શું ભાળી ગયા હશે એ લોકો? નાં ના છે શું ત્યાં એ કહો મને ખીણ, રેતનો સાગર બીજું શું?હશે હવે જાય એ જાય આપડે તો કોઈદી જ્યાં નથી.અને જવું પણ નથી.કેમ?કેમ કે તું મને જે મલી ગઈ છે...! અરે તુજ મારો ચાંદ છે.હાં.સાચું કહું છું લે...! અને હવે તુંય ખરી છો હો મે તારા એટલાં વખાણ કર્યા તોય તે મારા માટે એક શબ્દ ના ઉછર્યો? એમ તે કાઇ ચાલે? અરે અમારે પણ વખાણ સાંભળવા હોય કે નઈ?નાં ના ચલ હવે તું મારા વખાણ કર ચલ...!નકે હું ઓરડાની બર જતો રહીશ અને આખી રાત બાર સૂતો રહીશ હો..હાં વિચારી લેજે!

આહા હાં શું કીધી હું વાંદરા જેવો લાગું છું એમ..?અરે રેવા દેને યાર હું એટલો પણ ખૂબ સુરત નથી🤗🤗એટલી બધી હેન્સમ નથી કાઇ🤗🤗પણ ચલ તું કે છે તો પછી માની લવ કે વાંદરા જેવો બાકી મને તો ગધેડા જેવો , આખલા જેવો ,ભેંસ જેવો સાંભળવા ની આદત છે પણ તે આજ કઈક નવી શરૂઆત કરી એટલે મારે પણ કઈક નવું શરૂઆત કરવી છે આજની રાત આપને એવું કઈક કર્યે જેથી આપણને આ રાત કાયમ માટે યાદ રહી જાય હ્...? હ!

તો આપણે ઓલા ફિલ્મ માં નથી આવતાં રોમેન્ટીક સીન એના જેવું કર્યે પેલું શું કેવાય એને? શું? હાં હાં એજ? રોમેન્શ જો...! જૂના ફિલ્મોમાં જેમ રમેશ મહેતા કહે એમ ...

આવતી રે...આવતી રે...આવતી રે મારી અપ્સરા..આવતી રે..

યાર બૌ ફિલિંગ નથી આવતી તું પણ બોલ કઈક...અને હા આમ, ફિલિંગ સાથે હો .....

એ મહેશ... એ મહેશ ... એ મહેશ.. એ મહેશ..

એયય...... બેરા.. એ ય ઊંઘણસિહ એ.....ઉઠ...ઉઠ..હવે...

અરે એ એ એય અપ્સરા આ તારો અવાજ આટલો ઘેરો અને જાડો કેમ થઈ ગયો ...હે?

આતો મારા બાપાનો પપ્પા નો અવાજ લાગે છે..હે?

અરે પપ્પા શું તમે પણ સુવા દો ને યાર !
અરે અપ્સરા ....અપ્સરા... અપ્સરા... એ અપ્સરા કયા ગઈ ?અરે પપ્પા આ મારી અપ્સરા કયા જતી રઈ?શું કઈ અપ્સરા ?અરે કાલે હું જેને પરણી લાયો એ અપ્સરા....બીજી કઈ..શું?હું કોઈ અપ્સરા ને પરણ્યો જ નથી?એટ્લે શું આ બધું કાંડ થયું એ સપનામાં થયું?
અ... હ્ હ હહ અહ.. અપ્સરા.............!

ઓહો જોયું તમે હું કેટલો ખુશ હતો કેટલો બેબાકળો બની ગયો હતો બે ઘડી પેલા મારા લગન માં અન અત્યારે... અહ અહ...જોયું ને આમ છે ભાઈ...

હવે તમને થતું હશે કે આ છોકરાએ તો આખું ગામ ગાંડું કર્યું હે ને? તમને એમ થાય છે ને કે આ બૌ હોશિયાર છે વાતો વાતો માં ચકડી ફેરવી ને એનાં સપના માં લઇ ગયો સાથે આપણને પણ લઈ ગયો અને પાછાં વાચે આપને પણ ધમકાવવા લાગ્યો..તો આ ખુબ મોટા ગજાનો માંણસ હોવો જોવી...પણ નાં નાં ના હું લેખન ની દુનિયામાં બહુ નાનો છું હજી કોલેજ કરું છે ને આટલું લાંબુ લખવાનો સાહસ પેલી વાર કરું છું...અને રહી વાત મારી હોશિયારી ની તો એવું કંઈ નથી ..

હું હજી બાળક બુધ્ધિ છું, નાદાન છું,નિર્દોષ છું અને પ્લસ "માસૂમ" તો છું જ ઇતો તમને ખબર છે.

તો આ સફર માં તમે ખડખડાત હાસ્ય હસો એવી મને આશા છે.અને ખડખડાટ હાસ્ય ના હો તો મુખ પર હલકી સ્માઇલ તો આવી જ હશે...સાચું બોલજો હો...

તો હવે તમારો વારો કે હવે મને તમારી કોમેન્ટ વાચી ને ખડખડાટ હસવું આવે એવી કોમેન્ટ ઠોકો...!

પણ જોજો હો મને વાગે નઈ કેમ કે હું બૌ કોમળ છું,નાજુક છું અને પ્લસ માસૂમ તો છું જ ઇતો તમને ખબર જ છે..તો ઓકે હવે વધારે નહિ...બસ ...પણ છેલે કૌ સ્ટીકર નાં આપો તો કાઇ નઈ પણ મફત માં આપનો પ્રતિભાવ જરુર આપજો..

જેથી મને ખબર પડે કે મારે આગળ લખવું કે માંડી વળવું.....તો સમજ્યા કે બધું....?હાં તો ઠીક..ઓકે તો યાર તમારી મને માયા એટલી લાગી ગઈ ને કે છોડવાનું મન જ નથી થતું પણ શું કરી હવે છુંટા પડવું પડશે આપણે..તો..ઓકે ચલો. thanks

Take કેર 🤗♥️
And આવજો 🖐️🖐️🖐️🖐️


મકવાણા મહેશ "માસૂમ"

4-11-2021