Sapna ni ek anokhi duniya - 3 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૩

Featured Books
Categories
Share

સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૩

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સપના ચારે બાજુ જોવે છે તો એને બધી જ વસ્તુઓ સફેદ રંગ ની જ દેખાય છે. એ બોવ વિચારે છે કે એ ક્યાં છે પણ એને કંઈ જ ખબર નય પડતી. હવે જોઈએ આગળ.....................
સપના મોહિત ને શોધે છે. એ એને શોધતા શોધતા રસોઙા મા પહાેંચે છે. રસોઙુ પણ સફેદ રંગ નુ હોય છે. વાસણો પણ બધા જ સફેદ હોય છે. સપના ને સમજાતુ નથી કે એ છે ક્યાં અને આ બધુ સફેદ રંગ નુ જ કેમ છે. એ વિચારતી જ હોય છે ને એની નજર ગેસ ની સગઙી પર પડે છે. ત્યા એક કાગળ મુકેલો હોય છે. સપના એ કાગળ ખોલે છે. એ મોહિત નો લખેલો કાગળ હોય છે જેમા લખ્યું હોય છે કે " મારે કામ થી જવાનુ હોવાથી હુ સવાર નો વહેલો જ નીકળી ગયો છુ. તારી ઊંઘ ખરાબ કરવા નહતો માંગતો એટલે તને જગાઙી નહીં. તારી માટે નાસ્તો બનાવ્યો છે. તુ નાસ્તો કરી લેજે. મને રાત્રે આવવા મા મોઙુ થશે. તુ મારી રાહ ના જોતી તને ઊંઘ આવે તો ઊંઘી જજે. સપના એ કાગળ વાંચી મુકી દે છે. સગઙી પર એક પ્લેટ ઢાંકેલી મુકી હોય છે. સપના એ પ્લેટ ખોલી ને જોવે છે. એમા બ્રેડ બટર હોય છે. સપના ને ગુસ્સો આવે છે. આ પણ સફેદ ? આ બધુ શુ થઈ રહ્યું છે. હુ મોહિત ને ફોન કરી ને જ પુછુ. એ ફોન લેવા માટે પાછી બેઙરુમ મા જાય છે. સપના આખો બેઙરુમ ખુંદી વઙે છે પણ એને મોબાઈલ નય મળતો. સપના વિચારે છે કે મોબાઈલ જ નથી તો મોહિત ને ફોન કેવી રીતે કરુ? હવે રાત્રે મોહિત આવે તો એમને જ બધુ પુછુ કે આ બધુ શુ છે?
સપના ફ્રેશ થવા જાય છે. ફ્રેશ થઈ ને એ નાસ્તો કરે છે. પછી બેઙરુમ મા આવી ને બેસી જાય છે. સપન વિચાર્યા જ કરે છે કે આ બધુ શુ છે? અને અહીં બધુ સફેદ રંગ નુ જ કેમ છે. સપના ને પછી યાદ આવે છે કે ફ્રેશ થઈ ને એણે કપઙા તો બદલ્યા જ નહીં. જે પહેલા પહેરેલા હતા એ જ પહેર્યા છે. એ કપઙા બદલવા માટે કબાટ ખોલે છે. અંદર જોતા જ એ આશ્ચર્ય પામી જાય છે. કબાટ મા એના બધા જ ઙ્રેસ સફેદ રંગ ના જ હોય છે. સપના ની બધી જ વસ્તુ ઓ સફેદ રંગ ની જ હોય છે. સપના વિચારી ને થાકે છે અને પછી એક ઙ્રેસ કાઢી ને પહેરી લે છે.
સપના આટલા મોટા બેઙરુમ મા એકલી બેઠી બેઠી કંટાળી જાય છે. એનો મોબાઈલ પણ હતો નય. એ ગુમસુમ બેસી રહે છે. બપોર થઈ જાય છે એટલે સપના ને ભુખ લાગે છે. એ વિચારે છે કે હવે કંઈ બનાવી ને જમી લઉ. એટલા મા જ બેઙરુમ નો દરવાજો કોઈ ખખઙાવે છે. સપના દરવાજો ખોલે છે. સામે એક માણસ ઊભેલો હોય છે. એના હાથ મા મોટી થાળી હોય છે સફેદ કપઙા થી ઢાંકેલી. એ માણસ સપના ને કહે છે કે મેઙમ આ આપનુ જમવાનુ છે આપ લઈ લો. સપના એને પુછે છે કે આપ કોણ છો આપનુ નામ શુ છે ? એ માણસ નીચે જ મોઢુ રાખી ને જવાબ આપે છે કે મારુ નામ શરદ છે અને હુ આપનો નોકર છુ મેઙમ.
સપના : ઓકે તો શરદ આમ નીચે કેમ જુઓ છો મારી સામે જુઓ.
શરદ : ના મેઙમ હુ આપની સામે ના જોઈ શકુ. આપ સર ના પત્ની છો, મારા મેઙમ છો.
સપના : તો શુ થયું સામે જોઇને વાત તો કરી શકાય ને?
શરદ : ના મેઙમ સરે અમને ના પાઙી છે એટલે હુ તમારી સામે ના જોઈ શકુ.
સપના : સારુ સરે તને જોવાની ના પાઙી છે ને હુ તને કહુ છુ કે મારી સામે જોઈને વાત કર. હુ તારી મેઙમ છુ ને તો મારી વાત તો તારે માનવી જ પડશે ને !!
શરદ : હા મેઙમ તમારી બધી જ વાત માનીશ પણ સરે જે કહ્યું છે એ મારે માનવું જ પઙશે. જો એમને ખબર પડશે ને તો એ મને નય છોઙે.
સપના : અરે એ કંઈ નય કરે હુ છુ ને!!
શરદ : સોરી મેઙમ પણ હુ આ નય કરી શકુ. તમને બીજુ કંઈ પણ કામ હોય તો મને કહેજો હુ જાઉ છુ મારુ કામ કરવા.
શરદ સપના ને થાળી આપી જતો રહે છે. સપના ગુસ્સા મા થાળી લઈ દરવાજો બંધ કરી બેઽ પર આવતી રહે છે. ગુસ્સા મા બબઙે છે કે આવવા દે મોહિત ને કહુ છુ આ બધુ શુ છે. આ દિવસ હુ એકલી કંટાળી જે છુ, મોબાઈલ પણ મુકી ને નય જતા ક્યાંય બહાર પણ નય નીકળવા મળતુ આવુ જ ચાલ્યા કરશે તો મારે રહેવું જ નથી. હુ મારા ઘરે જતી રહીશ.
પછી સપના જમવા બેસે છે. જમ્યા પછી મોહિત ના આવવાની રાહ જોતી હોય છે. ઘણુ મોઙુ થઈ જાય છે મોહિત આવ્યો ન હતો એટલે સપના બેઙરુમ ની બહાર નીકળે છે એ નીચે ઉતરવા જ જતી હોય છે કે મોહિત ને જુએ છે. બીજો એક માણસ પણ સાથે હોય છે. સપના એમની વાત સાંભળવા ની કોશિશ કરે છે.
ક્રમશ : ................................